Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Romance Tragedy

4  

#DSK #DSK

Crime Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા-14

યે રિશ્તા તેરા મેરા-14

6 mins
14.4K


મહેક: અંશ... સીસીટીવી ફૂટેજમાં... દેખાય છે.

પ્રિયા; રડતી રહે છે.

અંશ; વ્હોટ?

મહેક:યસ

અંશ;અચ્છા,તો ગેમ......એ રમેને દોષનો મોટો ટૉપલો "ડી"પર?

મહેક;હમમમ

અંશ; ઓકે, બાય

મહેક; બાય

[અંશ ગુસ્સામાં બહાર આવે છે ચેમ્બરમાંથીને કાઠલો પકડીને એક માણસને ચેમ્બરમાં લઇ જાય છે ને બોલ્યો]

"આ બધું શું છે ?"

"તે વ્યક્તિ જોતી જ રહી."

"ગેમ તમે રમોને... દોષ "ડી"નો એમ?"

"હજુય એ વ્યક્તિ જોતી જ રહી."

"ડી" ગુંડ્ડો અવશ્ય પણ આ વખતે દોષ તેનો બિલકુલ નથી જ!

વ્યક્તિ; પણ થયુ છે શુ?

(કોલ કરીને અંશ સીસીટીવી ફૂટેજનો વિડિયો ક્લીપ મંગાવે છે.)

મહેક; જી

(તે મોકલે છે. અંશ તે ડાઉનલોડ કરે છે.)

અંશ; "ડી"ને જરા પણ ફસાવવાની કોશીશ કરી તો ખેર નથી, યાદ રાખજો બરાબર.

વ્યક્તિ; મને કશું જ સમજાતું નથી ?

અંશ; બધું સમજાશે, જ્યારે ફૂટેજ બોલશે.

[અંશ બતાવે છે ને તે જુએ પણ છે.]

અંશ; "બોલો, આ જુઠ કે સચ ? તમે જ યશને દૂધમાં ઝેર આપ્યું છે ને?"

તમને ખબર પડી ગઇતી કે યશ હવે, પ્રિયાને લવ કરવા લાગ્યો છે ને ઇંકેઝ તમે પ્રિયા જોડે લગ્ન માટે ના કહેશો તો એ તમારું નહીં જ માને ! એટલે જ આ બધું નાટક રચ્યું એમને?

પ્રવિણભાઇ; ડૉ.અંશ નહીં. આ દવા હું બગીચામાં છંટકાવ માટે જ લાવેલો એટલે જ દવા લાવતો હું દેખાઉં છું. યશના મેરેજ આવવાને થોડા જ દિવસ હતા તો મને થયું બગીચાની સફાઇ થય જાય.

અંશ; જુઠ, તમે એમ સાચું નહીં જ બોલો.

[પોલિસને કોલ કરીને અંશ કહે છે ને પોલિસ અંદર આવે છે.]

પોલિસજય; સત્ય બોલી જાવ, ગુનાહ સાબિત થાય એ પછી આપની ખેર નથી જ.

પ્રવિણભાઇ; તમે સમજતા કેમ નથી ? મેં આવું કશું નથી કર્યું.

(ઇલાબેન અંદર આવે છે ને તરત જ અંશ બધું જ ક્લીઅર કરે છે.)

ઇલાબેન; તમે આવું કર્યુ ?

પ્રવિણભાઇ; ના. હું, હું એ દવાની બોટલ ગાર્ડન માટે લાવ્યો, તને ખબર તો છે કે એ જ દવાનો છંટકાવ માળી એ ગાર્ડેનમાં કર્યો. તો પણ તું આવું વિચારે છે ?

પોલિસજય; "ને તમે થોડી દવાનો છંટકાવ દૂધમાં !"

ઇલાબેન; મને સત્યની ખબર નથી. મને એટલી જ ખબર છે કે યશના પાપાને યશ જોડે પ્રિયા માટે બે વાર રકજક થયેલીને એકવાર યશને જાપટ લગાવેલી.

પોલિસજય; તો તમે જ, તમારું દીકરો તમારું ન માનતા યશને...

પ્રવિણભાઇ; નહીં.

પોલિસજય; હું મૂળ સુધી પહોંચીશ જ. એ આ જયની તમને પ્રોમીઝ છે. "ડી" ખરાબ વ્યક્તિ છે માટે તમે આ કાવતરું કર્યુને તમે સફળ થઇ જશો એવુ બિલકુલ નથી હો!

પ્રવિણભાઇ; મને મારો દીકરો વ્હાલો છે.સર! આથી વિશેષ કશું જ નહીં. સર, આપ આપની કાર્યવાહી ગમે તે રીતે કરી શકો છો.

[જય ઇલાબેન અને અંશને બહાર જવા કહે છે. ઇલાબેન રડતા રડતા બહાર આવે છે, અંશ બહાર આવે છે. પોલિસ જય પ્રવિણભાઇને ખૂબજ આડા-અવળા સવાલ જવાબ કરે છે. તમે દવા ક્યાથી લાવ્યા ? કેટલા વાગે લાવ્યા ? કેમ લાવ્યા ? ક્યા મુકી ? ક્યારે મુકી ? તમે કોને દવાનો છંટકાવ કરવા કહ્યું ? ક્યારે કહ્યું ? કોણ આવ્યું ? ક્યારે કર્યો ? યશે દૂધ પીધું ત્યારે તમે ક્યા હતાં ? શું કરતા હતા ? તમે પ્રિયાને છોડ્વા કેમ યશને દબાણ કરતા હતા ? વગેરે વગેરે... આ બધામાં પ્રવિણભાઇના જવાબ એક સરખા જ રહે છે.

(અંશ મહેકને કોલ કરીને બધી જ વાત કરે છે.)

મહેક; ઓહ!નો

પ્રિયા; શું થયુ?

મહેક; સબ બેકાર ! ફીર સે સીસીટીવી ફૂટેજ કી જાંચ.

પ્રિયા; કેમ?

[મહેક અંશે કરેલી વાત કરે છે, કે જય દ્વારા પૂછાયેલા સવાલ - જવાબમાં પ્રવિણભાઇ પકડાયા નથી.]

બા; બેટા, જ્યારે કશુંક શોધવાનું હોય ત્યારે દિલ પર હાથ મૂકી, પછી ઇશ્વર પર ભરોસો કરવો જોઇએ કે તમે સત્યની શોધ કરો છો તો હે ઇશ્વર ! તમે મારો સાથ આપજો. પછી કાર્યમાં મન લગાવવું જોઇએ.

પ્રિયા; હમમ જિ બા. તમે હિંમત આપી. એ તમારો આભાર.

[મહેકને પ્રિયા બાની વાત સાંભળીને ફરીવાર સીસીટીવી ફૂટેજને ખોળવા લાગ્યા. બે વાર ત્રણવાર પ્રવિણભાઇ એ ગાર્ડેનની પાળી પર બોટલ રાખી પછી માળી એ લીધી પછી પાછી ત્યાં જ રાખીને પછી જે વ્યક્તિ બોટલ ફરીવાર લે છે તેનો માત્ર હાથ જ દેખાય છે ને એ હાથ માળીનો નથી. એવું સ્પષ્ટ થાય છે. આ જ ઘટનાને ત્રણવાર જોઇ ત્યારે ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિના હાથમાં કડું છે. પ્રિયા એ આ વાતની ચોખવટ કરવા માટે બાને બોલાવ્યા]

બા; બોલ દીકરા શું?[બા ને અંદર લઇ જાય છે]

પ્રિયા; બા, તમારા પરિવારમાં કોઇ કડું પહેરે છે?

બા; ના, દીકરા

પ્રિયા; બા, યાદ કરો ફરીવાર કોઇ પહેરે છે ?

મહેક; બા, તમે જ એક આધાર છો, તમે યાદ કરવાની કોશીશ કરો બા.

પ્રિયા; હા, બા.

[બા વિચારમાં ખોવાય ગયા કશું જ યાદ ન આવ્યું.]

મહેક; ખુદા તારા દરબારમાં રહેમતની કમી નથી;

તો પણ એ કોઇને કેમ આસાનીથી મળતી નથી.

જિંદગીની આ રમત ક્યારે પૂરી થશે ખબર નથી. બંન્ને એ ૨૦ વાર ફૂટેજ જોય નાખ્યું પણ કોઇ કડાવાળી વ્યક્તિ મળતી જ નથી. બા ઉંમરના કારણે યાદ કરી શકતા નથી. ઇલાબેનને પૂછવા જવાય તેમ નથીને પ્રવિણભાઇ પોલિસની નિગરાનીમાં છે તો યશ અસુધ્ધ અવસ્થામાં છે. કોઇ રસ્તો મળતો નથીને કોઇ આધાર પણ.

પ્રિયા; ક્યાંક કોઇ જગા પર રહેતો જ હશે;

કોઇ માર્ગ પર ઇશ્વર મળતો જ હશે;

એટલે જ તો મનુષ્ય તેને ખોજતો હશે?

[એટલામાં જ બા આવ્યા...]

બા; બેટા, યશની સગાઇ અમે કરેલી હતી.

[મહેકને પ્રિયા આ સાંભળીને એકબીજાની સામે જોવા લાગી.]

બા; રીમા નામની છોકરી. તેના પરિવારમાં તેના પાપાને ભાઇ કડું પહેરે છે, તેના વારસામાં જ આ રીવાજ ચાલ્યો આવે છે.

પ્રિયા; શું યશની સગાઇ થઇ ગયેલી હતી ?

બા; હા,બેટા. પણ તારા પાપાની જબરદસ્તીથી અમે રીમાના પાપાને ના કહી.

મહેક; જી... તમે ના પાડી તો રીમા એ શું કહેલું ?

બા; કહું છું શાંતિ રાખ. ઉતાવળી ન થા મહેકે માથું હલાવ્યું

બા; રીમાને યશ ખૂબ જ પસંદ એટલે તેણે યશને ભાગી જવા માટે કહ્યું.

પ્રિયા; શું ?

બા; શુંની દીકરી ન થા સાંભળ [પ્રિયા શાંત થઇને બા સામે ચિડિયું મો તેને ન દેખાય તેમ કર્યુને બોલી ડૉશી અઘરી છે.] યશે ના પાડીને રીમા એ બીજા લગ્ન કરવાની ના કહી.

પ્રિયા; બા તે ક્યાં રહે છે?

બા; બેટા, હવે તું માફી માંગીને શું કરીશ ? જે થવાનું હતું એ તો થઇ ગયું.

પ્રિયા; [મહેક સામે જોયું પછી બા સામે] બા મેં તે છોકરીની જિંદગી બરબાદ કરી છે તો માફી માંગવી એ મારી ફરજ છે.

બા; તું તારા બાપ જેવી નાલાયક નથી બાવળિયા પર કેરીનું ફળ પાક્યું છે તું ડાહી દીકરી છે. એટલે જ તું મારા યશને ગમવા લાગી.

[બા એડ્રેસ બોલે છે મહેક નોંધે છે.]

[મહેકને પ્રિયા રીમાને ઘેર જાય છે ને તેની ઓળખ આપે છે.]

પ્રિયા; માસી હું માફી માંગવા આવી છું. રીમા એ મારા કારણે કેવડું મોટું ડીસીઝન લઇ લીધું.

માસી; એ તો નસીબની વાત છે, જે થયું તે સારું થયું પણ હાલ તો યશ...

મહેક ;જી માસી [હાથમાં તસવીર લઇ બોલી ] આ રીમા છે ?

માસી; જી

પ્રિયા; તે કડું પહેરે છે ?

માસી; જી

મહેક; છોકરા જેવી જ લાગે નહીં પ્રિયા ?

પ્રિયા; હમમ, અમૂક છોકરીઓને શોખ હોય નહીં માસી ?

માસી; હા બેટા [એટલામાં જ રીમા આવે છે. તે મમ્મીને પૂછે છે.]

રીમા; મમ્મી આ કોણ છે ?

મમ્મી; આ પ્રિયાને આ મહેક છે. પ્રિયા "ડી"ની દીકરી તારી માફી માંગવા આવી છે.

રીમા; ઓહ, તો તમે જ પ્રિયા એમને ?

પ્રિયા; જી, સોરી રીમા મારા કારણે...

[રીમા એ પ્રિયાને અટકાવવા હાથ ઉંચો કર્યોને બોલી...]

રીમા; તો તમારે કારણે જ યશે મને છોડી એમને ?

પ્રિયા; ને મારા કારણે જ હવે જેલ હવાલે.

રીમા; શું ?

માસી; એટલે બેટા ?

મહેક અંશને પોલિસ જયને રીમાને ઘેર જ બોલાવે છે. તે ઝડપથી આવી જાય છે આ દરમિયાન માસી મહેકને પૂછવાનો પ્રયત્ન કરે છે તો મહેકને પ્રિયા બીજી વાતો કરવા લાગે છે કે...

પ્રિયા; યશે દવા પીધી તો પૂછતાછ માટે અહીં પોલિસ આવશે.

મહેક; અમે તમારું ઘર જોવાને તમને જાણ કરવા જ આવ્યા જેથી તમને ડર ન લાગે.

પ્રિયા; પોલિસની ફરજમાં આવે કે યશ સાથે જોડાયેલી તમામ વ્યક્તિની પૂછતાછ કરવી પડે.

માસી; જી, સાચી વાત રીમાની સગાઇ થયેલી તો આવવુ તો પડે જ !

[અંશને પોલિસ આવી જાય છે]

અંશને મહેક સીસીટીવી ફૂટેજ બતાવે છે ને બધી જ વાત કરે છે.

રીમા; આ જુઠ છે. આના પરથી એવું સાબિત ન થાય કે હું જ છું

રીમાના પાપાને ભાઇ આવે છે. પોલિસ જય તે બંને જોડે વાત કરે છે. બંને આ હકીકતથી અજાણ છે.

રીમાના પાપા મોહીતભાઇ; રીમા થોડા સમય પહેલાં કડું પહેરતી પણ હવે પહેરતી નથી.

રીમાનો ભાઇ સૂરજ ; જી સર, પણ તમે આમ અચાનક આવો આરોપ લઇને આવી ગયા?

પોલિસજય; ઓહ... તમે લોકો અજાણ છો પણ આ જ હકીકત છે.

જય મહિલા પોલિસ બોલાવીને રીમાને ફટકારાવે છે એટલે રીમા પોપટની જેમ બોલવા લાગે છે... સત્ય સ્વીકારે છે.

રીમા; હા... આ મે જ કર્યુ. [તેનો પરિવાર ડરી જાય છે] જ્યારે માળી એ બોટલ લીધી ત્યારે હુ જ સીસીટીવી ફૂટેજથી બચતી ગાર્ડેનમાં આવી તેણે મૂકી તે મેં લીધીને એજ બોટલમાંથી મે યશના દૂધમાં ઝેર મેળવ્યુને એજ સમયે એ આ નાલાયક જોડે વાત કરી રહ્યો (પ્રિયા જોડે વાત કરી રહ્યો કોલ કરીને )... હું યશને થોડી દવા પીવડાવી સાબિત કરવા માંગતી હતી કે આ બધામાં દોષ ડીનો છે ને આ સગાઇ તૂટી જાય ને હું યશ જોડે....

રીમાને જેલ હવાલે કરાય છે. ડી અને પ્રવિણભાઇને હોસ્પિટલમાં જ પોલિસની નિગરબાનીમા છે ત્યાંથી મુક્ત કરાય છે. યશનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરવા લાગે છે ને તે એકદમ તંદુરસ્ત થઇ જાય છે. યશ રીમાને મુક્ત કરાવે છે. "ડી"ને પ્રવિણભાઇ દ્વારા પ્રિયાને યશના મેરેજ ધામધૂમથી કરાવી દેવાય છે. મહેકને અંશ છેક સુધી "ડી"ના પરિવાર સાથે રહે છે. યશને પ્રિયાના લગ્નને સંપન્ન કરાવે છે.

ઇશ્વર ચાહે તો શું ન થઇ શકે?

જે ન થઇ શકે એ બધું જ થઇ શકે!!!

(વધુ આવતાં અંકે)


Rate this content
Log in

Similar gujarati story from Crime