Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhruw Ananx

Abstract Inspirational Others

4  

Dhruw Ananx

Abstract Inspirational Others

બીજા ચોથા શનિવારની વાર્તા

બીજા ચોથા શનિવારની વાર્તા

3 mins
14.8K


પૂરો સપ્તાહ કામકાજમાં વિતાવ્યા પછી રણની મીઠી વીરડી જેવો રવિ આવતો જણાય. કર્મચારી આલમમાં જાણે તહેવાર હોય એવી ઉત્કંઠા ઉભી થાય. જો તેમાંય ઇવન એટલે કે બીજોને ચોથો શનિવાર આવી જાય એટલે જાણે ઘર ભણી દોટ શરૂ થઈ જાય! મને યાદ નથી કે કોની પ્રેરણાથી બીજો ચોથો શનિવાર રજા પદ પામ્યો હશે પરંતુ રજાના ચાર્ટમાં રાજાશાહી ભોગવતો હોય તો આજ ઇવન સેટરડે!

ના જાણે કેટ કેટલા રહસ્યો છુપાઈને બેઠો છે આ શનિવાર! કર્મચારી પરણિત હોય તો ઘર પરિવારની મુલાકાત બને, પંદર દિવસ થઈ રાહ જોતા સ્વજનો, પેલી સોસાયટીમાં રહેતી પંચાત મંડળી, રાત્રે ગલ્લે મળતી મસાલા ટોળી, ને આપના પગાર પર પાર્ટીઓ નિર્ભર રાખતી અપડી બેરોજગાર મિત્ર ટોળી કે જે ભલે કમાતા હોય તોય તેમને મન સરકારી નોકરી સિવાયની તમામ નોકરી મજૂરી જ! પેલો બજાર વાળો પાણીપુરી વાળો, ને કદાચ જો ઓળખતો હોય તો પેલી મુવીની ટિકિટબારી પર બેસતો કલ્લુભાઈ !

'ને તમે બેચલર હોઉં તો !' ને જો નાની ઉંમરે નોકરી ચડ્યા હોઉં તો દર ઇવન સેટરડે બીજા દિવસ માટે તમને માનસિક રીતે એક યુદ્ધ માટે તૈયાર કરવા ઘરના સૌ સેનાપતિઓ રાહ જોતા બેઠા હોય ! યુદ્ધ એટલે છોકરી જોવા જવાનું, રમણે ચડવાનું, ઇન્ટરવ્યૂ આપવાને લેવાની સાઈમ્લટેનિયસ પ્રક્રિયા ! ને પછીનો દિવસ ઇન્ટરવ્યૂના રિઝલ્ટનો દિવસ ! બધા સેનાપતિઓ યુદ્ધનું રિઝલ્ટ જાણવા ઉત્સુક હોય ને ધાર્યું પરિણામના મળતા સેના પરાજય માટેના દોષીઓ શોધે !

આખરે થાકેલો યોદ્ધા રાત્રે મિત્રો ભેળો ગોષ્ઠિ કરવા બેસે એની નાની મોટી બહાદુરીયો ને પોતાને ત્યાં કેટલા મજા છે નોકરી માં એવી ડંફાસો મારતો હોય એવા માં જે જીગરી બેઠો હોય એ મન માં મરકતો હોય !! એ બધી વાતો જાણતો હોય તે છતાંય બધું સાંભળી લે ને એકાંતમાં મળીને કહે ચિંતા ના કર બધું ફાવી જશે ઠીક થઈ જશે !

રાત્રે ઘરે પાછો ફરેલો યોદ્ધા સૂતો હોય ત્યારે મા બાપ એ સાંભળે નહિ એમ અંદર વાત કરે, "સાવ દુબળો થઈ ગયો છે, ખાવા પીવાના ઠેકાણા નહિ હોય, પગાર બચાવીને ઘરે આપવાના ચક્કરમાં ના જાણે કેટલી જરૂરિયાતોને અવગણતો હશે! એના શોખ એ સપનામાં જ પુરા કરતો હશે."

આખરે સોમવાર આવે ને ફરી રણભેરી તૈયાર થાય. જો દૂરના જિલ્લામાં નોકરી હોય તો આગલી રાત્રે જ પોતાનું વ્હાલું હોમટાઉન છોડતા ગળગળો થતો હોય. મનમાં એક વાતની ખુશી હોય કે "આપણી તકલીફો વિશે ઘરમાં કોઈને ખબર ના પડી!"

સોમવારે ઓફીસ હાજર થાય ત્યારે વિકેન્ડ પેલા પુરા કરેલા ને કદાચ અધૂરા રહેલા કામોની ફાઈલો રાહ જોતી હોય, ને કામમાં જરા વિલંબ કે ભૂલ જણાય ત્યારે ઉપરી અને જે તે ફાઈલના લાભાર્થીની કડવી વાણીના કેટલાક શબ્દો પેલા ઇવન સેટરડેને પણ પડે !

"આ નવરો શનિવાર આવી જાય છે તે !"



Rate this content
Log in

Similar gujarati story from Abstract