Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Classics

3  

Pravina Avinash

Classics

“ગરબે ઘુમવા આવ” નવરાત્રી ૨૦૧૮

“ગરબે ઘુમવા આવ” નવરાત્રી ૨૦૧૮

4 mins
7.5K


‘ચાલને અલી, કેમ હજુ તૈયાર નથી થઈ?'

‘હજુ મને અડધો કલાક લાગશે’. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હતો. માંડ મોઢામાંથી શબ્દો નિકળ્યા.

રેવતી ચાલાક હતી. સમજી ગઈ આજે ગૌરીના ઘરમાં કોઈ ધમાલ થઈ છે. કોઈ બોલાચાલી નહી, કોઈ વાસણનો ખડખડાટ નહી. આ તો ભાભી નણંદની રકઝક. મીઠો કલહ! નાની નણદી જમનીની પરિક્ષા બીજે દિવસે હતી. તેનું ભણવાનું પુરું ન થાય ત્યાંસુધી ભાભી ગૌરી ગરબે રમવા જવાની ના પાડતી હતી.

બધી બહેનપણીઓમાં સહુથી પહેલી ગૌરી ઘરની બહાર નિકળી સહેલીઓના વૃંદને તૈયાર કરી નિકળતી. ગૌરીને ગરબે ઘુમતી જોવી એ એક લહાવો હતો. પરણેલા કે કુંવારા સહુ તેને તાકી રહેતા. તેની લચક ખૂબ મજેદાર હતી. તે ગરબે ઘુમતી ન હતી, હવામાં ફેર ફુદડી લેતી. જરાય આછકલી ન લાગતી. ન કોઈની આંખોમાં આંખો પરોવતી. જો, જીવણ થાક્યો ન હોય અને ગરબે આવે તો તે જોડી શંકર પાર્વતીની જણાતી. નસિબદાર પતિ અને પત્ની હોય, જેમને સરખો શોખ હોય.

એ ગૌરીએ રેવતીને કહ્યું, 'હું હમણા નહી આવી શકું’.

રેવતીનું મોઢું પડી ગયું. કાંઈ બોલી ન શકી. ગૌરીના સાસુમા સામે જ બેઠા હતા. કોઈ હોય તો એમ જ ધારી લે કે સાસુએ જ ના પાડી હશે. પણ અંહી તો બીજું જ નિકલ્યું. જીવણની નાની બહેનની પરિક્ષા હતી. તેને પણ ગરબાનો શોખ. જો ગૌરી ગરબે રમવા જાય તો તેનું ભણવાનું બગડે. વહાલી નણંદબાને કહ્યું જલ્દી પરિક્ષાની તૈયારી કરી લે પછી આપણે બન્ને જણા સાથે જઈશું.

જમની, ગૌરીને ખૂબ વહાલી હતી. કેમ ન હોય. જીવણને એક તો નાની બહેન હતી. ગૌરીને બે ભાઈ હતા. જમની પર જાન છિડકતી.

જમનીએ કહું પણ ખરું , ‘ભાભી તું જા’.

ગૌરી એમ પોતાની લાડલી નણંદને મૂકી જાય તેવી ન હતી. જીવણ, ગૌરીને ખૂબ પ્રેમ કરતો. કેમ ન કરે, ગૌરી બધાનું માન સનમાન જાળવતી અને સહુનો પ્રેમ મેળવતી.

માંડ માંડ જમનીનું બધું ભણવાનું પુરું થયું.

ગૌરીએ દમ મારીને કહ્યું, ‘ તું હવે સાડી પહેરવા ન રોકાતી. 'ચણિયા ચોળી પહેરીને ચાલ.’

ગૌરી ક્યારની તૈયાર થઈને બેઠી હતી. ગરબે ઘુમવાનો લહાવો લેવો હતો. તેને ગરબે ઘુમતી જોવી એટલે આંખની મિજબાની.

આમ જમની, ભાઈ અને ભાભીની લાડલી નણંદ, ભાભીનો હાથ ઝાલી ભાઈ સાથે ગરબે રમવા હાલી !

ગૌરીનો મનપસંદ રાસ

*******************

હે કાળા કાળા કનજી ને રાધે ગોરી ગોરી,

વ્રજની ગોપી ભાન ભૂલીને નાચે ઘેલી ઘેલી,

જમુના તીરે ધુમ મચાવે બરસાનાની છોરી,

થૈયા થૈયા થા

રાસ

હે કાનુડો કાળો ને લાગે રૂપાળો,

ગોપીઓની સંગે મચાવે હોબાળો,

હે જશોદાનો જાયો ને નંદનો લાલો,

મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો,

માખણ મિસરીમાં ભરમાતો,

છેલ છબીલો સહુને પજવતો,

મોરલીના તાને થૈ થૈ નચવતો,

મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો,

ભરરે નિંદરથી મુજને જગાડી,

વ્રજની વનિતાઓની ગગરી ફોડી,

કંસને મારી નગરી મથુરા ઉગારી,

મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો,

હે કાનાના કામણને રાધાના શમણા,

ભવસાગરની ભાંગી રે ભ્રમણા,

ગોપ ગોવાળ સંગે ઘરના આંગણમા,

મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો,

*******************************

આંખના પલકારામા વર્ષ પુરું થઈ જાય છે. યાદ આવે છે, ગયે વર્ષે નવરાત્રીની શુભકામના કરી હતી. હજુ ફળી ન ફળી તેનો વિચાર કરું ત્યાં પાછી આંગણે આવી નવરાત્રીએ બારણું ખટખટાવ્યું.

નવરાત્રી એટલે બધી ‘માતા’ને યાદ કરવાનો મંગલ પ્રયાસ! જો કે જે માતાએ જન્મ આપ્યો છે, તેમાં આ સર્વેનો વાસ છે. જન્મદાત્રી માતા સુખી અને ચિંતા રહિત હશે તો યમુના મહારાણી, દુર્ગા, અંબા કે કાલી રાજી જ છે. તેમાં શંકાને સ્થાન નથી. બાકી નવરાત્રીના નવ દિવસ આ બધી ‘માતા’ને પ્રેમે ભક્તિ ભાવથી નિત નવી સામગ્રી દ્વારા રિઝવવાનો ઠાલો પ્રયાસ ખોટો અહંકાર વધારશે. જન્મદાત્રી માતા અને પિતા તેમના કરતા વિશેષ અગત્યના છે.

નવ દિવસના અપવાસ દ્વારા સંયમ અને સાત્વિકતા જરૂર કેળવાશે. દિલમાં ભક્તિનું ઝરણું ખળખળ કરતું વહેશે. ગરબે ઘુમવાનો અનેરો આનંદ પ્રાપ્ત થશે. રાસ રમવાનો અવર્ણનિય લહાવો લેવાશે.

નવધા ભક્તિના નવ પગથિયા ચડવાની સુંદર તક પ્રાપ્ત થશે. મંગલતા પ્રસરશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કરેલી ભક્તિ રંગ લાવશે. આપણા દરેક તહેવારો પાછળનો ગુઢાર્થ સમજી તેનું આચરણ કરવાથી સમગ્ર તન અને બદનમાં એક અનોખી લહેરખી ફરી વળે છે. કલકત્તા અને બંગાલ કાલી માતાના ઉત્સવથી ઉભરાઈ ઉઠશે. બંગાલીઓનો કાલી માતા પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ ભારતમાં તો ખરો પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

ઘણા લોકોને ફરિયાદ કરતાં સાંભળ્યા છે. આ બધું દર વર્ષે આવે છે. ‘ઓ મારા બુધ્ધિજીવી ભાઈઓ અને બહેનો માત્ર એટલું જ કહીશ, ‘દર વર્ષે નહી તો શું દર મહિને આવે?’ તેથી તો આપણા ઉત્સવો, તહેવારોનું ગૌરવ જળવાઈ રહ્યું છે. આ જીવનમાં દરેક મહત્વના, ધાર્મિક તેમજ રાષ્ટ્રના તહેવાર દર વર્ષે જ આવે! યાદ છે આપણી વર્ષગાંઠ પણ દર વર્ષે આવે છે.

નવરાત્રી દિવાળી આવવાનું રણશિંગુ ફૂંકે છે. મુખ્ય ત્રણ દેવીનું અધિષ્ઠાન થાય છે. ‘દુર્ગામાતા, લક્ષ્મીજી અને સરસ્વતિ’.

દુર્ગામાતા જીવનમાંથી દુર્ગતિ દૂર કરે છે. મનને પાવન કરે છે. શાંતિનું પ્રદાન મોકળે હાથે કરે છે.

લક્ષ્મી, ઐશ્વર્ય અને ધન અર્પણ કરે છે. કયા માર્ગે આવે છે એ ખૂબ અગત્યનું છે.

સરસ્વતિ વિદ્યાની દેનાર છે. વિદ્યા એટલે માત્ર ધન કમાવા કાજે વિદ્યાપિઠનું જ્ઞાન નહી. પોતાના અંતરાત્માને ઓળખી તેને સતનો માર્ગ ચિંધનાર. વિદ્યા વગરનો માનવી ‘પશુ’ સમાન છે. વિદ્યા દ્વારા વિવેકનું ભાન થાય ચે.

નવરાત્રી દરમ્યાન નવ રિપુ હણવાની કોશિશ કરવી. અહંકાર, ક્રોધ, નિરાશા, ઈર્ષ્યા, સ્વાર્થ, લોભ ,મોહ, મદ, મત્સર આ નવ રિપુ ઓછા વત્તે અંશે દરેકમાં અસ્તિત્વ ધરાવે છે. તે માઝા ન મૂકે તેનું ધ્યાન રાખવું.

આમ કરવાથી "વિજયા દશમી" એ રાવણ હણાશે! રામ રાજ્યનું સ્થાપન થશે. ભલે આ વાત પૌરાણિક લાગે. કિંતુ તેમાં આજની તવારિખનું સનાતન સત્ય છુપાયું છે!

પિતા વિના માતા બનવું અસંભવ છે!

નવરાત્રીના ટાણે માતા પૂજનિય છે.

તેની સરાહના અને ઉત્સવ ૯ દિવસ મનાવતા પરમ પિતા પરમેશ્વરને સદા યાદ કરવા!

નવરાત્રીની શુભકામના.



Rate this content
Log in

Similar gujarati story from Classics