Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupali Shah

Inspirational

0  

Rupali Shah

Inspirational

દાન

દાન

3 mins
247


ચાળીસ ઇંચનું એલઇડી ટીવી જોઈને રોહનના ચહેરા પર ચમક વર્તાઈ.

‘વાઉ...’ તેણે તાળીઓ પાડી. ‘મમ્મી, હવે ટોમ એન્ડ જેરી એકદમ બીગ દેખાશે.’

પરિતા હસી પડી. રોહનને ખુશખુશાલ જોઈ પરિતા અને પ્રણયે આંખોમાં વાત કરી લીધી. હાશ... હવે રોહનને જૂની વાતો નહીં પજવે.

ચાલી સિસ્ટમની ડબલ રૂમ છોડીને પ્રણય- પરિતા નવા ફ્લેટમાં રહેવા આવ્યા. આમ તો આવતે વર્ષે રોહન ફર્સ્ટમાં આવે પછી અહીં રહેવાનું નક્કી થયું હતું, પણ તાત્કાલિક નવા ફ્લેટમાં રહેવા આવવાના નિર્ણય પાછળ ચાલીમાં રહેતા સચીનનું મૃત્યુ જવાબદાર ઠર્યું. રોહનના બાળમાનસ પર તેના મૃત્યુનો જબરો આઘાત લાગ્યો હતો. ચાલીની પડખેની રૂમમાં રહેતો સચીન કોલેજના લાસ્ટ યરમાં ભણતો. સચીનની અને રોહનની પાક્કી જુગલબંધી. કોલેજનો પ્રોજેક્ટ, રોહનનું હોમવર્ક કે ટ્વેન્ટી- ટ્વેન્ટીની મેચ બધું સાથે જ. રોહનની મોટી ગોળમટોળ આંખોમાં ડોકાતી તમામ જિજ્ઞાસા સચીન સંતોષતો. જોકે, રોહન માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હતી સચીનની બુલેટ. બાઇક પર સચીનની પાછળ બેઠેલા રોહનને સ્પેસમાં ઊડતો હોય તેવું લાગતું. ને અચાનક જ સચીનને લીવર સોરાયસિસ હોવાની જાણ થઈ. લાસ્ટ સ્ટેજ પર પહોંચી ચૂકેલા રોગે પંદર દિવસમાં તો એવો ભરડો લઈ લીધો કે હોસ્પિટલમાં દાખલ કરેલો સચીન પાછો આવ્યો જ નહીં.  

‘દાદા, સચીનભૈયા હવે મને બાઇક પર નહીં બેસાડે?’

‘અં..., ચાલ, ચેસ રમીએ.’

‘પણ તેમને શું થયું હતું?’                         

‘લીવર ખરાબ થયું’તું.’ દાદાએ ચેસમાં જીવ પરોવવાની કોશિશ સાથે કહ્યું,

‘લે, તારો વઝીર મરી ગયો.’

‘હું મારો વઝીર ફરી જીવતો કરીશ... હે દાદા, સચીનભૈયા ફરી જીવતો ન થઈ શકે?’

‘બેટા... મૃત્યુ બાદ માણસ જીવતું ન થઈ શકે, પણ કદાચ... પહેલાં જ ડેમેજ થયેલો બોડી- પાર્ટ રિપ્લેસ થાય તો તેને બચાવી શકાય.’

‘તો એ રિપ્લેસ કેમ ન કર્યો?’

પૌત્રના નાજુક મન પરના ભારને હળવેથી ફૂંક મારતા હોય તેમ દાદાએ કહ્યું, ‘બોડી- પાર્ટ્સ બજારમાં સીધેસીધા નથી મળતા. કોઈ ડેડ- બોડીમાંથી મળેલું ઓર્ગેન ઉપયોગમાં આવી શકે.’

‘ચેક- મેટ.’ ચેસની બાજી સાથે દાદાએ વાત પણ ત્યાં જ સંકેલી દીધી.

જોકે, રોહનની જિજ્ઞાસાવૃત્તિ બાળસહજ હતી. એટલે જ તો જૂના ઘરનો સામાન પેક કરતી વખતે પણ રોહનના પ્રશ્નો નહોતા અટકતા.

‘મમ્મા, આપણું ટીવી અને ફ્રીજ કેમ બીજાને આપી દીધા... જૂના થઈ ગયા હતા એટલે?’

‘ના બેટા, આપણે નવાં લેવાના છીએ. વળી આપી દેવું કમ્પલસરી નથી પણ ટીવી કે ફ્રીજ બગડેલા નહોતા તો આપણી વસ્તુ કોઈને ઉપયોગમાં આવતી હોય તો શા માટે ન આપવી?’

થોડામાં ઘણું સમજતો હોય તેમ રોહને ડોકું ધૂણાવ્યું અને બહાર રમવા દોડી ગયો.

રાતે પ્રણય ઓફિસેથી ઘરે આવતો ત્યારે પણ સવાલોનો સિલસિલો ચાલુ રહેતો.

જોકે, નવો માહોલ, નવો ફ્લેટ, નવું રાચરચીલું... સાચે જ નવા વાતાવરણમાં રોહનનું મન લાગવા માંડ્યું. ચાલીની ડબલરૂમ અને જૂની વાતો ભૂલાતી જતી હતી. ખાસ તો રોહન સચીન વિશે કશું પૂછતો નહીં. નવા ઘરે આવ્યા પછી રોહન રોજ સાંજે દાદા સાથે સોસાયટીના પાછળના ભાગમાં આવેલા ગાર્ડનમાં રમવા જતો. તેના મનને કળ વળવા લાગી હતી.

ત્યાં અચાનક જ એક સાંજે રોજની જેમ રોહન ગાર્ડનમાં રમતો હતો અને દાદાને છાતીમાં દુખાવો ઉપડ્યો. દોડાદોડી, હોસ્પિટલ અને છેવટે શૂન્ય. ફરી એ જ મૃત્યુનો ઓછાયો. બીજા એક મૃત્યુના સાક્ષી રોહનને બનવું પડ્યું. પરિતા ડરી ગઈ. રોહનના મન પરનો જખમ ફરી ઉખડશે તો?

‘મમ્મી, દાદાજીનું હાર્ટ રિપ્લેસ ન કરી શકાય?’ જવાબ આપવાને બદલે આંખમાં આંસુ સાથે પરિતાએ રોહનને પડખામાં લીધો અને તેના માથે હાથ પસારવા લાગી.

ત્યાં ફરી રોહનના મનમાં ગડમથલ ચાલી. ગૂંચવાતો હોય તેમ તે બોલ્યો,

‘મમ્મી, આપણે શકુતાઇને ટીવી આપ્યું એવી જ રીતે દાદાજીનું લીવર જરૂર હોય તેવી વ્યક્તિને ન આપી શકાય?’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational