Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 8

ઊછળતા સાગરનું મૌન 8

4 mins
13.7K


ધ્રુજતાં હાથે નેહાએ મેડીસીન કેબીનેટમાંથી ઊંઘની ગોળીની બોટલ કાઢી. એક સાથે હથેળી ઉપર ૨૦ જેટલી ગોળી લીધી. આંખોમાંથી અનરાધાર આંસુંની વર્ષા થઈ રહી હતી. આ જીવન મા બાપે આપ્યું અને ખૂબ પ્રેમથી સાચવ્યું અને રસ્તામાં સાગરનો પ્રેમ પણ મળી ગયો. પણ આકાશનું દિલ ના જીતી શકી... જીવવું

દુષ્વાર થઈ ગયું છે... ના ના આ રીતે જિંદગી નહીં નીકળે..આમ જ જીવનનો અંત આવી જાય અને આકાશની મારાંથી જાન છૂટે..આ એક જ ઉપાય છે બસ..પણ મમ્મી પપ્પા..મમ્મી મમ્મી તું બહું દુઃખ ના લગાડતી તારી દીકરી તારી લાડલી જાય છે આ દુનિયાથી...સાગર તને ભૂલવાની બધી કોશીશો નાકામયાબ

થઈ ગઈ માફ કરજે..હું કોઈને દોષ નથી આપતી...કિસ્મતનો દોષ...સુખી રહેજે જ્યાં રહે ત્યાં...ધ્રુજતાં ધ્રુજતામ પાણીનો ગ્લાસ ભર્યો..અને બધી ગોળીઓ પાણી સાથે ગળે ઉતારી..આંખો લૂંછતીં પથારીમાં જઈને સુઈ ગઈ.

આકાશ રુમમાં આવ્યો તો હજું બબડતો હતો. અવની અને એનો કઝિન સાગર... "હું જાણું છું શું કામ અવનીને લઈ આવી. સંદેશાઓ આપવાં કે મારો પતિ મને કેટલો હેરાન કરે છે... તો જા ને જતી રહે તારાં સાગર પાસે... એ કોઇ તને અપનાવોનો નથી... એને તારી કાંઈ પડી નથી અને પડી હોત તો તને છોડત

શા માટે... આ તો મારાં કિસ્મતમાં હતું. મારાં માથે આવીને પડી... સાંભળે છે... જા તારે જવું હોય તો... કાલે જ જતી રહે... સુવાનો ઢોંગ કરે છે... સા... લી... આ તો નવું નાટક..." આકાશે એનાં ઉપરથી ચાદર ખેંચી લીધી... નેહા જરા પણ હલી નહીં. આકાશે નેહાનાણ વાળ પકડી લીધાં પણ નેહા અચેત થઈને પથારીમાં પટકાઈ... હવે આકાશને લાગ્યું કે કાઈક ખોટું થયું છે... આકાશે એને હચમચાવી નાંખી પણ નેહા જવાબ નહોતી આપતી..આકાશે નાક પર આંગળી રાખી ધીમાં ધીમાં શ્વાસ ચાલતાં હતાં...

એમ્બ્યુલન્સ આવી... નેહાને હોસ્પીટલમાં લઈ ગયાં.. બધી દવા ઉલ્ટી કરાવી ડોકટરે કાઢી નાંખી... નેહાની હાલત ઉલ્ટી કરી કરીને ખરાબ થઈ ગઈ હતી... મોઢામાં ટ્યુબ ભરાવી આંતરડા સાફ કર્યું. મોં આખું ફૂલી ગયું હતું... ડોકટરે પોલીસને ના બોલાવ્યો આકાશે પૈસા આપી બધાંને ચૂપ કરી દીધાં. કારમાં નેહાને

બેસાડી ઘર તરફ રવાના થયો. રસ્તામાં નેહાને આશ્વાસન આપવાને બદલે આખે રસ્તે કઈ ને કઈ સંભાળતો રહ્યો કે અમારી ઈજજતનું પણ ના જોયું. કેટલી સ્વાર્થી છે. મા બાપનું નામ બોળ્યું. એવું તો શું કહી દીધું? મૂળ વાત સાગરની યાદ આવી હશે બેન બાને ભલેને આકાશ બદનામ થાય... મરી જ ગઈ હોત તો સારું હતું..."

નેહા ખૂબ થાકેલી હતી જાણે કાંઈ એને સંભળાતું ન હતું. એ આંખો બંધ કરીને વિચારી રહી હતી. "મોતની કેટલી નજીક જઈને આવી..પણ યમરાજાએ પાછી જિંદગી તરફ ધકેલી દીધી...

ઘરે પહોંચ્યાં ત્યાં મમ્મી અને પપ્પા આવી ગયાં હતાં. મમ્મી તો નેહાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. "મારી દીકરી મારી દીકરી... આવું કામ કેમ કરવું પડ્યું. આવું કરતાં પહેલાં મમ્મીને તો મળવું હતું. અરેરે મને કેટલું દુઃખ થશે એ ના વિચાર્યુ?" નેહા ખૂબ થી ગઈ હતી. એનો હાથ પકડીને પથારીમાં સુવાડી દીધી. ડ્રોઈંગરુમમાં આવી. નેહાનાં પપ્પાએ આકાશની સામે જોઇને સીધો સવાલ કર્યો.. "આકાશ બેટા તમારી વચે કાંઈ ઝઘડો થયો? આવું પગલું નેહાએ કેમ ભર્યું? આકાશ એકદમ ગુસ્સે થયો અને શાંતિલાલને એલફેલ બોલવા લાગ્યો, "તમારી દીકરીને કોઈ સંસ્કાર આપ્યાં નથી... કુંવારી હતી ત્યારે બીજા પુરુષને પ્રેમ કરતી હતી અને આજ હવે એની બહેન સાથે સંદેશા મોકલે છે ? તમારી દીકરીને લઈ જાઓ મને આ બબાલ જોઈતી જ નથી..." શાંતિલાલ શાંત હતા. મારી દીકરીને હું સારી રીતે જાણું છું... એને કોઇ સાથે પ્રેમ હશે તો પણ એ બધું ભૂલીને તમારે ઘરે આવી હશે અને કદી પાછું ફરીને એ દીશામાં જોતી પણ નહીં હોય. કોઈ બીજું જ કારણ હશે..."

"તો તમને શું લાગે છે મારો વાંક છે? મેં એને મારી કૂટી? મેં શું કર્યુ છે એક મહેલ જેવાં ઘરમાં રાખી બધાં સુખ આપ્યાં છે. આવી નગુણી કોઈ જોઈ નથી." પ્રભાબેન શાંતિલાલને શાંત પાડવાની કોશિશ કરતાં હતાં.ગમે તેમ તોયે જમાઈ છે... શાંતિલાલ ચૂપચાપ જમાઈની વાત સામ્ભળી રહ્યા. પ્રભાબેને આકાશની મમ્મી આશાબેનને કહ્યું કે એમને વાંધો ના હોય તો નેહાને થોડા દિવસ માટે સાથે લઈ જાય. એ સાંભળી આકાશ ઉખળી પડ્યો." તમને એમ છે અમે તમારી દીકરીને મારી નાંખીશું?"

પ્રભાબેન, "ના ના જમાઈ એવું નથી. થોડું વાતાવરણ બદલાય જરા સારું લાગે એટલે કહ્યું હતું."

આકાશે કહ્યું, "જો, આજ નેહાને લઈ જાવ તો નેવકી રાખશો... ફરી મૂકવાં આવતાં નહી!" આકાશ કારની ચાવી લઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો.

શાંતિલાલ અને પ્રભાબેન અવાક બનીને આકાશને બહાર જતાં જોઈ રહ્યાં. દીકરીને ક્યાં વરાવી દીધી. મારી લાડલીને... અરેરે નરકમાં ધકેલી દીધી... લોકોને કેવાં ધારતાં હોઈએ અને કેવાં નીકળે છે. આકાશ માનસીક રોગથી પીડાતો હતો. તેથી નેહાને એક પણ સુખનો શ્વાસ લેવાં દેતો ન હતો અને જ્યારથી ખબર પડી

હતી કે નેહા તો મા બનવાને લાયક છે પણ ખોટ એનામાં છે ત્યારથી નેહાનું જીવવાનું હરામ થઈ ગયું હતું. શાંતિલાલ અને પ્રભાબેન આ બધી વાતોથી અજાણ નેહાની ક્યાં ભૂલ થઈ હશે એ વિચારમાં પડી ગયાં...

નેહાએ અચાનક સાગરનાં ખોળામાંથી માથું ઊંચું કર્યુ અને સાગરની આંખોમાં આંખો નાંખી અને કહ્યું, "સાગર, તે મને શા માટે છોડી? સાગર તે કેવો અનર્થ કર્યો છે તને ખબર જ નથી. તારા લીધે હું એક એવાં માણસ સાથે ફસાઈ ગઈ છું... જે પાષાણ હ્રદયી છે... એનાં પર શબ્દની લાગણીની પ્રેમની કોઇ અસર નથી થતી અને મારે એની સાથે આજીવન પસાર કરવાનું છે... સાગર સાગર એને કાઈ ફરક ના પડ્યો કે મેં આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો... માણસનાં જીવની એને મન કોઈ કિંમત નથી... સાગર સાગર સાગર !" નેહાના ડૂસકાં શમતા ના હતાં. સાગરે ફરી નેહાને છાતી સરસી ચાંપી દીધી. બન્ને મૌન બની ક્યાંય સુધી બેસી રહ્યાં... હોટલનાં રુમની ઘડિયાળનો ટક ટક અવાજ આવી રહ્યો હતો... બહાર ચાંદની ગેલેરીમાંથી અંદર આવવાની કોશીશ કરી રહી હતી..રાત ઢળતી હતી વાત હજું અધૂરી હતી…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy