Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

0.0  

Mariyam Dhupli

Others

ચાવાળો અને શિક્ષક

ચાવાળો અને શિક્ષક

1 min
14.8K


રમણભાઈ દર વર્ષની જેમજ શિક્ષકની નોકરીનું આ વર્ષનું વેકેશન પણ પોતાના ગામમાં જ વિતાવવા ટ્રેનની રાહ જોતા હતા. એજ વેઇટિંગ રૂમ ને એ જ સોનુ ચા વાળો. "શું સોનુ આમ જીવનભર પ્લેટફોર્મ ઉપર જ રહેશે કે કંઈક ફેરફાર લાવશે જીવનમાં. ગરમાગરમ ચા કેટલીમાંથી ગ્લાસમાં રેડતા એણે જુદો જ પ્રશ્ન પૂછ્યો,"સાહેબ હવે આ  વેઇટિંગરૂમ માં કેટલાક સગવડભર્યા ફેરફાર ક્યારે કરશો?" એની નિર્દોષતા ઉપર એ હસ્યાં. "મારે ક્યાં અહીં હંમેશનું વસવું? જરા સગવડ અગવડની વચ્ચે તાલ બેસાડી સમય પસાર કરવાનું ને જેવી ટ્રેન આવી કે ચાલવા માંડવાનું બસ!"

"એજ સાહેબ આપણે પણ ક્યાં આ દુનિયામાં હંમેશના. સગવડ અગવડનો તાલ, થોડા દિવસનો વાસ ને પેલી મૃત્યુની ટ્રેન  આવી પહોંચે કે ચાલતી પકડવાનું!" વેઇટિંગ રૂમમાંથી બહાર નીકળતા સોનુ ચા વાળાને જોઈ એ વિચારતાં રહ્યા: "શિક્ષક હું કે એ?" 


Rate this content
Log in