Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

તસ્દી

તસ્દી

2 mins
7.4K


અમૃતાના હાથમાંના ક્રેકક્રીમ ઉપરની તારીખ સ્પષ્ટ દર્શાવી રહી હતી કે બે દિવસમાંજ પેટીપેક રખાયેલું ક્રીમ એક્સપાયર થઇ જવાનું હતું. એક મહિના પહેલાં બાને લાવી આપેલ ક્રીમનું પેકીંગ ખોલવાની પણ બાએ તસ્દી લીધી ન હતી. ગુસ્સાવાળા હાવભાવો જોડે એણે આખરે ક્રીમનું પેકીંગ ઉખાડયુ. દીકરીની જીદ થી પરાણે પોતાના અતિવ્યસ્ત દિનચર્યામાંથી થોડી મિનિટનો સમય કાઢી બા ટેબલ પર પગ ગોઠવી બેઠા હતા. બાના પગમાં જીદ કરી ક્રીમ લગાડી રહેલ અમૃતાનો ક્રોધ અને કાળજી એના શબ્દેશબ્દમાં નીતરી રહ્યા હતા.

"આ તો વળી બેદરકારીની હદ જ કહેવાય ! એક મહિનાથી આ ક્રીમ આ ટેબલ પર આંખોની સામે પડ્યું હતું. એક્સપાયર પણ થવા આવ્યું. પણ નહીં, ફક્ત આમ ખોલવાનુંને ચોળવાનું. આટલું સહેલું કાર્ય પણ ન થાય ! પગના તળિયાની હાલત તો જો. આખો દિવસ પાણીમાં પચપચ કાર્ય કરતી રહે છેને પગની કોઈ કાળજીજ લેતી નથી ? આ તિરાડો તો કેટલી ઊંડી થઇ ગઈ છે. કાપાઓમાંથી લોહી બહાર આવવાની તૈયારીજ છે . શિયાળો બેસવાનોજ છે. ઠંડીમાં તો એની પીડા કેવી અસહ્ય થઇ જાય ?"

દીકરીની ચિંતા સામે બા હુલામણું મલકાયા,

"જાણું છું દીકરા, પણ આમ નિરાંતે બેસવાનો સમયજ ક્યાં મળે છે ?"

બા ના ઉત્તર થી અમૃતા નો ક્રોધ બમણો વરસ્યો,

"આખા ઘરના કામ કરવાનો સમય છે તારી જોડે. બધાની કાળજીને દરકાર લેવામાં પાછળ પડતી નથી. બસ એક પોતાની દરકાર લેવામાં સૌથી પાછળ."

બાના પગના ફાટેલા તળિયાઓને ક્રીમથી આવરી લઇ અમૃતાએ મોજા ચઢાવી દીધા.

"મમ્મી.. વાગી ગયું..."

ઓરડાના બહારથી મદદ માટે પુકારાયેલા રુદન ભર્યા શબ્દોએ અમૃતાને યાદોમાંથી ઢંઢોળી. એક મહિનાથી પોતાની આંખો સામે ટેબલ પર ગોઠવી રાખેલા પેટીપેક ક્રેકક્રીમને ફરીથી હાથોમાંથી એજ જગ્યા પર પટકી દીધું. આવતીકાલે તો ક્રીમ એક્સપાયર પણ થઇ જશે. પણ એની સહેજે તસ્દી લીધા વિનાજ અમૃતા રુદનના અવાની દિશા માં ડોટ મૂકી રહી. એના પગના તળિયાની ઊંડી તિરાડોમાંથી લોહી બહાર નીકળવાની તૈયારીજ હતી. આખરે શિયાળો પણ બેસી ગયો હતો અને શિયાળામાં તો...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational