Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

નોકરી ગઈ તે છોગામાં..

નોકરી ગઈ તે છોગામાં..

2 mins
7.2K


 


ફેક્ટરીમાં કામ કરતા અચાનક મોટાં ઘડાકો થયો સેફ્ટી ગ્લાસ પહેરેલ જનકની આંખમાં અથડાયેલ લોખંડની કરચે સેફ્ટી ગ્લાસ ફોડ્યો. અને એ ગ્લાસની કરચ આંખમાં પેસી ગઈ. સાયરનો વાગતી એમ્બ્યુલન્સ આવી. અને જનક ને હોસ્પીટલમાં દાખલ કર્યો. ફેક્ટરી ના એનાં ડીપાર્ટમેંટલ હેડથી માંડીને ફેક્ટરીએ ઓપરેશન કરવાનું કહ્યું – કર્યું, સફળ થયુ કે નહીં તે પંદર દિવસ પછી જયારે પાટો ખુલે ત્યારે ખબર પડે. એમ કરતાં કરતાં હોસ્પીટલમાં મહીનો થયો. એની પત્ની બાળકો – ભાઈ ભાભી બધાં હવે ધીમે ધીમે આવતા ઘટી ગયાં. 

 ઓપરેશન ખુલવાના દિવસે મહીનાનો પગાર ઘર બેઠા ફેક્ટરીમાંથી મળી ગયો. ઓપરેશન ને દિવસે પટ્ટીતો ખુલી પણ આંખ ન ખુલી. ઓપરેશન નિષ્ફળ નિવડ્યું. ડોકટરે ફરી આશા બતાવી….બીજો ડોકટર… ફરી ઓપરેશન… ત્રીજો ડોકટર. ફરી ઓપરેશન… આ ઘટમાળમાં છ મહીના જતાં રહ્યાં. પગાર નિયમિત મળતો રહ્યો. ફેકટરી મેનેજરે જનકને સમજાવ્યો. 

       “ભાઈ સત્યનો સ્વિકાર કરીલો તમારી એક આંખ જતી રહી છે. હવે આ ડોકટર અને ઓપરેશનનાં ઘક્કા છોડો અને ડ્યુટી ઉપર ચઢી જાવ.” 

       જનક ને વકીલે કહ્યું. “આંખ જતી રહેવી કંઈ જોક નથી ડ્યુટી ઉપર એક્સીડન્ટ થયો છે. ફેકટરી તમને પગાર પણ આપશે. અને ચાલુ પણ રાખશે”. 

       એનો ભાઈ આ દાવાની વિરુધ્ધમાં હતો. એ કહેતો કંપની માનવતા સભર વર્તે છે. હોસ્પીટલાઈઝેશન તથા પગાર આપે છે. આપણે અંગત રજુઆત કરવી જોઈએ. પણ કોર્ટ રાહે કામ ન લેવું જોઈએ.

       પરંતુ જનકે ફેકટરી ઉપર લાખ રુ. નો દાવો માંડી દીધો. ઘર બેઠા આવતો પગાર બંધ થયો. કોર્ટનાં ચક્રો શરુ થયા. સ્ટેમ્પ ફી. આ. ફી… ટાઈપીંગ…. આ દાખલો. તે દાખલો. સગા સબંધી મિત્રો પાસેથી ઉછીના કરી ઘર શરું થયું. માનસિક ત્રાસ વધતો ગયો.

       ફેકટરીના મેનેજરને આ ચેષ્ટા બાલિશ લાગી… હોસ્પીટલ ખર્ચ છ મહીનાનો પગાર બધુ થઈ ચાલીસ હજાર ભરવાના નીકળ્યા કંપની ના વકીલ વધુ અસરકારક સાબિત થયો. બે વરસે ચુકાદો આવ્યો.. ઘડાકો થવામાં જનકની નિષ્કાળજી કારણભુત હતી. મશીનરીનું નુકશાન પણ પેલા દાવામાં ઉમેરાયું અને બદનક્ષી નો દાવો. તથા નોકરી ગઈ તે છોગામાં!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy