Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Inspirational

2  

Vijay Shah

Tragedy Inspirational

સપ્તપદીની પ્રતિજ્ઞા (૭)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૭)

15 mins
7.3K


પરભુબાપા કહે વેવાણ અહી આપણને કોણ ઓળખે છે કે આપણે છોછ રાખવાનો.. હું અને શશી આ ઉપરના ટબમાં જઈએ છે અને તમારુ બૈરા મંડળ અહીં દસમે માળ રહો. દસ પંદર મિનિટ પાણીમાં છબછબીયા કરીને સુશીલા અગિયારમે માળે ટુવાલ ઓઢીને આવી ત્યારે શશીએ પુછ્યુ.. “કેમ ટુવાલ ઓઢીને ?”

સુશીલા કહે “બાપા સામે બેઠા છે ખબર છે ને?”

શશી કહે “બાપા છે સસરા નથી..ખરુંને પરભુબાપા?”

પરભુબાપા એ જવાબ આપવાનું ટાળ્યું.

સુશીલા કહે આ ફરતી અને સર્પાકારે વળતી બે માળ ઉંચી નિસરણી પર સરીયે તો કેવું?

બારમા માળના આ ટબ પાસેથી નિસરણી અગાસીથી શરુ થતી હતી અને દસમા માળના હોજમા જતી હતી. એ રમત શરુ થઈ અને તેના સર્વ સભ્યોને ત્યાં રહેલ ગાર્ડ સુચના આપતો હતો “આ લપસણીની મઝા ઝડપ છે અને સજા પણ ઝડપ છે તેથી પગ, માથું અને હાથ કે પગમાં આ બે મિનિટની સફરમાં સહેજ પણ હલાવશો નહીં નહિંતર ઢાળ સાથે વહેતું પાણી તમને ઉછાળીને નીચે ફેંકી દેશે. જે બીકણ હોય અને ઉંચેથી નીચે જતા ચક્કર આવતા હોય તેમનું આ કામ નથી કારણ કે અગિયારમાં માળેથી પહોંચતા ઝડપ બમણી થઈ જશે…અને દસમા માળે કુંડમાં ફેંકાશો ત્યારે પાણીમાં મોટો ધબાકો થશે…

શશી કહે “સુશી બહાદુર થવું છે કે બીકણ?”

“આગળના બે ચાર જણાને જોઈએ પછી કહું.”

“એટલે બીક લાગી ખરુંને?”

“ના પણ મારે બે જીવનું વિચારવાનુંને?”

“ભલે તું જેમ કહે તેમ.”

“શશી તું શું કહે છે?”

“હું તો તને વિચારીને જજે તેમ કહીશ તો તું મને બીકણ કહેશે..બાકી હું તો જવાનો જ છું પાણીમાં ધબક દઈને પછાડાવું મને તો ગમે છે. તારી વાત જુદી છે બે જીવાતી છે તે ગાર્ડને પુછીને પછી વિચારીએ.’

“તો તું જવાનો ખરું?’

“હા. હું તો આમેય તારી પાસે બહાદુર છું નું લેબલ લઈશને?’

ભલે તો ચાલ કહી બંને અગિયારમાં માળની અગાસીએ પહોંચ્યા. તેમની આગળ એક શ્યામ ભારે શરીરી નારી હતી અને એક મેક્સીકન ૧૮ વર્ષનો છોકરો હતો.

ગાર્ડે ભારે શરીરી નારીને કહ્યું બે મિનિટની આ રાઈડ છે અને એક્દમ સ્ટીફ શરીર બનાવીને લપસજો. અને હલન ચલનની બીલકુલ મનાઈ છે.

પેલા બહેન કહે “પણ ચીસા ચીસ તો થાયને?”

ગાર્ડ હસતાં હસતાં બોલ્યો “તમે ઝડપને માણજો…આંખ બંધ રાખજો અને ચીસા ચીસ તમારી મરજી થાય તેટલી પાડજો.”

શશીકાંત મેક્સીકન છોકરા પછી જવાનો હતો. તેથી ફરી પ્રશ્નાર્થની મુદ્રામાં પુછ્યુ જઈશને? ત્યાં પેલા સ્થુળ શરીરી બેનની ચીસાચીસ સંભળાઈ અને ધબાકો પણ.. મેક્સીકન છોકરો નાનું સાપોલીયું સરકે તેમ નીચે સરકી ગયો.

શશીકાંત લપસણીના મોં પાસે ગોઠવાયો ત્યાં પરભુકાકાનો અવાજ આવ્યો..”અલા શશી અને સુશી તો ત્યાં છે. પેલી મોટી લપસણી પાસે. અને ત્યાંતો શશી સરકી ગયો..મેક્સીકન છોકરો હોજમાં ઉભોથયો ને તેની પાછળ શશી ધબાક દઇને પાણીમાં પછડાયો.

ધીરીબા બુમો પાડતા હતા “અલી સુશી તું ના લપસ..”

પણ સુશી સરકવા માંડી હતી તે ધીરીબાની બુમથી જરા ધ્યાન ભંગ થઈ અને એ તર્ફ જોવા જરા હલી ત્યાં બહુ જોરથી તે લ્પસણી પરથી નીચે ગબડી.. બીજી નિસરણી ઉપર માથુ અથડાયું અને છેલ્લી નિસરણી ઉપર કમ્મર જબરજસ્ત રીતે અથડાઈ અને ગોઠીમડું ખાઈને નીચેના આછા પાણીના હોજમાં પડી ત્યારે માથું અને કમ્મર ભાંગી ગઈ હતી.

ધીરીબા અને જીવકોર બા તે તરફ દોડ્યા પરભુ બાપા ફર્સ્ટ એઈડ લાવવા ગયા અને ઉપરનો ગાર્ડ સીસોટી વગાડવા માંડ્યો. સુશીલાના ઉંહકારા ફેલાવા માંડ્યા હતા અને શશીએ દોટ મુકીને નીચેના હોજ્માં ઝંપલાવ્યું અને સુશીલાને પકડી લીધી.

તેને ઉંચકીને બહાર કાઢી ત્યારે ઓન ડ્યુટી ડોક્ટર અને નર્સ સ્ટ્રેચર લઈને આવી ગયા હતા. લોહી નીકળતું હતું તે બધી જગ્યાએ પ્રાથમિક સારવાર આપી અને એક્ષરે કઢાવવા નાના દવાખાનામાં લઈ ગયા.

ધીરી બા તો રડવા માંડ્યા હતા. ડોક્ટર એક્ષરે કાઢીને કહ્યું હમણા ને હમણા એમને હોસ્પિટલ લઈ જવા પડશે તેમનાં મણકા તુટ્યા છે..પણ તેમના ગર્ભને કોઈ માઠી અસર નથી.

હેલીકોપ્ટર ડોક્ટરે મંગાવી લીધુ હતું અને તાબડતોબ બધાને હ્યુસ્ટન રવાના કરવાના હતા.

શશીની સામે જોતા પરભુ કાકા બોલ્યા.. આ કેવી નજર લાગી ગઈ મારી છોડીને? આ શશી અને સુશીલા સામે તો જોવાતું પણ નથી..

તાબડતોબ રૂમમાંથી બેગો બંધાઈ અને કણસતી સુશીલા સાથે હ્યુસ્ટન તરફ હેલીકોપ્ટર રવાના થયું. હેલીકોપ્ટરમાં ડોક્ટર સતત મોનીટર કરતા હતા. બધાનાં મોં ઉપર અકસ્માતનો ધક્કો દેખાતો હતો પગમાં ફ્ર્ક્ચર હતું અને કમ્મરમાં પીડા અસહ્ય હતી..ધીમે ધીમે દવાની અસર થતી હતી અને સુશી બેભાન થઈત્યારે હ્યુસ્ટન દેખાવા માંડ્યુ હતું ગેલ્વેસ્ટનની મેમોરીયલ હોસ્પિટલમાં હેલીકોપ્ટર ઉતર્યુ ત્યારે ઓર્થોપેડીક સર્જન અને અનેસ્થેસીયન હાજર હતા અને તાબડતોડ ઓપરેશન થીયેટરમાં દાખલ કરી દીધી.. આ બધું યુધ્ધનાં ધોરણે થતું જોઈ પરભુ બાપા તો આશ્ચર્યચકિત હતા.

આ અમેરિકા હતું. શશી કાગળીયા ઉપર સહીં કરતો હતો અને ઇન્સ્યોરંસ કંપનીને ક્લેમ કરતો હતો. ધીરી બા અજંપ હતા “મુઈ! મેં બૂમ ના પાડી હોત તો?" જીવકોર બા કહે “હવે બનવા કાળ બન્યું છે ચિંતા ના કરો.. સારી વાત જુઓ બાળક પરથી ઘાત ગઈ..તેને વાગ્યુ નથી."

અકસ્માતને મહીનો વીતી ગયો હતો રીકવરી તો હતી પણ પલંગ પરથી ઉઠાય જ ના તેવી ડોક્ટરની તાકીદને કારણે હવે સુશીલા કંટાળી હતી..પણ ટાંકા તુટી ન જાય માટેની આ બધી સાવધાની હતી..ભારત પાછા જવાનો સમય આવી રહ્યો હતો. પરભુબાપાને હવે ઘર અને ગામ યાદ આવ્યું હતુ. પેટે ચોથો મહીનો હવે દેખાતો હતો. અને ધીરી બાની અવઢવ શરુ થઇ ગઈ હતી. પરભુબાપા કહે “જીવકોરબેન અહીં રહેશે પણ આપણે તો હવે જવું જોઈએ.”

ધીરી બા જાણતા કે પરભુ બાપા એમ વળે નહી અને જુનવાણી માનસ પણ કામ કરતું.. છોકરીને ત્યાં ઝાઝુ ના રહેવાય…અને જમાઈ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે સિવાય કોઈજ કામ આપતો નહોતો તેથી હવે તેમને ચટપટી થતી હતી.

આખરે તે દિવસ આવી ગયો જ્યારે ત્રણેય વડીલો ભારત પાછા વળવાની તૈયારી કરવા લાગ્યા. જવાના આગલા દિવસે સુશીલા હીબકે ચઢી.. સાસુને હાથ પકડી પકડીને કહ્યું “બા તમે ના જાવ. તમારે અમદાવાદ કોને જોવાના છે? તમે અહીં રહો તો એમનું તો ધ્યાન રહેને?”

જીવકોરબા કહે એને કંઈ હવે મારે કોળીયા નથી દેવાના અને છેલ્લ છ વર્ષથી તે તો રહેતો જ હતો ને? તારી તબિયત સારી થાય અને તારું ધ્યાન રહે તેથી તારા બેન ભાઈમાં થી કોઈને અહીં મોકલીશ.”

“એ લોકો ના ચાલે તેમને વીઝા મળવા અઘરા” શશી બોલ્યો.

તાત્કાલિક તો આપણા ઘરમાં રહે અને બધું કામ કરે તેવા બેનની જરુર છે.

“માર્થાની બહેન ડાયેના નર્સીંગ ભણેલી છે થોડોક સમય કાઢી જશે” શશી બોલ્યો.

ધીરીબા બોલ્યા “મને તો જવું જ નથી આ છોડીને આમ રઝળતી મેલીને…”

“એટલે તું મને એમ કહે છે તમ તમારે જાવ. હં?”

“ના. હું કહું છું સુશીલાને સારું થાય અને જાતે હાલતી ચાલતી થાય ત્યાં સુધી તમે પણ અહીં ગમાડો!”

“જો મને આ ખાટલેથી પાટલે રહેવું ગમતુ નથી અને જમાઈ રાજ મને ચોપડો અડવા દેતા નથી. મને તો આમ ખાલી બેસી રહેવાનું ગમતું નથી. વહેવારી વાત એ છે કે જીવકોરબા ભલે સુશીલા છુટી થાય ત્યાં સુધી રહે અમે નાના બચ્ચાની કાળજી કરવા આવશુંને?"

“ના ભાઈ ના..અહીં એકલા રહેવું પાલવે તેવું નથી.. આ તો ઘર ભરેલું છે તો રહેવાય છે. બાકી સુશીલાની તકલીફો જોઈને દુઃખી જ થવાય.

સુશી સામે આંખ મારતા શશી બોલ્યો “તમારી ટીકીટો તો રીન્યુ થઈ ગઈ છે તમે ક્રીસ્ટમસ પછી જવાના છો.”

પરભુબાપા આવાક થઈ ગયા…તેમને ગુસ્સો આવતો હતો અને ગમ ખાવા સિવાય છુટકો પણ નહોતો. ટીકીટો એક્ષ્ટેંડ થઈ વાળી વાતથી ધીરીબા અને જીવકોર બા તો રાજી થયા હતા. પણ પરભુ બાપા ફુંગરાયા હતા. તેથી સુશીલા બોલી “શશી બાપાને દુકાને બેસવા દો અને શક્ય હોય તો તેમને ગમતું કામ કરવા દોને?”

“પણ બાપાને કામ આપતા પહેલા અહિંના લાયસંસો જોઇએ.. પરમીટ જોઈએ હવે આ ઉંમરે તેમને ભણવાનું મારાથી કેમ કહેવાય?”

‘પણ નામુ તો લખાયને?”

“ના ત્યાંની દેશી પધ્ધતિ અહીં ના ચાલે…અહીં રોજનો તાળો મળવો જરુરી છે. એટલે ડબલ એન્ટ્રી સીસ્ટમ છે.”

“તો તે સીસ્ટમ મને શીખાવાડશો તો તે પણ શીખી જઈશ. પણ ઘરમાં એકલા બૈરામંડળ સાથે માથુ ચઢાવવા કરતા બજારે બેસવું મને ગમશે.”

“ભલે પણ તમારે જે કંઈ કહવું હોય કે સુચવવું હોય તો તે મને જ કહેવાનું સ્ટાફ સાથે તમારી વાતોની પધ્ધતિ એવી છે જે અહીં ચાલે નહીં.”

“એટલે ?”

“તમે માલિક ભલે હો પણ ઘરાક પહેલો અને તે પછી કામ કરતો કર્મચારી. માલિક તો સાવ છેલ્લો.. અહીં નાના મોટા સૌને સર કે મેડમ કહેવું પડે. ભલેને તે ચોરી કરતા તમે રંગે હાથે પકડ્યો કેમ ન હોય….”

“મને ના સમજાયુ.”

“એટલે તો કહું છું ચાલુ ધંધે ક્યાંક તમારાથી અમેરિકન એટી કેટ પ્રમાણે ના ચલાયું તો નુકસાન તો મારું જ થાય ને?”

“જરા સમજાય તેવું બોલો જમાઈ રાજા!”

“તમારી ઉમર થઈ ૬૫ એટલે મારે તમને સીનીયરના બધા બેનીફીટ આપવા પડે. તમારો મેડીકેર અને એમ્પ્લોયર ટેક્ષ ભરવો પડે. અને તમે વીઝીટર વીઝા ઉપર છો તમારો સોસીયલ સીક્યોરીટી નંબર નથી… ક્યાંક પોલીસ ઇન્ક્વાયરી આવે તો મારું તો આવી જ બને.”

“ હા મેં કહ્યું તેમ બાપાથી સ્ટોર ઉપર કામ ના થવાના આ બધા અમેરિકન કારણો તેમના મગજમાં ઉતરવાના નથી અને તેમના બ્રીટીશ એક્સેંટ અહીં લોકોને ના સમજાય વાળી વાતના પીષ્ટ પેષણમાં તેમને તો જુદું જ દેખાવાનું.”

સુશીલા આ બધા કારણો સમજતી કારણ કે આ બધું જ લેક્ચર તેણે શરુઆતમાં સાંભળેલુ. તેથી બાપાને સમજાવવા એક વાત કહેવાની શરુઆત કરી.” બાપા. તમે માનશો કે નહીં પણ અમેરિકન લાયસંસ મને લેવડાવ્યા અને ઇંગ્લીશ એઝ અ સેકંડ લેગ્વેજ્માં ત્યાંના શિક્ષકે કહેલી વાત કહું એક વખત તેણ વર્ગનાં બ્લેક બોર્ડ ઉપર ચોક્થી વચ્ચે એક સફેદ ટપકુ કર્યુ અને ક્લાસને તેના વિષે લખવા કહ્યું કોઇકે એ ટપકાની સાઇઝ લખી કોઇકે એ ટપકુ પૂર્ણ વિરામ છે તેવું કહ્યું.. કોઇકે તે ટપકુ બરોબર મધ્યમાં છે તેવું કહ્યું તો કોઇકે એ ટપકા ઉપર નાનકડું કાવ્ય લખ્યું.

શિક્ષક કહે આ આપણા મનની મર્યાદા છે સૌએ ટપકા વિશે લખ્યું પણ કોઈએ બ્લેક્બોર્ડ વિશે ઉલ્લેખ ન કર્યો.

અમેરિકન કાયદો આ બંનેનો ઉલ્લેખ કરે છે.. બાપા તમારા કેસમાં પણ શશી બ્લેક્બૉર્ડ અને ટપકુ બંનેનો ઉલ્લેખ કરે છે જ્યારે બાપા ફક્ત ટપકાનો જ વિચાર કરે છે. હા તેમને સજા લાગતી હોય તો ભલે લાગે પણ મને પણ લાગે છે બાપાએ બૈરામંડળનો છોછ રાખવો જોઈએ નહીં અને જે વેકેશન તેમણે ત્યાં તેમની પ્રવૃત્તિમય જીવનમાં બોગવ્યુ નથી તે તેમણે અહીં ભોગવવુ જોઇએ.”

સુશીલાની વાત કહેવાની પધ્ધતિ એટલી સચોટ હતી કે ધીરી બા વહાલથી દીકરી ને જોઈ જ રહ્યા.

શશીએ ઘરના વિડીઓ પર મહાભારતની ૫૨ કેસેટોમાંની પહેલી કેસેટ મુકી અને બાપાને કહ્યું આ ૫૨ વીડીયો કેસેટ આ અઠવાડીયામાં જોઈ નાખો કે જેથી સમય નથી જતોના માનસિક કીડાનો સળવળાટ ઓછો થાય.. અને બૈરા મંડળ પણ તમને નહીં નડે કારણ કે તેઓ પણ તેને માણતા હશે.. અને આવતા અઠવાડીયે કહેશો તો મહાભારત કે હમલોગની વીડીયો લાવી આપીશ.

માર્થાની બહેનપણી ડાયેના સુશીલાથી થોડીક મોટી હતી. ઘાટીલી હતી અને માર્થાને લીધે શશીને ઓળખતી પણ હતી. એક્સીડેંટ પછી સુશીલાને ઘણી સલાહો આપવા આવી પણ હતી. તેનો બૉય ફ્રેંડ એબી (એબ્રાહીમ) બહુ કમાતો નહોતો એટલે હજી લગ્ન નહોતા કર્યા.નજ્યારે કલાક્ના ૬ ડોલરનો એવેરેજ પગાર હતો ત્યારે તે ૧૫ કમાતી હતી અને જોઈએ તેટલો ઓવરટાઇમ મળતો હતો તેથી તેના તોર તરીકા જુદા હતા..આખાબોલી અને કોઈના બાપની પણ સાડાબારી રાખે તેવી તે નહોંતી. હા એબી વારંવાર ગમ ખાઈ જતો હતો તેથી નભતું હતુ…માર્થાને તે માનતી હતી પણ તેના બ્રેકપનું કારણ પણ ડાયેના જ હતી.

તે દિવસે સ્ટોર પર માર્થાને વાત કરતા કરતા ડાયેનાને ઘરે સુશીલાની સારવાર માટે હૉઝ્પીસ બેનીફીટ લેવા તપાસ કરવા કહ્યું. સુશીલાને અકસ્માત વીમા સાથે મેડિકેર બેનીફીટ મળ્યો હતો વળી તેની સારવાર લાંબાગાળાની હતી જેમાં સગર્ભા અવસ્થા વિઘ્નરૂપ હતી તેથી એક ટ્રૈન્ડ નર્સ તેને મળી શકે તેમ હતી. ધીરીબા ઈચ્છતા હતા કે તેઓની હાજરીમાં કોઈક આવી નર્સ મળે તો સુખેથી ઘરે જાય તેથી જીવકોરબા એ ડાયેનાને ઘરે બોલાવડાવી.

વિમાકંપની તેનો ખર્ચો આપવાની હતી છતાં ગરજ ભાળી જઈને શશીને છોલવાનું નક્કી કર્યુ. દિવસના વધારાના ૧૮ કલાક્ના ૨૦ ડોલર લેખે હોસ્પિટલના કપાતા પગારની અવેજી માંગી. માર્થાને પણ નવાઈ લાગી..

“આતો ઉઘાડી લૂંટ છે ડાયેના..વિમા કંપની તો તને પગાર ચુકવવાની છે ..જરા લોભ ઉપર થોભ રાખ.”

“જો માર્થા આતો તું છે એટલે વાત કરું છું પણ આ ખુબ જ જોખમી કેસ છે કમ્મરના ત્રણ મણકા ભાંગલા છે અને પ્રેગ્નન્સીના ચાઇલ્ડનો ભાર તેણે લેવાનો છે. મને તો કલ્પના જ નથી થતી કે પ્રેગ્નન્સી દરમ્યાન આ છોકરી દર્દ કેવી રીતે ખાશે?”

“આ લોકોની વાત સાંભળતા પરભુ બાપાને ધીરીબાની ચિંતા પહેલી વખત સમજાણી.”

માર્થા કહે “તે બધુ બરોબર છે પણ આ દિવસના ૩૬૦ ડોલર?”

“જો માર્થા હું તો સમજુ છું પણ ઘડીયાળનાં કાંટા સાથે ફીઝીકલ હાજરી પણ જરુરી છે ખરુંને? રાતનાં વેળા કવેળાએ કશુંક થાય ત્યારે મારા તો કલાકના ૨૦ ડોલર ક્યાંય અવળા નીકળી જાય. ચાલ મને રાતની મુક્તિ અપાવ અને સવારે ૮થી સાંજે ૮ સુધીનો સમય રાખ કે જેથી ૨૦૦ ડોલરમાં કામ પતી જાય.”

ડાયેના “જો માર્થા એક વાત સમજ આ ૨૪ કલાક્ની નોકરી છે અને પેશંટ ક્રીટીકલ અવસ્થામાં છે.”

માર્થા કહે એટલે તો તને રાખવાની વાત આવે છેને? બાકી તેને સાચવનારા ૩ જણા ઘરમાં છે.”

ડાયેના કહે “તે લોકોને સમજાવવાના અને સાચવવાના જ આ વધારાના પૈસા છે કારણ કે તેઓ પણ તેમની લાગણીઓને લીધે મારા કહ્યા પ્રમાણે ના કરે અને કેસ બગડે તે સહજ છે. આને પેશંટ મેનેજ્મેંટ પણ કહેવાય કારણ કે આ કેસમાં સહેજ શરતચુક એટલે દોષ નો ટોપલો ૨૪ કલાક હાજર રહેતી નર્સ ઉપર ઢોળાતા મિનિટની વાર ના લાગે.

શશી અત્યાર સુધી આ ચર્ચા સાંભળતો હતો. તેને થયું કે ડાયેના ઓળખાણમાં છે બીજી કોઈ નર્સની વાત આવશે તો તેના પણ ત્રાગા આના જેવા નહીં હોય એવું નથી. તેણે માર્થાને ઇશારો કર્યો અને કહ્યું કે તે આ ભાવે આવતી હોય તો ભલે આવે પણ ૨૪ કલાક્માં કોઇ પણ ખાડા પાડશે તો પગાર કાપી પણ લઈશ કહીને ડાયેનાને રાખી લીધી.

ડાયેના “થેન્ક્યુ કહીને તેની ફરજો સમજાવવા બેઠી સવારે સ્પંજ અને જરુર પડે ત્યારે તેને નવરાવવાની, જરૂર પડે પૉટી આપવાની, તેને સાફ કરવાની, સમય સર દવા આપવાની અને સંતાન સાથે વખતો વખત માલીસ કરાવવવાનું અને સગર્ભાવસ્થાની દરેક કવાયતો કરાવવાની.

રાત્રિના વખતે નજીકનાં રૂમમાં રહેવાનું અને આ બધા રીપોર્ટ સમયસર ડોક્ટરને પહોંચાડવાના.

સાથે સાથે એક કડક શરત તેની સુશ્રુષા અને સારવારમાં તે ડોક્ટર સિવાય કોઇનું કશું નહીં સાંભળે.

ભારતના વડીલોને જ્યારે આ બધી વાત થઈ ત્યારે થોડીક ચણભણ તો થઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીની શરતોને આધિન તે શમી ગઈ.

મહીનો તો બરોબર ચાલ્યું. પણ નહાતા નહાતા ટબમાં પગ સરક્યો..ડાયેનાએ ઝાલી તો લીધી હતી પણ કમરમાં ધીમો ધીમો દુખાવો ચાલુ થઈ ગયો હતો. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ચેકિંગ માટે લઈ ગયા.. એક્ષરે પડાવ્યા અને ગાયનેકોલોજીસ્ટને પણ બતાવ્યું..રાતના દુખાવો વધતા ડૉક્ટરની સલાહ મુજબ કમ્મર ઉપર સહેજ પણ વજન ના આવે તે રીતે એક બાજુ પર તેને સુવાડી.

શશી રાતના બીયરના નશામાં હતો બાકી બધા જાગી ગયા હતા. સુશીલાથી સહન નહોતું થતું તેથી તે રડતી હતી..કણસતી હતી..દેશી ઉપાયો ધીરીબા કરવા માંગતા હતા તેથી શેક કરવાની કોથળી આપી. ડાયેના તેવું કશું કરવાના મતની નહોતી. તે તો ડોક્ટરના કહ્યા મુજબ દુખાવાની ગોળી આપી. સમય વીતતો જતો હતો અને ડાયેનાની સહેજ આંખ મિંચાઈ હશે ત્યારે કમરમાં શેકની કોથળી મુકી..થોડોક સમય તેને રાહત થઈ.અને ડાયેનાની આંખ ખુલી જાય તે પહેલા શેકની કોથળી કાઢી લીધી.

બીજા દિવસે સવારે તો કમર ઉપર સોજો આવી ગયો હતો.

ડાયેના આ જોઈને પહેલા તો વિચારમાં પડી પછી પુછ્યું “શેક કોણે કર્યો?”

સુશીલા બોલી “બહુ દુઃખતુ હતુ અને તમે સુતા હતા તેથી દેશી વૈદુ સમજીને કર્યુ.”

ડાયેનાએ ફરીથી તાબડતોબ એમબ્યુલંસ બોલાવી અને હોસ્પિટલમાં દાખલ કરી. દુઃખાવો કદાચ હંગામી મટ્યો હતો પણ મણકામાં પરુ થઈ ગયું હતું.

શશી સાથે લગભગ લડવાનાં મૂડમાં જ તે બોલી.. ”બહુ રસોઈઆ રસોઈ બગાડે તેવા ઘાટ છે. હું ઉંઘતી હતી એટલે જગાડાય ના? અને આ દેશી ઉપચારોની ઘસીને ના આજ કારણે પાડી હતી.”

શશી કશું જ ના બોલ્યો ધીરીબાને કારણે આ તકલીફ થઈ હતી.

ડાયેના ફરીથી બોલી ”જો પેશંટ કહ્યું ના માને અને અમારી ના ઉપર જાતે ઉપચાર કરે તો તે તબક્કામાં પેશંટની પીડા વધે અને અમારા ઉપચારમાં નિયંત્રણો વધે. સાતમો મહીનો બેસવાનો છે બાળક્નો વિકાસ એક સમસ્યા છે અને આ કમરના મણકા રુઝાય ના તો સીઝેરીયન ઓપરેશન સિવાય છુટકો નહી રહે. અને પેશંટ પછી ચાલતી થશે કે કેમ તે પણ એક પ્રશ્ન બનશે."

ધીરીબાની આંખોમાં ઝળ્ઝળીયા હતા..પ્રભુને પ્રાર્થના કરતા હતા કે આ છોડીને સારું થઇ જાય. પણ જેટલી પીડા ભોગવવાની છે તેટલી ભોગવવાની જ છે.

ગાયનેક અને સર્જન બંનેએ ભેગા થઈને તારણ કાઢ્યુ પેશંટને આઇ સી યુમાં મુકવો અને સોજો ના ઉતરે ત્યાં સુધી કડક દેખરેખમાં રાખવી. ડાયેનાના ઓવરટાઇમ ગયા પણ હોસ્પિટલ બીલના આંકડા વધવા માંડ્યા. છતું સુવાય નહીં અને બાળક સાથે પડખાભેર સુવામાં શરીર ખુબ જ દુઃખી જાય. મહદ અંશે સીડેસિવ આપવામાં જોખમ હતું કે ઉંઘમાં હોય અને બાળકના હલન્ચલનમાં મણકા ઉપર દબાણ કે પગ વાગે તો તકલીફ થઈ જાય.

ધીરીબા કશું કરી ના શકવાને કારણે પોતાની જાતને ગુનેગાર સમજતા હતા… આ છોડીને મેં ઉપાધીનાં ખાડામાં નાખી દીધી…

સ્ટોર હોસ્પિટલ અને ઘર વચ્ચે શશી અને શ્યામા આંટા ફેરા કરતા રહ્યા. સુશીલાને કસરતો ન થવાને કારણે શરીર ભારે થવા લાગ્યું..અને તે પણ કંટાળતી પરભુ બાપા કંટાળતા અને ધીરીબા પણ હતાશાની ગર્તામાં દાખલ થતા જતા હતા. તેમને અમદાવાદમાં તેમના સંતાનોની અને અત્રે સુશીલાની ચિંતા રહેતી જો કે પરભુબાપા સંકટ સમયે ગજબનું ધૈર્ય દેખાડતા અને બંને પક્ષે સમજની રાહતનો લેપ લગાડતા રહેતા અને કહેતા કે ડોક્ટર જે કરી શકાય છે તે બધું કરે છે. આપણે ધીરજ જ ધરવી રહી. ધીરી બા લગભગ સુન્ન થઈને બેસી રહેતા. તે નવમે મહીને ડૉક્ટરના કહેવા મુજબ સીઝેરીઅન ઓપરેશન કરવાનું નક્કી થયું. શશી સુશીલા સાથે ઝાઝો સમય કાઢી નહોતો શકતો પણ તેને સુશીલાની તકલીફો ખુંચતી તો હતી જાને તેનાથી શક્ય બધું જ કરતો હતો. ઇન્સ્યોરંસ કંપની સાથે માથાકુટો એક બીજું તેને માટે શીરદર્દ બની ગયું હતું.

શ્યામાના બંને સંતાનો અમિ અને અભિજીત મામીની ખબર કાઢવા અવાર નવાર આવતા..અમિ ૪ વર્ષની અને અભિજીત ૬ વર્ષનો. અભિજીતને સુશીલા જોતી અને કહેતી આતો બીલકુલ શશીની જ પ્રતિકૃતિ.

તેને જ્યારે સાતમા મહિને જાતિ પરિક્ષણ પરથી ખબર પડી કે બાબો છે ત્યારથી તે અભિજીતમાં પોતાના સંતાનની પ્રતિકૃતિ જોતી..શશીએ તો તેને સૉન કહેવાનું શરુ કરી દીધું હતું.

જે દિવસે ઇન્સ્યોરન્સ કંપનીની અનુમતિ આવી તેને બીજે દિવસે સીઝેરીઅન ઑપરેશન કરી શૉનને જન્મ આપવનું નક્કી થયું તે દિવસે ધીરી બાને હાશ થઈ. સુશીલાને માથે હાથ ફેરવતા બોલ્યા.. “હાશ બેટા હવે તું પીડા મુક્ત થઈશ.”

સુશીલાએ ધીરીબાનો હાથ માથે મુકીને કહ્યું..મા એટલે જ તો મહાન છે.. નાના સંતાનના હસતા ચહેરાને જોવા કેટલી પીડા તે સહે છે. “હા બેટા શૉનને જોવા તું પણ કેટલી પીડાઈ છે.” બંન્ને માની આંખોમાં આંસુ હતા..જીવકોર બા પણ આનંદમાં હતા..તેઓ દાદીમા બનવાના હતા.

ગાયનેક અને સર્જનની સહિયારી પાંચ કલાક્ની જહેમતને અંતે શૉન જન્મ્યો અને રડ્યો ત્યારે સુશીલા ઘેનમાં હતી. હવે તેના મણકા સંધાવાના હતા. તેનું ઓપરેશન શરું થયા પછી બરોબર અડધા કલાકે શૉનને નવડાવીને કેડમાં ઘાલીને નર્સ બહાર આવી ત્યારે ૮ પાઉંડનો શૉન મલકતો હતો. જીવકોરબા એ પોતાના પૂત્રને માથે હથ ફેરવીને આશિર્વાદ આપયા..ધીરીબાએ પણ તેને વહાલ અને દુલારથી ભરી દીધો.

શશી અને પરભુ બાપા પણ આનંદિત હતા છતા ચીચિંતા હવે સુશીલાની હતી.. તેનૂનુંઑપરેશન જોખમી હતું… કરોડરજ્જુને સાચવતા મણકા ભાંગ્યા હતા. અને દબાયેલી કરોડરજ્જુ સાજી થૈ શકે છે જે નહીં તે જટીલ પ્રશ્નનો જવાબ અત્યારે મળવાનો હતો. ડૉક્ટરે જ્યારે ઓપરેશનની પ્રક્રિયા સમજાવી હતી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે મલ્ટીપલ ઓપરેશનમાં ત્રણ મુખ્ય કામ છે.

ડીલીવરી સફળતાથી કરી બાળકને જીવન આપવું.

મણકાની સર્જરી કરી પેશંટને ઉભું કરવું.

બંને જીવોને બચાવવા.

આ ત્રીજું કામ સૌથી અટપટુ અને નાજુક છે કારણ કે અકસ્માત એવી રીતે થયો છે કે મોટાજીવને બચાવવામાં કદાચ જિંદગીભરની ખોટ પણ રહી જાય...એ સર્જરી ઉપર નિર્ભર છે.

શૉનને નર્સ પાછી લઈ ગઈ ત્યારે જીવકોર બાને હજી પોતાની પાસેથી છોડવો નહોંતો..સુશીલાની સર્જરી ચાલુ થઈ ગઈ હતી. દર અડધા કલાકે તેનો અહેવાલ આપવા નર્સ આવતી હતી..પણ હજી સુખાકારીનો રણકો સંભળાતો નહોંતો.

ઓપરેશન કલાક ચાલવાનું હતું પુરા ત્રણ કલાકે જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે શશીને પુછ્યુ.. મોટો જીવ બચશે તો ખરો પણ ખુબ જ વેદના અને પરાવલંબી જીવન જીવશે..કદાચ સતત પથારી વશ રહેશે. મણકાને પુનઃજીવિત કરવાના પ્રયત્નો અને એમનું મનોબળ તેમને પીડામાંથી મુક્ત કરી શકશે પણ આવી પર્વશતામાં ખુબજ શક્યતા છે કે પેશંટ હતાશામાં જતું રહે. છેલ્લી વાત નાનું બાળક છે તેથી જિજીવિષા કંઈ નવા ચમત્કાર કરી પણ જાય. પણ આવા ચમત્કારો નાણાકિય દ્રષ્ટિએ ખુવાર કરી નાખતા હોય છે.

પરભુ બાપાએ પુછ્યું.. ડોક્ટર સાહેબ સુશીલાની જગ્યાએ તમારી દીકરી હોય તો તમે જે કરો તે કરો.

ડોક્ટર કહે શશી આપની જવાબદારી છે આપ તેને સારવાર અપાવો કે ભગવાન ભરોંસે મુકી દો. ડોક્ટર તરીકે અમે બધુ બળ અજમાવી ચુક્યા છીએ.. અને અસફળ છીએ.  નાજુક મજ્જાતંતુ ખુલ્લા છે તે જો છુટા પડે તો મૃત્યુ અથવા કોઈ શારિરીક નબળાઇઓ જેવી કે લકવો કે અસહ્ય પીડા જ છે.

શશી જીવકોર બા સામે જોઈને બોલ્યો.. “બા આ ડૉક્ટર કહે છે સુશી ભગવાનના સહારે છે. ઓપરેશન આમ તો નિષ્ફળ જ છે. મારે તેને જીવાડવી હોય તો પૈસે ખુવાર થવાનું અને ભગવાન ભરોસે એ ક્યારે દેહ છોડે તેની રાહ જોવાની..તે પોક મુકીને રડ્યો…” સર્જને ટાંકા લીધા અને પેશંટને આઇસીયુમાં ખસેડાઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy