Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમની જીત
પ્રેમની જીત
★★★★★

© Tarulata Mehta

Abstract Inspirational Others

6 Minutes   15.0K    19


Content Ranking

હરીશ, ક્યાં ગયો? જો આ મારી ચોપડી પર પતંગિયું કેમ દોર્યું ?

સામેના ઘરમાંથી હેલી દોડતી આવી. સોસાયટીમાં બાબુની એકમાત્ર ભેરુ એવીયા જ હતી. એનાથી નાની હતી પણ બાબુની સાતમા ધોરણની ચોપડીઓ તેની આગળ વાંચતી. બાબુ વધારે નમ્બરવાળા જાડા કાચના ચશ્મા પહેરી વાંચતો પણ આંખો ખેચાતી.

બે વર્ષ પહેલાં સુરતના ગામડેથી તેના નીલાફોઇને ત્યાં ભણવા આવી હતી. નડિયાદની વિઠઠલકન્યા વિદ્યાલયમાં પાંચમા ધોરણમાં પહેલો નંબર લાવતી. સૌ બાબુ કહેતા પણ હેલી હરીશ કહી બૂમો પાડતી ત્યારે બાબુને મીઠું લાગતું, મનમાં શરમાતો ય ખરો પણ તેને પોતે મોટો થયાનો ફાંકો થતો. ઘરમાં બધાં ભાઈ - બહેનથી નાનો એટલે જાણે કાયમનું બચ્ચું ! જો કે હવે બાપુ તેને રજાના દિવસે દુકાનમાં મદદ માટે લઈ જતા.

બા રસોડું પતાવી હીંચકા પર 'અંખડઆનંદ'નું મેગેઝીન મોટેથી વાંચતા હતા. હરીશ એક્ધ્યાનથી સરદાર પટેલના જીવનનો પ્રસંગ સાંભળતો હતો, એણે હેલીને નાક પર આંગળી મૂકી છાની રહેવા કહ્યું અને હાથ ખેંચી પાસે બેસાડી દીધી.

હેલી કચવાતી ઘડીક બેઠી, બાને પોતાની ચોપડી બતાવી ફરિયાદ કરતી હતી.

બાએ બાબુને વઢતાં કહ્યું : 'હવે તું કીકલો નથી કે મોટીબેનને યાદ કરી ગમે તેમ ચિતર્યા કરે.' સાસરે ગયેલી મોટીબહેન વિના એને ઘરમાં જરાય ગમતું નહિ, સાવ એકલો પાછળના વાડામાં જઈ પતંગિયા વિનાના સૂના છોડને હાથ ફેરવ્યા કરતો. બહેનનો રેશમ જેવો સુંવાળો હાથ તેને સાંભરતો. બા વહાલથી બાબુને માથે હાથ ફેરવતાં. કામ કરીને બાની હથેળીઓ પર છાલાં પડી ગયેલા તે બાબુને અકળાવતા. એના બચપણની નાનકી મા, એના સાથમાં અને હાથમાં રમતો, પડતો, આખડતો, 'આ શું ? પેલું શું?, પોપટનો રંગ કેવો? પતંગિયું કેવું હોય ? પૂછી પૂછી કોમલનું માથું ખાઈ જતો.

બાબુ હેલી પર ખિજાયો : 'વાત વાતમાં બાને શેની ચાડી ખાય છે?'

બા એ બન્ને જણને પટાવતા કહ્યું : 'જાવ, બહાર ઓટલે બેસી રમો, હું કલાક આડી પડું.'

હેલી કહે : 'હું તો ટી.વી.જોઇશ.'

બાબુ કહે : 'મારે સરદાર પટેલની વાત સાંભળવી છે. ટી.વી.થી મારી આંખમાં પાણી આવે છે.'

સવારના પાંચ વાગ્યે ઊઠી પૂજાપાઠ પતાવી રસોઈમાં લાગી જતાં બા બપોર થતાં થાકી જતાં. કલાકેક આરામ કરવાની તેમને ટેવ હતી.

હેલી બાબુનો હાથ પકડી પોતાને ઘેર લઈ ગઈ. હેલીના ફોઈ વિધાલયમાં જ શિક્ષિકા હતાં. તેઓ ટી.વી.જોતાં જોતાં ઉંધી ગયાં હતાં, હેલીએ ધીરેથી રીમોટ લઈ ચેનલ બદલી 'અલ્લાઉદ્દીન' મુવી ચાલુ કરી. બન્ને જણાં હાથમાં હાથ ભીડી ખી... ખી... કરતાં હસતાં હતાં.

બાબુ કહે: 'હેલી તારો હાથ સુંવાળો પતંગિયા જેવો છે.'

હેલી અંગૂઠો બતાવતી દોડી. 'લે પકડ જો...'

***

વચ્ચેના વર્ષોમાં બાબુને ત્યાં અમેરિકાથી અવારનવાર તેના મોટા ભાઈઓ, ભાભીઓ અને ભત્રીજાઓ રજાઓમાં આવતા. ઢગલાબંધ કપડાં, ચોકલેટ, બદામ લાવતા. બાબુ માટે ઘડિયાળ અને ફોન લાવેલા. થોડા દિવસ ઘરમાં વસ્તી અને ધમાલ રહેતી. બાબુને ભાઈઓની સૂટ -પેન્ટ, જીન્સ જર્સી બધાની સ્ટાઇલ ગમતી. મોટાભાઈ એને માટે પણ જીન્સ અને જર્સી લાવેલા. તે દિવસે દુકાને જતા તેણે નવું જીન્સ પહેરેલું. તે સામે હેલીના ઘરમાં ગયો પણ હેલી સુરત જવાની બેગ તૈયાર કરવામાં રોકાયેલી હતી.

અંદરના રૂમમાંથી હેલી બોલી : 'હરીશ, તું દુકાને જાય છે ને? મારું એક કામ કરજે, બેગ માટે તાળું લેતો આવજે.'

'હાસ્તો હું તારી જેમ કોલેજ થોડો જવાનો છું ?' હરીશને ઓછું આવી ગયું.

એણે બારમું પાસ કરી લીધું હતું. કોમર્સ કોલેજમાં એડ્મીશનનું ફોર્મ ભરી આવેલો ને મોટાભાઈએ ફીના પેસા આપેલા પણ આંખના ડોકટરે સમજાવ્યો એની આંખો માટે નુકસાનકારક છે. બી.કોમ થઈને નોકરીમાં પગાર મળે તેનાથી વધારે દુકાનમાં કમાણી થાય. હરીશને કપડાંનો શોખ જબરદસ્ત. રોજ નવી સ્ટાઇલના પેન્ટ જીન્સ, શર્ટ પહેરી દુકાને જતો. કપડાંની જાળવણી, ધોલાઈ, ઈસ્ત્રી બધું જાતે કરતો. મોટાભાઈનું જોઈને કપડાંને હેંગર પર વ્યવસ્થિત લટકાવવાનું એને ગમતું.

હેલી હરીશની સામે આવી લટકો કરી બોલી : 'રોજ તો કોલેજીયન જેવો ફૂલફટાક દુકાને જાય છે. મારા જેવી કેટલી જોવા ઊભી રહેતી હશે!'

'જા, તું તારી બેગ ગોઠવ.' હરીશ આડું જોઈ બોલ્યો.

એને ઘેરથી મોટાભાઈ અમેરિકા જતા રહેશે અને નીલાફોઇને ત્યાંથી હેલી.

સુરત ટેક્ષટાઈલ ડિઝાઈનરનો કોર્સ કરતી હેલી કૉલેજની રજામાં આવેલી તે કાલે સવારે ગુજરાત એક્સપ્રેસમાં જશે.

પછી... આમનેસામને બેય સૂના ઘરમાં બાબુ વડીલોની વચ્ચે એકલો. આમ ગણો તો નીલાફોઇ અને બાના ઘરની

હાથલાકડી બાબુ. બાપુ નિવૃત્ત થઈ ગયા હતા, રોડ પર ટ્રાફિક પણ એટલો વધી ગયો હતો કે ઘરડાં માણસને વાહનો અડફટે ચઢાવી દે. બન્ને ઘરની ખરીદી, ડોક્ટરને ત્યાં લઈ જવા બધું બાબુ હોંશથી કરતો. એ નાનપણથી પ્રેમનો ભૂખ્યો. કોઈ પ્રેમથી બોલાવે એટલે દોડીને કામ કરે. છેતરપીંડી, દગો, કપટ એના લોહીમાં જ નહિ એટલે બાને ચિંતા રહેતી 'મારા ભોળીયાને કોઈ વટાવી જશે, મારા ગયા પછી એનું કોણ ?' એના નસીબમાં કોઈ ચપળ છોકરી હોય તો સારું, ભલે કોલેજ ના કરી હોય પણ વ્યહવારમાં પાવરધી હોય તો મેળ પડે.'

'કેમ આડું જુએ છે? મને જોઈ શરમ આવે છે.' હેલીએ એને રૂમમાં ધક્કો મારતા કહ્યું.

હરીશે ઠસોઠસ ભરેલી બેગને જોઈ, તેણે બધું ઉપરતળે કરી નવેસરથી સરસ રીતે બેગમાં સાડી, ડ્રેસ બધું ગોઠવી ઉપરથી જોર કરી બન્ધ કરી આપી. હેલીને 'હાશ' થઈ. ફોઈને ત્યાં હોય ત્યારે તેને બહારના ફેરાઆંટા ને ઘરમાં વસ્તુઓ ગોઠવવામાં હરીશની મદદ પાકી. હેલીને મનમાં થયું 'આને આટલી મહેનત કરવી કેમ ગમે છે? ગમે તેનું કામ કરવા અડધી રાતે ય દોડે છે. ભોળારામ કે બુધ્ધુ ?'

'લગનમાં જતી હોઉં તેમ આટલાં બધાં કપડાં ?' હરીશે મશ્કરી કરી.

નીલાફોઇ બોલ્યાં, 'હેલીને માટે અમેરિકાના છોકરાનું માંગુ આવ્યું છે, બે મહિનાથી છોકરાની મા ફોન કર્યા કરે છે પણ હેલી મચક નહોતી આપતી. છેવટે છોકરાએ ફોન કરી મળવાનું નક્કી કર્યું છે.'

હેલી હસીને બોલી : 'ભાઈસા'બ, તારું મોં કેમ સૂકાઈ ગયું?'

બાબુ ઘીરેથી બોલ્યો : 'તું ય મોટીબેનની જેમ સાસરે જતી રહીશ !'

'તો શું કરું ? તારે ઘેર આવું?' હેલી ખડખડાટ હસતી હરીશના ઘર તરફ દોડી.

નીલાફોઇ એને વઢ્યા, 'આ બાબુને તેં સાવ ધોયપીધો છે, આમ શું ગમે તેમ બોલે છે?'

***

હેલી સુરત ગયા પછી બીજે અઠવાડિયે અમેરિકાથી આવેલા સુનીલને મળી. સ્માર્ટ અને હેન્ડસમ હતો. એ કોમ્ફર્ટ હોટેલમાં ઉતર્યો હતો, એની દાદીનું ઘર નાનપુરામાં હતું પણ નાનું અને જૂની ઢબનું હતું. તેથી તેને ગમતું નહિ. હેલીએ એની મમ્મી અને દાદીને મળવા વિચારેલું પણ સુનીલની ઈચ્છા નહોતી. એ પોતાનું મનમાન્યું કરનારો હતો. સુનીલને 'બોર્ન એન્ડ રેઈઝ ઈન અમેરિકા'નું અભિમાન હતું. દેખાવડી હેલીના ડ્રેસની મોર્ડન સ્ટાઇલ અને અંગ્રેજીમાં વાત કરવાની ફાવટ તેને ગમી ગઈ હતી. ક્યાંક સાથે ફરવા જવાય તો એકબીજાની પહેચાન થાય એવું સુનીલે સજેશન કર્યું એટલે હેલી મનમાં ચમકી 'ડેટ' પર જવાની વાત હતી. એટલે એણે કોલેજમાં પરીક્ષા હોવાનું બહાનું કાઢ્યું.

રાત્રે હેલીના મનમાં તોફાન ઊમટ્યું હતું. 'આ અજાણ્યો 'બોર્ન એન્ડ રેઈઝ ઈન અમૅરિકા' કોણ છે? સુરત જેવા રંગીલા શહેરની ખાણીપીણીને માણવાનું મૂકીને હોટેલના રૂમમાં ભરાઈ રહે છે! દાદીનું ઘર નાનું છે એટલે હોટલમાં ઊતર્યો છે, દાદી બિચારી પોતાના પૌત્રને જોવા નથી પામી. એના મા-બાપ સુરતના છે, એના ભારતીય મૂળિયાને કેમ કરી ખોદીને ફેંકી દેશે?

હેલીને હરીશનું ઘર યાદ આવ્યું. એના મોટાભાઈ અને તેમનાં છોકરાં મહિનો નિરાંતે બાની ધેર નડિયાદ રહેતાં... બધેબધ રીક્ષામાં ને ટેક્સીમાં ફરી વળતાં. બાની હારે રસોડામાં જમવા ય બેસી જતાં અને ફોઈએ બનાવેલું ખીચું ય ઉપર તેલ રેડી ઝાપટી જતાં. હેલીએ નડિયાદ હરીશને ફોન જોડ્યો પણ મોડી રાતના ઉપાડ્યો નહિ.

'દુકાનેથી થાકીને આવ્યો હશે. પડતાંવેંત ઉંધી જાય. મારી બેગ ગોઠવી પણ મનમાં અદેખાઈ કે ઈર્ષા આવી નહિ, મારા વગર સૂનો પડી જાય, ફોનમાં વાત કરે તો અથથી ઇતિ સુધીની બધ્ધી બન્ને ઘરની કહાણી કહે. પોતાનું કે પારકું ઘર એવું એના મનમાં નહિ એવો ખળખળ વહેતા ઝરણાં જેવો એનો પ્રેમ બધાયને ભીંજવી દે. બાળપણની યાદોથી હેલીની આંખોમાંથી બાબુ વહેતો હતો.

બે દિવસ પછી સુનીલના મમ્મીએ કમ્ફોર્ટ હોટેલમાં હેલીને ડીનર માટે બોલાવી.

સાંજે હોસ્ટેલના રૂમમાં એ હરીશે અકબન્ધ ગોઠવેલી બેગ ખોલી બેઠી. સુનીલને સાડી પહેરેલી યુવતી દેશી લાગતી પણ આજે તેણે નીલાફોઇ પહેરે તેવી ખાદી સિલ્કની મોટી લાલ બોર્ડરવાળી સફેદ સાડી ગુજરાતી ઢબની પહેરી. હેલી આયનામાં જોઈ લાલ પલ્લુને સરખો કરતી હતી ત્યાં એની બહેનપણી સાયા આવી. તેણે હસીને હેલીના પલ્લુને ગોઠવતા કહ્યું : વિવાહ નક્કી થઈ ગયો ?

હેલીએ મોટો લાલ ચાંદલો બે ભ્રમરની બરોબર વચ્ચે ચોંટાડતા કહ્યું : 'બસ શુભઘડી આવી જ સમજ.'

'છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રાહ જોશો ને?' સખીએ ટકોર કરી.

'અરે, જનમ જનમ રાહ જુએ તેવો છે.' હેલી બોલતા શરમાઈ ગઈ.

સાયા ઘડીક ઈર્ષાથી હેલીને જોઈ રહી. પછી હેલીનો હાથ પકડી બોલી: 'બરોબર પટાવ્યો લાગ્યો છે.'

***

ડીનર હોલમાં સુનીલના કુટુંબના આઠ દસ મહેમાનો હતાં. સ્કૂલની શિક્ષિકા જેવી હેલીને જોઈ સુનીલનો મૂડ આઉટ થઈ ગયો. એણે હેલીને ઈશારો કરી બોલાવવા પ્રયત્ન કર્યો પણ તે છેવાડાની ખુરશીમાં બેઠેલાં દાદી જોડે વાત કરવામાં મશગૂલ હતી. હોલના માણસો અંગ્રેજી - ગુજરાતીનું સુરતીભેળ ભચેડતા હતા, પોતપોતાની બડાશો મારતાં હતાં. વચ્ચે વચ્ચે 'મણીબેન' જેવી હેલીની મશ્કરી કરી લેતાં.

'બહેન તમે ક્યાંના?'

'બોર્ન એન્ડ રેઈઝ ઈન ગુજરાત' હેલીએ મોટા અવાજે કહ્યું, તેના ચહેરા પર જીત થયાનો આનન્દ હતો. ડિનર હોલમાં બૉમ્બ ફૂટ્યો હોય તેમ સોંપો પડી ગયો. સુનીલને કોઈએ કચકચાવીને તમાચો માર્યો હોય તેમ ધુંવાફુંવા થઈ ગયો. આવી દેશી ગુજરાતી છોકરીમાં આટલી હિંમત ? એ ઊભો થાય તે પહેલાં હેલી ઠસ્સાપૂર્વક ગર્વીલી ચાલે હોલની બહાર નીકળી ગઈ.

***

છ મહિના પછી નડિયાદમાં હરીશ - હેલીના લગ્નસભારંભમાં અમેરિકાથી આવેલાં મહેમાનોએ જલસા કર્યા.

ગુજરાત અમેરિકા હેલી હરીશ પ્રેમ ભોળપણ વાર્તા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..