Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishwadeep Barad

Drama Inspirational Tragedy

3  

Vishwadeep Barad

Drama Inspirational Tragedy

એક અનોખી પ્રિત…

એક અનોખી પ્રિત…

4 mins
7.2K



ઉમેશ અને હું બન્ને નાનપણના ગોઠીયા. એ સીધો-સાદો અને નમ્ર સ્વાભાવનો, ભણવામાં હોંશિયાર પણ ગરીબાઈ એમના ઘરમાંથી ખસવાનું નામ ન લે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશ એમ.બી.એ થયો અને એ પણ ગોલ્ડ-મેડલ સાથે. તેથીજ તો મેં અહીં અમેરિકામાં ઉછરેલી રીનાને ઉમેશનું recommendation(ભલામણ) કર્યું. અને એ પણ કહ્યું: “ઉમેશ ભીનેવાન છે, અને ઉંચાઈમાત્ર ૫’-૧”જ છે. હોશિયાર છે પણ ખાસ દેખાવડો નથી.અહીં ઉછરેલી છતાં રીના બહુંજ સમજું અને શાંત છોકરી. તેણી એ ભારત જઈ ઉમેશ સાથે લગ્ન કર્યા અને ઉમેશને અહીં અમેરિકા આવવા મળ્યું. સારી જોબ મળી અને બન્ને ઘણાં આર્થિક અને માનસિક રીતે સુખી હતાં. ઉમેશ અવાર નવાર પોતાના ફેમીલીને આર્થિક સહાય કરતો તેમાં રીના કદી પણ માથું મારતી નહી. ઉલટાનું ઉમેશને કહેતી: “ઉમેશ, અમદાવાદમાં એક બંગલો લઈ લે જેથી બા-બાપૂજી આરામથી રહી શકે. તેમજ પોસ્ટ-ઑફીસમાં પાંચ લાખ મુકી દઈએ તો એમને મહિને વ્યાજ મળે તેમાંથી એમનું ગુજરાન પણ ચાલે.” ઉમેશના માતા-પિતાને પણ રીના માટે ઘણુંજ માન હતું અને રીનાને પોતાની દિકરાની વહું નહીં પણ દીકરી માનતા.

‘ઉમેશ,આ સીટબેલ્ટ મને ફાવતો નથી,બેચેની લાગે છે.’ ઉમેશ અને રીના એક મિત્રની પચ્ચીસમી મેરેજ એનિવર્સરીમાં જઈ રહ્યા હતાં અને રીના પ્રેગનન્ટ હતી, છઠ્ઠો મહિનો ચાલતો હતો. “હની, હું સમજી શકું છું, તને તો ખબર છે કે જો સીટબેલ્ટ નહી બાંધે તો પૉલીસ ટીકીટ આપશે.અને જોખમ પણ ખરુંજ તો. “ઑકે. હની, બે મિનિટ પછી પાછો બાંધી દઈશ.”.. એ બે મિનિટ એમની કાળઝાળ નીકળી. એક ડ્ર્ન્ક ડ્રાયવરે one way માં wrong entry લીધી અને ઉમેશની કાર સાથે Head on collusion(સામ-સામા)! રીના કાર માંથી બહાર ફેંકાઈ બીજા આવતી કાર સાથે બે થી ત્રણ વખત અથડાઈ..She died on the scene(ઘટના સ્થળેજ મૃત્યું પામી)..ઉમેશની એર-બેગ ફાટી અને સીટ-બેલ્ટ પહેરેલો હતો અને તાત્કાલિક સારવાર મળતા Minor injury (નાના ઘા )સાથે બચી ગયો. પત્નિ ગુમાવી અને આ જગતમાં અવતરનાર બાળક પણ ગુમાવ્યું. આ કારમો ઘા એટલો ઊંડો હતો કે ઉમેશ મહિના સુધી જોબ પર ના જઈ શક્યો તેમજ મહિનાઓ સુધી..psychiatric treatment(માનસિક સારવાર) લેવી પડી. એકલો અનાથ જેવો! હું ઘણીવાર ઉમેશને કંપની આપતો, વીક-એન્ડમાં મારે ઘેરે બોલાવતો. સમય વિતતો ગયો પણ ઘા રુઝાતો નહોતો! એનો શું ઉપાય? ‘ઉમેશ, જે બની ગયું છે તેમાં તું કશું કરી શકે તેમ નથી..મારી તને એકજ સલાહ છે, બસ તું બીજા લગ્ન કરી લે.”… ‘દોસ્ત તું મને બીજા લગ્ન કરવાનું કહે છે, જે દેવીએ મારા જેવા ગરીબ કુટુંબની વ્યક્તિ સાથે લગ્ન કરી મારી જિંદગી બનાવી, મને અમેરિકા બોલાવ્યો અને મારા મા-બાપને પ્રેમ, લાગણી અને એમની દીકરી બની આટલી બધી સહાય કરી, એ દેવીને હું કેમ વિસરી જઈ બીજા લગ્ન કરૂ? એતો મારા માટે લાછંન છે, ધિક્કાર છે.’.. ‘ઉમેશ, બીજા લગ્ન કરવાથી સ્વ.રીનાભાભી પરનો પ્રેમ ઓછો નથી થઈ જવાનો..રીનાભાભી તને સુખી જોવા માંગતા હતાં અને અત્યારે જો તું કેટલો ભાંગી પડ્યો છે, ગાંડા જેવો થઈ ગયો છે. તારે એમના આત્માને શાંતી આપવી હોય તો તું બીજ લગ્ન કરી સુખી થા..જેથી તને એ ખુશ જોઈ શકે..માંડ માંડ એ સમજ્યો તો ખરો.

હું, ઉમેશ સાથે ભારત ગયો..ઘણી સારી સારી અને સારૂ ભણેલી છોકારીઓ એમની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. પણ ઉમેશેતો એક હાથે અપંગ એવી ગરીબ છોકરી જે એનાથી દસ વરસ નાની હતી. કોઈ એમની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું , એવી છોકરી સાથે લગ્ન કર્યા. તેનું કારણ મને સમજાયું કે એ પોતે ગરીબાઈમાંથી ઊંચો આવ્યો હતો અને ગરીબો પ્રત્યે એમને અનહદ પ્રેમ હતો. એમની નવી પત્નિ નંદા અમેરિકા આવી. જમણો હાથ કામ નહોતો કરતો એથી રસોઈ, ડીશીસ અને ઘરનું મોટાભાગનું કામ પણ ઉમેશ કરતો. નંદાને સાંજે handicap Schoolમાં કમ્પુટર કલાસ કરાવ્યા, એકાદ વરસમાં કાર પણ શીખી ગઈ. ‘ઉમેશ, મારે જોબ કરવી છે….પણ નંદા તારે જોબ કરવાની શી જરૂર છે મારો પગાર એટલો સારો છે કે તારે જોબ કરવાની જરૂરત મને લાગતી નથી’.. ‘ હા. પણ મને હેન્ડી-કેપ સ્કુલમાંથી જોબની ઑફર આવી છે અને હું ગાડી પણ ચલાવી શકું છું..તમને શું વાંધો છે? .. ઉમેશે આગળ દલીલ ના કરી. નંદાએ જોબ શરૂ કરી દીધી ઉમેશ સીટીઝન હતો એથી ત્રણ વરસ બાદ નંદા પણ અમેરિકન સિટિઝન થઈ ગઈ.

નંદા એકાએક ઉમેશને કઈ પણ કીધા વગર છોડી જતી રહી. ઉમેશ તપાસ કરી ત્યારે ખબર પડી કે નંદાથી પાંચ વરસ નાનો એક ગુજરાતી છોકરા સાથે એ ભાગી ગઈ હતી. મેં ઉમેશને કીધું” જોયું..દયા..ડાકણને ખાય? તારી લાગણી અને ભલમનશાઈનો આ ફાયદો! તે નંદા માટે શું નથી કર્યું?’.. ‘દોસ્ત, જે મારા ભાગ્યમાં લખ્યું હશે એજ બનવાનું છે અને બનશે! કોને ખબર કે મારી સ્વર્ગસ્થ પત્નિ રીનાને મારા બીજા લગ્ન મંજુર ના પણ હોય! મને કોઈ અફસોસ નથી.. બસ નંદા જ્યાં પણ રહે ખુશ રહે!

એકાદ વરસ બાદ ઉમેશ પર અચાનક ફોન આવ્યો: “હલ્લો! કોણ?” ..સામેથી રડતા રડતા અવાજે નંદા બોલી:’ ઉમેશ મને માફ કરી દે!મેં મોટી ભુલ કરી છે. I am pregnant and he left me..I do not know where is he?( હું મા બનવાની છું અને મને એ છોડી જતો રહ્યો છે ..મને ખબર પણ નથી કે એ ક્યાં છે?)’ .. ઉમેશે શાંત ચિંત્તે પુછ્યું: “Where are you Nanda ?”(નંદા અત્યારે તું ક્યાં છે?)… I am in Boston…please help me!(” હું બોસ્ટ્નમાં છું,મહેરબાની કરી મને મદદ કરો”) હું ત્યાંજ હતો. મેં કહ્યું ઉમેશ હવે ફરી મુર્ખામી કરતો નહી.. એમણે કરેલી ભુલ એમને જ ભોગવવાદે!..ઉમેશે ટુંકમાં જવાબ દીધો: ‘We are human and human does make a mistake..”( “આપણે માનવ છીએ..માનવી ભુલ કરી બેસે”)…


Rate this content
Log in

Similar gujarati story from Drama