Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

માલતીબેન

માલતીબેન

2 mins
7.6K


પોતાના ઘરની નજીક આવેલ મંદિરે જવું અને પછી ત્યાં જ થોડીવાર બધી મહિલાઓ સાથે બેસવું. એ માલતીબેનનો નિત્યક્રમ હતો. આમ તો ત્યાં આવેલી બધી જ સ્ત્રીઓ પોતાની વહુઓની બુરાઈ કરતી. જો કે આમ કરીને એમની હૈયા વરાળ કાઢી હળવી થવા ઉપરાંત કઈ તેમનાથી વિશેષ થતું નહિ.

માલતીબેન પોતાની વહુ, બિંદીયાના વખાણ કરતાં રહેતાં. બીજી મહિલાઓ મહેણાં પણ મારતી. અને હા, માલતીબેનની વહુ બિંદીયા કોઈ 'આદર્શ વહુ' પણ નહોતી. પણ માલતીબેને એમના મહિલા મંડળને એક સરસ વાત કરી.માલતીબેને એની અનુભવી આંખે જોયેલી વાત જણાવી.

"અત્યારની આપણી વહુઓને કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે. એણે સૌથી પહેલા ઊઠીને ચા નાસ્તો બનાવવા, ટિફિન કરવું, બાળકોને રેડી કરી મુકવા જવા. આવીને શાકભાજી લેવા, રસોઈ બનાવવી..."

કાયમ વહુની કુથલી કરતાં મીનાબેન બોલ્યા, "આ બધી વાત તો અમને ખબર જ છે !"

માલતીબેને જણાવ્યું, "પણ, મને લાગે છે કે આટલું પૂરતું નથી."

બીનાબેન કહે, "આપણે પણ આમાનું થોડું ઝાઝું કામ કરતાં જ ને ?"

માલતીબેન સ્મિત સાથે બોલ્યા, "હા, સાવ સાચી વાત છે. પણ, એ ઉપરાંત, અત્યારની વહુઓને જોવ છું તો મને એક સ્ત્રી તરીકે આજની બધી જ સ્ત્રીઓ પ્રત્યે માન થાય છે."

કોઈએ પૂછ્યું, "માન વળી શા માટે ? "

માલતી બેને અત્યારની પેઢીની હિમાયત કરતાં જણાવ્યું, "એમણે ફક્ત ઘરના કામ જ નહીં, પણ એમના બાળકો માટે, સ્કૂલમાં એડમિશન લેવા માટે ઇન્ટરવ્યૂ આપવા પડે છે. સ્ફુલ્સની મિટિંગોમાં જવું પડે એમની સાથે કદમ મિલાવવા પોતાની જાતને સતત તૈયાર કરવી પડે. જ્યારે આપણે તો આપણા દીકરા દીકરીને કઈ જગ્યાએ એડમિશન લેવું એ પણ કોઈ ચિંતા ન હતી. ક્યાં દિવસે ક્યા વિષય ની પરીક્ષા છે એ કોઈ દિવસ આપણને ખબરેય નહોતી. સમય સાથે નવી નવી વાનગી બનાવવી.

દીકરા દીકરીને અવનવા કલાસ કરાવવા, ક્યાં કલાસ કરાવવાથી માફકસર ફી ભરીને વ્યવસ્થિત શીખવાડે છે કે પછી એ બંધ કરીને બીજે શોધવું. એ કલાસના અનુકૂળ સમય ગોઠવવા.

એ માટે લેવા મુકવા જવા. અને સ્કૂલમાંથી અવનવા પ્રોજેકટ આપે એ કરાવવા, એ પ્રેજેક્ટ માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડવી. હું તો જોયા જ કરું કે આજની આપણી વહુ દીકરીઓને રણ સંગ્રામમાં મોરચો સંભાળી લડવા જવું નથી પડતું પણ, આ જીવન જ એના માટે એક સંગ્રામ જ છે. એ કેટ કેટલા મોરચા સંભાળે છે !"

આ સિવાય, દૂધવાળાનો હિસાબ, કામવાળી, ફ્લેટનું મેન્ટેનન્સ,..."

મહિલા મંડળ સાંભળી રહ્યું, માલતીબેને એમની વાત પૂરી કરતાં કહ્યું, "આપણી વહુઓને આ સિવાય પોતાના પતિ માટે એના રસરુચિ મુજબ એના ફ્રેન્ડઝ અને ગ્રુપમાં જવું અને એમની સાથે મેચ થવું, અને આપણી બચ્ચા પાર્ટીની મોમ બનીને રહેવું એ કાંઈ ઓછું છે ?"

એ દિવસ પછીથી, મીનાબેન અને બીનાબેન જેવી સાસુઓની વહુઓને સાવ નિરાંત થઈ પણએમને આશ્ચર્ય થયું અને હજુ સુધી સમજાયું નહીં કે એમની સાસુની ચે ચે પે પે ઓછું કેમ થતું જાય છે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational