Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance

3  

Pravina Avinash

Inspirational Romance

સ્તબ્ધ

સ્તબ્ધ

6 mins
14.4K


પેલી છમક છલ્લો આ ઝુંપડપટ્ટીમાં ? અરે પેલો ઉપરવાળો જ્યારે રૂપ દેતો હોય છે ત્યારે વિચારતો નથી કે એ મહેલને શણગારશે કે ઝુંપડીને ? ઝમકુને પ્રભુએ બે હાથે રૂપ દીધું હતું. ગરીબ કાના અને કાવેરીને દીકરી ચીંથરે વિંટ્યું રતન હતું. બન્ને જણ ૨૪ કલાક તેની ફિકરમાં રહેતા. ઝમકુ દિલાસો દેતી, 'બા અને બાપુ તમારું નામ વગોવાય એવું કોઈ પગલું નહી ભરું. તમે મને ફૂલની જેમ ઉછેરી છે'.

કાનો અને કાવેરી સમજે કાંઇ નહી. રોટલોને છાશ જમવામાં દેતા. બે પૈસા ગાંઠે હોય તો કોઈક દી શાક પાંદડું લાવતા. કેવી ગુણિયલ ઝમકુ, નાના ભાઈ ઝવેરને તેડીને ફરે. બા અને બાપુ કામે જાય ત્યારે ઝવેરની દેખભાળ કરે. ભાઈલો તેને ખૂબ વહાલો હતો. શાળાએ જાય ત્યારે હેઠો મેલે. ઝમકુને ભણવાનું ખૂબ ગમતું. રાતના ઝુંપડામાં દીવાના અજવાળે ઓછું દેખાય તો બત્તીના થાંભલા નીચે બેસી દાખલા ગણે.

ઘણિવાર તો શાળાના શિક્ષકને થાય આ છોકરી આટલી હોંશિયારી ક્યાંથી શીખીને આવી છે. કદાચ પૂર્વ જન્મના કોઈ ખોટા કર્મને કારણે કાના અને કવેરીને ત્યાં આ રતન પાક્યું. ઝમકું આવું કશું ન વિચારે . બા અને બાપુને ખુશ રાખે, ભાઈલાને લાડ કરે ને ભણવામાં ધ્યાન આપે. જેમ ઝવેર મોટો થતો ગયો તેમ તેને પણ ભણવામાં ચિત્ત ચોંટે એમ શિખવાડતી.

કાનો , 'સાંભળે છે. આપણે કેટલા પુણ્ય કર્યા કે આપણે આંગણે ઝમકુ જેવી દીકરી ઈશ્વરે દીધી'.

કાવેરી કહેતી,' પુણ્ય તો ખબર નથી, પણ આપણે મહેનત કરી કમાઈએ છીએ. આપણા પસીનાની કમાઈ અને ઈમાનદારીનું ફળ ઝમકુ અને ઝવેર છે'.

ઝમકુ જુવાન થઈ એવું તો કાઠુ કાઢ્યું કે, જતા આવતા સહુની આંખોમાં એ વસતી. ઝમકુ, સીધે રસ્તે જઈને સીધે રસ્તે પાછી વળતી.  એક કંકુ તેની બહેનપણી હતી. બન્નેને એકબીજા વગર પળવર ન હાલે. કંકુને ભણવામાં તકલિફ હોય તો ઝમકુ મદદ કરે. કંકુ અને ઝમકુ બન્ને એકબીજા સાથે પેટછૂટી વાતો કરે. ઝવેર તો મોટી બહેનનો ઘેલો હતો. કંકુ પણ ઝમકુની જેમ સીધી સાદી હતી.

ઝવેર ભણવા બેસે ત્યારે બરાબર ધ્યાન રાખે.

'મોટી, તું મને ભણાવે છે એ બધું સમજ પણ પડે છે અને આવડે પણ છે'.

'એ તો તું હોંશિયાર છે ને એટલે'.

'પેલા ઘનશ્યામ માસ્તર સમજાવે છે એ મારા દિમાગમાં ઉતરતું નથી'.

'કારણ તારું ધ્યાન ખાવાના ડબ્બા ઉપરકે નારગોળિયો રમવા ઉપર હોય છે'.

'એવું નથી મોટી'.

'તો શું છે. તારી શિખવવાની રીત મને ગમે છે'.

'માસ્તરની રીત તારે ગમાડવી પડશે. સમજ્યો, તોફાની બારકસ'. કહી હસી દેતી.

ઝમકુએ બારમી પાસ કરી. 'બસ હવે ભણવાનું બંધ, સારો મુરતિયો જોઈને પરણાવી દેવાની, ' કાનો,કાવેરીને કહી રહ્યો હતો.

'અરે, મારી છોડીને પરણાવવાની તને આટલી ઉતાવળ કેમ છે'?

'તું કાંઈ સમજે નહી, સત્તરની થઈ આપણા ગામમાં કોઈ મુરતિયો મળશે ખરો ? બધા છોકરા કાંઈ આપણા ઝવેર જેવા નથી. છોકરાઓને ભણવું નથી. પછી જેવી મળે તેવી નોકરી કરવી છે. '

'આપણી તો છોડી ભણી અને છોરો તો મોટો મામલતદાર થશે. ઝવેરને પણ ઝમકુની જેમ ભણવું ગમતું.' કાના અને કાવેરીને ઝવેર પર ખૂબ આશા હતી. બાજુના ગામનો 'દેવો' જોયો. તેના બાપને ઘરનું ખેતર પણ હતું. કાનાને થયું મારી,'છોડીના ભાગ્ય ખુલી જાય દેવાના માબાપ હા પાડે તો?'

દેવાને ઝમકુ બાળપણથી ગમતી હતી. તેને ખબર હતી, જો જરા પણ અવળચંડાઈ કરીશ તો ઝમકુ તેને ખાઈ જશે'. ઝમકુ સાથે ખુબ સજ્જનતાથી પેશ આવ્યો. જ્યારે કાનો તેની દીકરીનું માગુ લઈને આવ્યો ત્યારે રાજીના રેડ થઈ ગયો.

'મા અને બાપુ તમે જરાયે વિચાર ન કરશો, મને ઝમકુ પસંદ છે. જો લેવા હોય તો ઘડિયા લગન લઈ લો.'

આમ માત્ર ચાર મહિનામાં તો ઝમકુ દેવાની ચુંદડી ઓઢીને નિકળી પડી. કાનો અને કાવેરી ખુબ ખુશ થયા. દિલ તો રડતું હતું કે દીકરી વિદાય થઈ. દીકરી વિદાય થાય ત્યારે માતા પિતા રડે અને હરખથી ફુલ્યા ન સમાય. ઝવેરે તો મોટીને એવું ચુંબન દીધું કે ઝમકુ આખી જીંદગી નહી વિસરે.

'ભાઈલા, ભણજે અને બા બાપુની આંતરડી ઠારજે.'

'હારુ'. એક કરતા વધારે શબ્દ તે બોલી ન શક્યો. મોટી જવાની. ઘર સુનું થવાનું. ખેર હવે ઈ સમજતો હતો એટલે મનની વાત મનમાં રાખીને બેસી રહ્યો.

ઝમકુ સવાર પડૅ ને આઠ આના જેવડો કોરા કંકુનો ચાદલો કપાળે કરે. એક દી' દેવો કહે ,'ઝમકુડી તારું નામ બદલીને કુમકુમ કરી દંઉ'.

'ના, મારા બાપે નામ સારું પાડ્યું છે. હા, જો તને ગમતું હોય તો રાતના એકલા હોઈએ ત્યારે મને કુમકુમ' કહીને બોલાવજે. ' આમ બન્નેનું માન સાચવ્યું. દેવો ખુશ થઈ ગયો અને ગાલ પર આઠ અના જેવડો કુમકુમનો ચાંદલો કરી દીધો. ઝમકુ શરમાઈને રસોડામાં દોડી ગઈ.

દેવો ખેતરે પણ કામ કરતો અને ગામના શાહુકારને ત્યાં જરૂરી કામ કરતો. શાહુકારનો એકદમ વિશ્વાસુ બની ગયો હતો. પૈસાની લેવડદેવડ પણ કરતો. શાહુકાર ધરમવીરને તે ગમી ગયો હતો. દેવો હતો પણ ખૂબ વિશ્વાસુ. દિલ દઈને કામ કરતો. આથી તેની આમદની સારી હતી.

હવે ઝમકુ રૂપાળી રાય જેવી. દેવલાના દિલની મલ્લિકા અને ઘરની સુખી. દેવાના માતા અને પિતાને પણ પ્રેમથી જીતી લીધા હતા. જ્યારે સોનામાં સુગંધ ભળે ત્યારે તેની વાત કાંઈ ઔર જ હોય.

છેલ્લા બે દિવસથી દેવલાને ઠીક ન હતું. ઝમકુ રાત દિવસ એક કરતી. ઘરનું કામ પતાવી દેવલાની દેખભાળ કરતી. દેવલો મનમાં વિચારતો ,'હે ભગવાન મારી માંદગી લાંબી હલાવજે. આ મારી ઝમકુ તો મને પળભર એકલો નથી મૂકતી. હાજો નરવો હોંઉ છું ત્યારે ક્યાં આવો ટેમ મલે છે'.

ઝમકુને લાગ્યું ,આટલી સારવાર કરું છું સમયસર દવા આપું છું તો આ સારો કેમ નથી થતો ? જો કે તેને સેવા કરવી ગમતી. એ બહાને દેવાની બાજુમાં આખો દિ, બેસવા પામતી.

આજે એ ખૂબ થાકેલી હતી. દેવાની પાસે બેઠા બેઠા ઝોકુ આવી ગયું. માથા પર કાંઈ ફરતું જણાયું. ખૂબ ગમ્યું. ઝીણી આંખે જોયું તો દેવલો હસતો હતો, તેને પ્રેમથી સંવારી રહ્યો હતો.

હવે દેવલો ચાર દિવસથી દેવો શાહુકારને ત્યાં ગયો ન હતો. ધરમવીરને થયું કેમ દેવો આવતો નથી લાવ તેને ઘરે જઈને પૂછી આવું. તેને દેવા સાથે દોસ્તી થઈ ગઈ હતી.  દેવાનું ઘર શોધતો ધરમવીર દેવાને બારણે આવી પહોંચ્યો. દેવાના બાપુ ખેતરે ગયા હતા. મા બજારમાં શાક પાંદડું લેવા ગઈ હતી.

ધરમવીરે બારણું ઠોક્યું. ઝમકુ બારણું ખોલવા આવી. રૂપરૂપના અંબાર જેવી સ્ત્રીએ બારણું ખોલ્યું. ધરમવીર તો બારણામાં ખોડાઈ ગયો. તેની આંખો ઝપકવાનું ભૂલી ગઈ. મોઢું ખુલ્લું રહી ગયું. આવું રૂપ ક્યારેય ભાળ્યુ ન હતું. આવા ઘરમાં પૂનમનો ચાંદ !

ઝમકુ બે હાથે તાળી પાડી તેને ભાનમા લાવી. જરા ગરમ અવાજે બોલી, 'કોનું કામ છે ? તમે કોણ છો ? આમ શું જુઓ છો ?'

ધરમવીર આભેથી જમીન પર પટકાયો અને ત ત પ પ કરવા લાગ્યો. ' હું ધરમવીર, આ દેવાનું ઘર છે' ?

ધરમવીર નામ સાંભળીને ઝમકુને ભાન આવ્યું, આ તો શાહુકાર છે. જ્યાં દેવો રોજ ચાર કલાક જાય છે. ઝમકુ તેને કોઈ દિવસ મળી ન હતી. અવાજમાં નરમાશ લાવીને બોલી, 'હા, આવો અંદર'.

ધરમવીર અંદર આવ્યો. ઝમકુએ કમાડ ખુલ્લા રાખ્યા. દેવો હમણા દવા લઈને જરા ઝંપ્યો હતો.

ખાટલો ઢાળ્યો,'લો બેસો, હમણા જરા ઝંપ્યા છે. ચા મૂકી દંઉ પછી તેમને ઉઠાડીશ'. એમ કહીને પાણી લેવા અંદર ગઈ.

ધરમવીર તો ભાન ખોઈ બેઠો હતો. ઘરમાં કોઈ હતું નહી. ઝમકુ અંદર પાણીનો કળશિયો લેવા ગઈ ત્યારે ધરમવીરે ઉભા થઈને બારણું આડુ કર્યું. આગળો મારવાની તેની હિમત ન હતી. આવું રૂપ,, ધરમવીર પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો.

ઝમકુ પાણી લઈને આવી. ધરમવીરના હાથમા દેવાને બદલે ખાટ પાસે પડેલા ઉંધા માટલા પર પાણીનો ગ્લાસ મૂકવા વાંકી વળી. ધરમવીર એ 'નજારો' જોઈને ભાન ભૂલ્યો. ઝમકુનો હાથ ઝાલી ખેંચી આલિંગન આપવા જતો હતો, ત્યાં ચપળતાથી ઝમકુએ ગલાસ તેના લમણે માર્યો. પોતાનો હાથ છોડાવા જતી હતી ત્યાં !

બાજુના રૂમમા સૂતેલો દેવો અવાજ આવવાથી ઉઠ્યો. ઉભો થઈને બારણામાંથી જે દ્શ્ય જોયું, તે નિહાળીને સ્તબ્ધ થઈ દરવાજા વચ્ચે પત્થરની પ્રતિમાની જેમ ખોડાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational