Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract Inspirational Others

4  

Vijay Shah

Abstract Inspirational Others

ટર્નીંગ પોઇંટ ઇન એલ એ 16

ટર્નીંગ પોઇંટ ઇન એલ એ 16

5 mins
14.7K


આ એક લેશન હતું આજનું કામ સમજાવતા પ્રિયંકા હર હંમેશ કરતા વધુ ગંભીર હતાં. “પ્રેમદિવાની રાધાનો” આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જો કે વાર્તામાં આઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનય જ્ઞાન બહુજ અગત્યનું હતું.

સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનીંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભિરતા સલામત રાખીને તેમણે શરું કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વીચ ઓન અને ઓફ કરતા આવડવું જોઇએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય.વળી એ પણ સત્ય છે આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કેમેરા સામે ત્વરિત પરિણામ આપઈ શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયુ હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તે ભુલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે.

અભિનેત્રી તરીકે આપણે આપણા શરીરને જુદા જુદા વાતાવરણ પ્રમાણે કે વાર્તાની જરુરિયાત પ્રમાણે ઉપયોગ કરતા હોય છે તેમાં અભિનેતા સાથે પ્રેમ દ્રષ્યો. વિલન સાથે બળાત્કાર દ્રશ્યો સંતાન જન્મ દ્રશ્યો તથા ગમા અણગમાનાં ભાવો ચહેરા ઉપર લાવતા હોઇએ છે. આ બધી પરિસ્થિતિઓમાં જેના ભાવો ઉત્કટ તે સફળ અભિનેત્રી આ દરેક અભિનય્નાં તબક્કે એકલું શરીર કામ નથી કરતું મન પણ તેટલીજ ઉત્કટતાથી ભાગ લે છે. અને શરિર પર તેની અસરો અણ વારમાં જતી રહે છે પણ મન ઉપર તે અસરો લાંબા ગાળા સુધી રહે છે.

સફળ અને અસફળ માણસો વચ્ચે મહદ અંશે મન ઘણો ભાગ ભજવે છે. પ્રિયંકા મેમે થોડોક આરામ લઈ ફેસબુક ઉપર વાંચેલી નયના પટેલની વાત વાંચવાની શરુઆત કરી.

એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “અનલિમિટેડ પાવર” આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરીર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.

મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.

તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથી થોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઇ કેદીના શરીરમાં ૨-૩ વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપ કરડાવવાની સજા પુરી થઇ.

થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.

કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.

બી પોઝિટિવ

સેલ ફોનમાંથી આ વાત વાંચ્યા પછી પ્રિયંકા મેમ કહે રૂપા! મેં તારામાં આ નબળાઇ જોઇ છે. તું અક્ષરને ધ્યાનમાં રાખી લવ સીન સરસ કરે છે... પણ આજે કરવાનું કામ તે રીતે તું નહીં કરી શકે. આજની જરુરિયાત અલય તને હર્ટ કરે છે. ને તારે ધીક્કારવાનો છે તેને.

“મેમ હું કરી શકીશ. પણ તમે કહ્યું તેમ લાગણીઓની સ્વીચ બદલતા વાર લાગશે. એકાદ બે વખત ધીક્કારને ચહેરા પર લાવતા વાર લાગશે.”

”તે મને નહીં ચાલે હું કેમેરો સ્ટાર્ટ કરું અને તારા ચહેરા ઉપર ધીક્કારનાં ભાવો જોઇએ. હું તો અલયને તને થપ્પડ મારતી બતાવવાની છું.”

“સાચે સાચ?”

“હા તોજ ધાર્યો ભાવ ચહેરા ઉપર આવેને?”

“મને થપ્પડ મારે તો તો હું સામે થપ્પડ મારું; થપ્પડ ખાઇને બેસી ના રહું”

“પણ તેને આગળના દ્રશ્યમાં વિલન સાથે તને પકડી છે અને તેથી ગુસ્સામાં તને થપ્પડ મારે છે. તારા ચહેરા ઉપર એકલી નફરત જોઇએ છે. અને દુઃખનાં ભાવો ઉભરાવા જોઇએ. પરિ તારી પણ આ કસોટી છે એંગલ અને ભાવોની ફેરબદલી ક્ષણ વારમાં થઈ જશે. અલય તો સામે રાધા ઉભી છે તેમ વિચારીને વર્તશે પણ તું સામે અક્ષર ઉભો છે તેમ વિચારીશ તો ચોક્કસ ભાવોમાં મને જોઇએ છે તે નહીં જ આવે.”

“તમારી આ માન્યતા છે. ચામડી ચચરે એટલે તે ભાવ આવે જ.” રૂપા બોલી.

પ્રિયંકા કહે, “મારા આવા પહેલા શૉટમાં ડાયરેક્ટ ઉત્તમદા એ પહેલા હળવેથી લાફો માર્યો. એમને સંતોષ ના થયો... પછી મને કશું પૂછ્યા વિના કેમેરા મેનને ઇશારો કરી કચકચાવીને લાફો માર્યો ત્યારે મારી કુદરતી પરાવર્તીત ક્રીયામાં તેમને જોઇતા ભાવો મળ્યા. મારી આંખોમાંથી પાણી નીકળી રહ્યાં હતાં શૉટ ઓકે થયો પણ ઉત્તમદા એ મમ્મીને થેંક્યૂ કહ્યું ત્યારે મને નવાઇ લાગી... મને મમ્મી કહે, "મેંજ કહ્યું હતું કે બહું ચર્ચા કર્યા વિના ધાર્યુ કામ લોં."

ભલે આપણે શુટીંગ શરુ કરીએ. અલયનો ગુસ્સૈલ ચહેરો થયો એણે ત્રાડ પાડી, “રાધા તને ના કહી છતા તું સમરને કેમ મળી? અને તેણે લાફો મારવા માર્યો." રૂપાનાં ચહેરા ઉપર દુઃખનાં ભાવો ઉભરાયા અને તે બોલી ઉઠી “તેં મને મારી? અને ફુટ ફુટ તે રડી પડી.. કેમેરો ચાલુ હતો..અને તે રડતા રડતા બોલી. “તારે મને મારવાની નહીં…”

કટ... એક જ વખત પ્રિયંકા બોલી. અને રૂપાને તે ભેટી પડી. તેનો ગાલ સહેલાવા લાગી અલય પણ સોરી સોરી કહેતા રૂપા પાસે પહોંચ્યો.

પરિ પાણી લઈને તેની પાસે પહોંચી ત્યારે રૂપા સાચે જ રડતી હતી. રડતી આંખેજ અલયને કહ્યું, “આટ્લું જોરથી કેમ માર્યુ?”

પ્રિયંકા ત્યારે બોલી, “મેંજ કહ્યું હતું બેટા આ શૉટ જલ્દી પતી જાયને માટે… શૂટીંગ તો તેની ગતિ એ આગળ વધવા માંડ્યું હતું પણ રહી રહીને પરિને થતું હતું કે ટ્રીક સીનથી કે મ્યુઝીકથી આ ઇફેક્ટ લાવી શક્યા હોત.

અડધો કલાક સુધી ગાલ પર પડેલા મારનાં નિશાન રહ્યા તે નિશાન સાથે જ શુટીંગ કરવાનું હતું તે થયું. રડતી રાધાને મનાવવાને બદલે અલય તેને કથા મુજબ ખખડાવતો રહ્યો. અને રાધાનાં ક્લોઝપ ખુબ જ સુંદર આવ્યા.

રાત્રે પાછા જતાં પરિ અને રૂપા દિવસ દરમ્યાન થયેલી ઘટનાને વાગોળતા હતા. તેને પણ પરિની જેમ અલયથી અને પ્રિયંકા મેમથી ફરિયાદ હતી પણ તેણે સારી વાત પકડી હતી બી પોઝિટિવ આ એક લેશન હતું. કાયમ લાગણીઓથી નહીં ક્યારેક બુધ્ધિથી પણ ચાલવું જોઇએ. જે કામ પાછળ કલાકો જતે તે કામ થપ્પડ મારીને અડધો કલાકમાં કરાવી લીધું.

આ બાજુ મુંબઈ હરકિશનદાસ હોસ્પીટલમાં આશિષ ચૌધરી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પદ્મજા ભરેલી આંખે પ્રભુને પ્રાર્થના કરી રહી હતી પ્રભુ તેમને સન્મતિ આપજે. મારા બાપની જગ્યા એ છે.

પદ્મજા હવે હું જાઉં છું મારી બધી મિલ્કત તારા નામે કરી છે. પ્રિયંકાને કહેજે તે સાચી હતી પણ બધું મારૂં તને સોંપી જાઉં છું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract