Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

રૂ વાળું ભાલુ

રૂ વાળું ભાલુ

1 min
7.1K


"દાદા તમે મારું...."
દાદાને ક્યાં અંગ્રેજી આવડે? બાજુનાં ટેબલ પરથી પપ્પાએ ખરીદી આપેલ ડીક્ષનરીમાં 'ટેડીબેર'નું ગુજરાતી શોધ્યું. "તમે મારું 'રૂ'માંથી બનાવેલ ભાલુ જોયું?" "રસોડા પાસે હતું બેટા." એ ખુશીથી રમકડું લેવા ગયોને દાદા એ નિસાસો નાંખ્યો; "આ નાના ભૂલકાંઓને એવા અંગ્રેજી ઘેલા કર્યાં છે કે બીચારા માતૃભાષા શબ્દકોશમાં શોધતાં ફરે છે!"


Rate this content
Log in