Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

અશ્ક રેશમિયા

Romance Others

3  

અશ્ક રેશમિયા

Romance Others

અધુરા અરમાનો-૨૨

અધુરા અરમાનો-૨૨

5 mins
345


મહોબ્બત મારે પણ છે અને તારે પણ છે. જોગ પ્રમાણે એ વર્તે છે.

જીવનની રંગીન લીલાઓએ રફ્તારી પકડી. મિલન મુલાકાતોનો દોર ચાલું થઈ ગયો. પરંતું પહેલાના જેવી ખુશી હવે રહી નહોતી. પ્રીતની દોર તૂટી નહોતી પરંતું ગાંઠ જરૂર લાગી ગઈ હતી. એ જ ગાંઠ વિદ્રોહે ચડતી જતી હતી. સૂરજ, જો કે સૂરજ તો પહેંલાની માફક જ પ્રીતના ઘોડે દોડી રહ્યો. કિન્તું સેજલના મનને જંપ નહોતી વળતી. જાણે કશું જ ઘટ્યું ન હોય એમ સૂરજ ઊજળા દહાડા વીતાવતો. એ માનતો કે ભાવિની વ્યર્થ ચિંતામાં શા માટે પીડા ભોગવવી ? શા માટે નાહકના અડધા ડિલે થવું ? પરંતું સેજલ ! સેજલને હવે સઘળું વ્યર્થ ભાસતું. એને પળેપળ અહેસાસ થતો કે જાણે એ મજબુરીથી સૂરજને મળી રહી છે. સૂરજ પણ પોતાને ખુશ રાખવા જ આવી ગેલ કરે છે. આખરે ક્યાં સુધી આ ખેલ ચાલશે ?


સૂરજ જ્યારે મસ્ત બની ખીલી જતો ત્યારે સેજલને ખોળામાં બેસાડીને એના માખણસમાં માસૂમ ગાલને પંપાળતો. મહેંદીભર્યા ઝુલ્ફોને જ્યારે પસવારતો ત્યારે શ્પર્શસુખને વીસરીને એ અગમ્ય ખયાલોની ઊંડી ઝીલમાં ઊતરી જતી. એ વિચારતી રહેતી કે  'સૂરજનું શું થશે ? આખરે એ મને ખોઈ જ બેસવાનો છે તો અત્યારે શા માટે આટલો ખુશમિજાજ બની રહે છે ? શાને મુજમાં આટલો ઘેલો થાય છે ? એક દિવસ જ્યારે એના હૈયાના આંગણે મારી વિદાયરૂપી કયામત આવીને ઊભી રહેશે ત્યારે ક્યાંયનો નહી રહે એવું તે શા સારૂં વિચારતો નથી ? શું એ મારા વિનાની જીંદગી ગુજારી શકશે ? મને મનાવતો ફરતો એ પોતાની જાતને- જીંદગીને શીદ મનાવી શકશે ?' આવા ખયાલે એ સૂરજની બાહુંપાશમાં જબરા જોમથી લપાઈ જતી. સૂરજના ગાલને પસવારતી બોલી પડતી:' સૂરજ ! આ ભવે તો હું તને એકલો નહીં છોડું ? મારા વિનાની તનહા જીંદગી જીવવા મજબૂર નહીં જ કરું ! '


એ વખતે ઝળઝળિયા છૂપાવતા સૂરજને દુનિયા પર ફિટકાર વરસી આવતો. જગતના રીતરિવાજો વ્યર્થ લાગતા. મનમાં થાતું કે આવા તો વળી કંઈ રિવાજો હોતા હશે કે જેમાં બે મળેલા જીવ સુખેથી જીવી ના શકે ? સંસારનું શું લુંટાઈ જાય છે કે એ બે જીવોને આમ રંજાડતી હશે ? શાં સારૂં આવા નાતજાતના, ઊંચનીચના વાડા ઊભા કર્યા હશે ? માનવતા તો રહી નથી ને માનવીપણું બતાવવા નીકળી પડ્યા છે !


ઘણીવાર તો સૂરજને થઈ આવતું કે જગતના યુવાનોને કહી દેવું કે 'પ્રેમ કરીને પ્રેમલગ્ન કરો. ગમે તે ભોગે કરો. દુનિયાનો કોઈ પણ યુવાન પ્રેમલગ્ન કર્યા વિનાનો રહેવો ન જોઈએ. એ માટે આવતા તમામ વિઘ્નોને ફાંસીએ લટકાવી દો. એ માટે ફાંસીનો ફંદો સાથે જ લઈને ફરો. નિર્દયી જગતને બતાવી દો કે દિવ્ય અને પવિત્ર પ્રેમમાં મંઝીલે પહોંચવાની કેટલી તાકાત છે ? પ્રેમના રિશ્તા આગળ જગતને જુકાવી દો.' કિન્તું એ જ પળે પાછો ખયાલ આવતો કે આજે એવાય યુવાનો છે જે પ્રેમના વિરોધી છે એમનું શું ? આજે એવા યુવાનો છે જે અન્યોની બહેન-દીકરીને બિન્દાસ્ત બનીને મહોબ્બત કરે છે. પરંતું જ્યારે પોતાની બહેન-દીકરી અન્ય સંગે આવો રિશ્તો જોડે તો એમના પ્રેમના દુશ્મન બનીને જાન લેવા ઊભા થઈ જાય છે. ઘણીવાર તો બિચારાઓને ત્યાં ને ત્યાં જ રહેંસી નાખવામાં આવે છે. આખરે દિવાનાઓને જ અન્ય દિવાનાઓ પ્રત્યે આવો ખતરનાક અન્યાય કેમ ? ન જાણે ક્યાં સુધી આ ખેલ ખેલાતો રહેશે ? પોતે જે કરે એ જ અન્ય લોકો કરે એ ભયંકર અપરાધ છે શું ? માનવજાતને આવું જ ગમે છે શું ?" આવા અસંખ્ય ખયાલે એ ઢીલોઢસ થઈ જતો. બુંદબુંદ રક્તથી એ રડી પડતો. પાછો એ ફરી ઊભરો ઠાલવતો કે દુનિયા ગઈ તેલ લેવા ! પોતે પ્રેમલગ્ન કરીને પ્રેમની શહાદત વહોરી જ લે ! પરંતું અન્યોની બરબાદી- બદનામીએ પોતાની મહોબ્બતને અમર કરી જવી એને પસંદ નહોતું જ. આખરે એ ઠેર ને ઠેર જ રહી જતો.


સંસારનું સમયચક્ર નિયમિત રીતે ચાલ્યા કરે છે. પરંતું એમાંય પરિવર્તન તો આવે જ છે. એ અમદાવાદમાં લાલ દરવાજે ઊભો હતો. ક્યાં જવું એની ગતાગમ નહોતી પડતી. રિક્ષાને હાથ દેખાડ્યો. કહ્યું:"નરોડા પાટિયા ."

સૂરજ અમદાવદ હતો. કિન્તું એનો જીવ તો સેજલમાં પરોવાયેલ હતો. પળ વીતે ને સેજલ એને દેખા દેતી. એ સમસમી ઊઠતો. રડી લેતો. પાકીટમાંથી કાઢીને સેજલની તસવીર ચુમી લેતો. દિવસ તો કામમાં ને બજારની ભીડમાં ખોવાઈ જતો. રાત વેરણ ભાસતી. ડંખતી. ઊંઘ ઉડાડી મૂકતી. બેચેની બહાવરો બનાવતી. ઊંઘી શકતો નહી, માત્ર પડખા જ ઘસ્યા કરવાના. ઘણીવાર ફોન પર વાત ન થતી તો આકુળવ્યાકૂળ બની ઊઠતો. તન અમદાવાદ હતું, મન સેજલના ખોળિયામાં જાણે. 


સેજલ વિના તો જીંદગી શે વીતશે ? જે મારી છે છતાંય જેના વિના શ્વાસ રૂંધાય છે તો એ જે ઘડીએ પરાયી થઈ જશે, શે જીવાશે ? પોસ પોસ પાણીએ ચહેરાને નવડાવતો. જીવતર ઝેર લાગતું. સેજલ જાણે જીંદગી ! 'સેજલ' નામ લેતા જ અમીના ઓડકાર થતાં. કેટલું વહાલ કરતી હતી એ! જનની સમો જ ! એને ભગાડી જવાને જીવ જવાન થઈ ઊઠતો. પણ મનની મનમાં જ સમાઈ જતી. એ જે કામે અમદાવાદ આવ્યો હતો એમાં ઢસરડા વળ્યા. દોષ સેજલને માથે આવ્યો. એણે જ તો ચિત્તભ્રમ કરાવ્યો હતો ને ! એ સાંભરી જ ન હોત તો ? કામમાં કુશળતા ભળી જતી. 

મહેસૂસ થયું, 'સેજલ વિના પોતે શું હોઈ શકે ?' સેજલની પ્રેમલગ્નવાળી વાત પ્રત્યે પુષ્કળ પ્રેમ ઊભરાયો. પોતાને કોષ્યો. પ્રેમલગ્નની વાત તરફ લલચાયો. લપસવા માંડ્યું. વિઘ્ન તરીકે મજબૂરી માર્ગ રોકી ઊભી રહી. ગળે ટાંટિયા ભરાયા, મજબૂરીના નામના. હતાષા ઘેરી વળી. એણે હાથ ખંખેર્યા. મજબૂરી અને લાચારી એ માણસની મોટામાં મોટી વેરી છે. એ છેક ટોચ લગી પહોંચેલા વ્યક્તિને પળમાં તળિયા ચાટતો કરી દે છે. નદી જેમ ખારા સમ પાણીને મળવા દોડી જાય છે એમાં એની મજબૂરી છે કે એ પર્વતની ટોચે ટકી શકતી નથી. પોતે યાદવકૂળમા જન્મ્યા છતાંય શ્રી કૃષ્ણે યાદવોનો સંહાર કરાવ્યો. એમાં એમની મજબૂરી હતી. આજે દેશ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ અને આતંકવાદને લાચારીથી ભોગવી રહ્યું છે. એમાં વિશ્વની મહાસત્તાઓનો ડર છે. સરકારની એ મજબૂરી છે. એ મજબૂરીનો ભોગ અબજો રૂપિયાનો મત આપીને આપણે ભોગવી રહ્યાં છીએ.

જે દિવસે સૂરજે અમદાવાદની વાટ પકડી એ જ ઘડીથી સેજલ બહાવરી બની. એનેય સૂરજ સંગે જવું હતું. શક્ય નહોતું. વિયોગ અશ્રુ બની વરસવા માંડ્યો. સૂરજ... સૂરજ કરતાં હોઠ સૂકાવા લાગ્યા. કિશોરીલાલ પણ સૂરજને ઓળગી ગયા, પારખી ગયા. એનું મન માનવા તૈયાર નહોતું જ કે સૂરજ કંઈ કામ માટે અમદાવાદ જાય! '


'સૂરજ જમાનાના ભયથી ભાંગીને મારાથી દૂર થયો છે.' એના મનમાં શંકાએ ઘેરો ઘાલ્યો. સૂરજનો વિરહ પોતે હવે શે જીરવી શકશે ? ઝુંરાપાથી જીવ ઊંચોનીચો થવા લાગ્યો. છેલ્લા ચારેક દિવસથી નહોતું મોમાં અન્ન મૂક્યું કે નહોતું અધરે પૂરતું પાણી ! સૂરજ વિના એને મોત દેખા દેવા માંડ્યું. વિરહીણી રાત્રિએ અધરોની કુમાશને અને સુરજના ઈંતજારે આંખોની રોશની. 


એ દિવસે સમી સાંજે બનેલી બીનાથી અજાણ શિલ્પાબેન હવે ઊગતા સૂર્યના તેજમાં આવી ગયા. સમજાયું, સૂરજ સેજલની મોંઘી મહોબ્બત છે, મિરાત છે, જીવ છે, જીવતર છે. ગુસ્સો આસમાને પહોચ્યો. કરવું શું ? કોને ઉગારવો ? દીકરી કે દીકરીનો જેનામાં જીવ છે એને ? સંકટ સર્જાણું ! કહેવત છે ને કે "માં તે માં બાકી બધા વગડાના વાં!" હેત હિલ્લોળે ચડ્યું. ક્રોધને ચપટીમાં ઠેકાણે પાડ્યો. ઘટેલી ઘટનાની રજેરજ જાણી. પોતાની જવાની, પ્રેમ, પ્રેમલગ્ન, સઘળું વૃતાંત નાચવા લાગ્યું. સમજાણું: 'મે જે કર્યું એ જ મારી દીકરી કરે એમાં ગૂનો શો ?' 


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance