Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Romance Others

3  

Vijay Shah

Romance Others

ટર્નીંગ પોઈન્ટ-૧૭

ટર્નીંગ પોઈન્ટ-૧૭

6 mins
13.6K


પ્રકરણ : આજા મેરે બાલમા તેરા ઇંતજાર હૈ

“પ્રેમદિવાની રાધાનો” પ્રોડક્શન શીડ્યુઅલ કરતા વહેલું પત્યું. સાથે સાથે ડીપ્લોમાંનું ભણતર પણ પુરુ થયું. અમેરિકન સીરીયલ માટે પરી લેવાઇ પણ અભિનેત્રીના રોલ માટે મુંબઈથી ઓફર આવતી. પણ પ્રિયંકા મેમની તાલિમે એક વાત તેને શીખવી હતી. અને તે સ્ટોરી અનુકુળ ના હોય તો રોલ લેતા વિચારવું. અને આમેય ફીલ્મમાં સ્ટીરીઓ ટાઇપ કામ લેવા કરતા વૈવિધ્ય તે પિરસી શકે છે. વળી ભારતનાં રૂપિયાને ડોલરમાં રુપાંતર કરતા પૈસા ઓછા મળતા તેથી અક્ષર ભારત જવાની વિરુધ્ધ હતો. તેથી કામ તો હોલીવૂડમાંજ શોધવું જરુરી હતું.

પરી એક નવી વાત લાવી હતી. અલય પરીને નશાની હાલતમાં રૂપા રૂપા કહેતો હતો. પરિ એ તેને ટકોર્યો રૂપા એના ભાઈની પરણેતર છે.ત્યા રે તે ખડખડાટ હસતા બોલ્યો

“એ તો ના સમજીનો પ્રેમ છે. સમજ આવશે અને ના સમજી ભાગી જશે.”

થોડી વાર રહી પરિ એ કહ્યું “અલય મારો પ્રેમ સમાજનો પ્રેમછે એ ક્યારેય જતો રહેવાનો નથી. વળી આપણાં રસ્તા જુદા છે આપણામાં સ્પર્ધા નથી. થોડી વાર પરિને તે તાકી રહ્યો પછી ડોકુ હલાવીને બોલ્યો, “ના.. ના પરી જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

એના નશામાં ઝુમતો તે બોલતો હતો.. “રૂપા અને તેની તો સફળ જોડી છે અને ભવિષ્યમાં પણ તે સફળ જોડી બની ને રહેશે.” અને કહેવાય છે જ્યારે મદહોશીનો નશો હોય ત્યારે માણસ અંતરની સાચી વાત બોલતો હોય છે. પરી આ સાંભળીને ખુબ રડી. અલય ધુત હતો અને પરીને આ વાત એક મિત્ર તરીકે કહેતો હતો. પરિને તો મિત્ર કરતા પણ આગળ વધવું હતું. તે જાણતી હતી તે રૂપા નહોંતી અને રૂપા સાથે તેની સરખામણી પણ શક્ય નહોંતી. તેને અલયનાં શબ્દો વાગતા હતા “ના.. ના પરી જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

“પ્રેમદિવાની રાધાનો” પ્રી વ્યુ ખુબ સરસ ગયાનાં સમાચાર આવ્યા ત્યારે સૌનાં શ્વાસ હેઠાં બેઠાં. હવે વેકેશન લેવાનો સૌનો મૂડ આવ્યો. પ્રિયંકા મેમે પ્રોડક્શન ૩૦ માટે રૂપાને લીધી પણ આ વખતે અલય હીરો નહોંતો. હીરો ભારતનો હતો પણ શૂટીંગ લોસ એજેંલસમાં હતું. અને હીરોની તારીખો એક સાથે મળી હોવાથી રૂપાને પણ આ ટ્રીપ પછી સળંગ છ મહીના કામ કરવાનું હતું સાથે સાથે એક્ટીંગની તાલિમનો અને નૃત્યનો બીજો ક્લાસ પણ લેવાનો હતો. આ વખતે પૈસા ભરવાનાં હતા. સ્ટુડંટ લોન લેવાની હતી. ફીલ્મ ભારતમાં સફળ જશે એવા વર્તારાએ તેને ટેસ્લા કાર પણ મળી અને ધીમે ધીમે વીકએંડ ઉપર અમેરિકાના બીજા શહેરોમાં આમંત્રણો મળતા થયા અને હાથ થોડો છુટો થતો થયો. હિંદી સારુ આવડતું હતું તેથી અમેરિકામાં ભારતીય છાપામાં નામ ગુંજતું થયુ હતું.

આ બાજુ અક્ષર પણ તેની પરિક્ષાઓમાં સફળ થયો અને આ વખતે બે ટર્મ સાથે કરી હતી. તેથી તેણે મેઘા અને જાનકી સાથે એક વીકએંડ સાન એનટોનિયોનો પ્લાન કર્યો હતો. અક્ષર કાગનાં ડોળે સહુની રાહ જોતો હતો. રૂપા પરી જાનકી અને મેઘા જવાના હતા. પોલિસનાં લિબાશમાં રામ અવતાર અને બીઝ્નેસમેન સદાશિવ પણ જોડાયા હતા. આટલું મોટું લશ્કર શુક્રવારે સાંજે સાન એંટોનિયો પહોંચ્યું ત્યારે અક્ષર પરી અને રૂપા અક્ષરની ગાડીમાં અને ચારેય વડીલો તેના મિત્રની ગાડીમાં હોટેલ હોલી ડે ઇનમાં ગયા.

સૌ સફળતા માણવાનાં મૂડમાં હતા. જાનકીએ સાંજનું જમવાનું તેના રૂમમાં ઓર્ડર કરેલું તેથી જમવાનાં સમયે સૌ તેનાં રૂમમાં ભેગા થવાનાં હતા. આમ તો આ પ્રાઇવેટ પાર્ટી હતી પણ ભભકા મોટા હતા. જાનકીએ આ પાર્ટી યાદગાર બનાવવા જેડી અને બેંડ પણ બોલાવેલા હતા ઉપરનો આખો ફ્લોર તેમનો હતો તેથી કોઇ વિઘ્ન આવવાનું નહોંતું. કેમેરો હાથમાં લઈને પરી ફરતી હતી. ફીલ્મી અંદાજમાં સદાશિવ માઇક હાથમાં લઇને સ્ટેંડ અપ કોમેડી કરતા હતા અને સ્ટેજ ગોઠવાયેલુ હતું ફિલ્મી અંતાક્ષરીનું. બધાને ગાવાનું હતુ અને મસ્તી મજાકનો આલમ હતો. જ્યારે જેને નાચવું હોય તે નાચી શકે અને ગીતોનાં બેક્ગ્રાઉંડમાં લાઇવ બેંડ હતુ. સદાશિવે અક્ષર અને રૂપાને એ રૂમમાં આવતા જ બહારો ફુલ બરસાઓનું મ્યુઝીક શરું કર્યુ અને અક્ષર ગુલાબની પંખુડિઓ તેના ઉપર વરસાવતા ગાવાની એક્ટીંગ કરી.

આછા ગુલાબી રંગની સાડીમાં ઘણી ગુલાબની પાંદડી ભરેલી રૂપા ફુલોથી ભરેલી રુપસુંદરી લાગતી હતી. એની આંખોમાં અક્ષર માટેનો પ્રેમ ઝલક્તો હતો હવે વારો હતો રૂપાનો અને તેણે ગીત શરું કર્યુ…ઓહૂ હો પંખ હોતી તો ઉડ આતી રે..રસીયા જાલીમા, બેકગ્રાઉંડ મ્યુઝીકમાં ચકલીનાં અવાજ સાથે ઠુમકા લેતી રૂપાને સૌએ તાળીઓથી વધાવી લીધી.

આજે આનંદનો દિવસ હતો. શંકા આંસુ અને અવિશ્વાસનું કોઇ કોઇ સ્થાન નહોંતુ. સાડા આંઠ સુધી ધમા ચકડી ચાલતી રહી બ્રેકમાં ડીનર લેવાનું હતું એક ગોળમેજી ટેબલ ઉપર સૌ સાથે બેસીને જમ્યા અને આગ્રહ કરીને એક્મેક ને જમાડ્યા. હવે બીજો રાઉંડ શરું થવાનો હતો. અક્ષર બધાની નકલ ઉતારવાનો હતો અને અક્ષરની નકલ રૂપા ઉતારવાની હતી અને છેલ્લે બંને છોકરા ઓ સાથે સમુહ ગાન અને નૃત્ય હતું. સૌ પ્રસન્ન હતા. જાનકી અને મેઘાની વાતોમાં બંને છોકરાઓ દિલથી ભણો વાળી વાત હતી જ્યારે સદાશિવ આજમાં જીવોનો સંદેશ આપતો હતો રામઅવતાર પણ દીકરીને આનંદ મંગલની કામના કરતા હતા. આનંદનો પ્રસંગ હોયને જેવી રીતે ઉજવાવો જોઇએ તે રીતે ઉજવાયો.

ફ્કત એકાંતની ઘડીમાં ઉદાસ પરિને જોઇને મેઘા સમજી ગઈ દીકરીને અલયની ચાહ છે. પણ તેણે સમજવું રહ્યું કે જ્યારે ધાર્યુ ન થતું હોય ત્યારે શક્ય છે ઉપરવાળો કંઇ વધારે સારું કરવા મથી રહ્યો હોય.

પરી કહે “અલય માટે મારા મનમાં પ્રણયઅંકુરો એવા હતા જેવા રૂપાનાં મનમાં ભાઇને માટે હતા. તેમનો રસ્તો તમે સરળ કર્યો જ્યારે મારા એ માર્ગ ઉપર તમે નહીં માનો પણ રૂપા જ છે. અલય તેને ચાહે છે જ્યારે રૂપાને તો તેની ખબર પણ નથી.”

“તને કેવી રીતે ખબર પડી ?”

“ગઈ કાલે સેટ ઉપર સમાચાર આવી ગયા હતા. મુંબઈમાં પ્રીવ્યુ સફળ ગયો હતો તેથી તે બહુ ખુશ હતો અને નશામાં ધૂત હતો અને બબડતો હતો. સારી સફળતા એમની જોડીને મળી છે. જ્યારે હકિકતમાં સફળતા રૂપાને લીધે હતી. હવે એમને વધુ ફિલ્મો મળશે. એ મને રૂપા સાથે સરખાવીને તેને ચાહે છે. જ્યારે મેં કહ્યું રૂપા સાથે તારી જોડી થવાની જ નથી. જ્યારે હું એ સ્પર્ધામાંજ નથી. પણ એ શબ્દો હું ગળી ગઈ પણ નશામાં જ્યારે કોઇ બોલે તે સાચુ હોય છે ને મમ્મા!”

“હા પણ આ વાત અક્ષરને કે રૂપાને ના કરીશ.”

“ના જ કહેવાય ને ? મારો ભાઇ કંઈ રૂપા કરતા સહેજ પણ ઉતરતો નથી”

“અત્યારે તો અભિનેત્રી તરીકેની કારકિર્દીમાં તો તે અક્ષર કરતા આગળ છે અને નાણાકિય બાબતે તેનો ગ્રાફ ભાઇ કરતા ઘણો ઉંચો રહેવાનો છે”.

“અલય એજ કહેતો હતો. અત્યારે તો રૂપાનો નાસમજનો પ્રેમ છે. પણ સમજ આવી જશે ત્યારે આજનો પ્રેમ જતો રહેશે. સમજ સ્ટેટસ અને પૈસાનાં તફાવતને બળવાન બનાવશે ત્યારે રૂપા તેને જ સ્વિકારશે”

મા દીકરીની વાતો સાંભળતો અક્ષર ઘડી ભર તો રૂમમાં જતો અટકી ગયો..

વાત આગળ ના ચાલી તેથી તે રૂમમાં આવીને કહે “પરી ચાલ આવે છે સાન એંટોનીઓની લોંગ રાઈડ ઉપર જઈએ તું આવીશ તો જ રૂપાને જાનકી આંટી આવવા દેશે. પરીએ મમ્મી સામે જોયું અને તેમની સંમતિ મળતા તે અને અક્ષર નીકળ્યા.

જાનકીની રૂમમાં રૂપા પણ આજ વાત કરતી હતી. ”મોમ અક્ષર સાથે હજી વાત નથી થઈ હું એને ફોન કરું ?”

“બેટા તમે હવે સમજુ છો. તમારા સંયમ તપમાં વિઘ્ન ન પડે તેથી એકલા મળવાનું ટાળો તો સારું.”

તેનો જવાબ સાંભળીને પરીએ રૂમમાં જવાનું વિચાર્યુ.

રૂપા બોલી “મૉમ આ સંયમ તપ નથી અમારી સમજ છે અને અક્ષર પણ તેમાં સહમત છે તેથી હવે આ ચિંતા તું ના કરતી.”

પરીએ અક્ષર સામે જોયું અને અક્ષરે ના પાડી. તે લોકો થોડા દુર ગયા હશેને પરીનો સેલ્ફોન રણક્યો. રૂપા હતી “રૂપા સો વરસ જીવવાની છે તું”

“ કેમ ? ભાઈને લોંગ રાઇડ ઉપર જવું છે અને મને ઉંઘ આવે છે.મેં કહ્યું રૂપાને લૈ જાને ?”

“ તું પણ ચાલને અમારી સાથે ?”

“ના ભાઇ ના મારે મીંયા બીબીની વાતોમાં હવનનું હાડકુ નથી બનવું.”

“તો ?”

ફોન ઉપર અક્ષર બોલ્યો “ સાહ્યબા બેકરાર હૈ આજા મેરે બાલમા તેરા ઇંતજાર હૈ...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance