Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

જાગ્યા ત્યાંથી સવાર..

જાગ્યા ત્યાંથી સવાર..

7 mins
9.0K


 


 

જતીન ભણેલો ગણેલો અને નિવડેલો બીઝનેસમેન હતો. પરંતુ હતાશા એ એને ચારે બાજુથી ઘેરી લીધો હતો. ડોકટરોની દવાઓ અને તેની માઠી અસરોએ તેની ઉંધ હણી લીધી હતી. પરંતુ આંતરિક શાંતિ તેનાથી હજારો માઈલ દૂર હતી. ભારતથી આવી ને 30 વર્ષમાં ઘણી સિધ્ધી એના કામમાં મેળવી હતી. 

અમેરીકન પધ્ધતિ તેના વર્તનમાં ક્ષણેક્ષણે દેખાતી હતી. કલાક ના 250 ડોલરની કમાણીની દોડમાં કુટુંબ તબિયત અને મનની શાંતિ ધર્મ બધાનો નાશ અને ડોલરનો એક ધારા ધોધે એને સફળ તો બનાવી દીધો પણ…. એના અંતરમાં ચીસો એકધારી હતી. માબાપની જેમ પત્ની અને તેના બાળકો કયારેય સાથે ટેબલ ઉપર જમ્યા નહોતા. ઘરમાં હોટેલનું વાતાવરણ વધુ અને બાહ્ય દેખાડો વધારે હતા. ડોકટર, વકીલો અને સાઈક્રીયાટ્રીસ્ટને ફીમાં પૈસા જેટલા કમાણી થતી હતી તેટલી જતી હતી. ફ્રુઝ, ગીફ્ટો અને પાર્ટીમાં આનંદ કરતા મનદુઃખો વધારે હતા. દરેકને પોતાની પડેલી હતી. જતીન તેમને માટે પૈસાનું મશીન માત્ર હતો.

કયારેક તેના મનમાં પ્રશ્ન થતો હતો આ દોડ કોને માટે હતી તેના દીકરા, દીકરીઓ માટે તેમના કુતરા બીલાડા માટે આઈઆર એસ માટે કે તેના પોતાના માટે ? સમાજમાં તે સફળ હતો પરંતુ ધીમેધીમે તેનું બેંક બેલેન્સ તેને તે નિષ્ફળ છે તેમ જણાવી રહ્યું હતું. 

છેલ્લો ઘા તેને ત્યારે વાગ્યો જયારે તેના ત્રીજા ડાઈવોર્સ તેને હતાશાની ગર્તામાં ધકેલી દીધો. પહેલા લગ્ન નિષ્ફળ જવાનુ કારણ પૈસો હતો. બીજા લગ્નમાં પત્ની પાસેની અપેક્ષાઓ કરતા ફરજો વધુ હતી. ત્રીજા લગ્નમાં કંઈક દાડો વળે તેમ લાગ્યુ ત્યાં… જણાયું કે તે તો ક્ષણ માત્ર નો સગવડીયો આવેશ હતો… તેને મન તેના કરતા તેના ડોગનું મહત્વ વધુ હતું. ભારતથી લાવેલ તે ત્રીજી પત્ની તેને ગ્રીનકાર્ડ મેળવવાનું સાધન ગણતી હતી જે મળી ગયા પછી… તુ કોણ અને હું કોણ? 

 ખૈર… એ કયાંક ભુલો પડ્યો હતો… તેને તે ભુલ મળતી નહોતી. જયારે પણ ઉપાધી આવતી ત્યારે બાપાએ તેને મદદ કરી હતી. પૈસાથી સમજણથી અને લાગણીથી… તેથી તેણે ભારત જવાની તૈયારી કરી અને દેશમાં પહોંચ્યો. બાપા એમના કુંડાળામાં વ્યસ્ત હતા… છતાંય જતીન આવ્યો તેનાથી રાજી હતા. જતીન અને રમણીકભાઈ દસ વર્ષે શાંતિથી બેઠા જતીન ઘણા વર્ષે પાછો આવ્યો હતો. થાકેલો અને હારેલો. 

રમણીકભાઈએ જતીનને એક વાર્તા કહી… 

નાનું બાળક તે સફરજનના ઝાડ પાસે રોજ જતો અને ઝાડને તે ખુબજ ગમતું… નાના નાના બાળકના કુણા કુણા પગલા ઝાડની ડાળીઓને ઝણઝણવતા હતા…. સફરજનની ડાળી પકડી તે બાળક ઝુલતો હતો. તેના સફરજન તોડી ખાતો હતો અને ઝાડના છાંયડામાં મઝાની કલાકેકની ઉંધ કાઢતો હતો. બાળકને સફરજનનું ઝાડ ગમતું હતું અને ઝાડને તે બાળક… તેથી જયારે જયારે તે આવે ત્યારે પ્રેમથી ઝુલી ઝુલીને કહેતું આવ રમ મારી સાથે અને બાળક નાનો હતો ત્યાં સુધી રમ્યો.

હવે થોડુંક મોટું થયું…. એક દિવસ ઝાડ પાસે આવીને ઉભો રહી કહે મને રમવા રમકડા જોઈએ. તારી સાથે રમીને હું ધરાઈ ગયો છું. ઝાડ કહે મારી પાસે પૈસા તો નથી… પણ તું સફરજન તોડીને લઈ જા. પૈસા મેળવવા તે વેચી દે અને તારા રમકડા ખરીદી લે…. બાળકના મોં ઉપર તરવરાટ અને ખુશી આવી ગઈ ઝાડ તે ખુશી જોઈને ઝુમી ઉઠ્યું. 

કેટલાક વર્ષો પછી તે બાળક યુવાન થઈ ઝાડ પાસે આવ્યો. ઝાડે તે જ લગનીથી કહ્યું ચાલ મારી સાથે રમ…. બાળક કહે હવે હું કંઈ તારી સાથે રમું તેટલો નાનો નથી. હું કુટુંબ કબીલા વાળો છું. અને મને ઘર બાંધવું છે. ઝાડ ગુંચવાયું મારી પાસે પૈસા નથી હું કઈ રીતે તને મદદ કરું તે સમજાતું નથી પણ હા તુ મારી શાખાઓ કાપીને લઈ જા. તારા ઘરમાં તે જરુર કામ લાગશે… નઠારો યુવાન એ જોવા પણ ન રહ્યો કે તેની શાખાઓ વિના ઝાડ ઝાડ ન રહેતા ખાલી ઠુંઠુ રહી જશે…. એ ખાશે શું ? એનુ અસ્તિત્વ કેમ રહેશે..?

ઝાડને તો તે યુવાન ના મોઢા ઉપર દેખાતી ખુશાલી આભા ગમતી હતી. વર્ષોના એકાંત પછી ફરીથી ઝાડ પાસે તે યુવાન પ્રોઢ બનીને આવ્યો… મને બોટ જોઈએ છે તારા થડમાંથી હું બોટ બનાવીને સાત સમુદ્રની સેર કરીશ. ઝાડ ફરીથી તે યુવાનને કહ્યું. ભલે તેમ કરતા તને આનંદ થાય તો તેમ કર…

કપાયેલ થડ ફરી પાછું એકાંત વાસમાં સરી ગયું… એક દિવસ તે પ્રોઢ સફેદ વાળ સાથે હતાશ વદને ઝાડ પાસે આવીને ઉભો. ઝાડની આંખમાં આંસુ હતા…. યુવાનને તે આંસુ ન સમજાયા.ઝાડે કહ્યું મારી પાસે સફરજન નથી પ્રોઢ માણસ કહે મને પણ દાંત કયાં છે ? મારી પાસે ડાળ શાળાઓ નથી… મને તેની જરુર નથી. મારું ઘર મારું નથી રહ્યું…. ઝાડ કહે થડ પણ જતું રહ્યું છે હું તને કેવી રીતે મદદ કરું? મારે થડ નથી જોઈતું બોટ તો દરિયામાં ડુબી ગઈ…. હું તો હવે જિંદગીના અંત ઉપર આવીને ઉભો છું. થોડીક શાંતિ જોઈએ છે. ઝાડના મોં ઉપર થોડીક ચમક આવી મારા મૃત:પ્રાય મૂળને તારા આરામનું સ્થળ બનાવ… આખરે તુ મારી પાસે આવ્યો તે મારા માટે આનંદના સમાચાર છે. ં

જતીન રમણીકલાલ પાસે છુટા મોઢે રડી પડ્યો… હા બાપુજી તે ઝાડ તમે છો અને એ કપાત્તર પુત્ર હું.

 

રમણીકલાલ કહે છે ના. તું કંઈ કપાત્તર નથી. ફક્ત દ્રષ્ટિબિંદુ અલગ છે. સુખી માણસ અને દુઃખી માણસ વચ્ચે ધર્મ કહે છે જે તેના માઠા દિવસો માટે બચાવે છે. તેને માઠા દિવસો આવે જ છે. જે માઠા દિવસો માટે બચાવ્યા વિના જે આજે માઠા દિવસમાં છે તેને મદદ કરે છે તેને માઠા દિવસોમાં મદદ મળે જ છે. આ કુદરતનો અફર નિયમ છે. 

જે પોતાનું જુએ છે તેને કાયમ પોતાનું જ જોવુ પડે છે. જે બીજાનું જુએ છે. તેને બીજા જુએ છે. આ બે વિચારસરણ સળંગ છે. સાધુ સંતો જેમણે કદી પોતાનુ જોયું નથી તો તેમને કદી પોતાનુ શું થશે તેવું જોવું નથી પડયું સમાજ તેમનુ પોષણ કરે જ છે. તેં તારો ચોકો અલગ બનાવ્યો. કાયમ સેલ્ફમેઈડ રહ્યો કદી તે પૈસા માટે હાથ લાંબો નથી કર્યો અને તેથી જ તેં કદી કોઈને મદદ ન કરી. તાડની જેમ ઉંચો અને લાંબો થનાર માણસ જેના ફળ મોટા અને દુર કોઈને કામ ન લાગે જયારે વડની જેમ ફેલાતો માણસ અનેક વડવાઈઓ વડે ઘણે ફેલાય અને ઘણા જણાનો આશરો બને. 

‘સ્વ નો આશરો સારો આંતરિક વિકાસ માટે આધ્યાત્મિક ઉસ્થાન માટે સ્વમાન સ્વાધ્યાય સ્વાગત પરંતુ લૌકિક દુનિયામાં “સ્વ” ને ભુલે તો જ તમારુ ધાર્યું મળે. પેલા ઝાડને બાળકની ખુશી જોઈતી હતી બાળક તેની પાસે રહે અને રમે તે જ જોઈતુ હતુ તે અંતે થયું ની જેમ જ…. તુ ભટકીને પાછો આવ્યો…. મારો બધો અફસોસ લૂપી ગયો. 

જતીન તેના પિતાની ઉદારતાને જોઈ રહ્યો… તેને તેનું બચપણ યાદ આવ્યું… બંને જણાએ તેમની જુવાનીના દિવસો બાળકોના ઉછેરમાં ખર્ચ્ચા. મોજ શોખને કદી મહત્વનો બનાવ્યો નહોતો. સદાય ધર્મ અને સાત્વિક વાતોથી બચપણ ભરેલું રાખ્યું હતું… પપ્પા આ જોઈએ…. હા બેટા લઈ આવશું અને એ વસ્તુ ઘરમાં આવી જ હોય!

ઉંમર વધતા એ બાપા સામે – Its my life – Do not bug me…. I am grown up – જેવા તીરોથી તેમના હૈયાને છીણી નાખ્યું. છતાંય જયારે જરુર પડી ત્યારે લોન ઓછી લો.. ન લો. કરકસરથી જરુર પડી ત્યારે આપતા માબાપને જોઈ આદરથી તેનું હૈયું તેમને વંદી રહ્યું. 

આજે જતીનને સમજાયું કે ઘરમાં આવતા બ્રાઉન પડીકામાં અને માના રોટલામાં શું ફેર હતો. બ્રાઉન પડીકામાં એક ટાકો બેલ કે બર્ગરમાં માનું હેત નથી હોતું તબિયત બગડે નહીં તેની તકેદારી નહોતી. પશુની જેમ જીવાતી જિંદગીમાં પૈસો કદી ભેગો થયો નહીં ડ્રાય કલીનર, હોટેલ એપાર્ટમેન્ટના ભાડામાં, અને લોનોના હપ્તા ભરી ભરી જિંદગી આખી નીચોવાઈ ગઈ પણ બે પાંદડે કયારેય ન થવાયુ…. સંપથી સાથે રહેવાય તો જે મઝા છે તે એકલપેટુ થવામાં કયાંય નથી…. તે વાત તેને સમજી ગઈ તેથી ફરી પાછો ડુસ્કે ચઢ્યો. 

રમણીકલાલે જતીન ને કહ્યું પેલી વાર્તા હજી પુરી નથી થઈ…. પેલો વૃધ્ધ ઝાડના મૃત:પ્રાય સ્થિતિમાંથી નવપલ્લવિત કરવા મૂળમાં પાણી આપવા માંડ્યો ફરી નાનો બાળક બની વાતો કરવા માંડ્યો અને અઠવાડીયામાં થડ ઉપર બે ચાર કુંપળો ફુટી. નદીની આજુ બાજુના એ વેરાન ઉજ્જડ પ્રદેશમાં દસ બાર ખાડા ફરીથી ત્યાં નવા સફરજનના છોડ વાવ્યા.

જતીનને વૃધ્ધ બાપની અનુભવ વાણીમાં નવું જીવન મળતું દેખાયું…. જે કામ હજારો રુપિયા ખર્યા પછી ડોકટરો ન કરી શક્યા તે હતાશા બાપની અનુભવવાણીએ ક્ષણમાં દુર કરી નાખી…. જાગ્યા ત્યાંથી સવાર. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational