Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Drama Romance Thriller

3  

#DSK #DSK

Drama Romance Thriller

યે રિશ્તા તેરા મેરા ૨.૨

યે રિશ્તા તેરા મેરા ૨.૨

5 mins
407


[યે રિશ્તા તેરા મેરા-૨.૨]

પહોચી ગયો...મહેક બોલી

જાનુ થોડીવાર છે. અંશ બોલ્યો.

(વેઇટીંગમા અવનીનું નામ બતાવે છે. અંશના મોબાઇલમાં.)

બોવ પ્રેમ આવે છે કે પછી દયા...મહેક બોલી.

હાલ,તો યાદ આવે છે. અંશ બોલ્યો.

(મહેક ખડખડાટ હસીને બોલી) તો કરો યાદ બાય...મહેક બોલી.

પ..ણ...પ..ણ....અંશ બોલે એ પે'લા કોલ કટ.

અવની ઓહ...મહારાણી પૂરી બે કલાક કોલ પર ચપડ-ચપડ કરતા હોયને એ તો ભુલાય જ ગયું.

(અંશનો કોલ આવ્યો)

અવની; ક્યા પહોંચ્યો? લેવા નિકળું?

અંશ; બસ,નિકળ..

અવની; ઓકે

(અવની ફોર વ્હીલ લઇને અંશને લેવા નીકળે છે.)

(એક અલગ જ અંદાજમાં- જીન્સ ટી-શર્ટમાં.)

[ન્યુગોલ્ડેન સીટી અત્યાધુનિક સીટી છે ત્યા ફેશન પ્રમાણે બાળકોથી માંડીને વૃધ્ધ સુધી જેને જે ગમે તે પહેરે.જેમ જેને રહેવું હોય તેમ રહે.એ રહેવા વાળાને વિચારવાનું કે તેની ઔકાત શું છે? કોઇ રોક-ટોક કે કોઇ મહેણા ટૉણા કે કોઇ સવાલ નહી. પછી એ છોકરો હોય કે છોકરી ઇચ્છા પ્રમાણે પહેરી શકે.

મોટી-મોટી કંપની, મોટી ઓફિસો, અનેક બજારને વેપારના અનેક ક્ષેત્રનો બહોળા પ્રમાણમાં વિકાસ. સિરિયલને ફિલ્મના શુટીંગ માટે મોટા સ્ટુડિયો પણ ગણ્યા-ગાઠ્યા ખરા.]

[ટ્રેનમાંથી અંશ ઉતર્યો કે અવની તેની રાહ જોતી ઊભી છે.અંશના આવતાની સાથે જ તેના હાથમાથી બેગ લેતા એક ઝડપી હગ આપ્યુને બંને કારમા બેસીને હોસ્પિટલ જવા નીકળ્યા. આ વખતે કાર અંશ ચલાવે છે.]

અંશ; બોલ,શું હતું?

અવની; રાહ જોવી પડે!

અંશ; હવે,બોલી બી દે યાર.

અવની; યાર,કહીને યારને પરેશાન પણ ન કરી શકાયને?

અંશ; ઓકે

બંને હોસ્પિટલ પહોચ્યા, કેબિનમાં ગયા.

અંશ; બોલ,હવે શું હતું?

અવની; એમ થોડી ન હુ તને બોલીશ. અંશના ગાલ પર ટાપલી મારતા બોલી. લે પાણી પી.

અંશે પાણી પીતા-પીતા ફરી પુછ્યુ; હવે તો બોલ?

અવની; ઓહ,ડીઅર!!!! પ્લીઝ.ચુપ, અંશના હોઠ પર હાથ મુકતાં કહ્યુ.

અંશ; અવનીના હાથને ધકેલતા બોલ્યો 'શીટ!.'

અવની; કામ તો એ જ કે હું અહીં પહોચતી નથી, ને તું આવતો ન હતો, સો એક બહાના રુપે મે તને "કામ છે" એમ કહીને બોલાવી લીધો ..

અંશ; વોટ, અવની આ કેવી મજાક છે?

અવની; મજાક તો ખરી છે ડીઅર, પણ તું મારી સાથે આવ.

અંશ; ક્યા?

અવની; હું કહુ ત્યા. અવની કેબિનમાથી અંશને સીડી ચડાવી ઉપર બે રૂમ કિચન હોય ત્યાં લઇ ગઇ.

[સોંગ વાગી રહ્યું..દેખો-દેખો જાનમ હમ, દિલ અપના તેરે લિયે લાયે, સોચો-સોચો ઇસ દુનિયા મે ક્યુ આયે? તેરે લિયે આયે. અબ તું હમે ચાહે, અબ તું હમે ભુલે, હમ તો બને રહેંગે તેરે સાયે....દેખો...દેખો....અવની એ સોંગ બન્ધ કર્યુ. સોંગ વાગતું હતું, ત્યા જ અંશનો દોસ્ત આકાશએ તેની પત્ની મીરાંને હગ કર્યુ હાથ મેળવ્યા ને મીરા અંશને હગ કરતા-કરતા જ રડી રહી......

અવની વિચારી રહી વાહ..તુને તો આતે હી મેરી પ્યારી ચીઝો કો છીનના શરુ કર દિયા, યે મે હરગીઝ નહી હોને દે સક્તી. હરગીઝ નહી...તુ જોઇલે બચ્ચુ મારો ખેલ.હું તારી શું હાલત કરુ છું.]

અંશ; અવની ...પાણી આપ.

અવની; હમમમ હા..હા..(અવની વિચારમાંથી બહાર આવતા બોલી)

મીરા એ પાણી પીધું.

અવની વિચારી રહી તેં તો આવતાની સાથે જ મને નોકર પણ બનાવી દીધી.હું તને નહી છોડું,એટલે નહી જ. તને માત્ર અંશની હમદર્દી જ મળશે પ્રેમ નહીં, ને એ મેળવવાની કોશીશ કરી તો હું.....

અંશ; ક્યારે આવ્યા.?

આકાશ; બે દિવસથી.

અંશ; ને મને તો અત્યારે ખબર પડી?

અવની વિચારી રહી એમા ખોટુ શું છે,તારા પ્લાનમાં ડિસ્ટર્બ એના માટે થોડું કરવાનું હોય?

આકાશ; અવની એ કહ્યુ કે અંશને કોલ કરુ પણ મીરા એ ના પાડી, તું ગયો ને પાછળ કોલ કરી તને હેરાન કરવાનો કોઇ અર્થ નથી સો..

અવની; વાહ...મીરા રાણી આવતાની સાથે જ સારા બની ગયાને મને બદનામ પણ કરી.

અંશ; મીરાં,હું તારો દોસ્ત છું,એમા હેરાન શું થવાનું? બાય ધ વે તમે બે દિવસથી ક્યાં હતા?

અવની; અફ્કોર્સ,મારી જોડે અહીં.

અંશ; ઓકે, થેક્સ,અવની. પણ તમે અહીં, આ હોસ્પિટલમાં બિલકુલ નહી રહો. અહીં જ મારો ફ્લેટ છે ત્યાં, મારી સાથે જ રહેશો.

આકાશ; ઓકે.

મીરા; અરે,યાર મહેક ક્યા છે? કેમ દેખાતી નથી? હું વાતોમાં એને ભૂલી જ ગઈ.

અવની વિચારી રહી તે સારું થયું પેલા તું તારું કરી લે પછી ....બીજાનું.

અંશ; એ વૃંદાવન છે.મીત તેનો ભાઇ. તે અહીં સ્ટડી માટે આવે છે. એટલે એ તેને લઇને આવે છે બે ચાર દિવસમાં જ.

મીરા; ઓકે

અવની વિચારી રહી હું આ હોસ્પિટલના ખાતમુર્હુતથી તારી સાથે છું, મારા મોમ-ડેડ પણ નથી અહીંને તું,મને ન લઇ ગયોને આ મીરાને આવતાની સાથે જ તારા ઘરમા ધડાક દઇને જગા આપી દીધી, આ તને અંશ અઘરુ પડશે, નો..નો...મીરારાણી તમને અઘરુ પડશે.

અંશ; આકાશ તો તારા મોમ ડેડ ન માન્યા એમ જ ને?

આકાશ; હા,મીરાના મોમ ડેડને કોઇ પ્રોબ્લેમ ન હતો પણ....મારા ડેડને મારા લગ્ન પસંદ....

અંશ; ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ

આકાશ; હા,હવે તો એમ જ ને,એમને એ પસંદ ન આવ્યું કે મે મીરાને પસંદ કરીને મે તેમને સામેથી કહ્યુ. અગર જો મીરાના ડેડ જ જાતે આવ્યા હોય, તો કોઇ પ્રોબ્લેમ ન હતો, અગર એ જાતે મીરાના ડેડ જોડે ગયા હોય તો પણ પ્રોબ્લેમ ન હતો. પણ મે જાતે કેમ સામેથી કહ્યુ, સગાઈ શોધવાની જવાબદારી માતા-પિતાની છેં સંતાનની નહી. મીરા પણ ખરાબ, જેણે મારા જોડે સગાઈ - લગ્ન પહેલા મારા જોડે નાઝાયઝ સંબંધ રાખ્યો કેહવાય. એમ કહીને એમણે....અમને ઘરની બહાર....

મીરા આકાશને સાંત્વન આપવા માટે તેના શોલ્ડેર પર હાથ મુક્યો. અંશે મીરાને માથા પર હાથ મુક્તા કહ્યુ, તો હવે આપણે જઇએ.

મીરા; માત્ર જવાબમાં માથુ હલાવ્યું.

અંશ; અવની તું હોસ્પિટલની જવાબદારી...

અવની; તને ક્યારેય શિકાયતનો મોકો આપ્યો છે?

અંશ; અવની સામે જોઇને -બિલકુલ નહી.

અવની; તો પછી....

અંશ; ચલો નીકળીયે

આકાશ; જી....

અવનીને ખરેખર દુ:ખ થયું આટ-આટલુ કરવા છતાય અંશે ક્યારેય પોતાના વિશે ન વિચાર્યુને એક સેકંડવારમા અંશે તેને પરાઇ કરી દીધી.

અંશ ચોવીસ કલાક ગમે ત્યા જવા ફ્રી હોય છે,તેનું એકમાત્ર કારણ અવની છે. અગર અવની જ જો અંશની હોસ્પિટલ છોડી દે તો અંશ ચોવીસ કલાક બંધાઈ જાય.

અવની કોઇ સામાન્ય ડૉકટર નથી અંશના જેમ જ છે. એટલે એ બધી જ જવાબદારી અવનીને એક સેકંડમા સોપીને દુનિયાનાં પડમાં જઇ શકે છે.

ઘણીવાર વ્યક્તિ, પોતાની આંખ સામે રહેલી વ્યક્તિને સમજી શક્તી નથી ને નવી આવનાર વ્યક્તિને એટલું મહત્વ આપી દેતા હોઇએ છીએ કે સારી વ્યક્તિ આપોઆપ ખરાબ થવા માટે પ્રેરાય છે.

અવની અંશને પ્રેમ ચોક્કસ કરે છે, પણ આજ સુધી તેણે ક્યારેય મહેકનો રસ્તો કાપ્યો નથી. તેણે ક્યારેય મહેકનું કે અંશનું ખરાબ કર્યુ નથી, પણ....આજે જે કંઇ બન્યુ એ જોતા જ અવનીની બધી જ સારપ...પર કાદવ-કિચડ વાળુ પાણી ફરી ગયું.

અવની એક બેશરમને વાહિયાત છોકરી બનવા માટે મજબુર બની ગઇ.હવે તેનુ મકસદ્દ એકમાત્ર અંશની બરબાદી જ બરબાદી બની ગયું. તેણે આ ઘટનાથી પોતાની જાતને એક વિલન બનવા તૈયાર કરી લીધી.

અવની મોમ-ડેડ વગર રહે છતાય દયા ન આવી, એક પલવારના મીરાંના આંસુ અવનીની જગ્યા લઇ ગયા. જેની હકદાર અવની છે. સુવર્ણનગરનું પાણી હોય કે અંશને વૃંદાવન જવાનું હોય કે મહેક સાથે બહાર જવાનું હોય કે મહેકને લઇને જવાનું હોય.

આ બધામાં અગર અંશની હોસ્પિટલ રેગ્યુલર ચાલતી હોય તો તેનું કારણ અવની છે.બીજુ કોઇ નથી, એમા પણ અંશ પ્રત્યેનો અવનીનો પ્રેમ છે. પણ....હવે જે બનશે એ......કોઇ એ નહી વિચાર્યુ હોય એવું હશે......

[વધુ આવતા અંકે...]


Rate this content
Log in

Similar gujarati story from Drama