Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Tragedy

2.5  

Pravina Avinash

Tragedy

લે મૂઆ..

લે મૂઆ..

2 mins
14.3K


‘લે મૂઆ મને માર,’ રોજ સાંજે છ વાગે અને મારે શાળાએથી છૂટી ઘરે જવાનો સમય!

ઘર પાસેની શેરી આવે તે પહેલાં એક શેરીના છેવાડાંના ઘરમાંથી આ અવાજ સંભળાય.

શેરીનું નામ તો રૂડું રુપાળું હતું, ‘દેવ શેરી'.

મને થાય, હું આ ગામમાં નવી છું. કોઈને બહુ ઓળખતી નથી. આ દરરોજ સંભળાતા શબ્દો

'કાનને રૂચે નહી પણ કરું શું?’ કોને પૂછવું આનું રહસ્ય.

ગામ તો હતું ખોબા જેવડું. તેમાં વાણિયાના ઘર સુંદર હોય. બાકી પટેલો પૈસા હોય પણ

ઘરની પાછળના ભાગમાં વાડો તેમાં ગાય, ભેંસ અને બળદ. હા, મારે ત્યાં રોજ તાજું દૂધ

ત્યાંથી આવે. માસ્તરાણી રહી એટલે દૂધમાં પાણી ન હોય. ગામ કરતાં રૂપિયો ભાવમાં

પણ સસ્તાઈ.

આજે, કાશી આવી દૂધ સાથે શાક પણ લાવી. ‘બુન પટેલને ઘેર વાડીના તાજાં રીંગણા

આવ્યા હતાં તે મને તમારા માટે આપ્યા છે.’ બોલો ઓળો બનાવી દંઉ. સાથે બાજરાના

બે રોટલા, માખણ અને ગોળ. જમવાની મઝા આવશે.

‘કાશી તારા માટે પણ બનાવજે અને બે વધારે બનાવી ઘરે લઈ જજે.’ કાશીના કામમા

મારે જરા પણ જોવાનું ન હોય. હાથની પણ ચોખ્ખી. હમેશા કહ્યું હતું જે જોઈએ એ મને

કહેજે. તને બધું આપીશ. કામમાં ચોરી નહી અને હાથ ચોખ્ખો રાખજે. તેના છોકરાંઓને

ભણાવવા, કપડાં, પુસ્તક અને દવા સઘળાનું હું ધ્યાન રાખતી. હમેશા હસીને ઘરનં કામ

કરતી. આમ તો રોજનું કામ ખાસ હોય નહી. આખો દિવસ તો હુ શાળાએ હોંઉ . જો કોઈ

મહેમાન આવે ત્યારે એની છોડી મદદ કરવા આવતી.

આજે નિશાળમાં રજા હતી. મને ચા આપીને કાશી પણ સાથે કપ લઈને બેઠી. મારાથી

રહેવાયું નહી. ‘કાશી, રોજ સાંજે છ વાગે હું ઘરે આવતી હોંઉ ત્યારે દેવ શેરીના નાકે ઘરમાંથી

અમુક અવાજ સંભળાય છે.‘ તને એના વિશે કાંઇ ખબર છે?

બુન આ ગામનાં બધાને ખબર છે. આતો તમે નવા આવ્યા છે ને એટલે અજાણ્યા છો?

મને કહીશ?

બુન ત્યાં મંછા બહેન અને મગનભાઈ રહેતાં હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ . મંછા બહેનને બાળક

થયું નહી. રોજ એના પતિને કહે, ‘લે મુઆ મને માર’. એને એમજ હતું કે બાળક ન થવાનું કારણ

તે પોતે છે. મગન બહુ સમજુ હતો. તેને રાજી રાખવા ટપલાં મારે, વાગે નહી તેવી રીતે. બુઢાપામાં

મગનને લકવો થયો. બહુ રિબાયો નહી અને ગામતરે જતો રહ્યો. મંછાને કોઈ સગુ વહાલું નથી.

બાળકોતો હતાં નહી. એકલી અટૂલી ઘરમાં રહે છે. પૈસાની એવી કોઈ ચિંતા નથી. કોઈની સાથે

હળવા મળવાનું પણ મૂકી દીધું છે. સાંજ પડે બસ એમ માને છે કે હવે મગન તેને વહાલથી ટપલાં

મારશે. મરવાના વાંકે જીવે છે. તેનો આ રોજનો કાર્યક્રમ વર્ષોથી ચાલે છે. ‘લે મુઆ..'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy