Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Horror Thriller

3  

Mamta Shah

Horror Thriller

રડવાનો અવાજ ભાગ - ૪

રડવાનો અવાજ ભાગ - ૪

4 mins
14.5K


પછી અમે નીકળી ગયા આબુના રસ્તે. મારું મન તો હજી ભીખા અને જીવીમાં જ હતું. કેમેય કરીને આ વાત મનમાંથી જતી જ નહોતી. હું જેટલું મારા વિચારોથી ભાગવાનો પ્રયાસ કરતી હતી એના કરતાં વધારે ગતી એ વિચારો મારો પીછો કરતાં હતાં. પણ બધાનો મૂડ ના મરી જાય એટલા માટે, મેં પણ બધા સાથે હસવા - રમવાનું ચાલુ કર્યું.

અંતાક્ષરી રમતા - રમતા અને ગીતો ગાતા ગાતા અમે સવારે અગિયાર વાગ્યે તો આબુ પહોંચી ગયા. અમારા રિસોર્ટમાં ચેક-ઈન કરીને વારા ફરતી અમે બધા ફ્રેશ થવા માંડ્યા. મારા મનને શાંત કરવા હું જરા વાર બધાથી દૂર બાલ્કનીમાં જઈને ઊભી રહી. સામે સરસ મજાનું નખી લેક દેખાતું હતું, અને એની પાછળ હરિયાળા પર્વતો અને ફરફર કરતો ઠંડો પવન. આમ જાણે કુદરતને જોઈને દિલને જરા શાતા વળી. અને ત્યાં તો પવન સાથે ઝરમર ઝીણો વરસાદ પણ શરૂ થયો. ઝીણા ઝીણા વરસતા વરસાદમાં જાણે આબુનું સૌંદર્ય વધારે નિખયુંઁ. અને મારા મનને પણ હવે જરા સારુ લાગ્યું.

પછી અમારા પ્લાન પ્રમાણે લંચ કરીને અમે લોકો આબુ ફરવા નીકળ્યા. પહેલા અમે દેલવાડાના દેરા ગયાં. દેલવાડાના દેરાની કોતરણી જોઈને અમે અભિભૂત થઈ ગયાં. શું અપાર શ્રદ્ધા હશે એ અદ્ભુત નકશીકામ કરનાર શિલ્પીઓના હ્રદયમાં ! ત્યાંથી પ્રસન્ન મને અમે ગુરુ શિખર જવા નીકળ્યા. ત્યાં પર્વતની ટોચે દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા. આજુ બાજુનો રમણીય નજારો જોઈ મનને અપૂર્વ શાંતિ મળી અને મનમાં તત્ક્ષણ વિચાર રમી ગયો કે શું આવી આહ્લાદક અનુભૂતિ એ સિમેન્ટ કોંક્રીટના જંગલમાં થાય ખરી !

પછી ત્યાંથી અમે સનસેટ પોઇન્ટ ગયા. શાંતિથી બેઠા. સંધ્યાના એ રંગોના મિશ્રણમાં મને જાણે મારા મનનું પ્રતિબિંબ દેખાયું કે એક તરફ હું ભીખા અને જીવી માટે વિચલિત હતી, બીજી તરફ આ મારા ફ્રેન્ડઝ સાથે વિતાવેલી સર્વ શ્રેષ્ઠ આનંદીત પળો હતી. જેમ ઉગતા સૂરજ નું એક અજબ સૌંદર્ય હોય છે એમ ડૂબતા સૂર્યનું પણ એક આહ્લાદક સૌંદર્ય હોય છે. અને સાથે સાથે એક સૌથી મોટો આશાના કિરણ સમો સંદેશો આપે છે કે જે અસ્ત થાય છે એ ફરી ઉગે જ છે. વાદળોની સંતાકૂકડી વચ્ચે ફરફર આવતા ઠંડા પવનમાં સનસેટ જોવાની મજા જ કંઈક જુદી હતી ! રોમાંચક હતી.

સનસેટ જોઈને પાછા ફરતા હતાં ત્યારે મને ભાસ થયો કે જાણે મારી લગોલગ કોઈ ચાલી રહ્યું છે અને જાણે મને કંઈક કહી રહ્યું છે. મેં આમથી તેમ નજર ફેરવી. ત્યાં ઘણાં જ બધા લોકો હાજર હતા અને પોત પોતાની મસ્તીમાં મસ્ત હતા. તો પછી મને કેમ આવો ભાસ થયો ? એ સાથે જ મનમાંથી ભૂંસી નાખેલી આખી વાત જાણે પાછી મનમાં આવીને બેસી ગઈ. અને જાણે એની સાથે એક ડર પણ પાછો લઈ આવી.

અમે રિસોર્ટ પાછા જવા નીકળ્યા. સહેજ આગળ વધતાં એક દુકાન પર વાઈન શોપનું બોર્ડ જોયું. અમે બધાએ એકબીજાની સામે શરારતી નજરો એ જોયું. કારને આપોઆપ બ્રેક વાગી ગઈ. હું અને સેજલ વાઈન શોપમાં જવા તૈયાર થઈ ગયાં કારણ કે આ ટ્રીપને બધી જ રીતે અમારે યાદગાર બનાવવી હતી. અમે બન્ને એકદમ એક્સાઈટેડ હતાં. અને અમે બિયર લઈને પાછા ફર્યા. આબુનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. રિસોર્ટ પર પહોંચીને અમે ડિનર કર્યું. રૂમમાં પહોંચીને થોડીક વાર મૂવી જોઈને અમે મસ્તી એ ચડયા. સ્પીકર પર સોંગ્સ અને ડાન્સ. ત્યાં જ ધીમે રહીને સેજલ બિયરના કેન લઈ આવી. બધા એકબીજાના ચહેરા જોવા માંડ્યા. અને ત્યાં જ સેજલે એક કેન ખોલી નાંખ્યું. પછી તો પૂછવું જ શું ! મ્યૂઝિક, મસ્તી, ડાન્સ અને જીવનની સૌથી યાદગાર પળો.

ધીમે ધીમે બધા થાક્યા અને સૂઈ ગયા. મને ઊંઘ ના આવી એટલે હું બાલ્કનીમાં આવી. બાલ્કનીમાં હીંચકા પર બેઠી. ઠંડો પવન, સહેજ ઘેન અને ઝૂલતો હીંચકો મારા મનને અપાર શાંતિ આપી રહ્યા હતા. ત્યાં જ જાણે મને ઝાંઝરનો ઝણકાર સંભળાયો. હું સહેજ ડરી ગઈ. પણ બીજી જ ક્ષણે હસી પડી. મને લાગ્યું કે આ બિયરની જ અસર છે. હું ફરી મારી જ મસ્તીમાં હીંચકે ઝૂલવા લાગી. પણ ત્યાં તો ફરી એક વાર ઝાંઝરનો ઝણકાર સંભળાયો. હું ડરી ગઈ અને અનાયાસે બોલી પડી - જીવી !

થોડીક પળો એમ જ પસાર થઈ ગઈ. અને ત્યાં જ મને ફરી કોઈના રડવાનો અવાજ સંભળાયો. પણ ફરક એ હતો કે આ અવાજ મને જાણીતો લાગ્યો અને મારું દિલ એક થડકાર ચૂકી ગયું !...(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror