Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૧૧)
એક સાંજનો ઓછાયો (૧૧)
★★★★★

© Falguni Parikh

Others

6 Minutes   7.2K    11


Content Ranking

'રણકાર' સંસ્થાની ગૃહમાતાની જવાબદારી રૂપા ખૂબ સારી રીતે નિભાવી રહી હતી. તેના કામથી ઈશિતા ગોયલ ખુશ હતા. સંસ્થામાં નાની બાળાઓની કાળજી રાખવી સહેલી હતી. પરંતુ યુવાન યુવતીઓને સંભાળવી જોખમકારક કામ હતું. તેમની સાથે કડકભર્યુ વલણ અપનાવાથી તેઓ આક્રોશી બની જાય એવી સંભાવના હોવાથી રૂપા એમની સાથે મિત્રતાનો વ્યવહાર રાખતી હતી. આજ કારણે એ યુવાન યુવતીઓની તે 'રૂપાબહેન' બની ગઈ હતી.

આ બધામાં - તેજલ નામની યુવતી ખૂબ ઉધ્ધત હતી. રૂપાની કોઈ વાત માનતી નહીં, વારે-વારે સંસ્થાના નિયમો તોડી, ઉધધ્તાઈથી જવાબો આપતી. રૂપા ખૂબ સમજાવતી એને, પરંતુ પથ્થર પર પાણી સમાન હતું. ઘણી વખત વિચાર આવતો - તેજલની વાત ઈશિતા મેમ ને કહે, મનમાં વિચાર આવતો, ના.. ના.. તે તેજલને સંભાળી લેશે. એક દિવસ તેજલ મોડી રાતે સંસ્થામાં પાછી ફરી. કોઈની કાર એને દરવાજા સુધી પહોંચાડી રવાના થઈ હતી, તેના પગ લથડાતા હતા. તેની હાલત જોતા સમજાય જતું હતું એ ડ્રીકસ કરીને આવી હતી. તેને બે યુવતીની મદદથી રૂપા, તેના રૂમમાં લઈ ગઈ. તેના મનમાં થયું, પાણી હવે માથા પરથી વહેવા લાગ્યું છે, કોઈ ઉંચનીચ થશે તો પોતાની નોકરી જોખમમાં મૂકાઈ જશે.

બીજે દિવસે તેજલને ઓફિસમાં બોલાવી પૂછપરછ કરી, તેના ઉધ્ધતાઈભર્યા જવાબથી રૂપાને દુ:ખ થયું. તેજલને સમજાવી - લોકો તારી યુવાનીનો લાભ લેશે, પછી છોડી દેશે. બેટા - તું એક વાર વિચાર! પરંતુ યુવાનીના ઉન્માદમાં તેજલ કયાં કોઈની વાત સાંભળવા તૈયાર હતી?

તેજલની વાત રૂપાએ ઈશિતા મેમ સંસ્થામાં આવ્યા ત્યારે કરી. બધી રીતે સમજાવી, મેમ - એ કોઈનું સાંભળવા રાજી નથી. તેજલની વાત સાંભળી ઈશિતા ગોયલ વિચારમાં પડી ગયા. આ યુવતીને બચાવવી કેવી રીતે? એનું અનુકરણ સંસ્થાની બીજી યુવતીઓ કરે તો? હવે કરવું શું?

ઈશિતા ગોયલ ઘરે પરત આવ્યા ત્યારે ચિંતિત લાગતા રાજે પૂછયું, સંસ્થાની યુવતીની વાત જણાવી. તેને એ માર્ગથી પાછી વાળવામાં નહી આવે, એનું પતન નિશ્ચિત છે.એના પતનથી આપણી હાર નિશ્ચિત છે. આપણે દીકરીઓને એક સારું વાતાવરણ નથી આપી શકયા. ઈશુ - તું ચિંતા ના કર -હું કંઈક વિચારી એ ચિંતા દૂર કરીશ. ચાલ હવે રીલેકસ થઈ સૂઈ જા!

રાજના આશ્ચાસનથી મનમાં રાહત થતાં ઈશિતા ખુદને રીલેકસ મહેસૂસ કરવા લાગી.

રાજે ગણતરી કરી મનમાં પ્લાન બનાવ્યો, પોતાના ખુદના ખાસ માણસને ફોનથી સૂચના આપી, એ યુવતીની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું જણાવ્યું. થોડા દિવસમાં - તેજલની સંસ્થા બહારની ગતિવિધિની માહિતી રાજ સમક્ષ આવી ગયી. નકકી કર્યા મુજબ તેનો અમલ કરવાની સૂચના આપવામાં આવી આવી. આ માટે ઈશિતાની થોડી મદદ લેવી પડશે - માટે ઈશુને એ પ્લાન સમજાવ્યો. રાજ- તમને લાગે છે, આ યોજનાથી તેજલને નુકસાન નહી થાય?તે આપણને પરત મળશે?

ઈશુ- ડાર્લિંગ - તારા રાજ પર ભરોસો રાખ. તેજલ મારી દીકરી છે! તેને કોઈ નુકસાન નહી થાય, તેને સહીસલામત પાછી લાવીશ. ઓહ રાજ! મને તમારા પર ખુદના કરતા વધુ વિશ્ચાસ છે! બોલો મારે શું કરવાનું છે? તારે?? રાજે નટખટ થતાં ઈશારો કરતાં કહ્યું - બસ, અહીં મારા..! રાજનો ઈશારો સમજતા ઈશુ શરમાઈને બોલી, ઘરમાં યુવાન પુત્ર છે! યુવાન પુત્ર છે તો, શું મારું દિલ યુવાન નથી? બોલ. એમ કહી, ઈશુને પોતાના ગાઢ આશ્લેષમાં સમાવી લીધી! ઈશિતા એ એહસાસની અનુભૂતિમાં થોડો સમય ખોવાઈ રહયા!

નકકી કરવામાં આવ્યું એ મુજબ ઈશિતા સંસ્થાએ પહોચ્યા. રૂપાને અગાઉથી જણાવ્યું હતું કે થોડું કામ હોવાથી તેજલને એ પોતાની સાથે બહાર લઈ જવાની છે. એ માટે તેજલને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું -મનમાં એ ગભરાઈ. ઈશિતા મેમ, ચોકકસ મને?

તેજલને સાથે લઈ ઈશિતા, સંસ્થાની બધી દીકરીઓ માટે ખરીદી કરવા શોપિંગ મોલમાં ગયા. તેજલની નજર ચૂકવી એ તેનાથી દૂર થઈ ગયા. તેજલ ખરીદીમાં એટલી મશગૂલ હતી, ખબર ના પડી કયારે બે અજાણ્યા લોકો તેની પાછળ ચપ્પુ લઈને ઊભા રહયા હતા.

ચપ્પુની ધાર તેના શરીરને સ્પર્શી, તે ચોંકી ઉઠી, નજર ફેરવી જોયું, બે અજાણ્યા શખ્સો તેને ધીમેથી સંબોધી રહયા હતા, ચૂપચાપ અવાજ કર્યા વગર અહીંથી બહાર નીકળી કારમાં બેસી જા. અવાજ કે બૂમાબૂમ કર્યા તો આ ચપ્પુ તારો સગો નહીં બને!

તેજલ વિહવળ નજરે આજુબાજુ જોયું. ઈશિતા મેમ દૂર હતા, બૂમ પાડવી કેવી રીતે? હવે? આ શખ્સની સૂચનાનો અમલ કરવો રહયો, એમ વિચારી લાચારીથી એમની સાથે ચાલવા લાગી.

ઈશિતાએ તીરછી નજરે આ જોયું એટલે એક શખ્સે તેમને ઈશારો કર્યો. તેજલને કારમાં લઈ નીકળી ગયા. તેજલને લઈને કાર મુંબઈની ભીડભાડથી દૂર નીકળી રહી હતી. તેજલ ખૂબ ગભરાઈ ગઈ હતી, મદદ માટે બૂમો પાડી શકતી નહતી, ચપ્પુની ધાર હજુ પણ તેના શરીરને સ્પર્શતી હતી. પોતાનું અપહરણ થયું છે એ સમજાય ગયું હતું. પણ આ લોકો કોણ છે? શા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું? કોઈ સવાલનો જવાબ મળતો નહતો.

તેજલને લઈને એ લોકો મુંબઈથી દૂર પનવેલ આવ્યા. એક મકાનમાં તેને લઈ જઈ બાંધી દેવામાં આવી. તેજલ હવે ગભરાઈ - બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળી બંને અટ્ટહાસ્ય કરતાં બોલ્યા- જેટલી બૂમો પાડવી હોય એટલી બૂમો પાડ. આ નિર્જન જગ્યાએ તને બચાવનાર કોઈ નહી આવે. ખુદને અમારે હવાલે કરી દે, નહિ તો... એમ બોલતા અભદ્ર ઈશારો કર્યો.

તેજલને હવે ભાન થયું - રૂપાબહેનની વાતોને અવગણી તેનું પરિણામ શું આવશે? પ્લીઝ - મને છોડી દો, મને જવા દો, એવી આજીજી કરવા લાગી. બંને શખ્શો અટ્ટહાસ્ય કરતાં તેની નજદીક આવવા લાગ્યા. પોતાનું પતન હવે નિશ્ચિત છે, તે ગભરાઈ ગઈ બેભાન બની ગઈ. (આ લોકોએ પીવાના પાણીમાં ઘેનની દવા નાંખી હતી.) તેને બેભાન થતા નિહાળી બંને હસી પડ્યા. એક ફોન કર્યો અને તેજલને હળવેથી ઊંચકીને ગાડીમાં રાખી મુંબઈ જવા રવાના થયા.

નિર્ધારિત સમયે ઈશિતા સંસ્થાએ પહોંચ્યાં. થોડા સમયમાં એક કાર આવીને ઊભી રહી. જેમાંથી બેભાન તેજલને ઉંચકીને બે માણસો આવતા નિહાળી રૂપાને આશ્ચર્ય અને ચિંતા થવા લાગી. તેજલ મેડમ સાથે ગઈ હતી અને આ શખ્સો સાથે બેભાન અવસ્થામાં કેમ? રૂપાઅે ચિંતિત નજરે મેડમ સામે જોયું. તેનો મર્મ સમજી જતા તે બોલ્યા, રૂપા બહેન ચિંતા ના કરો, તેજલ સહીસલામત છે હમણાં ભાનમાં આવી જશે!

તેજલની રૂમમાં તેને લઈ જવામાં આવી અને પલંગ પર સૂવડાવી તેના ચહેરા પર પાણીના છાંટા નાંખી, તેજલ, તેજલની બૂમો, રૂપાબહેન પાડવા લાગ્યા. ઘેનની અસર ઓછી થતાં તેજલે આંખો ખોલી જોયું, સામે રૂપાબહેનને જોતાં તેમને વળગી પડી રડવા લાગી. બહેન મને બચાવો, આ લોકો મારી ઈજજત... એમ બોલી બેભાન થઈ ગઈ.

રૂપાએ સાંત્વના આપતા કહ્યું, તેજલ બેટા આંખ ઉઘાડ, જો અમે બધા છીએ. અહી એવું કોઈ નથી જો..! તેજલને કળ વળતા ધીરે ધીરે આંખો ખોલી જોયું. ખુદને સંસ્થામા જોઈને આશ્ચર્ય થયું. ઈશિતા મેમ, રૂપાબહેન અને પેલા બે માણસો?

એ માણસોને અહી જોઈ તેજલ ડરી ગઈ. ઈશિતા મેમનો ઈશારો થતા એ ત્યાંથી બહાર નીકળી ગયા.

ઈશિતા - રૂપાએ તેને સાંત્વના આપી ધીરે ધીરે તેની સાથે શું થયું હતું એ પૂછયું. તેજલે બધી વાત જણાવી રડવા લાગી. એ લોકોએ એની પર બળાત્કાર ગુજાર્યો હશે?

ઈશિતા મેડમે સમજાવ્યું - તેજલ બેટા, અજાણ્યાં લોકોને સ્ત્રી સાથે પ્રેમ નથી હોતો, તેઓ ઇમોશનલ બ્લેકમેલ કરી સ્ત્રીની લાગણીનું શોષણ કરતા હોય છે. તારી સાથે એવું કશું બન્યું નથી. ભગવાનનો આભાર કે તું સહીસલામત છે! તને સમજાવવા માટે કે એક સ્ત્રી માટે તેની ઈજજતની તેના જીવનમાં શું વેલ્યૂ છે! એ સમજાવવા અમારે આ નાટક કરવું પડ્યું છે. એ બંને શખ્સો અમારી ઓફિસના વફાદાર કર્મચારી છે. રાજ ગોયલના કહેવાથી આ નાટકમાં સાથ આપ્યો સમજી? હવે તારી આંખો ખૂલી ગઈ હશે. હસતાં હસતાં ઈશિતા બોલ્યા. તેજલ તેમને વળગી પડી, એક નાના બાળકની માફક રડવા લાગી, માફી માંગતા બોલી મેડમ - આઈ એમ સોરી! હવે કદી આવી ભૂલ નહીં કરું!

તેજલ બેટા - આ સંસ્થાની દરેક છોકરીઓ મારી દીકરીઓ છે! દીકરીઓના જતન કરવું એ પણ એવી દુનિયામાં જયાં લોલુપતાભર્યા માણસો એક મોકાની તલાશમાં રહેતા હોય છે, એ બધાથી તમને બચાવીને તમારું જતન કરવું એ ખૂબ મુશ્કેલ કાર્ય છે! જયારે તમે તમારી જિંદગીમાં માતા બનશો ત્યારે આ સમજાશે!

મેમ - આઈ પ્રોમિસ - હવે કદી એવું કામ નહી કરું જેથી તમારી અને સંસ્થાની બદનામી થાય. શાબાશ મારી દીકરી! ઈશિતા - રૂપાબહેનની આંખમાં ચમક આવી ગયી.

(ક્રમશઃ)

- વધુ આવતા સોમવારે..

એક સાંજનો ઓછાયો નવલકથા ભાગ ૧૧

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..