Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

અંતર

અંતર

3 mins
7.0K


હું સાત વર્ષ ની હતી જયારે ૧૦૦ મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લેવા મેદાન ઉપર ઉભી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં અમીના નામની છોકરી સૌથી ઝડપી અને સ્ફૂર્તીલી હતી. દર વર્ષે ઇનામ લઈ જનાર અમીનાને કોઈજ હરાવી ના શકે. બધા જ માનતા અને સાથે હું પણ. ફક્ત બીજી નીકળી શકું તો પણ ઘણું. સ્પર્ધાનું પરિણામ જાણે પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હતું. ખભા પર મુકાયેલા હાથથી હું પાછળ ફરી. મારો નાનકડો હાથ થામી પપ્પા મને અંતિમરેખા નજીક લઈ ગયા. ત્યાંથી આરંભ રેખા તરફ સંકેત કરતા એમણે પૂછ્યું: "અહીંથી ત્યાંનું અંતર કેટલું?"

સ્ટાર્ટિંગ લાઈનથી ફિનિશિંગ લાઈનનું અંતર તો એ સારી પેઠે જાણતા હતા. છતાં નવાઈના ભાવો સાથે હું જવાબ આપી રહી.

"૧૦૦ મીટર.."

એમણે નકારમાં ડોકું ધુણાવ્યું. નીચે તરફ નમી મારા સમાણ્તરે ગોઠવાતા કહ્યું: "આ બે રેખા વચ્ચે ફક્ત તું કરી શકે છે કે તું નથી કરી શક્તિ એટલું જ અંતર છે." 

આટલું કહી એ મને ફરી આરંભ રેખા પર છોડી ગયા. હવે મારા માટે જાણે અન્ય સ્પર્ધકો સાથે કોઈ હરીફાઈ જ ના હતી. અંતરના આંકડાઓની કોઈ મહત્વતા ના હતી. કોણ કેટલું ઝડપે દોડે એની કોઈ ચિંતા જ ના હતી. હવે તો ફક્ત સ્પર્ધા હતી સ્વ જોડે જ. હું કરી શકું છું અને હું નથી કરી શક્તિ એ બે છેડાઓ વચ્ચે જ દોડવાનું હતું ને હું દોડી. આજ સુધી દોડેલી દરેક હરીફાઈ કરતા પણ વધુ સારો સમય આપવા. અંતિમ રેખા પાસે રાહ જોતા પપ્પા પાસે જેટલી ઝડપે બની શકે એટલી ઝડપે પહોંચવા. પોતાના જ જુના ટાઈમિંગને બીટ કરવા. અંતિમરેખા પાસે પહોંચતા જ હું નીચે લંબાઈ. શરીરના દરેક સ્નાયુઓ એ પોતાની મહત્તમ શક્તિ ખર્ચી નાખી હતી. શ્વાસો ફૂલી રહ્યાં હતાં ને હૃદયના ધબકાર બહાર પણ સંભળાઈ આવતા હતા. 

"તું પ્રથમ નીકળી.." કહેતા પપ્પા આખા મેદાન ઉપર મને ગોદમાં લઈ ખુશીથી દોડ્યા. અમીના સહીત બધાજ સ્પર્ધકો અને નિર્ણાયકો દંગ રહી ગયા અને સૌથી વધુ હું. 

એ દિવસે પપ્પાએ મને શીખવેલ એ જીવન મંત્ર હજુ પણ મારી સાથે જ છે. જીવનની દરેક સ્પર્ધાઓ, કપરી પરિસ્થિતિઓ કે સમસ્યાઓ ને હું અંતરોમાં નથી માપતી. મારી હરીફાઈ વિશ્વની કોઈ વ્યક્તિ જોડે નથી ફક્ત સ્વ જોડે જ છે. હું જે ગઈ કાલે હતી એનાથી વધુ સારી વ્યક્તિ બનવા આજે પ્રયાસ કરું તો ઘણું. મારા જીવનની સાર્થકતા અન્યોના જીવન સાથે સરખામણી કરી સિદ્ધ ના કરાઈ. મારે તો ફક્ત હું કરી શકું છું અને હું નથી કરી શક્તિ એ બે રેખાઓ વચ્ચે નું અંતર કાપતા રહેવાનું છે અને એમાટે દિલોજાન લગાવી દેવાના છે.

આજે ફાધર્સ ડે નિમિત્તે હું મારા પપ્પા આદરણીય હાસમ ઇસ્માઇલ ધુપલીને વચન આપું છું કે એમના જીવન મંત્રને અનુસરી હું મારી દરેક નિષ્ફળતાઓને સફળતામાં પરિવર્તિત કરવા સતત પ્રયત્નશીલ રહીશ.

મને ગર્વ છે કે હું આપનું સંતાન છું. 

સપ્રેમ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational