Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

પસ્તાવો સ્વર્ગનું ઝરણું

પસ્તાવો સ્વર્ગનું ઝરણું

5 mins
15.2K


"હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે"

આજે સવારથી દિલમાં ઉમંગ માતો ન હતો. જ્યારે પણ કશુંક સારું થવાનું હોય તેની આગાહી અણમોલને દિલમાં થતી. તેને થતું ,'મારા જેવું નસિબદાર કોઈ નથી.'

અમલ આજે ઓફિસેથી વહેલો આવી ગયો હતો. તેના પણ ભણકારા અણમોલને વાગી ગયા હતા. મનોમન નક્કી કર્યું અને ચારને બદલે સાડાચારે ચા પીવાનું નક્કી કર્યું. હજુ તો ચા કપમાં રેડે તે પહેલાં દરવાજાની ઘંટડી વાગી. રોજ બારણું ખોલવા રમા જાય. આજે તેની ધીરજ રહી નહી. કામ પડતું મૂકીને બારણું ખોલવા ધસી ગઈ. અમલને જોઈને સીધી તેને વળગી પડી.

'કેમ આજે કાંઈ બહુ ખુશ છે ?'

'મને હતું તું જ છે, સાચું પડ્યું એટલે આનંદનો ઉભરો આવી ગયો. ચાલ ચા તૈયાર છે'.

અમલને ચાની તલપ લાગી હતી. માથું દુખતું હતું એટલે તો ઘરે વહેલો આવી ગયો હતો. બન્ને જણા ચા પીવા બેઠા. ચા સાથે બાફેલા મુઠિયા તૈયાર હતા. માઈક્રોવેવમાં ગરમ કરી બન્ને વરંડાના હિંચકે આવી બેઠા. અણમોલને ઘણીવાર પોતાની ઈર્ષ્યા આવતી. કયા કર્મોનું ફળ તે આ જન્મમાં પામી રહી હતી. જ્યાં સુધી બધું આપણી મરજી પ્રમાણે મનગમતું થાય ત્યાં સુધી આપણો વિશ્વાસ દ્રઢ બને. બાળકો કોલેજમાંથી સારા ક્રમાંક લાવી અમેરિકા ભણવા ગયા હતા. અમલને વિશ્વાસ હતો તેઓ અમેરિકાની ઉચ્ચ તાલિમ લઈને પાછા ભારત આવશે અને તેના ધંધામાં પ્રગતિના નવા શિખર સર કરશે.

માનવી ધારે કાંઇ અને કુદરત આપે કાંઈ. બન્ને બાળકોએ સુંદર ઉચ્ચ તાલિમ તો લીધી પણ પછી અમેરિકન છોકરીઓને પરણી અંહી અમેરિકામાં રહેવાનું વિચાર્યું. લગ્ન પણ કર્યા પછી માતા અને પિતાના આશિર્વાદ લેવા ભારત આવ્યા. એ તો સારા કર્મ જાણો કે આવતા પહેલાં કહ્યું હતું એટલે અણમોલ અને અમોલે નાની પણ અતિ સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતું. બધા ખુશ થયા. ખુશી અલ્પજીવી નિવડી. દસ દિવસમાં તો ઘરમાં હતી એવી પાછી શાંતિ છવાઈ ગઈ.

આજે અણમોલ વિચારી રહી આવું કેવી રીતે બન્યું. શું મારી પરવરીશમા ક્યાંય ખોટ હતી ? અચાનક સ્મૃતિ પટ પર બા તેમજ બાપુજી છવાઈ ગયા. લગ્ન કરીને આવી ત્યારથી ઉછળતી હરણી જેવી હતી. ક્યારેય તેને બા તેમજ બાપુજી પોતાના લાગ્યા ન હતાં. શાંતાબાએ મુંગા મોઢે સહી લીધું. રસિકભાઈ તો માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી તેવા હતાં. શાંતાબાને ખૂબ પ્યાર કરે. અમલ ઉપર તો જાન ન્યોછાવર કરે. હવે અણમોલ ઘરમાં ઠેકડા મારે પણ તેનું કાંઈ ઉપજે નહી. અમલ તેને અનહદ ચાહતો પણ કંકાસ ગમતો નહી. આખરે તેણે હારી થાકીને લગ્ન પછી બે વર્ષમાં અણમોલને લઈને મુંબઈ આવી પોતાની જીંદગી શરૂ કરવાનું વિચાર્યું.

અણમોલની તો કાયાપલટ થઈ ગઈ. પોતાનો નાનકડો મજાનો બે બેડરૂમનો ઓનરશીપનો ફ્લેટ હતો. તેને ક્યાં ખબર હતી અમલના બાપુજીએ પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને તેમને અપાવ્યો હતો. અમલને સારી તરક્કી મળતી રહી. પાંચ વર્ષમાં તો ખૂબ પ્રગતિ સાધી. મરિન ડ્રાઈવ પર મોટો ફ્લેટ લીધો. અમલ માતા તેમજ પિતાની ખબર રાખતો. તેમને ધંધાના કામે જંઉ છું કહી ગામ જઈ મળી આવતો. માતા અને પિતા પુત્રથી ખૂબ ખુશ હતા. શાંતાબાના સંસ્કાર દીપી ઉઠ્યા.

અણમોલે તો બાળકો થયા પછી પણ પોતાના વર્તનમાં કોઈ ફેરફાર કર્યો નહી. બાળકોને ઘણીવાર થતું દાદા અને દાદી કેમ આવતા નથી. અટપટું સમજાવી અણમોલ વાત ઉડાવી દેતી. બાળકો પછી ઝાઝી માથાકૂટ કરતા નહી. અમેરિકા જવાનું હતું ત્યારે અમલ બાળકોને લઈને ગામ ગયો હતો. દાદા તેમજ દાદી અને ઘર જોઈ ખૂબ ખુશ થયા. જો કે તેમની તબિયત ઉમરને કારણે થોડી નબળી થઈ ગઈ હતી.

બસ પછી તો તેઓ અમેરિકાવાસી થઈ ગયા. હવે જ્યારે પોતાના બાળકો અમેરિકા ખાતે થયા, ત્યારે એક સાંજે અમલ જમવાનો ન હતો. રાતના તાજમાં મિટિંગ હતી. અણમોલ ભૂતકાળમાં સરી પડી.

બા અને બાપુજી એકીટશે તેને નિહાળી રહ્યા હતા. બા તો હમેશની જેમ શાંત હતા. બાપુજીની વેધક આંખો તેને વીંધી રહી હતી.

બાપુજી કહેતા જણાયા ,'હું બધું જાણતો હતો. ઘરના વડીલ તરિકે મૌન રાખીને મારો મોભો જાળવ્યો હતો.' મારા અમલને તું ગમી ગઈ હતી એટલે કાંઈ પણ ન બોલવાનું નક્કી કર્યું હતું. તે બાના દિલને વિંધ્યું છતાં હું કાંઈ ન બોલ્યો. મારી ભોળી અને વહાલી શાંતાને પારાવાર દુઃખ થયું હતું. અમલને અમારાથી છીનવી લીધો !' અમલ તેની માતાની આંખનો તારો અને દિલની ધડકન હતો. તેના એકના એક દીકરાને માતા તેમજ પિતા પાસેથી અળગો કરતાં તને ક્શું જ થયું ન હતું. તારા મુખ પર વિજયના સ્મિતની રેખા મેં નિહાળી હતી.'

જુવાનીમાં તને ક્યાં ભાન હતું કે તારા વર્તનની અસર બાકી ઘરના સભ્ય ઉપર કેવી પડે છે. તને તો બસ,'તું કહે એ સાચું દેખાતું હતું. ' જુવાનજોધ દીકરાની જિંદગીમાં અવરોધ ન આવે એટલે અમે બન્ને મુંગા રહેતાં. આમારા મૌનને તે નિર્બળતા માની હતી. તારા સંસ્કાર પણ જણાઈ આવતા હતાં. 'કૂવામાં હોય તો હવાડામાં આવે'. જો માતા અને પિતા સાચા અને ખોટા વચ્ચે ભેદ ન પારખી શકે તો તને શું દોષ દેવો ? સંસારનું ચક્ર અવિરત ગતિ એ ચાલે છે. તું અમારા પુત્ર અને બાળકો સાથે સુખેથી રહે એવી મનોકામના.

અણમોલે બે હાથ વડે કાન દબાવ્યા. તેનું અંતર આજે તેને કોષી રહ્યું હતું. તેના હૈયાનો અવાજ તેને બિહામણો લાગ્યો. આજે અચાનક આ વિચાર નહોતો આવ્યો. બન્ને દીકરાઓ દસ દિવસમાં પાછા અમેરિકા ગયા ત્યારથી તેનું અંતર મન હચમચી ગયું હતું. માતા અને પિતા બાળકોને ખૂબ ચાહતા હોય છે, તેની પ્રતીતિ થઈ હતી.

અમલ હવે પહેલાં કરતા ખૂબ શાંત થઈ ગયો હતો. એટલે તો તેને બારણું ખોલતાં વળગી પડી હતી. તેનું દિલ , દિમાગ ,ઘર ખાલિપો અનુભવી રહ્યું હતું'.

જુવાનીમાં કરેલું વર્તન આજે તેને રહી રહીને સતાવવામાં સફળ થયું. જો આજે તે પોતાની ભૂલની કબૂલાત કરે તો પણ કોની પાસે ? માતા અને પિતા એકલતાની જીંદગીમાં ઝૂરી અકાળે અવસાન પામ્યા હતા. તેમને અસહ્ય દુખ પહોંચાડ્યા હતા. પસ્તાવાના પાવન ઝરણામાં અણમોલ સ્નાન કરી રહી પણ તેનું દિલ અને દિમાગ તેને કોસતું રહ્યું ! હવે તેના હાથમાં કોઈ ઈલાજ ન હતો.

અમલને હૈયે ખૂબ ધરપત હતી. તેણે માતા અને પિતાને જીવની સાટે સાચવ્યા હતા. અણમોલને કહેવાની કોઈ જરૂરત તેને જણાઈ ન હતી. અમલ પોતાની ફરજમાંથી તસુભર ચલિત થયો ન હતો. માતા અને પિતાને અનહદ ચાહતો હતો. આખરે તે પણ બે બાળકોનો પિતા હતો. તેમની માતાને જરા પણ દર્દ થાય તે સંતાનો સહી ન શકત. અણમોલની લાજ તેણે પોતાના બાલકો પાસે અકબંધ રાખી હતી.' અમલના સંસ્કાર તેને કોઈ પણ દિશામાં ખોટું પગલું ભરવા દેતા નહી.

અણમોલના અંતરાત્માએ જવાબ આપ્યો. આજે તે અવાજને અણમોલ અવગણી ન શકી. રહી રહીને પોતાની આજની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે તે સમજાયું. શાંતિ રાખી અમલ પાસે કઈ રીતે ક્ષમા માગવી તેનો વિચાર કરી રહી. અમલ પણ હવે કશું કરવાને સમર્થ ન હતો.

શાંતાબા તેમજ રસિકભાઈના ફોટા પાસે ઉભેલી અણમોલને સમયનો પણ ખ્યાલ ન રહ્યો કે ક્યારે અમલ તેની પાછળ આવીને ઉભો હતો. તેની આંખમાંથી અશ્રુધારા નિર્બંધ બની વહી રહી હતી. પત્નીને થયેલા પસ્તાવાનો અમલ સાક્ષી બની રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational