Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

છબીની કમાલ

છબીની કમાલ

7 mins
14.4K


નાનપણથી ડોક્રટર થવાના સ્વપના જોતી ખુશી જ્યારે ખરેખર એમ.બી.બી.એસ.ની ડીગ્રી હાથમાં લઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા ઊભી રહી હતી. ત્યારે તેનું મન ચગડોળે ચડ્યું હતું. "શું આ હકીકત છે?" ખુશીએ જોરથી ગાલ ઉપર ચુંટીયો ખણ્યો. તેનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ. વિવેક બહાર તેની રાહ જોતો ઊભો હતો.

"શું થયું?" કરતો અંદર આવ્યો. ખુશીના ગાલ લાલ જોઈ સમજી ગયો. "અરે, યાર હજુ તારા માનવામાં નથી આવતું?" વહાલમાં કહે, "ડાર્લિંગ તું ડોક્ટર થઈ ગઈ છે. તારી મનોકામના નાનપણથી ડોક્રટર થવાના સ્વપના જોતી ખુશી જ્યારે ખરેખર એમ.બી.બી.એસ.ની ડીગ્રી હાથમાં લઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા પૂર્ણ થઈ છે."

ફોટોગ્રાફર બોલ્યો, "હસવા માટે પૈસા અલગ નથી આપવાના." હજુ તો વાક્ય પુરું કરે ત્યાં ખુશી ખડખડાટ હસી પડી.

એ ‘કોડાક મોમેન્ટ’ ફોટોગ્રાફરે આબાદ ઝડપી લીધી. ગાલમાં ખંજન, નયનોમાં ચમક ખુશીની સુંદર છબી ઝડપાઈ ગઈ. ચાલો એક ભગિરથ કાર્ય પૂરું કર્યાનો આનંદ વરતાઈ રહ્યો. ખુશીએ જ્યારે બાળપણમાં માતા ગુમાવી ત્યારે તેને થયું, "હવે મારા બધા સ્વપનો કડડભૂસ કરતાં માટીમાં મળી ગયાં." એ સદમામાંથી નીકળતાં બે વરસ પસાર થઈ ગયાં. જ્યારે પણ ખુશી માની છબી સામે જોતી ત્યારે આંખમાંથી બે અશ્રુ બિંદુ ખરી પડતાં.

ખુશીની શિક્ષિકા, જયવંતિ બહેને તેને હૈયે હામ આપી. ખુશી આજે પણ તેમનો ઉપકાર માને છે. શિક્ષિકા જયવંતી બહેને ડગલેને પગલે ખુશીને સાચવી. વાત ત્યાં સુધી પહોંચી કે ખુશી જ્યારે માની છબી જોતી ત્યારે તેમનું મુખ સામે દેખાતું.

જયવંતિ બહેન હંમેશા કહેતાં, "જો તારું નામ કેટલું સુંદર તારા મમ્મી અને પપ્પાએ પાડ્યું છે. જેવું નામ તેવો સ્વભાવ રાખ."

ખુશી આછેરું સ્મિત મુખ પર રેલાવતી. ખુશી મમ્મીની છબી પર રોજ હાર ચડાવતી. એકલતા લાગે ત્યારે છબીની સામે તાકીને કલાકો સુધી બેસતી. મમ્મીની સામે જોતી ત્યારે તેની આંખમાંથી નીકળતી અમી ધારા તેને આશ્વાસન અપતી. મમ્મીને તે મનોમન કહેતી, "તું ચિંતા નહીં કરતી. બંને ભાઈઓને હું સાચવીશ!"

મમ્મી મુસકુરાતી અને હૈયે ધીરજ બંધાવતી. જાણે કહેતી ન હોય, "બેટા, મને ખબર છે તું પોતે નાની છે મારે તને વહાલથી સંભાળવી જોઈએ તેને બદલે તને બે નાના ભાઈઓનો ભાર સોંપ્યો છે." ખુશી જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે મમ્મીની છબી પાસે બેસી તેનું માર્ગદર્શન યાચતી. મમ્મમી કાનમાં કહેતી, "બેટા મને કાંઈ તમને બધાને છોડીને જવાનો શોખ ન હતો! કેન્સર આગળ હું હારી ગઈ."

જયવંતી બહેને તેને ખૂબ પ્યાર આપ્યો. ૧૦ વર્ષની કુમળી વયે માતા ગુમાવવી અને તે ઘા સહન કરવો અતિ કઠીન છે. પપ્પા બીજા બે બાળકોમાં ઉલજાયેલાં રહેતા. ખુશી ભણવામાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થીની હતી તેથી સારા ગુણાંક લાવતી. તેની ડોક્ટર થવાની ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું.

નાની ઉમરમાં માતા ખોયાનું દર્દ અને બે નાના ભાઈઓને, વહાલથી સાચવવાની જવાબદારી આવી ગઈ હતી. યશ અને જીત હતાં પાંચ અને ચાર વર્ષની કુમળી વયના. મમ્મી હતી ત્યારે પણ નાના ભાઈઓને સાચવવામાં મમ્મીને મદદ કરતી હતી.

ધીરે ધીરે બધું ઠેકાણે પડ્યું. પપ્પાએ ફરી લગ્ન કર્યા અને ‘નવી મમ્મી’ આવી. ત્રણ બાળકો હતાં તે જરા ઓછું ગમ્યું પણ ગમાડવું પડ્યું. પોતે ગરીબ ઘરની હતી તેથી કાંઈ બોલી ન શકી. બાળકો પર બહુ પ્રેમ દાખવતી નહીં પણ બેહુદું વર્તન કરતી નહીં.

ખુશી અચાનક મોટી બહેન થઈ ગઈ. જેને માથે નાના બે ભાઈઓની જવાબદારી આવી. પપ્પા સમજતા અને ખુશીને હૈયે ચાંપી સાંત્વના દેતાં. ખુશીને થયું હવે ડોક્ટર થવાશે નહીં! નારાજ થતી અને મનને મનાવતી.

જયવંતી બહેને આ નિહાળ્યું. તેમને થયું આ છોકરી હવે ૧૨મી પાસ થશે તેને પ્રોત્સાહનની ખૂબ જરૂર છે. જો તેને સાચું માર્ગ દર્શન નહીં મળે તો રાહ ભૂલી જશે. ૨૧મી સદીમાં આવા વર્ગ શિક્ષિકા બહેન મળવા એ અશક્ય છે.

જયવંતિ બહેન ગાંધીવાદી હોવાથી બાળકોમાં પોતાના પ્રાણ રેડતાં. તેમણે ખુશીનો વિશ્વાસ સંપાદન કર્યો. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને સલાહ આપી તેનામાં શ્રધ્ધા દ્રઢ કરવાની કોશિશ જારી રાખતાં. ધીરે ધીરે ખુશી તેમની સાથે ખુબ હળી ગઈ અને પોતાના દિલની વાતો કરતી.

જ્યારે બારમા ધોરણમા તે શાળામાં પહેલી આવી ત્યારે પોતાની અંતરની ઈચ્છા પ્રગટ કરી. જયવંતી બહેન ખુશ થયા કે ખુશીએ પોતાની અંતરની ઈચ્છા જણાવી હવે શું એ પ્રશ્નનો ઉત્તર શોધી રહી છે.

ખુશી, "બહેન મારા બે નાના ભાઈઓ છે તેમના અભ્યાસને અસર પડે જો હું સ્વાર્થી થઈને મેડિકલ સ્કૂલમાં ભણવા જતી રહું તો."

જયવંતી બહેન, "જો, બેટા તારી અંતરની ઈચ્છાનું ગળું ટુંપી દઈ કોઈ પણ કાર્ય તું સફળતા પૂર્વક પાર નહીં પાડી શકે."

ખુશી, "બહેન પપ્પાને પૂરતો સમય મળતો નથી. નવી મમ્મીને મારા બંને ભાઈઓની પ્રગતિમાં બહુ રસ જણાતો નથી. આમ તો તે બહુ સારા છે. માત્ર માની મમતાની ઉણપ છે. ખેર એનું મને બહુ દુખ પણ નથી."

જયવંતિ બહેન ખુશીની સમજ ઉપર વારી ગયા. તેમણે ખુશીનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન જારી રાખ્યો. "ખુશી બેટા હવે તું મોટી થઈ છો. જો તોં તારા સ્વપનો સાકાર કરવાનો પ્રયાસ ચાલુ રાખીશ તો તારા બંને ભાઈઓ તારા ચિંધેલ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે. તારું અનુકરણ કરી પોતાના સ્વપના સિદ્ધ કરશે. તારે તો તેમને માટે દાખલો બેસાડવાનો છે. તારું વર્તન તેમને માટે માર્ગદર્શન પૂરવાર થશે!"

ખુશી ઊંડા વિચારમાં ડૂબી ગઈ. ઘરે ગઈ ત્યારે આખી રાત મનન કરી રહી. તેને થયું, "જયવંતિ બહેન ખરેખર મારાં ગુરૂ છે. મારા જેવી માર્ગ ભૂલેલીને સાચો રાહ દર્શાવે છે. મારા પથ દર્શક બની આંગળી ઝાલી સાચા રાહ પર ચાલવા સમજાવે છે."

અંતરથી તેમનો આભાર માની રહી. ખુશીની કાબેલિયત પ્રમાણે તેને મુંબઈની ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’માં પ્રવેશ મળી ગયો. ઘણા બધાને લાખો રૂપિયાના ડોનેશન પછી પણ તકલિફ પડતી હોય છે. ત્યાં ખુશી ખૂબ નસીબવંતી પુરવાર થઈ. તેની કાબેલિયતે તેને આવી સુંદર મેડિકલ કોલેજમાં એડમિશન આપ્યું.

મેડિકલ સ્કૂલ મુંબઈમાં હોવાથી ખુશીનો બોજો હળવો થયો. બંને ભાઈઓની પ્રગતિ પર નજર રાખી શકતી. ઘરે રહીને દરરોજ કોલેજ જતી. સારું હતું પપ્પા દરરોજ ગાડીમાં મૂકવા જતા. તેને ઘણી મહેનત પડતી પણ મહેનતથી હારે તેવી કાયર ન હતી. મનગમતું ભણવા મળ્યું તેનો ઉત્સાહ અને આનંદ વરતાઈ રહ્યો હતો.

વિવેક અમદાવાદથી આવેલો તેજસ્વી વિદ્યાર્થી હતો. ખુશી તેને પહેલે દિવસે ભટકાઈ પડી. બંને જણાં ‘ઓરિએનટેશનની’ લાઈનમાં ઊભા હતાં. તે જરા મોડો પડ્યો હોવાથી થોડો હચમચી ગયો હતો. તેની આગળ જ ખુશી ઊભી હતી.

હીરા પારખુ ઝવેરીની માફક તેને ખુશીની સુંદરતા સ્પર્શી ગઈ. પરિણામે હાથમાંથી ફાઈલ છૂટી ગઈ. ખુશી આગળ હતી તેણે જમીન પર વિખરાયેલાં બધા કાગળો ભેગા કરવામાં મદદ કરી. વિવેક આભારવશ તેને નિહાળી રહ્યો. ઉમર એવી હતી, સુંદર છોકરીની પહેલે દિવસે મુલાકાત થાય તેમાં જરૂર વિધિનો તેને કોઈ સંકેત લાગ્યો.

જયવંતિ બહેન ખુશીને અનહદ પ્રેમ આપતા હોવાથી ખુશી પોતાની અંગત વાત કરતી. ખુશી તેમને આદર આપતી અને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી. જો તેને કોઈ વાર મનમાં સંશય પેદા થતો ત્યારે તેને થતું મમ્મીના ગયા પછી આવા ગુરૂએ મને ન સંભાળી હોત તો આજે જે સ્થાને આવી પહોંચી છું; તે કદાચ સંભવ ન હોત! ખુશી તેમની પાસેથી ઘણું શીખી.

જીવનમાંમાં ધ્યેયને પામવા કોઈ પણ અવરોધ આવે તો નાસીપાસ થયા વગર પોતાનું કર્તવ્ય જારી રાખવું. જીવનમાં સંઘર્ષ આવે, માર્ગ મુશ્કેલ જણાય તેથી કાંઈ ધ્યેયની દિશામાં પાછાં પગલાં ન ભરાય! જ્યારે પરિણામ આવે ત્યારે આ બધું ગૌણ જણાય. ખુશી પ્રોત્સાહન મેળવી પાછી પોતાના કાર્યમાં ગુંથાઈ જતી.બમણા ઉત્સાહથી ભણવામાં ધ્યાન આપતી.

બંને ભાઈઓ જરૂર પડ્યે જયવંતિ બહેનની સલાહ લેતા. ખુશી હરહંમેશ તેમની પ્રગતિ પર ચાંપતી નજર રાખતી. તેના પપ્પાને આવી સુંદર અને સમજુ દીકરી પર ખૂબ ગર્વ હતો. નવી મમ્મીને પોતાને બાળક ન થવાથી આ બાળકો પર ધીરે ધીરે વહાલ ઉપજ્યું હતું. જેને કારણે ખુશીને થોડી રાહત લાગતી હતી.

ધીરે ધીરે તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ઘરે આવે ત્યારે રસોઈમાં મદદ કરવા તત્પર રહેતી. માંદે સાજે દવા અને ઈંજેક્શન પ્રેમથી આપતી.

વિવેક અને ખુશી જ્યારે પણ મળતાં ત્યારે ભણવાની વાત યાતો મુંબઈની વાત નિકળતી. વિવેક માટે મુંબઈ નગરી નવી હતી. ખુશીની સાથે ગુજારવાની એક પણ તક વિવેક હાથમાંથી સરવા દેતો નહી. ધીમે ધીમે મિત્ર બનીને નજીક સર્યો. વિવેક અમદાવાદનો હોવાથી ખુશીની જરૂર તેને ડગલેને પગલે પડતી. તેની સભ્યતા ખુશીને પસંદ પડી હતી.

જાણે અજાણ્યે ક્યારે બંને પ્રેમમાં પાગલ બન્યાં તેનો અંદાજ બેમાંથી એકેયને ન હતો. વિવેકને તો ખુશી પહેલી નજરે ગમી હતી. આટલી જલ્દી મુરાદ બર આવશે તેનો ભરોસો ન હતો! હવે તો બંને જણાં ત્રીજા વર્ષમાં આવી પહોંચ્યાં.

વિવેક અવારનવાર ખુશીને ઘરે જતો. ખુશીનાં બંને ભાઈ વિવેક ઘરે આવે ત્યારે ખુશ થતા. ખુશીના પપ્પાને અંતરમાં ઇચ્છા હતી આ બંને જણાં આગળ જતાં આનંદના સમાચાર આપે તો સારું.

ખુશીની ડોક્ટર બનવાની મનોકામના હવે ગણત્રીના દિવસોમાં સફળ થવાની હતી.

જયવંતિ બહેને તેનામાં રહેલી નબળાઈઓ પારખી ખૂબ સાવચેતી પૂર્વક દૂર કરી તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ડૉક્ટરી ભણવું એ ખૂબ મહેનત માગી લે છે. ખુશી તેના નાના ભાઈઓને કેમ સાચવવા તેની સાચી સલાહ મેળવતી. બંને ભાઈ, દીદીએ તેમનામાં મૂકેલા વિશ્વાસને દીપાવવાનો પ્રયત્ન કરતાં. દીદીએ તેમને બચપનથી ગળે લગાવી કેળવણીનો આગ્રહ સેવ્યો હતો. ખુશીએ તેમને ખબર પણ પડવા દીધી ન હતી કે માનો અભાવ કોને કહેવાય! હવે યુવાન ખુશીને સારા નરસાનું ભાન આવ્યું હતું.

વિવેક સંગેની મૈત્રી મેઘધનુના રંગ તેની જીંદગીમાં પાથરી રહ્યા. વિવેકે તેની હિંમતને દાદ આપી. ખુશી ખરેખર ખુશ જણાતી.

બસ આ છેલ્લું વર્ષ અને પછી એક વર્ષની ‘ઈન્ટર્નશીપ’ બાકી હતી. વિવેક અને ખુશીનો પ્રેમ રંગ લાવી રહ્યો હતો’.બંને જણા બધે સાથેને સાથે જ દેખાય. સાથે વાંચતા હોય, નવરાશની પળોમાં સાથે કેન્ટીનમાં હોય યા ખૂબ થાક્યા હોય ત્યારે કોઈકવાર છેલ્લા શોમાં ઈરોસમાં પિક્ચર જોવા ગયા હોય. ખુશી એકાદવાર અમદાવાદ વિવેકને ત્યાં પણ જઈ આવી.

વિવેકના મમ્મીનું દિલ ખુશીની સાલસતાથી પ્રથમ મુલાકાતમાં જીતાઈ ગયું. ખુશીના બંનેભાઈ હવે કોલેજના બારણામાં આવી પહોંચ્યાં હતાં. ખુશીએ સારો દાખલો બેસાડ્યો હતો જેથી તેમની પ્રગતિ પ્રશંસનીય રહી.

ખુશી જ્યારે કોલ ઉપર હોય ત્યારે થાકેલી પોતાની રૂમ પર આવી સીધી સૂઈ જતી. મેડિકલના છેલ્લા વર્ષમાં ખુશી હોસ્ટેલમાં રહેવા આવી હતી.

વિવેક તેનું ધ્યાન રાખતો. ખુશીને તે ખૂબ ગમતું. ખુશીઃ’ વિવેક, હવે ભણવાનો અંત નજીક જણાય છે. બસ મારું સ્વપ્ન સાકાર થયું. આજે મારી માતાની છબી મારી સામે મંદ મંદ મુસ્કુરાઈ રહી છે. મેં જ્યારે માતાને ગુમાવી તે ઉમરમાં પણ તેને મારા સ્વપનાની જાણ હતી. જ્યારે વિવેક સાથે ફોટો પડાવવા ગઈ ત્યારે ચુંટીયો ખણી પાકું કર્યું કે આ સપનું તો નથી ને? ઘરે આવી માતાની છબીને નિરખી રહી.

છબીમાં મંદ મંદ મુસ્કુરાતી માનું સ્મિત હૈયે જડાઈ ગયું.


Rate this content
Log in