Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishwadeep Barad

Children Crime Others

3  

Vishwadeep Barad

Children Crime Others

માનવ

માનવ

4 mins
14.7K


એમ્બ્યુલન્સ, ફાયર-બ્રીગેડ, પોલીસ-કાર વગેરેના સાયરનનો અવાજ સાંભળી, બે-બાકળો ઉઠી, નાઈટ-ગ્રાઉન પહેરી, સિક્યોરીટી સિસ્ટમ બંધ કરી ઘરની બહાર આવી જોયું, તો બાજુના પડોશી મહેશભાઈના ઘરમાં જબરી આગ જોઈ ! ફાયર-હાઈડ્ર્ન્ટમાંથી પુરાજોશ સાથે પાણીનો મારો ચાલુ હતો. ફાયર-પ્રૂફ ડ્રેસ પહેરેલા ડીપાર્ટમેન્ટના માણસો ઘરમાં જઈ સભ્યોને બચાવવા પુરી કોશિશ કરી રહ્યાં હતાં. અફસોસ ! ઘરમાંથી એક પછી એક ત્રણ લાશ એમ્બ્યુલન્સમાં મૂકતા જોઈ, કડકડતી ઠંડીમાં ઉષ્ણતા ભર્યા આંસુથી ગાલ દાઝ્યાની લાગણી અનુભવી ! વર્ષો જુના પડોશી મિત્ર મહેશભાઈ, મંજુબેન અને દીકરા માનવનું આવું કરુણ મોત !

કેટલીય વખત મારા યાર્ડમાં ફૂલના છોડ રોપવા માનવે મને મદદ કરી છે, મહેશભાઈ મારી માંદગીમાં ડૉકટરને ત્યાં જવા રાઈડ આપી છે, રસોઈના શોખીન મંજુલાબેન કોઈ સરસ વાનગી બનાવી હોય તો ઘેર આવી આપી જાય ! એકાએક શું થયું હશે ? ઘરમાં આગલાગી હશે ત્યારે સ્મોક-ડીટેકટર નહી વાગ્યું હોય ? સિક્યોરિટી-સિસ્ટમ કામ નહી કરી હોય ? એતો ઑટોમેટિક પોલીસ અને ફાયર-ડીપાર્ટમેન્ટને જાણ કરી દે ! હા, કદાચ એથીજ તો ફાયર-ડીપાર્ટમેન્ટ્, પોલીસ અહીં જલ્દી આવી પહોંચી. લીન્કન સબ-ડિવિઝનના સૌ રહેવાસીના મોઢાપર ઉદાસીનતા હતી !

બીજે જ દિવસે ટી.વી પર સમાચાર જાણવા મળ્યા કે આગ ઈરાદા-પૂર્વક લગાવવામાં આવી હતી, પૂત્ર માનવની લાશ રસોડામાંથી મળી અને સાથો સાથ ગેસ-કેન(પેટ્રોલનો ડબ્બો)પણ. પોલીસે આગળ તપાસ આદરતા જાણવા મળ્યું કે વૉલમાર્ટ સ્ટોરમાં માનવ રાત્રે બે વાગે ગેસ-કેન સાથે લાઈવ- વિડિયોમાં જોવા મળ્યો. પોલીસનું માનવું છે કે માનવ ઘેર જઈ બેડરૂમમાં ગેસ(પેટ્રોલ)છાંટી, ઘરમાં બધે છાંટતા,છાંટતા રસોડા સુધી અવ્યો હશે અને આગ લગાડી રસોડાની બારીમાંથી છટકી જ્વાનો ઈરાદો હશે પણ આગ એટલી ઝડપી વધી હશે કે તે પણ છટકી ના શક્યો.

શું મા-બાપને બાળી ઈન્સ્યુરન્સના લાખો ડોલર મેળવવાના આવો મેલો ઈરાદો દીકરો કરી શકે ? જે મા-બાપે ૧૭ વર્ષ પહેલાં અનાથ માનવને ભારત જઈ એડાપ્ટ (ગોદે લીધેલ) કરેલ તે વખત માનવની ઉંમર માંડ ત્રણ મહિનાની હશે. અમેરિકામાં જ્યારે લાવ્યા ત્યારે એક ભવ્ય પાર્ટી જેમાં પાચસોથી પણ વધારે મહેમાનો આમત્રિંત કરેલ. માનવની સંભાળ અને દેખરેખ રાખવા મંજુલાબેન નોકરી છોડી દીધી. મહેશભાઈ એક કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતાં એથી આર્થિક દ્રષ્ટીએ સદ્ધર, એથી માનવ બહુજ લાડ-કોડમાં ઉછરેલ. મંજુલાબેન પાસે પણ માસ્ટર ડીગ્રી હતી , માનવને હોમવર્કેમાં તેના સ્કુલ પ્રોજેક્ટમાં તેમજ ગણીત-સાયન્સ વગેરેમાં મમ્મીની સહાય બહુજ મળી રહેતી. પરીક્ષામા બધા વિષયમાં “એ” ગ્રેડ (માર્કસ) લાવતો, કલાસમાં સૌથી હોશીયાર માનવ ટીચરનો માનીતો સ્ટુડન્ટ ગણાતો.

પોણા છ ફૂટનો માનવ બાસ્કેટ-બોલમાં દરેક ગેઈમ(રમત)ઓછામાં ઓછા ૧૨ પોઈન્ટતો કરેજ. મહેશભાઈ-મંજુલાબેન બન્ને માનવ, સ્કુલમાં એક ઑનર સ્ટુડન્ટ છે એ જાણી ઘણુંજ ગૌરવ લેતાં. મંજુલાબેન કહેતા, ”મહેશ,આપણને કોઈ સંતાન નથી થયું એનો કોઈ હરખ-શોક નથી, ગયા જનમની લેણ-દેણ કંઈક બાકી હશે એથી ઈશ્વરે આપણને દીકરાથી પણ વિશેષ એવો “માનવ” આપ્યો, હે ! ઈશ્વર અમો તારા ઘણાંજ ઋણી છીએ. આપણી સાથે માનવ નિયમિત શનિ-રવિ મંદીરે આવે છે. મારી બહેનપણી નેહા કહેતી હતી કે “તમારો માનવ તો બહુંજ સુદર પ્રાર્થના ગાય છે, અવાજ પણ એટલો સુંદર છે ! તબલા પણ ઘણાંજ સારા વગાડે છે.” મંદીરમાં સૌ એને “માનવ-ભગત” કહીને બોલાવતા.

‘બેટા, માનવ ! તારો રીપોર્ટ જોયો, આ વખતે કેમ બે સબ્જેકટમાં “બી” ગ્રેડ ? કાંઈ ટીચરની ભુલ તો નથી થઈને ?" મંજુલાબેને શાંત સ્વરે પૂછ્યું. માનવ જવાબ આપ્યા વગર એના રૂમમાં જતો રહ્યો. મંજુલાબેન કસી આગળ ચર્ચા ના કરી. "બેટા ! તારી તબિયતતો સારી છેને ? માનવના બંધ બારણાંમાંથી કઈ જવાબ ન મળ્યો. દિન-પ્રતિદિન પરિસ્થિતી બગડતી ગઈ, ગ્રેડ ઓછા આવવા લાગ્યાં, શું થઈ ગયું માનવને ? મા-બાપની ચિંતા વધી ગઈ. “બહુંજ , શાંતીથી કામ લેવું પડશે, ટીન-એઈજ એવી વય છે કે કશી ગતાગમ ના પડે છતાં બધુંજ સમજે છે એવું માનીલે. મા-બાપ ખોટા, પોતે સાચા, અને એનું નામ ”ટીન-એજર’. સ્કુલના ટીચરે વિધાન કર્યું, "ચિતા ન કરતાં, મિસ્ટર માહેશ ! હું એને સમજાવીશ.”

ખરાબ શોબતના સંગને બેહુદો રંગ લાગતાં ક્યાં વાર લાગે !માનવ, માઈક અને જેશનની ગેન્ગ(ટોળી)નો ભોગ બન્યો હતો. કશું સમજવા તૈયાર જ નહોતો. નસો કરી ઘેર આવ્યો. ડ્ર્ન્ક(પીધેલ)હતો. મહેશભાઈ ગુસ્સે થઈ કહ્યું. તારી કાર પણ લઈ લઉછું, તારી હાથ ખર્ચી બંધ, જ્યા સુધી તું ખરાબ શોબત અને ડ્રીન્ક પીવાનુ છોડીશ નહીં." માનવ ગુસ્સે થઈ, ગાળ બોલી એના રૂમમાં જતો રહ્યો. મોડી રાત સુધી માઈક સાથે વાતો કરી,

મૈકે કહ્યું, "યાર! તું એકનો એક છે, મા-બાપ ગયા પછી બધી મિલકત તારીજ તો.”

”યાર હું આ મા-બાપથી કંટાળી ગયો છું. એજ રાતે રાતના બે વાગે ઊઠી મહેશભાઈની કારની ચાવી ઉઠાવી ચુપ-ચાપ ગેરેજમાંથી ગેસ-કેન લઈ. કારમાં નિકળી પડ્યો. ગેસ(પેટ્રોલ) લેવા ! વિનાશ કાળે વિપરીત બુધ્ધી !

ફ્યુનરલ-હોમ ખીચો-ખીચ હતું.

મહેશભાઈ, મંજુલાબેન અને માનવ ત્રણેના બૉડી એટલા બળેલા હતાં કે ત્રણેના શબ કૉફીનમાં ચાદરથી ઢાંકવા પડ્યા. મહારાજે ધાર્મિક વિધી પુરી કરી, બાદ નજીકના મિત્રોએ શ્રધાંજલી આપતાં પ્રવચનો કર્યા. પછી એક પછી એક લાઈનમાં ફૂલ રાખી માનવ-દેહને છીલ્લી વિદાય આગળ ધપતાં હતાં. છેલ્લી બેન્ચમાં બેઠાં બેઠાં મેં પાછળથી કોઈને બોલતા સાંભળ્યા.

“જોયું..દયા ડાકણને ખાઈ ગઈ!”

’નો આઈ એમ નોટ એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ.(ના,હું તમારા વિધાન સાથે સહમત નથી). એમણે તો એક અનાથને આસરો આપી, માનવતાનું કાર્ય કર્યું હતું..."


Rate this content
Log in

Similar gujarati story from Children