Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Inspirational Tragedy

4  

Janakbhai Shah

Inspirational Tragedy

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત.6

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત.6

6 mins
14.3K


આશાનું કિરણ

સવાર થતાં જ પેલી સ્ત્રીને ન જોતાં હું હતપ્રભ બની ગયો. હું લીલીને બાઝી પડ્યો. રસ્તો અગોચર અને ભયાનક હતો. ડરના માર્યો હું રડી પડ્યો. હવે શું કરવું?

આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. જોરદાર પવન ફુંકાતો હતો. હું બીક અને ઠંડીથી ધ્રૂજતો હતો. મેં ધીમે ધીમે હિંમતથી ભાખોડિયા આગળ ચાલવાની કોશિશ કરી. આ રસ્તો ધારદાર ઘાસથી છવાયેલો હતો. તેને કારણે ઓછા માણસો આ રસ્તે આવતા હતા. મારા હાથ અને ઘૂંટણો લાલચોળ થઈ ગયા અને તેમાંથી લોહી ટપકવા લાગ્યું. અંધારું થતા સુધી અમે ભટકતાં જ રહ્યા. પછી હું એક ડાંગરના ખેતરમાં ઘૂસ્યો. આજુબાજુનું ઘાસ એકઠું કરી અમારા સૂવા માટે જગ્યા સરખી કરી.

સખત ઠંડી હતી. સુસવાટા મારતો પવન ફૂંકાતો હતો. બટન વગરના કોટથી શરીર ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ભૂખ પણ કકડીને લાગી હતી. આગલા દિવસે સવારે એકવાર ખાધું હતું. મને ચાઓ કાકા અને કાંગસીવાળી યાદ આવી. ચોરીનો આરોપ અને મારી કમનસીબી યાદ આવી. મારાં મા-બાપ યાદ આવતા મારી આંખમાંથી અભાનપણે આંસુ વહેવા લાગ્યા. લીલી મને પાસે ખેંચી વહાલપૂર્વક લાગણી બતાવવા લાગ્યો. ચાઓ કાકાએ કહેલી કહેવત, ''અંધકારમય દિવસો પછી જરૃર એક દિવસ નૂતન - પ્રભાત પ્રગટશે અને નસીબનું ચક્ર માનવીના ભાગ્યને પલટાવી નાખશે.'' યાદ આવી. તે આશા સાથે હું ઉંઘવાની તૈયારી કરવા લાગ્યો.

જાગ્યો ત્યારે સૂર્યનાં કિરણો મને ઢંઢોળી રહ્યાં હતાં. લીલી તેની આંખો ચોળતો હતો. નાના બાળકની જેમ તે અશક્તિના કારણે ગબડી પડ્યો હતો. તે ભૂખ્યો છે તે હું જાણતો હતો. પરંતુ આમાં હું શું કરી શું તેમ હતો ? પરિસ્થિતિએ મને લાચાર બનાવી દીધો હતો. અમે ગામથી તો ઘણે દૂર હતા. રસ્તાની બન્ને બાજુએ માત્ર ડાંગરના ખેતરો સિવાય કાંઈજ ન હતું. વળી ડાંગર તો લણાઈ ગઈ હતી.

આમ પડ્યા રહેવાથી ભૂખી હોજરી સંતોષાશે નહિ. ચાલીશું તો ક્યારેક કાંઈક તો હોજરીમાં પડશે એમ માની લીલીનો હાથ પકડી મેં કહ્યું, ''ચાલ, આગળ જઈએ. આગળ ઘણું બધું ખાવાનું છે.'' મારા હાથ અને પગ ઝાકળથી ભીંજાયા હતા. ધારવાળું ઘાસ મારી ચામડીમાં ભોંકાતું હતું. અતિશય ભૂખના કારણે હવે એક ડગલું પણ આગળ ખસી શકું એમ ન હતો. લીલીને ઘાસ ચૂસતો જોઈને મેં પણ થોડું ઘાસ તોડીને મોંમાં ખોસ્યું. પણ તે ખરબચડું અને કડવું હતું. મારે ઘાસ થૂંકી નાખવું પડ્યું. પછી હું એક ખેતર તરફ સરક્યો. એક ધોરીયામાં માથું નમાવી પ્રાણીની જેમ પાણી પીધું. મોડે મોડે મને એક પ્રકારનું મૂળીયું ઘાસ મળી આવ્યું હતું. તે ઘાસથી મેં મારી થોડી ઘણી ભૂખ સંતોષી હતી. પરંતુ આ મૂળ ચૂસવાથી અને ધોરીયાનું ગંદુ પાણી પીવાથી મને ચક્કર આવતા લાગ્યા. મારી શકિત હું ગુમાવવા લગ્યો. થોડા દિવસમાં તો સાવ હું નંખાઈ ગયો. હું સહેજપણ ઘૂંટણીયે ચાલી શક્તો નહિ. અંતે થાકીને હું લાંબો થઈ ગયો અને ઊંઘવા લાગ્યો. જાગ્યો ત્યારે ત્યાં લીલી ન હતો.

''લીલી, લીલી !'' મેં મોટેથી બૂમો પાડી. પણ... મારો અવાજ ખાલીખમ ખેતરોમાં ક્યાંય ચાલ્યો ગયો. મને થયું કે શું તે ભૂખે મરી ગયો હશે ? મને તેના ચાલ્યા જવાથી આશ્ચર્ય થયું. મારો એકમાત્ર સહારો હતો શું તે પણ ચાલ્યો ગયો? શું હું લીલી વગર જીવી શકીશ ?

અચાનક દૂર કાંઈક કાળું દેખાયું. તે લીલી હતો. તે મારા તરફ દોડીને આવતો હતો. મને લાગ્યું કે તે કાંઈક ઉત્સાહમાં હતો. તેના હાથમાં બે બટેટા હતા. હું તેને ભેટી પડ્યો. તેના શરીરને મેં વ્હાલથી ચૂમી લીધું. હવે મારી હોજરીમાં કાંઈક પડ્યું હતું. આટલામાં ક્યાંક બટેટાના ખેતરની શક્યતા જણાઈ.

ફરી એક વખત મેં ઘૂંટણીએ ચાલવા પ્રયત્ન કર્યો. લીલી મારી આગળ ચાલતો હતો. આખરે અમે એક બટેટાનાં ખેતરમાં આવી પહોંચ્યા. લીલીએ બટેટા ખોદી કાઢ્યા. વળી આગળ ખસતા ખસતા અમે એક વટાણાના ખેતર પાસે આવી પહોંચ્યા. ગુમાવેલી આશા અને શ્રદ્ધા મેં પાછી મેળવી.

એકલા ગુજારેલી ઠંડી અને તોફાની રાતો હું ભૂલી ગયો. એક દિવસે સાંજે ખેતરોની પેલે પાર ધુમાડાની સેર ઊંચે આકાશમાં જતી જોઈ. મેં લીલીને ઉત્સાહથી મારી પાસે ખેંચ્યો અને આનંદમાં આવી જઈને ધુમાડાની સેર તરફ ધકેલ્યો. મેં ઘૂંટણીએ ચાલવાની ઝડપ વધારી. પડતો આખડતો હું લીલી સાથે જંગલની બહાર નીકળી ગયો. પણ કાચા વટાણા અને મીઠા બટેટા ખાવાથી મને ઝાડા થઈ ગયા. હું ભયંકર રીતે નબળો પડી ગયો હતો. મારું મોઢું તરસથી સુકાતું હતું. હું મારા સુકા થઈ ગયેલાં હોઠો ચાટવા પ્રયત્ન કરતો હતો. વધુ બે દિવસ આ રીતે ગયા હોત તો હું તરસથી જ મરી જાત. એક એક ડગલું મારે મન પહાડ જેવું હતું. થોડીક ક્ષણો ગામડું નજીક આવ્યું હોય તેવી ભ્રમણા થઈ. પરંતુ અમે માનતા હતા તેટલું તે નજીક ન હતું.

અંતે અમે એક તળાવ પાસે આવી અટક્યા. તરસના કારણે હું મારી જાત પર કાબૂ રાખી શક્યો નહિ અને પડતો આખડતો પાણી પીવા તળાવ તરફ ગબડ્યો. પીવાય તેટલું ધરાઈને પાણી પીધું. હું પાછો આવવા જતો હતો ત્યાં મારા હાથ અને ઘૂંટણ લપસ્યા અને હું તળાવના કિનારે ખૂપ્યો. જેમ બહાર નીકળું તેમ વધું ખૂંપવા લાગ્યો. અંતે બેભાન થઈ પડ્યો.

પીઠમાં પીડા થવાથી હું જાગ્યો અને જોયું તો બાળકો કાદવના લોંદા મારી પીઠ પર ફેંકતા હતા. તો કોઈક વળી કાદવ મારા શરીર પર લપેડતા હતા અને મજા માણતા હતા. હું સળવળ્યો અને ઊભા થવાની મથામણ કરવા લાગ્યો ત્યારે તેઓ ડરી ગયા અને ભાગ્યા. ભાગતા ભાગતા તેઓ ''ભૂત ! ભૂત ! '' ની બૂમો પાડતા હતા.

હું મહામહેનતે કાદવમાંથી બહાર નીકળી ઘૂંટણીએ ચાલતો બહાર આવ્યો ત્યારે કેટલાક બહાદુર છોકરા મારાથી ડર્યાં વગર મને વીંટળાઇ વળ્યા. તેઓ બધા ભેગા થઈને મને પૂછવા લાગ્યા, ''પેલો તારો વાંદરો છે ? તે કેળાં તોડીને ખાઈ જતો હતો એટલે અમે તેને ચીડવ્યો છે. ''

ત્યાં એક સારા ઘરની ખાનદાન સ્ત્રી તેની છોકરીના નામની બૂમો પાડતી ત્યાં આવી પહોંચી. મને કાદવથી ખરડાયેલો જોતાં જ તે હેબતાઈ ગઈ. તેણે પૂછ્યું, ''આવી હાલતમાં તું અહીંયાં પહોંચ્યો કેવી રીતે ?'' મેં માંડીને મારી વીતકકથા તે ભલી સ્ત્રીને કરી. પછી તે ભલી સ્ત્રી મને તેના ઘરે લઈ ગઈ. તેની દીકરીને મારું શરીર સાફ કરવા માટે પાણી લઈ આવવા કહ્યું. મારા માટે ગરમાગરમ ખાવાનું તૈયાર કર્યું. મને ગરમ પાણીએ નવરાવ્યો. મારા વધી ગયેલા વાળ કપાવરાવ્યા અને મને કપડાં પહેરાવ્યા. તે સાંજે તેના દીકરો અને દીકરી મારા માટે પુષ્કળ ફળો લઈ આવ્યા. મારી અને લીલીની ફળ ખાવાની રીત જોઈ તેઓ ખૂબ નવાઈ પામ્યા. તેની દીકરી માંડ દસેક વર્ષની હશે. મારા કરતાં તે ત્રણ વર્ષ મોટી હતી. તે દેખાવે ખૂબ રૂપાળી હતી. તે હસતી હતી. પોતે જે કાંઈ કહેવા માગે તે ઇશારા વડે અને હાવભાવથી બીજાને સમજાવતી. તે મૂંગી હતી.

હું અને લીલી લગભગ એક મહિનો તે ભલી સ્ત્રીના ઘરે રહ્યા. એક વખત તે ગામમાં એક મોટો ધાર્મિક ઉત્સવ હતો. આથી ત્યાં ભક્તો અને ભિખારીઓનાં ટોળે ટોળા આવવા લાગ્યાં હતાં. હું વાડમાં રમતો હતો ત્યં એક ભિખારણે મને બોલાવ્યો. તે અમારા ગામની ભિખારણ હતી. મને આશા બંધાઈ કે હવે હું મારા ઘરે જઈ શકીશ. આથી હું ઘૂંટણીએ ચાલી તે ભિખારણ વિષે મને આશ્રય આપનાર ભલી સ્ત્રીને કહેવા ગયો. પણ જેવા અમે બહાર આવ્યા કે પેલી ભિખારણ ગાયબ થઈ ગઈ. પણ તે ભલી સ્ત્રી મને પીઠ પર ઊંચકી પેલી ભિખારણની શોધમાં એક ઘરથી બીજે ઘર ફરી.

છેવટે તે ભિખારણ મળી. તેણે મને ઘેર લઈ જવાની સંમતિ બતાવી. હું ખૂબ ખુશ થઈ ગયો. પણ લીલીનો સાથ છોડવો પડશે તેનું મને સૌથી વધુ દુઃખ હતું. તે સાંજે લીલીને ભેટી હું ખૂબ રડ્યો. ઘણાં સમયથી અમે બન્ને સાથે હતા. લીલી એક માનવી કરતાં પણ ચડિયાતો સાબિત થયો હતો. શું આજનો માનવી લીલી જેવું માનવીય વર્તન કરી શકે ?

બીજે દિવસે સવારે પેલી ભલી બાઈ મને સ્ટેશને મૂકવા આવી. જરૂર પૂરતા પૈસા પણ મને આપ્યા. ગાડી ઉપડતાં પેલાં છોકરા-છોકરી વચ્ચે ઊભાં રહીને હાથ હલાવતાં લીલીને જોઈ હું રડી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational