Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Inspirational Tragedy

2  

Pravina Avinash

Classics Inspirational Tragedy

તમે પરણો ને !

તમે પરણો ને !

4 mins
7.3K


‘પપ્પા, મારાથી તમારું આવું નિરાશા ભર્યું મુખ નથી જોઈ શકાતું.'

‘પપ્પા કોઈ સારી મિત્ર કે સ્ત્રી મળે તો તમે પરણી જાવ.'

રોજ સવાર પડે કે શિખા પપ્પાને ફોન કરે. બાળકો શાળાએ જાય. પતિદેવ પોતાની બાદશાહી નોકરી પર જાય. શિખા નસીબવાળી હતી. દસથી બેની નોકરી કરે. આટલું બધું ભણી હતી. શામાટે તેનો સદઉપયોગ ન કરે. નોકરી માત્ર પૈસા ખાતર નહોતી કરતી. તેને ખબર હતી પતિની ધુમ કમાણી છે. પોતાનું દિમાગ કાટ ન ખાઈ જાય તેનું ધ્યાન રાખતી. ઘરનું કોઈ કામ એવું ન હોય કે જેના પ્રત્યે તે બેદરકાર રહે.

પપ્પાને કહી કહીને થાકી,’ તમે અમારી સાથે રહેવા આવી જાવ.' પણ પપ્પા માને તો ને ?

પપ્પાને ખબર હતી શિખા તેના પરિવાર સાથે સુખી છે, વ્યસ્ત છે. વરસમાં બે વાર તેને ત્યાં બેંગ્લોર જતા. સહુને પ્રેમ આપી માનભેર ત્યાં મહિનો પસાર કરી પાછા આવતા. શિખાના પૂજ્ય સાસુ અને સસરા બરાબર બાજુના ફ્લેટમાં રહેતાં. તેમનું ખૂબ પ્રેમથી ધ્યાન રાખતી. જેને કારણે સાહિલ તેના પર આફ્રિન હતો. કલકત્તામાં શિખાના પપ્પાનું બહોળું મિત્ર મંડળ હતું. ઘરમાં નોકર, ચાકર, રસોઈઓ અને ડ્રાઈવર ખૂબ જૂના અને વફાદાર હતા.

જ્યારથી સલોનીએ સાથ છોડ્યો ત્યારથી શ્રી સાવ નંખાઈ ગયો હતો. તેને કશું ગમતું ન હતું. કરે પણ શું ? જીંદગી અને મોત એક માત્ર સર્જનહારના હાથમાં છે. શિખા જ્યારે નોકરી પર જવા તૈયાર થતી હોય ત્યારે સ્પીકર ફોન પર દરરોજ પપ્પાને ભલામણ કરે.

‘બેટા હવે મારી ઉમર સાઠ ઉપરની થઈ ગઈ.'

‘પપ્પા. તમે ટી.વી. પર જોતા નથી અમેરિકામાં તો સીત્તેર વર્ષે પણ સ્ત્રી અને પુરૂષ પરણે છે.‘

‘હા, બેટા તે અમેરિકા છે.‘

‘તો શું થઈ ગયું?'

શ્રી આજે ખૂબ વિચારમાં હતો. પથ્થર પર રોજ પાણીની સતત ધાર પડે તો વર્ષો પછી ત્યાં ખાડો જણાય છે. શ્રી તો પુરૂષ હતો. તાજો તાજો ઘરભંગ થયો હતો. સલોનીની યાદ તેને કોરી ખાતી હતી. અધુરામાં પુરું સલોની આજે સ્વપનામાં આવીને વહાલથી સમજાવી રહી હતી.

‘શ્રી, મને ખબર છે તું મને ખૂબ પ્રેમ કરે છે. આપણું પાંત્રીસ વર્ષનું દાંપત્ય જીવન કોઈને પણ ઈર્ષ્યા આવે એવું સુંદર હતું. શ્રી, દો હંસોકા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામા જુલમ ભયો રે. પણ મારું માન, તને યાદ છે પેલો તારો દોસ્ત વિનય શું કહે તો હતો ? તું સો વર્ષ જીવવાનો છે. એકલા જીંદગી કાઢવી દુષ્કર છે. મારા આત્માની શાંતિને ખાતર તું યોગ્ય વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપ.'

શ્રી એકદમ સફાળો ખાટલામાં બેઠો થઈ ગયો. ‘સલોની, સલોની સ્વપનામાં સતાવે છે. આંખ ખોલું ત્યારે ગાયબ!'

આજે જ્યારે સવારના સાડા આઠ વાગે શિખાનો ફોન આવ્યો ત્યારે શ્રીએ ચાર રિંગ પછી ફોન ઉપાડ્યો.

‘પપ્પા તમે હજુ ઉઠ્યા નથી?'

‘ના, બેટા સવારના જરા આંખ લાગી ગઈ હતી.'

‘તમે તો રોજ પાંચ વાગે ઉઠો છો પપ્પા.'

‘હા, બેટા કાલે રાતના ઉંઘ ખૂબ મોડી આવી.'

‘પપ્પા, તમને મમ્મી સ્વપનામાં આવી હતી ?’

‘હા.'

કેટલી લાગણી પપ્પા અને મમ્મી કાજે ? શિખાનો ભાઈ સાહિલ તો પરણીને અમેરિકા ગયો હતો. મમ્મીના દુઃખદ સમાચાર સાંભળી ચાર દિવસ આવીને પાછો જતો રહ્યો. ત્યાં તેને પણ બાળકો હતા. તેની ભાભી, સીમીના માતા અને પિતા તેમની સાથે જ રહેતા હતા. બન્ને જણા નોકરી પર જાય તો બાળકોનું ધ્યાન કોણ રાખે? સીમીએ પોતાના માતા અને પિતાને ભારતથી કાયમને માટે અમેરિકા બોલાવી લીધા.

સીમીને ક્યારેય એક પળ પણ વિચાર ન આવ્યો કે સાહિલના પપ્પાજી એકલા છે ! તેમને સ્થળની ફેરબદલી કરાવવા અમેરિકા બોલાવીએ. શ્રી અને સલોની ત્રણેક વાર આવી ચૂક્યા હતાં. સીમીના લુખા વર્તનને કારણે માંડ મહિનો માસ રોકાઈને પાછા જતાં. સાહિલને તો પોતાની નોકરી પરથી બહુ સમય મળતો નહી. શનિવાર અને રવિવાર સીમી અને બાળકો માટે તેમાં પપ્પા અને મમ્મી માટે સમય ક્યાંથી લાવે ?

બિચારો સાહિલ, મરજી હોય તો પણ કરવું નામુમકિન !

શ્રી આજે મોડો ઉઠ્યો હતો. સવારના પહોરમાં બાગમાં ફરવા જવાને બદલે જીમમાં ગયો. મોડો ગયો હોવાથી રોજના મિત્રો નીકળી ગયા હતા. ટ્રેડમીલ પર ચાલતાં તેની નજર બાજુમાં ગઈ.

‘અરે, સુહાની તું અંહી ક્યાંથી?’

‘હું તો દરરોજ આ સમયે આવું છું. ઉમર થઈ એટલે બધું કામ ધીરે પતાવીને નિરાંતે આવું. હવે એકલી છું. ઘરમાં ખાસ કામ હોતું નથી. બે કલાક આરામથી જીમમાં પસાર કરી ઘરે જાંઉ, ત્યારે સરલાએ રસોઈ કરી રાખી હોય.' પતિ ગુમાવ્યા પછી સરલા એકલી હોવાને કારણે સુહાનીની સાથે રહેતી. તેનું બધું ધ્યાન રાખતી.

નાના એવા સવાલનો આવો લાંબો જવાબ સાંભળી, શ્રીને મનમાં હસવું આવ્યું. શ્રીને યાદદાસ્ત તાજી કરવી પડી. સુહાનીએ ચાર વર્ષ પહેલાં પતિનો સાથ ગુમાવ્યો હતો. અચાનક કેન્સરની ગાંઠને કારણે બે મહિનામાં તેનો પતિ વિદાય થયો હતો. અચાનક દીકરીનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો,'પપ્પા યોગ્ય સાથી મળે તો પરણી જાવ.'


Rate this content
Log in

Similar gujarati story from Classics