Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

એવું કેમ બને?

એવું કેમ બને?

4 mins
7.2K


‘દોડો, દોડો પેલો કેતુ પાણીમાં તણાઈ રહ્યો છે.’

ઉનાળાની રજામાં બીચ પર ન જઈએ તો મઝા ન આવે. એમાં પાછો આ તો લોંગ વિકએન્ડ. ૪થી જુલાઈની પરેડ જોઈને બધા બીચ ભણી ઉપડ્યા ગેલ્વેસ્ટન બીચ મઝાનો છે. આમ તો મીના અને મિહિરે ‘ડાઈવૉર્સ’ લીધા હતા. બે બાળકો હતા એટલે અવાર નવાર મળવાનું થતું.

ભલું થજો બાળકોને કારણે તેમનો વ્યવહાર ખૂબ સભ્યતા પૂર્વકનો રહેતો. તેમની સામે ‘લેંગવેજ’ સારી ઉચ્ચારતા. વાતાવરણ પણ સભ્યતા ભર્યું અને પ્રફુલ્લિત રહે તેવું બન્ને વર્તન કરતા.

મીના અને મિહિરે લગ્નના દસ વર્ષ પછી છૂટાછેડા લીધા. મિહિર હતો મનમૌજી. મીના હતી ‘પરફેક્શનિસ્ટ’. મિહિર જિંદગીને ખૂબ હળવાશપૂર્વક લેતો. ખૂબ ભણેલો અને હોંશિયાર હતો.

સ્વભાવનો લહેરી લાલો અને રમૂજી. મીનાને આ બધું બાળક વેડા લાગે. જો મીનાનું મોઢું સવારના પહોરમાં જોયું હોય તો એમ થાય આજે ચહા નથી પીવી. ભારે ભરખમ મુખારવિંદ.

કપાળ પર હંમેશાં કરચલીઓનો મેળો જામ્યો હોય. એની મરજી પ્રમાણે ન થાય એટલે ઘરમાં ‘ત્રીજુ વિશ્વયુદ્ધ’ ! મીના વિચારતી, આવા જોડે દસ વર્ષ કાઢ્યા કેવી રીતે? જ્યારે ત્યારે મિહિરને ટોણા મારે. ‘તને તારી મમ્મીએ કશું શિખવાડ્યું છે ખરું?’

મિહિર હસીને કહેતો, ‘જો મારામાં કાંઈ ન હોત તું લટ્ટુ શાને થઈ હતી? મને પરણી કેમ?’ હસીને તેને ગાલે ચુંટી ખણતો. મીના બાળકો માટે પણ હંમેશાં કચકચ કરે. તૈયાર થવામાં કલાક અને જો જરાક વાંકુ પડે એટલે ઝઘડો! મિહિર કંટાળતો, મીનાને સમજાવવામાં હંમેશાં નિષ્ફળ નિવડતો.

એક દિવસ મીના એ બેફામ બનીને ન બોલવાના વચન કહ્યા. કેતુ અને ક્રિના પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા નહીં. બન્ને જણાં ખૂબ ગભરાઈ ગયાં હતાં. સારું હતું મિહિરના માતા પિતા મુંબઈ હતાં.

મીનાનાં માતા અને પિતા તેમ જ તેની લાડલી બહેન અને ભાઈ શિકાગોમાં હતા. મિહિરના પપ્પા તેમજ મમ્મી દસ  વર્ષમાં માત્ર એક વાર આવ્યા હતા. મીનાની માતા દીકરીને ખૂબ ચડાવતી.

પી.એચ.ડી. ભણેલો મિહિર હસીને ગમ સહી લેતો. મીના તેનો અવળો અર્થ કાઢતી.

બસ હવે બહુ થયું. મને સાથે રહેવામાં બાળકોનું ભવિષ્ય જોખમમાં લાગે છે. મિહિર આખરે થાક્યો.

આજ કાલની સ્ત્રીઓ મોટેભાગે બધી ‘ઝાંસીની રાણી હોય છે.’ આમાં ભણેલી અને ઓછું ભણેલી બન્ને સરખી. તેમના દિમાગમાં ફાંકો હોય છે, ‘મારા જેવું કોઈ નથી !’ હકિકતમાં સર્જનહારે તારા જેવો બીજો

‘નમૂનો’ બનાવ્યો પણ નથી. તેની કમાલ જુઓ એક વ્યક્તિ બનાવી તેના બીબાને ફરીથી વપરાશમાં લેતો જ નથી. તેથી હકિકત છે કોઈ બે વ્યક્તિમાં સામ્ય નથી ! ભણેલી સ્ત્રીઓને માત્ર પુસ્તકિયુ જ્ઞાન હોય છે. વર્તનને કદી દિમાગને ત્રાજવે તોલવાનું જાણતી નથી. બીજાની ચડાવી ચડી જાય. પોતાનું યા પરનું ભલું કે બૂરું વિચારવાની તસ્દી ન લે.

મિહિરે ખૂબ મંથન પછી એક દિવસ બાળકો સૂઈ ગયા હતાં ત્યારે મીનાને કહ્યું, ‘મારે તારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે!’

બેફિકરાઈથી મીના બોલી, ‘શું કહેવું છે?’

‘ખાસ કાંઇ નહીં પણ તારે મન હું કોઈ કામનો નથી, મારામાં કોઈ ગુણ યા આવડત નથી. તો મને પાકે પાએ લાગે છે કે, આપણે છૂટાછેડા લઈએ. આ એક જ રસ્તો છે કે તને મારાથી છૂટકારો મળશે.’

મીના બોલી કાંઈ નહી, પણ વિચારી રહી, ‘મિહિરની વાત સાચી છે. મને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે અને સમજીને છૂટા પડીશું તો બાળકોના ઉછેરમાં માતા અને પિતાનો પ્રેમ સરખે ભાગે મળશે.’

બીજે દિવસે મીનાએ માતાને ફૉન કર્યો. માતા દીકરીની આઝાદી ચાહતી હતી. તેના ત્રાસને કારણે મીનાના પિતા હાર્ટએટેકથી ગુજરી ગયા હતા. માતાની વાત મીનાએ વધાવી લીધી.

મિહિર અને મીના છૂટા પડ્યા. બાળકો બન્નેને સરખે હિસ્સે મળતા. ઉનાળો હતો એટલે તેમને લઈને બીચ પર ગયા હતા. ખરું પૂછો તો બાળકોને શાંતિ લાગી. મમ્મી અને પપ્પાના ઝઘડાથી ડરી જતાં.

બહુ જ સરસ દિવસ હતો. ૮૦થી ૮૫ની આસપાસ તા્પમાન હતું. સૂરજ વાદળ સાથે અડપલાં કરતો હોવાથી ઘડીમાં તડકો તો ઘડીમાં છાંયો. મિહિરે જેટ સ્કી રેન્ટ કરી હતી. મોટે ભાગે મીના કિનારે ઊભી ઊભી તમાશો જોતી હોય. તેના સ્વભાવમાં આ મઝા માણવાનું સુખ ન હતું. એટલે તો મિહિર બાળકો સાથે મઝા ઉડાવે તે તેને પસંદ ન હતું. બાળકો અને મિહિર એક થઈ જાય એટલે તેને છૂટકો  ન હતો.

મિહિર જેટ સ્કી પાછી આપવા જઈ રહ્યો હતો. મીનાને કહ્યું બાળકોનું ધ્યાન રાખજે ! મીનાને એમ કે લાઈફ જેકેટ પહેર્યાં છે. કિનારા પર રમે છે. એ નૉવેલ વાંચવામાં મશગૂલ હતી.

અચાનક મોટેથી અવાજ સંભળાયો. ‘સમ કીડ ઈઝ ડ્રાઉનિંગ...’ ક્રિના દોડતી આવી, ‘મમ્મી, મમ્મી જો ભાઈને...’ વાક્ય પૂરું ન કરી શકી.

મિહિર જેટ સ્કી પાછી આપીને આવી રહ્યો હતો. ગાંડાની જેમ દોડ્યો. ‘અરે, અરે મારો દીકરો...’ કહીને પાણીમાં કૂદી પડ્યો. કેતુ ખાસ્સો દૂર હતો. સારું હતું  કે તેણે લાઈફ જેકેટ પહેર્યું હતું. વિશાળ મોજુ આવ્યું અને કેતુને ઘસડી ગયું. ક્રિના એક મિનિટ પહેલાંજ થાકી હોવાથી બહાર આવી ગઈ હતી.

મીના મમ્મી તો  વાંચવામાં મશગૂલ હતાં. મિહિર જીવ સટોસટની બાજી ખેલી રહ્યો હતો.

અરે, એનું લોહી હતું. બચાવો, બચાવોની ચીસ પાડી રહ્યો હતો. મિહિર સારો તરવૈયો હતો.

કેમ ન હોય મુંબઈના દરિયા કિનારે ઉછર્યો હતો. પંદર મિનિટની મથામણ પછી માંડ કેતુને લઈને કિનારે આવ્યો. મીના તો કાપો તો લોહી ન નીકળે એવી જડ થઈને ઊભી હતી. એનાં મગજમાં ગડ બેસતી ન હતી કે આ શું થઈ ગયું !

કેતુએ થોડું પાણી પીધું હતું. તેને બરડા પર ઠપકારી અને પેટ દબાવી ઓકાવ્યું. કેતુ ખૂબ થાકી ગયો હતો. મિહિરના મુખ પર સંતોષની રેખાઓ છવાઈ હતી. પોતાનો દીકરો બચી ગયો હતો.

જો એકથી બે મિનિટનો ફરક પડ્યો હોત તો? વિચાર કરતાં પણ  તેના દિલમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

એ મીનાને જોઈ રહ્યો. તેનાં બદલાતાં મુખ પરના ભાવ વાંચવમાં સફળ થયો હતો. લગ્ન પહેલાં એક બીજાને ખૂબ ચાહતા હતાં. દસ વર્ષના લગ્ન અને બે વર્ષનો પ્રણય કાળ!  એ ચાહતના પૂર ઉમટી આવતા જણાયા. મિહિર માનવા તૈયાર ન હતો. મનોમન વિચારી રહ્યો, ‘આવું બને ખરું?’


Rate this content
Log in