Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

મારા ડેડી(મારા પિતા)

મારા ડેડી(મારા પિતા)

4 mins
14.7K


‘મૉમ, તમે લોકો મને કદી પણ સમજી નહી શકો. બહુંજ જુના વિચારોમાં પડ્યા પાથર્યા રહો છો.નવી દુનિયાનું તને અને ડેડીને કશું ભાન પડતું નથી. મારી સ્કૂલમાં મારા ફ્રેન્ડ્સ પાસે હું સાવ ચીપ(સસ્તી-કજુંસ) લાગુંછુ, તેનું તને કશું ભાન પડે છે ? તમે બસ મારા બધાજ ડ્રેસ અને વસ્તું “કે-માર્ટ”સ્ટોર માંથીજ લઈ આવ્યો છો.'

’બેટી, મારા અને તારા ડેડીની કોઈ એવી મોટી આવક નથી કે કોઈ મોટા ખર્ચાળ ડિપાર્ટમેન્ટમાંથી વસ્તું લાવી શકીએ. આપણને કોઈ ખોટો દેખાવ કરવો પોસાઈ તેમ નથી.’

આ દલીલ મારા પેરન્ટસ સાથે રોજની ચાલતી. તેઓ હંમેશા વસ્તું સેલમાં હોય તેની રાહ જુએ અથવા ૫૦% કે ૭૫% ટકા કોઈ વસ્તું સેલમાં આવે ત્યારેજ લે અને એ પણ કે-માર્ટ સ્ટોરના સ્પેસિયલ બ્લુ-લાઈટ સેલમાં, મને તેઓની સાથે શૉપિંગ કરવા જવુંજ ના ગમે, બધી વસ્તું બહુંજ સસ્તી લઈ આવે.

ટીન-એઈજ અવસ્થાજ એવી છે જેના હોર્સ(ઘોડા)ને કોઈ લગામ હોતી નથી. હું મીડલ-સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ હાઈસ્કુલમાં જવાની હતી અને સ્કૂલમાં ગ્રેજ્યુએશન સાથે સાંજે પાર્ટી હતી. હું અને મમ્મી બન્ને શૉપિંગ-મોલમાં ગયાં.ત્યાં સ્પેસિયલ નાનો સ્ટોર હતો જેમાં મને ગ્રેજ્યુએશન પાર્ટી માટે ડ્રેસ બહુંજ ગમી ગયો અને સાથે મેચીંગ શૂઝ જેની કિંમત ૫૦ ડોલર્સ હતી મમ્મીને મેં જીદ કરી કે મારે બસ આજ ડ્રેસ લેવો છે. મમ્મી એ કહ્યું. ‘ બેટી ડ્રેસ ઘણોજ મોઘો છે..આપણને પોસાઈ નહીં. મે કહ્યું.

મમ્મી, તું બહુંજ કંજુસ છો, તું હંમેશા બધુંજ સસ્તું વસ્તું આલતું-ફાલતું સ્ટોર માંથી લાવે છે. મારી બહેનપણી જો.. તેઓ હંમેશા સારામાં સારી કિમતી જગ્યાએથી કિમતી વસ્તુઓ લાવે છે. તું મારા માટે શું કરે છે ?’

‘બેટી, અમારે તને તેમજ રિન્કુ અને રીટા સૌને સારી કોલેજમાં ભણાવાના છે તેથી એના પૈસા પણ બચાવવા પડે. અને અમારા બન્નેની એવી કોઈ સારી આવક નથી કે બધી વસ્તુ અમને પરવડે.’

હું રડી પડી. મમ્મી ઉપર બહુંજ ગુસ્સે થઈ ગઈ. ઘેરે આવી મમ્મી સાથે કશું બોલી પણ નહી અને સીધી મારા રૂમમા જતી રહી. સાંજે ડેડી આવ્યા. હું તેમની સાથે જલ્દી જલ્દી જમી, કોઈની સાથે બોલ્યા વગર પાછી મારા રૂમમાં જતી રહી.

મમ્મી, ડેડી બન્ને એના રૂમમાં સુવા ગયા. તેમની બાજુંજ મારો બેડરૂમ હતો. તેમને એમ કે હું સુઈ ગઈ છું પણ હું અપસેટ હતી તેથી જાગતી પડી હતી.એમની વાતો મેં સાંભળી

‘કવિતા, આજે ટીનુ કેમ અપસેટ છે ?‘

'ટીનુ અને અમો બન્ને શૉપીગ-મોલમાં ગયાં હતાં અને ટીનુ ને ગ્રેજ્યુએશન્માં ૫૦ ડોલર્સનો ડ્રેસ લેવો હતો અને મેં ના પાડી કે કહ્યું કે આપણને એ પોસાઈ નહીં. બસ આ ઉંમરજ એવી છે કે આપણી આર્થિક પરિસ્થિતી સમજીજ નહી શકે. આપણે તેણીનો તેમજ બીજી બે દીકરીઓનો કોલેજનો ખર્ચ કાઢવા થોડી આવકમાં કેટલા કરક્સરથી રહીએ છીએ. તમો અને હું આપણાં કપડા સ્ટોરમાંથી સસ્તામાં સસ્તા લાવીએ છીએ.

‘કવિતા, ટીનું આપણી મોટી દીકરી છે, કાલ સવારે પરણીને સાસરે જતી રહેશે, દીકરીની લાગણી દુભાવવી સારી નહીં. મેં બે-દિવસ પહેલાં બ્લુ-લાઈટમાં ત્રણ શર્ટ્સ અને બે પેન્ટ લીધા છે જે તું કાલે પાછા આપી દેજે અને જેના ૪૦ ડોલર્સ પાછા આવશે અને બાકીના મારા લન્ચ-મનીમાંથી ૧૦ ડોલર્સ લઈ લે હું બે દિવસ ઘેરથી સેન્ડવીચ લઈ જઈશ પણ ટીનુંને તું ખુશ કર. મારે તેણીના આસું જોઈ શકાતા નથી.‘

'પણ તમે કેટલા જુના શર્ટ અને પેન્ટ પહેરો છો. ઓફીસમાં હની.'

'તેની તું ચિંતા ના કર…’

બીજેજ દિવસે મારો ફેવરિટ ડ્રેસ મમ્મી અને હું લઈ આવ્યા. હું બહુંજ ખુશ થઈ ગઈ. ડેડીએ પોતાના કપડા પાછા આપી દીધા તેનો મને કશો ક્ષોભ કે દુઃખ આ ટીન-એઈજ ઉંમરે ના થયો જેટલો આનંદ મને મારો ડ્રેસ મળવાથી થયો !

હું અને મારી નાની બે બહેનો સૌ સારું એવું ભણ્યાં. મારા મમ્મી-ડેડીએ અમોને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી, શું કર્યું ? એ અમોને કશી ખબર નથી. બન્નેની ઈન્સ્યુરન્સ કંપનીમા ક્લેરિકલ જોબ હતી એ અમોને ખબર હતી.

મેં કમ્પુટરમાં માસ્ટર કર્યુ અને આજે મારે કમ્પુટર સોફ્ટવેરનો બીઝનેસ છે અને મારો પતિ રિચર્ડ પોતે એક મોટી પ્રાઈવેટ ફર્મમાં પ્રેસીડેન્ટ હતો. મેં રિચર્ડને કહ્યું,

'રિચર્ડ, મારા મમ્મી-ડેડીની ૪૦મી લગ્નની તીથીમાં હું તેમના માટે બી.એમ.ડબ્લ્યુ(કાર).લેવા માંગુ છુ, આ તેમના માટે સારામાં સારી કિંમતી ભેટ આપણાં તરફથી હશે.)’

‘દિલેજાન, જરૂર, તેઓ માટે જેટલું કરી એટલુ ઓછુ છે. પ્રિયે ચાલ આવી કિંમતી ભેટ આપીશું તો નવાઈ પામશે.

૪૦મી એનિવર્સરીના દિવસે ૩૦૦ મહેમાનોની હાજરીમાં ૪૦,૦૦૦ ડૉલર્સની કિમતી કારની ચાવી મમ્મી-ડેડીને અમોએ આપી. મમ્મી-ડેડીની આંખમાં હર્ષના આંસું સરી પડ્યા.

‘દીકરી, અમારાથી…’

એ કશું આગળ બોલે તે પહેલાં હું તેમને ભેટી પડી. મારી આંખમાંથી પણ આંસુ સરી પડ્યા. પણ એ મારા આંસું મને કહી રહ્યાં હતાં.

”ટીના, યાદ છે ? ૨૫ વર્ષ પહેલાં તારા ગ્રેજ્યુએશના ડ્રેસ માટે ડેડીએ પોતાના માટે લીધેલા ૪૦ ડોલર્સના શર્ટસ અને પેન્ટ પાછા આપ્યા અને ઘરેથી સેન્ડવીચ લઈ ચલાવી લીધું એ નિરાપેક્ષીત પ્રેમની ગંગા અને સંપૂર્ણ સર્મપણ પાસે આ તારી ૪૦,૦૦૦ કારની કિંમત શું ?'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational