Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૧૩)
એક સાંજનો ઓછાયો (૧૩)
★★★★★

© Falguni Parikh

Others

5 Minutes   7.3K    8


Content Ranking

મોઈનના પાછા આવવાથી શૈલીની વિચારોની તંદ્રા તૂટી. તેને એ તસ્વીર વિષે પૂછવું કે નહીં એ અવઢવમાં હતી. બહારથી આવ્યા બાદ એક સીલબંધ પેકેટ શૈલીનાં હાથમાં સોંપતા બોલ્યો- આ ખાસ છે. સાચવીને અમેરિકા સાથે લઈ જવાનું છે. તમને ત્યાં મી. જોસેફ મળશે, એમને આપી દેવાનું છે.

શૈલીએ એને સાચવીને પર્સમાં મૂક્યું .તેને ચિંતામાં જોઈ મોઈને પૂછયું- આપાજાન, એની પ્રોબ્લેમ? નથીગ ભાઈજાન! પરંતુ એક તસવીર જોઈને વિચાર આવ્યો. એ માણસને જોયો છે પણ કયાં? યાદ નથી આવતું.

કઈ તસ્વીર આપાજાન? મેગેઝીન ઊઠાવી એ પેજ ખોલી મોઈનને બતાવતા કહ્યું- લુક, આ તસ્વીર! તેનાં પર નજર પડતાં મોઈનનાં ચહેરા પર સ્મિત આવી ગયું. તેને હસતો જોઈ શૈલીને આશ્ચર્ય થયું. તમને ખબર છે એ કોણ છે? હા-મને ખબર છે, એ મહાશય કોણ છે?

મેગેઝીન અને પેજથ્રી માટે એનું નામ મી. બેબોન છે. પરંતુ અસલમાં એ કેન્યાનો મશહૂર ગેંગસ્ટર મી. ડેનિન છે. આપાજાન, તમને યાદ છે - રણવીર ગયા વર્ષે કેન્યા ગયો હતો. હા મને યાદ છે, અને રણવીરને ત્યાં ખૂબ વાગ્યું હતું. એ મરતા મરતા બચ્યો હતો. રણવીરની પાછળ મને મી. રાવે મોકલ્યો હતો. અલગ અલગ જગ્યાએથી નાના બાળકોનું અપહરણ કરી -એમની મારફત - બાળ યૌન સ્કેન્ડલ ચલાવતા હતા. ભારતમાંથી નાના બાળકોના અપહરણ વધી ગયા હતા. એનાં ઊંડાણમાં જતાં, રણવીર ત્યાં પહોંચ્યો હતો. રણવીર એ લોકોની પાછળ લાગ્યો હતો. એ લોકો નાના બાળકોને મોટી ઉંમરના પુરૂષો સાથે યૌન સેક્સ કરાવતા હતા.

રણવીર ડુપ્લીકેટ ગ્રાહક બની હોટલમાં પહોચ્યો હતો. હું એની મદદ માટે હતો. એના સ્યૂટમા, દલાલ એક 10 વર્ષના છોકરાને લઈ ગયો. કલાકનાં હિસાબે એનું વળતર ચૂકવતાં એ દલાલ એ છોકરાને ત્યાં મૂકી ગયો.

રણવીર એ નાના છોકરાને જોઈ દ્રવી ઊઠયો. આવા કુમળા બાળકો પર આ લોકો કેવા અત્યાર આદરે છે? એ છોકરો ખૂબ ડરી ગયો હતો. રણવીરે એને શાંતિથી બેસાડયો, વાતો કરી છોકરાને વિશ્વાસમાં લીધો. ધીરે ધીરે એને સચ્ચાઈ બતાવી. એ સાંભળી રણવીર ખુદને કાબૂમાં રાખી ના શકયો. એ દુષ્ટો - સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરાવતા હતા આ અબુધ બાળકો પાસે. દુનિયામાં, આવા લોકો પણ છે જે પોતાના શરીરની વાસના આવી રીતે મિટાવતા હતા.

એ છોકરાએ એક અઠવાડિયા પહેલા ઘટેલી ઘટના જણાવી, અમને એ સાંભળી અરેરાટી ઊપજી. આવી જ રીતે તેના મિત્રને આ હોટલમાં લાવવામાં આવ્યો. જેની પાસે એને મોકલ્યો હતો, એ માનસિક રીતે ખૂબ વિકૃત હતો. સેક્સ કરતાં દર્દ મળે, જે ચિત્કાર થાય એનાથી એને ખૂબ આનંદ આવતો હતો. એ માણસે મારા મિત્રને એક કલાક સુધી પીડા આપી આનંદ ઊઠાવતો રહ્યો.

આખરે એને બિયરની બોટલને એના શરીરના પાછળના ભાગ ગુદામાં ઘુસાડી દીધી. એના દર્દની ચીસો રૂમમાં ગુજરી રહી. એ માણસ વિકૃત આનંદ ઊઠાવતો રહયો. બે કલાક પછી એને એવી હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જયાં એ મૃત્યુ પામ્યો. રણવીરે એને પૂછયું કે તું આ બધું કેવી રીતે જાણે? ત્યારે એ છોકરાએ જણાવ્યું. અમને એ રૂમમાં થતું બધું અમારા રૂમમાં બતાવાય છે, જેનાથી અમને એ લોકો શીખવાડે કે કઈ રીતે ગ્રાહકો સાથે?

એ છોકરો ઘણું જાણતો હોવાથી રણવીરે એની સુરક્ષાની જવાબદારી ઉઠાવી એ લોકો સુધી પહોંચી ગયો. ત્યાં બીજા બાળકોને છોડાવવા જતા રણવીર ખૂબ ઘાયલ થયો હતો. એ ગેંગના બધા પકડાય ગયા, એનો લીડર ડેનિન હાથ ન આવ્યો.

યાદ આવ્યું, રણવીરે ભારત આવ્યા પછી એ ઘટના અને ફોટોગ્રાફસ બતાવ્યા હતા. આવા કરતૂતો કરનારા સમાજમાં સફેદપોશ નકાબ ઓઢીને કેટલી સજજનતાથી ફરે છે! તેની ઉજળી બાજુ નિહાળી લોકો વાહ વાહ કરે છે! એની આવી કલંકિત કાળી બાજુ કોઈ જાણતું હોતું નથી.
તમે સાચું કહ્યું આપાજાન!

તમે આરામ કરો, સવારની ફલાઈટથી અમેરિકા જવાનું છે. ગુડનાઈટ, ગુડનાઈટ ભાઈજાન!

પ્રિયા રાજ- અમેરિકા જવા રવાના થઈ. તેની પાછળ એક વ્યક્તિ એજ પ્લેનમાં જવા રવાના થઈ. પ્રિયા (શૈલી) એ વાતથી અજાણ હતી. પ્રિયાને ખબર નહતી કે એના પર્સમાં જે છે એ એક બોંબ સમાન છે! મોઈને એના વિષે જણાવ્યું નહતું. એ અનજાન વ્યકિત પ્રિયાની પાછળની સીટ પર બિરાજમાન હતી. તેની નજર પ્રિયા અને તેની હિલચાલ પર હતી. આખા સફર દરમ્યાન એક પળ માટે એને એ પર્સ પોતાનાથી દૂર ના કર્યું. અમેરિકા એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગ થયું. ચેકિંગની બધી વિધી પતાવી બહાર આવી મી. જોસેફની રાહ જોવા લાગી. દુબઈથી શૈલીનો પીછો કરનાર એ વ્યક્તિ થોડું અંતર રાખી ઊભો રહયો.

એક કાર પ્રિયા પાસે આવી, એક માણસે ઉતરી તેને સાંકેતિક ભાષામાં વાત કરી. શૈલીને વિશ્ચાસ આવી જતા, તેમની સાથે કારમાં રવાના થઈ. એ અનજાન વ્યકિત બીજી કારમાં તેમની પાછળ રવાના થઈ.

થોડા સમય પછી એ કાર એક કોટેજ પાસે ઊભી રહી. સુમસામ જગ્યા પર એ હતું, શૈલીને શંકા ગઈ. મનોમન તૈયાર થઈ કોઈ પણ આફત માટે. આર યુ સ્યોર મી. જોસેફ - વી આર? 

યસ મિસ. પ્રિયા - હસીને જવાબ આપતા એ કોટેજમા દાખલ થયા. બહારથી સામાન્ય લાગતું અવવારુ એ કોટેજ, અંદરથી સુઘડતાભર્યુ, આધુનિકતાથી સજજ હતું.

પીછો કરનાર વ્યક્તિ સર્તકતાથી ત્યાં આવી પહોંચી. મિસ. પ્રિયા - તમને કોઈ પાર્સલ?

યસ, મી. જોસેફ - શૈલીએ પર્સમાંથી કાઢી એમના હાથમાં આપ્યું, અચાનક ચારે બાજુથી હથિયારધારી માણસો શૈલીને ઘેરી વળ્યા. શૈલી કંઈ સમજે એ પહેલા પાછળથી તેની ગરદન પર એક ચોપ પડી અને તે બેભાન બની ગઈ. જોસેફ ત્વરાથી એ પેકેટ ખોલવા લાગ્યો, અચાનક એક ઝાપટ તેના હાથ પર વાગી - બધા કાઈ સમજે એ પહેલા જોસેફની પીઠ પર ગન અડાડી એક ધારદાર અવાજ ગુંજ્યો.

ચુપચાપ બધા પોતાની ગન્સ નીચે મૂકી દો, નહી તો તમારા બોસ?

બધાએ ગન્સ નીચે મૂકી દીધી. અનજાન વ્યકિત, બેભાન પ્રિયાને ઊઠાડવાનો પ્રયાસ કરતો હતો. તેની નજર બધા પર હતી, તે જાણતો હતો સહેજ નજરચૂકી, આ બધા તેના પર ભૂખ્યાવરૂની માફક તૂટી પડશે.

પ્રિયા ભાનમાં ન આવતા એક હાથે તેને ઉંચકી ખભા પર નાંખી, જોસેફ સામે ગન રાખી તેને બહારની તરફ જવાનો ઈશારો કર્યો. પ્રિયા પાસેથી છીનવેલું પેકેટ શર્ટને ખોલી અંદર સરકાવ્યુ, ત્વરાથી બહાર નીકળ્યો.

દૂર પાર્ક કરેલ ગાડી પાસે પહોંચી, પ્રિયાને હળવેથી પાછલી સીટ પર સૂવાડી, જોસેફને ઈશારો કરી આગળ બેસાડી- ખુદ ડ્રાઈવર સીટ પર બેસી કારને ભગાવી. રસ્તામાં કાર ધીમી કરી જોસેફને ઉતરી જવા કહયું. અસહાય નજરે કારને જતો નિહાળી રહયો. તેનો બોસ તેને છોડશે નહીં એની ખાતરી હતી એને.

કારને સહીસલામત સ્થળે ઊભી રાખી, બેભાન શૈલીના ચહેરા પર પાણીની છાલક મારી તેને ભાનમાં લાવવાની કોશિશ કરતો રહયો. પ્રિયા ભાનમાં આવતા - સામે કોઈ અજનબીને જોઈ હેરાન થઈ. પોતે કયાં છે? આ વ્યકિત કોણ છે? પોતે કોટેજમા હતી, આ કારમાં કેવી રીતે આવી? તેના ચહેરા પર સવાલોની અવરજવર ચાલુ થઈ ગઈ. મિસ. પ્રિયા - આર યુ ઓલરાઈટ!

તમે ચાહો તો આગળ બેસી શકો છો - હસીને તેને જવાબ આપ્યો. આપ કોણ છો? મને ઓળખો છો? કેવી રીતે?

યસ- મિસ. પ્રિયા - ઉર્ફે શૈલીજી! તમને હું ઓળખું છું! શૈલી? આ નામનું ઉચ્ચારણ તેના મુખે સાંભળી પ્રિયા ચોંકી ઊઠી. આ વ્યક્તિ કોણ છે?

એક સાંજનો ઓછાયો નવલકથા પ્રકરણ ૧૩

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..