Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

2  

Vijay Shah

Others

હુ કૅર્સ

હુ કૅર્સ

6 mins
7.5K


નીલ બરાબર વીસ વર્ષે જયને મળતો હતો.

તેને તો એમ કે જય તો પાકો અમેરિકન થઈ ગયો હશે તેથી તેની અપેક્ષા પ્રમાણે જયને પાક્કા અમેરિકન તરીકે ધારી લીધો હતો.

ફોન ઉપર વાત કરતા પહેલી જ શરૂ આત કરી,”જય તું હજી 'વૉટ્સ’પ' પર નથી?”

”યાર હું તો મારું કામ ઇમેલ દ્વારા જ કરું છું.. વૉટ્સ’પ અને ફેસબુકથી હું વાકેફ છું પણ એવો સમય કયાં છે?"

“અમારે ભારતમાં આ એકાઉંટ ના હોય તો ગગો કહેવાય.”

”જો ભાઈ તારી વાત સાચી હશે પણ હું તો કબુતરો ઉડાડીને પત્રવ્યવહાર કરનારો માણસ.. મને કોમ્પ્યુટર સામે બેસી સમય બગાડવો પાલવે નહીં તેથી મારા ધંધાને અનુલક્ષીને જે જરૂરનું છે તે હું શીખ્યો છું અને કામ કાજ ચાલુ હોય ત્યારે સ્ટેટસ અને જરુર વીનાની હાય હેલો મને ના પરવડે."

“પણ તું સમજતો નથી ચેટીંગ દ્વારા પણ તું તારા ધંધાની વાતો કરી શકે.”

”જે કામ ફેસ ટુ ફેસ થાય તે જ કામ પાકું થાય.પણ તું મને કહેને કે તારે શું કામ છે ‘વૉટ્સ અપના’ મારા ખાતાની?”

”અરે યાર! તું ફોન ઉપર જલ્દી મળતો નથી. આ રીતે સંપર્ક તાજો રહેને?”

“જો સોશિયલ મીડીયાવાળા પેલા બીલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. અને તે દરેકની સાથે સંપર્ક રાખવા પાછી ફી ભરવાની અને તેમની જાહેરાતો ડીલીટ કરવાની. બધી બહું ઝંઝટ છે. વળી કમ્પ્યુટર ઇન્ફેક્ટ થઈ જાય તો ઓર તકલીફ.”

“યાર! તું તો હજી ત્યાંનો ત્યાં જ રહ્યો.”

”હા. અમેરિકામાં જેટલી જરુરિયાતો છે તે બધી મને ખબર છે. સાથે સાથે ક્યાં અટકવું તે પણ જાણું છું. કોઈ મને એક્વીસમી સદીમાં, બાવીસમી સદીની વાતો કરે ત્યારે એટલું તો ખબર છે કે હું તેટલું જીવવાનો નથી! ચાલ બોલ ક્યારે આવે છે ઘરે?”

”હા એટલે જ ફોન કર્યો છે. મારો સાળો મને અડધે સુધી મુકી જશે, તું મને ત્યાંથી પીક અપ કરજે..”

“ભલે! તારા સાળાને આપ!”

હ્યુસ્ટનના દક્ષિણે તે રહેતો હતો. હીલક્રોફ્ટ સુધી તે આવવાનો હતો. તેથી મેં કહ્યું ભલે હું નીલ અને નેન્સીને લઈ જઈશ અને સાંજે તમે ફોન કરશો ત્યારે ત્યાં મુકી જઈશ.

”પણ તેઓ તો તમારે ત્યાં રોકાવાનો પ્લાન કરે છે."

”અરે ભાઈ હું કામ ધંધાવાળો માણસ, સાંજે ડલાસ જવાનું છે. તેમને આખો દિવસ ઘરે એકલા બેસી રહેવું પડશે. એના બદલે વીક એંડ ઉપર આવવાનું રાખો તો શાંતિથી વાતો પણ થાય.”

”પણ વીકએંનોડ તેમનો પ્રોગ્રામ નક્કી છે. અમે લોકો સાન એન્ટોનીયો જવાના છીએ.”

વાતને અંતે નીલને તો ખોટું લાગ્યું. ”યાર તેં તો મને ઘરે ના બોલાવ્યો.”

જય કહે, ” જો ભાઈ! મને તું ગગો કહે છે. પણ હવે ખોટું લગાડીને ગગો તુ સાબિત થાય છે.”

”કેમ?”

“અમેરિકામાં ભારતીય ધારા ધોરણે તેં માની લીધું કે હું નવરો હોઈશ. તને મળવા તલપાપડ હોઈશ. ભાઈ તારા સાળાની વાત સમજ, જો તું ફોન કર્યા વના આવી ધમકત તો શક્ય છે ઘરે તાળુ પણ જોવા મળે.”

ખૈર! પછી તો ફોન ઉપર વાતો બહું લાંબી ના ચાલી અને એક દિવસે જયને જણાવ્યા વીના નીલ તો આવી પહોંચ્યો… એજ જુની દોસ્તીનાં દાવે... અરે જય તુ ભલેને બીઝી હોય તું તારું કામ કરજે હું ભાભી સાથે વાતો કરીશ.. તું ભલેને અમેરિકામાં રહી અમેરિકન બને પણ હું તો એ જ નીલીયો છું…”

પછીની વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહું તો તેને ખુબ જ નવાઈ લાગતી કે જય તું ફોન ઉપર જ સારી વાતો કરે છે.. તારો કોઈ ઉમળકો દેખાતો નથી..

જય કહે,”નીલ તું તારા પ્રમાણે મને ના ચલાવ.. અને તેમાંય ભારતમાં જેવો હતો તેવો જય શોધીશ જ ના. અત્યારે મારો મોટો ધંધો પતાવવાનો છે. અને આવી તકો બહુ ઓછી આવતી હોય છે. પછી હું બેંક પોષ્ટ ઓફીસ અને ઘરાકોમાં ફરીશ. અને તારી ભાભી પણ સેકંડ શીફ્ટમાં નોકરી ઉપર જશે…”

એ બહુ પ્રેમથી અક્બર અલિઝ નું શર્ટ લાવ્યો હતો અને લતાએ તો મોં ઉપર જ ચોપડાવ્યું નીલભાઈ હવે જયને આવું તમારું દેશી શર્ટ હું ના પહેરવા દઉં. તે પહેરે પણ જોવાનો તો મારેને? નીલને હતું કે જય વિવેક કરવા પુરતો પણ લતાને વારશે.. પણ જયે રાતનાં બેડરૂમની લઢાઈ રોકવા એટલું જ કહ્યું,“એની શું જરૂર હતી? હવે જો તું વાંધો ના પાડીશ અને તે શર્ટ પાછુ લઈ જજે. કારણ કે મને તે મોટું પડશે.”

નીલની અપેક્ષાઓનાં બલુનોમાંથી હવા નીકળતી જતી હતી. લતા જોબ ઉપર ગઈ અને જયનું બજાર બંધ થયું પછી નીલને અપેક્ષા પ્રમાણે જય મળ્યો.

“જો ભાઈ તું જે જયને શોધે છે ને તે તો જોબ ઉપર હોય ત્યારે અમેરિકન હોય. હવે મને સમય મળ્યો છે ભારતીય બનવાનો.. બોલ તારે શું કરવું છે?”

“જો જય! હું હવે અમેરિકામાં સેટલ થવા માંગુ છું પણ મને મારો રસ્તો જડતો નથી.”

“જો ભાઈ પાંસઠ વર્ષની ઉંમરે અમેરિકામાં આવી અને સેટલ થવું એ લોઢાના ચણાં ચાવવા જેવું છે. મેં તે ચણાં ચાવ્યા છે તેથી કહું છું અમેરિકા એટલે સ્વર્ગ પણ એને માટે જે કોઈ પણ માન્યતાઓથી બંધાયેલો ના હોય. જેમ કે કોલેજ જીવનમાં આવીને અમેરિકામાં જીવતા તારા સાળાની જેમ હું હજી બદલાયેલો અમેરિકન લોકો માટે છું. પણ અંદરથી હજી પણ ઇચ્છું છું કે રીટાયર થઈને ભારત જઉં. અને તેથી જ હજી ઘર અને બેંક ખાતા ખુલ્લા છે.”

”જો જય સમજ.. મારે બંને દીકરીઓ અમેરિકામાં લગ્ન કરીને આવી હવે તેમના છોકરા છૈયા થવાનાં.. તેમને સાચવવા તેમને તેમની મા જોઈએ જ્યારે હું તો રીટાયર થઈ ગયો એટલે તેમને મારી શું જરૂર? અને અમદાવાદ માં હું એકલો રહું તો કેવી રીતે રહું? મહારાજ, હોટેલ અને કામવાળી બાઈનાં ભોજનથી એસીડીટી અને બીપી બંને વધે છે.”

“અમેરિકન નિરાકરણ તો એજ છે કે તું બદલા. કારણ કે તને અહીં જમાઈઓ વધુ ભારણ સમજશે. ટ્રેશ ગણશે, અને કોઈ તને એમને એમ બેસાડીને જમાડશે નહિં શું સમજ્યો? બીજું નિરાકરણ જે મારા એક મિત્રનાં સાસુએ આપેલું કે નર્કમાં ગયા પછી આત્માને દંડતા પરમાધામીઓ (પોલિસો) સામે દલીલો જેમ ચાલે ના તેમ તારી દલીલો કરવાનું છોડ અને શાંતિથી જીવ અને વેઠ. “હું દીકરીઓને ત્યાં ના રહુંનું ગાણું ભારતમાં ચાલે અહીં નહીં. આજમાં જીવ અને ભારતમાં હતો તો આમ અને તેમ તેવું વિચારવાનું છોડ કારણ કે અહીં હવે ભારત નથી અને બંને છોકરીઓને અમેરિકામાં પરણાવી તેં જાતે જે ભુલ કરી તેની સજા હવે ભોગવ.”

”યાર આ નિરાકરણ નથી.. આતો મારી દશાનું આબેહૂબ વર્ણન છે. અને આમ જોઈએ તો આ બે વાત નથી એક્ની એક જ છે!”

”હા અને તેનું નિરાકરણ જ એ છે કે જેમ તારી દીકરીઓ રાખે તેમ રહે અને હું દીકરીઓને ત્યાં ના રહુંનું  ગાણું બંધ કર સમજ્યો?”

“પણ..”

“હા.. આ પણ કરીને તું તારું સુખ શોધે છે જે તું અહીં ડોલરમાં કમાઈને બેઠો હોત તો કોઈ તને સાચવત પણ એવું નથી તેથી વિચારો અમેરિકન કર દિલથી ભલેને તું રહે ભારતીય.. હુ કૅર્સ!"

નીલ જોઇ રહ્યો… કાચીંડાની જેમ રંગ બદલતા જયને જોઈ હબક ખાઈ ગયેલા નીલે કહ્યું,“તું તો એવોને એવો જ રહ્યો…” તેનાં માથામાં હથોડા વાગતું એક જ વાક્ય હતું, હુ કૅર્સ!

બરોબર પાંચ વર્ષે નીલ પાછો જયને મળ્યો ત્યારે બદલાયેલા નીલની વાહ વાહ હતી. નેન્સીને સમજણ નહોતી પડતી કે જયે એવું તો શું કહ્યું કે હતાશ અને ચીડ ચીઢીયો નીલ એકદમ શાંત કેવી રીતે થઈ ગયો?

નીલે કહ્યું,"વાત સાવ સીધી અને સરળ હતી. દેશ બદલાયો ઉંમર બદલાઈ ત્યારે હું ના બદલાઉં વાળી મારી જીદ જ મારા દુઃખનું કારણ હતી. અને જયે મને ખખડાવતા એક વાત બહુ સરસ રીતે સમજાવી.. જો અમદાવાદથી નીચે ખોદતો ખોદતો આવું તો અમેરિકામાં આવું? અને જો ભારતની ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો નીચે પાતાળ એટલે નર્ક આવ્યું? ઉપર સુખ છે પણ નીચે તો દુઃખ જ છે અને પરમધામીનાં ચાબખા ઓછા ખાવા હોય કે ના ખાવા હોય તો એક વાક્ય સમજી લે અને તે હુ કૅર્સ!"


Rate this content
Log in