Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Classics Romance Thriller

1.5  

Mamta Shah

Classics Romance Thriller

મૃગતૃષ્ણા

મૃગતૃષ્ણા

3 mins
2.3K


શિયાળાની આહ્લાદક સવાર હતી. હું અને મારા હસબન્ડ સવારની ચાનો આસ્વાદ માણી રહ્યા હતા. મારા હસબન્ડ સાથે સાથે ન્યૂઝ પેપર વાંચી રહ્યાં હતા. ત્યાં જ મારી નજર ન્યૂઝ પેપર પર પડી. મારું હ્રદય એક ધબકાર ચૂકી ગયુ, અરે! આ તો એનો જ ફોટો છે. ફોટાની ઉપરના ન્યૂઝ જોયા - 'એન્ટરપ્રેનુયોર ઓફ ધ યર'. હું અવાક રહી ગઈ. એ જ ચહેરો, એ જ સ્મિત, એ જ આત્મ વિશ્વાસ. બસ સમય સાથે વાળમાં જરા ચાંદી આવી ગઈ છે! બાકી બધું હજી પણ એવું જ છે! ન્યૂઝ વાંચતા વાંચતા તો જાણે હું દસ વર્ષ પાછળ જતી રહી.

*************

મારી દીકરી હવે પ્લે સ્કૂલ જવા માંડી હતી. ફ્રી સમય મળતા મને પણ જોબ કરવાની ઇચ્છા જાગૃત થઈ. મારા અનુભવના આધારે એક કંપનીમાં જોબ મળી ગઈ. શરૂઆતમાં ઓફિસ અને ઘર બંને સંભાળતા થોડીક તકલીફ થઈ. પણ ત્યાં જ એ મારી મદદે આવ્યો. અમે બંને એક જે ડિપાર્ટમેન્ટમાં હતા. સ્મિતની આપ લે તો થતી જ હતી, પણ એ દિવસે એણે મારું ટાર્ગેટ પતાવવામાં મદદ કરી ને મારી દીકરીની બર્થડે પાર્ટીની સાંજ બચાવી લીધી હતી. બીજે દિવસે હું એના માટે કેક લઈને ગઈ ને અમારી મિત્રતાનો શુભારંભ થયો. ટૂંક સમયમાં તો અમે બહુ જ સારા મિત્રો બની ગયા. ઓફિસની ગપસપ, બોસની ખોદણી, શહેરની રેસ્ટોરન્ટના અભિપ્રાય, ઘર અને પરિવારની સારી નરસી વાતો એ બધું જ શેર કરવા માંડ્યા.

એ જ અરસામાં અમારી કંપનીએ એમ્પ્લોઇઝ માટે ત્રણ દિવસની આબુમાં ટ્રેનિંગ ફિક્સ કરી. અમે બધા જ ઉત્સાહિત થઈ ગયા. રાતે ડિનર પર મારા હસબન્ડ સાથે આબુ ટ્રેનિંગ માટે જવાની વાત કરી. તેમણે સહેજ વિચારીને મને હા પાડી દીધી. અને સાથે સાથે દીકરીનું ધ્યાન રાખવાનું પ્રોમિસ કર્યું. મારો ઉત્સાહ બેવડાઈ ગયો.

રાત્રે બધાં સૂઈ ગયા પણ મારા મનમાં તુમુલ યુદ્ધ શરૂ થયુ. હું વિચારવા માંડી કે મારે ટ્રેનિંગમાં કેમ જવું છે? ખરેખર મારે કશું નવું શીખવા જવું છે કે માત્ર 'એની' ત્રણ દિવસ માટે કંપની મળશે એટલે જવું છે? ત્યાં જ મારા મનના બીજા ખૂણેથી સવાલ આવ્યો કે શા માટે મારે તેની કંપની જોઈએ છે? મારા હસબન્ડ અને મારી દીકરી સાથે એક પરફેક્ટ લાઇફ હોવા છતાં શું મને એની તરફ ખેંચી રહ્યું છે? આવા વિચારો કરતા કરતા મારી જાત સાથે લડતા લડતા હું સૂઈ ગઈ.

આખરે ટ્રેનિંગમાં જવાનો દિવસ આવી ગયો. સવારે ઓફિસથી આબુ જવા માટે બસમાં ચડયા. ખબર નહી પણ કેમ અમે સાથે જ બેઠા. ધમાલ - મસ્તી કરતા કરતા આબુ ક્યારે આવી ગયું ખબર જ ના પડી. રિસોર્ટમાં પહોંચીને ફ્રેશ થયા અને તરત જ અમારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. બીજા દિવસના લંચ સુધી અમારી ટ્રેનિંગ ચાલી. ઘણું બધું નવું શીખ્યા. લંચ પતાવીને અમે આબુ સાઈટ સીઇંગ માટે નીકળી પડ્યા. નખી લેકના બોટિંગનો આનંદ માણી અમારા સાથીઓ રિસોર્ટ જવા પાછા ફર્યા. મારે હજુ એની સાથે થોડોક વધારે સમય રહેવું હતું. એટલે મેં એને કીધું ચલ આપણે સનસેટપોઇન્ટ જઈએ.

અસ્તાંચળે જતો ને કેસરી આભા સમેટતો સૂર્ય, મારા મનમાં કંઈ કેટલા વમળો ઉભા કરી રહ્યો હતો! મનમાં લાગણીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું હતું. એ લાગણીઓની અભિવ્યક્તિ કરવી કે નહિ એ અટકળમાં મારી આંખમાંથી એક આંસું સરી ગયું! અને ધીમે રહીને મેં એનો હાથ પકડી લીધો. મારી લાગણીઓને શબ્દો ના મળ્યા, પણ એ અકથ્ય ભાવના એ સમજી ગયો! એણે મારી સામે જોયું, મારી આંખોમાં આંખો પરોવી અને મારું આંસુ લૂછ્યુ. અને અચાનક જ હળવેથી મારા કપાળ પર ચુંબન કર્યુ. આથમતા સૂર્યને તાંકતા એ માત્ર એટલું જ બોલ્યો - 'કાશ, આપણે વહેલા મળ્યા હોત!' અને એક પણ વાક્ય બોલ્યા વગર અમે એકબીજા સાથે એક કલાક ત્યાં બેસી રહ્યા. જાણે વાતો કરવા માટે હવે શબ્દોની જરૂર જ નહોતી રહી!

અને એમ જ ચૂપ ચાપ અમે આબુથી પાછા આવ્યા. મારી દીકરીની નરમ તબિયતને કારણે બે દિવસ હું ઓફિસ ના જઈ શકી. ત્રીજા દિવસે ઓફિસ ગઈ ત્યારે એ ના દેખાયો. ઓફિસના એક સહકર્મચારી ને પુછતા ખબર પડી કે એણે તો આબુથી આવ્યાના બીજા જ દિવસે જોબ છોડી દીધી અને આ શહેર પણ છોડી દીધું.

***********

બસ ત્યારથી આજ દિન સુધી નથી મેં નથી એને શોધવાનો પ્રયત્ન કર્યો કે નથી એણે મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. આથમતા સૂર્યના સથવારે એ એક કલાકમાં વિચારેલ તમામ મૃગતૃષ્ણાઓ અઘૂરી રહી!


Rate this content
Log in

Similar gujarati story from Classics