Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Romance

3  

#DSK #DSK

Crime Romance

યે રિશ્તા તેરા મેરા- ૭/૮

યે રિશ્તા તેરા મેરા- ૭/૮

11 mins
14.1K


[આ સ્ટોરી કાલ્પનિક છે, કોઇ વ્યક્તિ કે વસ્તુ સાથે સંબંધ નથી, માત્રને માત્ર મારા મનના વિચારોને શબ્દનુ સ્વરુપ આપવાની મારી એક માત્ર કોશિશ છે, જિંદગીમા જ્યારે ક્યારેક ખાલીપો કે પ્રેમનો એહસાસ થાય કે કશુક અવનવુ દિમાગમા ફર્યા કરે ત્યારે લખવાનુ મન થાય, બસ, આજ એક શાંતિનો માર્ગ છે, જે કોઇને કહ્યા વગર કે કોઇ પર ભરોસો કરવો ન કરવો એવુ વિચાર્યા વગર જ લાગણીની અભિવ્યક્તિ થઇ જાય છે...બસ, થઇ જાય છે.]

"સુવર્ણનગર કોંટેક વિહોણુ બની જાય છે". ચારે બાજુ પાણી-પાણી થઇ જાય છે. રસ્તાઓને ઘરમા પણ પાણી ઘુસી જાય છે. ચો-તરફ દરિયો બની જાય છે. વિજળી પણ જતી રહે છે. વરસાદ રુકવાનુ નામ લેતો નથી. એકબાજુ મુસાફરો ફસાયેલા છે તો બીજીબાજુ ઘરના સભ્યો પણ ફડફડાટમા છે.

ગોલ્ડન સીટીમા અંશે તેની હોસ્પિટલ "સેકેંડ ફ્લોર" પર શીફ્ટ કરી. બધે જ એટલો વરસાદ છે પણ વરસાદના પાણીનો નિકાલ સુવર્ણનગરમા થઇને છે, તો સુવર્ણનગર પાણી-પાણી છે. સતત વરસાદને ઠંડીને કારણે લોકો તરત જ બિમાર પડવા લાગ્યા. ડૉ.અંશ દવા લેવા આવતા પેશંટની સારવારમા કોઇ કસર ન છોડે.ગરીબ પાસેથી તો "પોતાની ફીઝ" પણ ન લે.

એક ડૉ.આવ્યા ને બોલ્યા; 'ડૉ.અંશ આમ હેરાન થવાની શી જરુર છે ? બે દિવસ હોસ્પિટલ બંદ રાખો", પછી જો જો જે "કમાણી" થાય તે !"

ડૉ.અંશ; "થેંક્સ સર! ફોર એડવાઇઝ ! પણ મારાથી એવુ નહી થાય, હુ તો અત્યારે જ કમાઇ લેવા માંગુ છુ.આપ જઇ શકો છો."

જતા જતા એ ડૉ.બીજા ડૉ.ને કેહતા ગયા તેને સારુ થવુ છે ભલે થાય, નવો નવો છે, પછી એ આપણી જોડે જ ભળી જવાનો છે. બીજા ડૉ. હસી પડ્યા.

ડૉ.અવની; "તુ જુઠ કેમ બોલ્યો ?"

ડો.અંશ; "મારા જોડે "જીભા જોડી" કરવાનો સમય જ ક્યા છે ? તુ ન્યુઝ ચેક કરતી રહે સુવર્ણ"

અવની; "તારુ કામ ઇશ્વર પણ જુએ છે અંશ. ગમે તેમ થાય પણ મહેક પાછી "અવશ્ય"આવશે."

અંશ; "ગોડ બ્લેસ યુ મહેક!"

અવની; "અંશ, વૃદાવનથી કોલ...."

સવિતાબેન; "બેટા, રેખાબેનને કશી ખબર નથી તો તુ ન કહેતો."

અંશ; "હા....મમ્મા પછી વાત કરુ."

એક બાજુ ઘરના લોકો બીજી બાજુ દર્દીની ભીડ. ગોલ્ડન સીટીમા દવાખાનામા હાજરી આપનાર એક માત્ર અંશ. આથી દુર-દુરથી લોકો દવા લેવા પહોચી જાય.

સવિતાબેન; "ચલો, ફટાફટ જમી લો."

રેખાબેન; "મહેક આવે છે તો"

સવિતાબેન; "એ તો વરસાદની ક્યારેય પહોચશે. આપણે તો ગરમ ગરમ જમી લેવાયને ?"

મીત; "ના...દી...દી..આ....વે..પ....છી."

સવિતાબેન; (ટી.વી બંદ કરીને) "પહેલા જમવાનુ પછી જ વાત."(સવિતાબેને બધાને જીદ કરીને જમવા બેસાડ્યાને જીદ કરીને જમાડ્યા પણ ખરા)

સવિતાબેન; "લો રેખાબેન...એમ થોડુ હોય..."

રેખાબેન; "તમે પણ લો." (સવિતાબેન કેમ મો..મા એક પણ બટકુ મુકે. એ સુવર્ણનગરનુ પાણી તેની "આંખ સામે જ તરવરે છે" એ ન્યુઝમા આવતુ "ગાંડુતુર" બનેલુ પાણીને ફસાયેલી મહેક....)

રેખાબેન; "મીત, સમાચાર કર, વરસાદના."

નરેશભાઇ; "હા.....કરને મીત."

સવિતાબેન; "જોર થી ના...મી..ત...ના....."(બધા સવિતાબેનની આવી હરકતથી હેરાન થઇ ગયા.)

રેખાબેન; "લે......કે...મ ?"

સવિતાબેન; "જમતી વખતે કોઇ ચાળા નહી..એ જમવા બેસી ગયો હવે, ઉભુ ન થવાય બસ ન થવાય."

રેખાબેન (હસીને) ; "મીત "આ નવો નિયમ તાજો બહાર પડ્યો છે".(બધા હસવા લાગ્યા.)

નરેશભાઇ; "તે એ ક્યા ઘરડો છે ?"

સવિતાબેન; "ના મીત, જમીલો એક કામ પતે વરસાદનુ."

મીત; "પેલા નક્કી કરો "હા કે ના" ત્યા સુધીમા હું જમી લઉં"

(બધાને ભર પેટ જમાડ્યા પછી સવિતાબેનના પેટમા માંડ થોડુ ગયુ.)

"તુ લે સવિતા થોડુ લે...."રેખાબેન બોલ્યા

સવિતાબેન; "ના, હું મારા ઘેર શીંગ ખાતી’તી હવે બિલકુલ જગા નથી. આ તો વરસાદ છે તો આપણે જલ્દી જમી લઇએ."(બધા જમીને બેઠા જ છે ત્યા બાજુમાંથી લીનાબેન આવ્યા)

લીનાબેન; "મહેકના કશા સમાચાર કે ?"

સવિતાબેન; "ફટાફટ હા...હા....એ આવે જ છે."

લીનાબેન; "પણ ન્યુઝમા તો ટ્રેન..."

સવિતાબેન; "હા...હા...એ અમને ખબર જ છે."

લીનાબેન; "ભારે કરી મહેકનુ શુ થશે ?"

સવિતાબેન; "લીનાબેન...."(ઇશારો કરે છે...)

રેખાબેન; "શુ ન્યુઝમા...ને શુ ખબર મહેક...?"

લીનાબેન; "શુ તમે ટી.વી.મા નથી જોયુ ? અરે ! "આખૂ સુવર્ણનગર પાણીમા ગરકાવ છે".

રેખાબેન; "ના...હોય.....મારી.....મહેક..."

લીનાબેન; "ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ....."

રમણભાઇ; હે.........

રેખાબેન; "જોર જોરથી રડવા લાગ્યા. નહી..ન...હી..."મારી મહેક ને કશુ નહી થાય....."

સવિતાબેન; "હવે બોલ્યા; શુ લીનાબેન ઘરમા કોઇને ખબર ન હતી તમે પણ ?"

રેખાબેન; "એટલે જ, એટલે જ તે જમવાની આટલી ઉતાવળ કરી. મારી મહેકને તુ હંમેશા જમાડીને જમનારી એવી તુ. આજે મારી સાથે રમત રમી ગઇ. મને વાત પણ નથી કરતી. મારી મહેકને કશુ નહી થાય કશુ જ નહી. ચોંધાર આંસુ એ રેખાબેન દિલ તુટી જાય એવા આક્રંદ સાથે રડવા લાગ્યા. (ત્યા જ શિલ્પાબેન, જ્યાબેન, પારુલબેન આજુબાજુની સ્ત્રી ભેગી થઇ ગઇ.બધાની આંખમા મહેક માટે આંસુ આવી ગયા.)

(હજુય રેખાબેન જોર-જોરથી હદયફાટ રડતા જ છે. ધ્રસકેને ધ્રસકે મહેક મહેક કરતા જાય છે. થોડીવાર માટે તો તેંનો આવાજ પણ જતો રહે છે. એટલુ દુ:ખ લાગી જાય છે. માત્ર હિબકા જ ભરે જાય છે.બેભાન જેવી હાલત થઇ જાય છે. મીત ડરી જાય છે ને એ પણ રડવા લાગે છે.)

જ્યાબેન; "આપણી મહેકને એમ કશુ નહી થાય.તેણે જે કામ કર્યા તે અવર્ણીય છે.ઇશ્વર પણ જાણે છે, તેને કશુ નહી થાય.ઇશ્વર એકવાર નહી સો વાર વિચારશે કે જો એ મહેકને ઉપર બોલાવી લેશે તો મહેકની જવાબદારી પુરી કોણ કરશે ?"

"મારી ધૃવાની જિંદગી તેણે તો બચાવી છે બાકી કોઇની તેવડ છે કે છેક પે’લા હરદેવના ઘેર જઇ બોલી શકે ?

ધૃવા; "હા, મમ્મી, આજે મારી તમામ ખુશીનુ કારણ મહેક છે. મારો દિકરો જીવે છે તેનું કારણ પણ મહેક જ છે. નહીતર "હુ જન્મ આપતા પહેલા જ મારી કુંખમા મારી દેત". જો મહેકે મારાને હરદેવના લગ્ન મંદિરમા ન કરાવ્યા હોત !"

જ્યાબેન; "હા, દિકરી હા...."

પારૂલબેન; "ને મારો જય ! દારૂડિયામાંથી ઇંસાન તો મહેકે જ બનાવ્યો..."

***

અંશ; "અવની"

અવની; "સોરીઅંશ;" (રડી પડે એવો થઇ જાય અવની બોલે સોરી ત્યારે. ત્યારે અવની જ તેને સંભાળી લે.આવા સમયે અવનીને પણ અંશ પ્રત્યે પ્રેમભાવ જાગે )

અવની; "અંશ, મને લાગે આ પ્રેમની પરીક્ષા છે."

અંશ; "કેમ ?"

અવની; "મહેક સતત સારા જ કામ કર્યા કરેને તુ દર્દીની હેલ્પ. વિચાર આ પ્રેમની પરીક્ષા નથી તો બીજુ શુ છે ?"

અંશ; "પણ, બીજાને ખુશ કરતા-કરતા પણ દુ:ખ જ મળે એ મે જોય લીધુ."

અવની; "વહેમ...એક માત્ર...વહેમ..."

(અંશ વાતમા ધ્યાન ન દેતા દર્દી તપાસવા લાગે છે.)

અવની અંશ વૃંદાવન....થી .....

સવિતાબેન; "તુ નહી ..".એમ બોલીને સવિતાબેન ના હાથમાંથી રેખાબેને મોબાઇલ લઇ લીધો

રેખાબેન; "દિકરા....રડી પડ્યા..."

અંશ; "કાકી......"મહેક બિલકુલ ઠીક છે તમે ચિંતા ન કરો".

રેખાબેન; "તને, , , કોણે કહ્યુ ?ન્યુઝ કે ?"

અંશ; "ના....એમ જ"

રેખાબેન; "મને સારુ ન લગાવ" (કોલ કટ...કર્યો )

અંશ; "કાકી..કાકી.."

(એક આખો દિવસ અને રાત વરસાદ વરસતો રહ્યો. ટ્રેન પાણીમા ગરકાવ પછી હજુ સુવર્ણનગર વિશે આગળ કોઇ ન્યુઝ એક પણ ચેનલે આપ્યા નથી.)

યે રિશ્તા તેરા મેરા -8

'તુમ સે હો ગયા પ્યાર....તુમ્હી હો ..મે… રી ધડકન.… તેરે હો.. ને સે મુજકો મિલતી હૈ.. મે… રી… ધડ… કન.....'

કોઇ ચેનલ દ્વારા પાણીમા ગરકાવ ટ્રેનની માહિતી મળી નથી. અંતે સરકાર દ્વારા એક હેલીકોપ્ટર મુકવામા આવ્યુ. સુવર્ણનગરના રાજમહેલ પર ઉભુ રહ્યુ, ને ચાર-પાંચ વ્યક્તિ નીચે ઉતર્યાને મહેલમા પ્રવેશ્યા. આ મહેલ રાજાશાહી સમયનો. અહીં તેના વારસદાર હજુ પણ રહે જ છે. તે ચાર ગામના પ્રશ્નનો ઉકેલ પણ એ જ કરે છે.

નીરાબાપુને એક સુંદરપરી જેવી છોકરી. તેનુ નામ "કાજલ".એક છોકરો, તેનુ નામ "ભગીરથ". અહીં આવીને જુએ તો આવનાર આશ્ચર્યાચકિત થય ગયા.

"માય ગોડ....અહીં બધા સલામત છે.?"

ચેતન બોલ્યો; "પ્રણામ સાહેબ"

નીરાબાપુ; "પ્રણામ" (મિલન, ભાર્ગવ, નિસર્ગ, બધા એ બાપુને પ્રણામ કર્યા.)

નીરાબાપુ; "સર, આ એ સલામત જગ્યા છે, જ્યા આખે આખુય સુવર્ણનગર પાણીમા ગરકાવ થઇ જાયને તોય એક જંતુનો પણ જીવ ન જાય."

[રાજમહેલનો પહેલો માળ ડૂબી ગયો, બીજા માળ પર ઢોર સલામત છે ને પંખીઓનો કલરવ થતો સંભળાયો. ત્રીજામાળ પર ફસાયેલા લોકો સલામત છે ને ચોથામાળ પર રાજદરબાર]

ચેતને કોલ કરી જણાવ્યુ કે અહીં બધા સલામત છે. જાનહાની થઇ નથી, પણ માલહાની જરુર થઇ છે.એક માળ જેટલુ સુવર્ણનગર પાણીમા ગરકાવ છે. હજુ આખો દિવસ પાણી ઉતરે એવુ લાગતુ નથી. આ સમાચાર બધે જ વાયરલ થઇ ગયા. ટી.વી. પર આવવા લાગ્યાને અંશ તેમજ તેના પરિવાર અને જેટલા લોકો ફસાયેલા છે તેના પરિવારને મળ્યા. બધા ખુશ-ખુશાલ થઇ ગયા.બધા જ ઇશ્વરનો "તહેદિલથી" આભાર માનવા લાગ્યા.

જયદિપને આ વાતની જાણ છે.આથી તેણે ઇશ્વરનો આભાર માન્યોને અંશ-મહેકની જોડીને સલામત રાખવા પ્રાર્થના પણ કરી. આ બાજુ અંશનો પરિવાર ખુશ-ખુશાલ થઇ જાય છે.

અવની; "અંશ, જોયુને તારી દુઆ રંગ લાવીને..."

અંશ; "ના, એ લોકોની દુઆ રંગ લાવી જે લોકો એ મારા માટે દિલથી ઇશ્વરને પ્રાર્થના કરી."

અવની; "હા.."[બધા જ લોકોને હેલિકોપ્ટર દ્વારા પોતપોતાના ઘર સુધી પહોચાડી આપવામા આવે છે. મહેક અંશ પાસે પહોચીને ઘણા બધા માણસોની વચ્ચે અંશ ઉભો હોય છે, મહેક આવે છે.તે દોડતો મહેક પાસે જાય છે ને મહેક પણ દોડીને અંશ પાસે આવવાની કોશીશ કરે છે.)

અંશ મહેકને તેની બાહોમા લઇને બોલ્યો, "’મે તને કહ્યુ હતુ કે સવારે જ જે, હવે, મારામા તુટવાની બિલકુલ હિંમત નથી’’

મહેક; "અંશ, "પરીક્ષા એક જ વાર હોય વારંવાર નહી..."

અંશ; "હા"

અવની; (કશુંક પોતાનું દૂર જતું હોય એવું ફિલ થયું તેને. અંશ સાથે વિતાવેલા એ બે દિવસને એક રાત્રી યાદ આવ્યા.અંશનો હાથ પકડેલો તો ક્યારેક માથું દબાવેલૂ તો ક્યારેક દીલાસોને ક્યારેક ગાલ પર મારેલી થપલી તો પોતાના હાથથી અંશને જમાડેલો) "આર યુ ઓકે મહેક ?" અવની બોલી?

મહેક; "સો ફાઇન અવની"

અવની; "અંશ, તો ખુબ જ ડરી ગયેલો."

અંશ; "હા..મહેક...પણ આ સમયે અવની મારી હિમંત બનીને મને ગુંથી રાખ્યો કામમાને તેની નકામી બડબડમા".

અવની; "અંશ [ત્રણેય હસી પડ્યા]તો શુ કરુ ?તુ મારો દોસ્ત પણ છે, હુ તને કેમ દુખી જોય શકુ ?"

મહેક; "સાચી વાત, અવનીએ ઘેર કોલ કર્યોને વાત શરુ કરી..."

મમ્મી; "મહેક કેમ છે?બેટા, તને કશુ થયુ નથીને ?"

પાપા; "તુ પહોચી ગઇને ?"

મીત; "દી..દી...દી...દી.."

સવિતાબેન; "તુ અંશ પાસે છે ને ?"

રમણભાઇ; "તુ બરાબર છે ને કશુ થયુ તો નથી ને ?"

મીત; "સ્પીકર કરો સ્પીકર"

(મોબાઇલ સ્પીકરમા એટલે અવની, અંશ, મહેક સાંભળતા હોય છે એ લોકો હસી પડ્યા)

મહેક; "હુ સલામત છુ, ગોલ્ડનસીટી. અંશ પાસે.[ ત્યા હાજર બધાને શાંતિ થઇ કે મહેક સલામત છે.]હુ બરાબર છુએ બોલી."

સવિતાબેન; "હવે, હમણા ન આવજે. એક મહિના પછી."

અંશ; "મમ્મી હા...હા....તુ ચિંતા ન કર. તમે કોઇ ચિંતા ન કરો [મહેકનો હાથ પકડતા બોલ્યો] મહેક મારી પાસે સલામત છે. હુ તેનુ ધ્યાન રાખીશ. હુ હવે તેને મારાથી દુર નહી થવા દઉં. [આ સમયે અવની થોડી દુર જતી રહી અંશને મહેકથી.]અંશના મોબાઇલમા એક નંબરનુ વેઈટીંગ બતાવે છે એટલે તેણે મમ્મીને બાય કહી તે નંબર પર કોલ કર્યો]

જયદીપ; "અંશ, મહેક મહેફુઝ છે ને ?"

અંશ; [મહેકનો હાથ દબાવતા]જી બિલકુલ [તેની બાજુમા મહેકને ખેચી તેના ખભ્ભા પર હાથ મુક્યો](મહેકને મોબાઇલ આપ્યો)

મહેક; "તને એમ કે જીવથી ગઇ એમ ?"

જયદીપ; "તુ સલામત છે ?"

મહેક; (અંશથી થોડી દુર જઇને બોલી....) "અંશની દુઆથી ઓકે છુ. બોલુ-ચાલુ છુ. ચિંતા ન કર. તુ માત્ર નિરવાની ચિંતા કર, તેને જાળવીને રાખજે ? ક્યાક તેને પણ કોઇના બેડ સુધી જવાની આદત ન ...

જયદીપ; "ફાલતુ વાતો કરવા મારે સમય નથી બાય..."

[જયદીપની આંખમાંથી આંસુ પડી જાય છે. નિરવા આ જુએ છે તે જયદીપની નજીક જતી હોય કે એક કોલ આવ્યોને તે રિસિવ કરવા માટે થોડી દુર જતી રહી.]

નિરજ; "ઓ..હો તારો તો જુનો પ્રેમ જાગી ગયો."આજકલ તુ પ્રેમાવશ છે ?"

નિરવા; "નિરજ, હા, હુ પ્રેમ કરુ છુ તો કરુ જ છુ".

નિરજ; "પણ શાંતિ હો...આપણુ ગોલ ભુલાય નહી."

નિરવા; "બસ, નિરજ...બસ"

નિરજ; "નિરવા, તુ બદનામ તો થઇ ગઇ છે, યાદ છે ને ?"

નિરવા ; "ભલે, મને કોઇ પરવા નથી."

નિરજ; "લોકોના મો પર તારી જ વાતો છે ને સમાજમા પણ."

નિરવા; "રિપોર્ટ નોર્મલ છે. મારીને જયદીપ વચ્ચે કોઇ સંબંધ બંધાયો જ નથી. હુ આજે પણ પવિત્ર જ છુ."

નિરજ; "પણ....જયદીપ....તારી સાથે મેરેજ ક્યારેય નહી કરે ?"

નિરવા; "તેણે મને પ્રોમિઝ કર્યુ છે, એ મને બદનામ થવા નહી દે ?"

નિરજ; ખડખડાટ હસી પડ્યો, "હુ...હુ પોતે નિરજ તેને તારી સચ્ચાઇ જણાવીશ."

નિરવા; "નહી...નિરજ તુ એવુ નહી કરે ! નિરજ ! નિરજ !

નિરજ; "તે મારી સાથે ગદ્દારી કરી, જયદીપને બરબાદ કરાવાના બદલે તુ મારો સહારો લઇ તેની નજીક પહોચી ? હુ બદલો અવશ્ય લઇશ. મને ગદ્દારી પસંદ નથી.

નિરવા; "એ મારો પ્રેમ છે

નિરજ; "ને તુ મારો !"

નિરવા; "નહી, હુ તારા જેવા મવાલીને પ્રેમ ક્યારેય ન કરુ."

નિરજ; "તો જયદીપ પણ ધોકેબાજને મહેકથી દુર કરનાર ચુડેલ સાથે લગ્ન ક્યારેય નહી કરે ?"

નિરવા; "નિરજ, તુ ગમે તેમ કરીશ પણ હવે, હુ તારો સાથ નહી આપુ. જયદીપને બરબાદ નહી કરુ. જયદીપ માટે હુ જયદીપ સાથે એક રાત રહી છુ. સમાજમા બરબાદ થઇ છુ. જયદીપને બરબાદ કરવા મે તારી સાથે મળીને આટલુ મોટુ નાટક કર્યુ, નિરજ મેં તેને બરબાદ કરવા નહી પણ મે તારો ઉપયોગ કરી, જયદીપને મેળવવા માટે આ નાટક કર્યુ. માત્ર તેને મેળવવા માટે જ"....કોલ કટ....નીરવા એ કર્યો

જયદીપે નિરવાને તેની નજર સામે ફેરવી ગળેથી પકડી નિરવા તુ, તુ આવુ કરીશ, તેની મને શંકા પણ હતી જ એટલે જ હું તારા પર નજર રાખતો મને લાગ્યું તું મારી વિરુધ્ધ ષડયંત્ર રચે છે એટલે કેટલાક દિવસથી હું તારા પર નજર રાખતો રહ્યો તને પકડી પાડવા."

(જોરથી ધક્કો માર્યોને ફરીવાર વાળ પકડ્યા )"નાલાયક તુ મને પ્રેમ કરી જ ન શકે ?અરે ! તે મને મેળવવા માટે એક સંબંધનુ બલિદાન અપાવ્યુ, પ્રેમ આટલો ખુદ ગર્જ ન હોય. નિરવા ન હોય. મે તારી ઇજ્જ્ત બચાવવા માટે મે મારા પ્રેમ સાથે દગો કર્યો. નિરવા મારા પ્રેમ સાથે !

નિરવા; "મારી પાસે બીજો કોઇ રસ્તો પણ ન હતો.(તે વાળ છોડવવા કોશીશ કરતી રહી)

જયદીપ; (એક જોરથી ચટ્ટાક ગાલ પર લગાવી) "તે આવુ કરવાનુ ?'

નિરવા; "હા...હા.... મહેક માટે તુ પાગલ હતો એ સમયે ને હુ તારા માટે ! તુ મારી જોડે મહેકની વાત કરતોને હુ દુ;ખી. હુ તારી સાથે રમીને મોટી થઇને તુ મહેકનો થઇ ગયો. તે વિચાર પણ ન કર્યો કે નિરવા તારા વગર શુ કરશે ?હુ હંમેશા તને મારો જ બેસ્ટ માનતીને તુ મહેક મહેક કરી દોડી જતો. મારો એકવાર તો વિચાર કર્યો હોત ?"

જયદીપ; "એટલે તે મને મેળવી લીધો એમ ?"

નિરવા; "હા....મેળવી લીધોને મેળવીને જ રહીશ. કેમ કે તુ મારી સાથે રાત હતો. એમ વાતો થવા લાગી છે. આ વાતની મારા પાપાને જાણ થતા જ એ તારા પાપાને વાત કરશે જ."

જયદીપ; "હુ તેને હકીકત જણાવી દઇશ."

નિરવા; "પ..ણ...હા...રાત વિતાવી એ વાત.?"

જયદીપ; "કહીશ કે કશુ નથી થયુ."

નિરવા[હસીને]; "તારી વાત સાચી માનશે ?ને માનશે તો સમાજ ?તારા પાપા, મારા પાપાની ઇજ્જત માટે બધુ જ કરી છુટશે."

જયદીપ; "નિરવાને ધક્કો મારીને નિકાળી દે છે ને રડવા લાગે છે.[તેની આંખો રડી રડીને લાલચોળ થઇ ગઇ.મો સૂજી ગયુ.આંખે અંઘારા આવવા લાગ્યા.નિરવા માટે મહેકને છોડીને નિરવા એ નિરજ સાથે મળીને કેવી ગેમ રમી ? કોઇ કોઇને મેળવવા માટે આટલી હદ સુધી જઇ શકે છે ? કોઇને આટલી હદ સુધી પરેશાન કરી શકે છે.એ પણ મારી દોસ્ત નિરવા. જેને હુ મારાને મહેકના તમામ સંબંધની વાત કરતો રહ્યો. કોઇ પણ જાતનુ અંતર રાખ્યા વગર.જે મારી બચપણની દોસ્ત છે.તેણે મને મેળવવા હદથી વધારે મને તોડી નાખ્યો.)

આ બાજુ નિરવા ઘેર પહોચીને જયદીપ કોઇ બીજુ કદમ ઉઠાવે એ પહેલા જ તેની અને જયદીપ વચ્ચે જે થયુ તેની વાત માંડીને રીપોર્ટ સુધીની બધી જ વાત તેની મમ્મીને કરે છે.

આથી નિરવાની મમ્મી તેને બેચાર લગાવી દે છે. તે દોડીને ઉપર નિરવાના પાપા પાસે ગયા ત્યા પહોચતા જ હાફી ગયા, ડરી ગયા, એક દિકરી માને કહે કે કોઇની સાથે રાત વિતાવી ચુકી છતા કશુ નથી થયુ, એવુ કહે એ માતા કેમ શાંત રહી શકે ?તેના દિલની વ્યથાને કેમ શાંત કરી શકે ?અરે ! એ પોતાની જાતને કેમ સંભાળી શકે ?તેણે વાત કરવાની શરુઆત કરી પણ અ...અ....અ... કશુ જ ન નીકળ્યુ

પાપા; 'લે પાણી શુ થયુ ?' કેમ આમ આટલી દોડીને આવી ?નીચેથી જ બૂમ ન કરાય ?"

મમ્મી; "રડતા રડતા નિરવા...નિરવા...."

પાપા; "શુ થયુ નિરવાને ?"

મમ્મી; તેણે બધી જ વાત કહી.(રડતા રડતા)

પાપા; "ઓકે.તે પણ દુ:ખી થય ગયા તરત જ સ્વસ્થ થઇને બોલ્યા એ મારી દિકરી છે, કોઇ છોકરા જોડે રાત રહી છતાય પવિત્ર છે. મને ગર્વ છે મારી દિકરી પર"

મમ્મી; "પણ ...સમાજ...."

પાપા; "અરે એ તો બોલ્યા કરે તેનુ તો કામ જ એ છે, તુ ચિંતા ન કર હુ હમણા જ મારા મિત્રને આ વાત કરુ છુ કે હવે, મને લાગે આપણા બાળકો મોટા થઇ ગયા છે. તે જયદીપના પાપાને આ વાતની જાણ કરવાને સગાઇ માટે કોલ કરે છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime