Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Drama

2  

Vijay Shah

Tragedy Drama

સપ્તપદીની પ્રતિજ્ઞા (૬)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૬)

13 mins
7.2K


સવારના સ્ટોરનું નિત્યક્રમ પરવારીને બંને સાથે સાડા અગિયારે ઘરે પહોંચ્યા. ત્યારે થાળી તૈયાર થઈ રહી હતી. સાદુ બ્રંચ લઈને બધા કે–માર્ટ પહોંચ્યા સેલની ભુરી લાઇટ ઝબકતી હતી ત્યાં સુશીલા બંને માને લઈને ગઈ જ્યારે પરભુબાપા સાથે શશી જેંટ્સના વિભાગમાં ગયો…

શશી કહે “તમારે ફક્ત રંગ પસંદ કરવાના છે ભાવ નથી જોવાનો કે લંબાઈ ટુંકાઈ નથી જોવાનો.”

“એટલે ?”

“એટલે જે વિભાગમાં આપણે જઈશું તે વિભાગમાં તમારી સાઇઝ નક્કી કરવાની છે.”

“મને મારી સાઇઝ ખબર છે.”

“અહીં ભારતના કપડાની સાઇઝ અને અમેરિકન કપડાની સાઇઝમાં આભ જમીન નો ફેર હોય છે.”

શશીએ હાફ ચડ્ડીના ત્રણ પીસ લીધા સ્મોલ, મીડલ અને લાર્જ અને કહ્યું હવે આ ત્રણ જોગર ટ્રંક પહેરીને પ્રયત્ન કરી જુઓ.”

“ અહિં? કેવી રીતે? અને આ ચડ્ડીઓ હું પહેરવાનો નથી હંકે?”

પરભુબાપાને ચિંતા હતી કે આ પહેરશે તો જીવકોર વેવાણની સામે આબરુ જશે…

“ટ્રાયલ રૂમમાં જાવ અને પહેરી જુઓ કઈ માપની છે?”

“બરોબર માપની તો આ લાર્જ લાગે છે..પણ ટ્રાયલ રહેવા દો શશીકાંત.”

એમ માને તે શશીકાંત થોડો?

“તમને શરમ આવે તો હું તમને પહેરાવું કાં ધીરીબાને બોલાવું?”

“અંદર પહેરેલા કપડાનું શું કરીશ?”

“ટ્રાયલ રૂમમાં જાવ ત્યાં અરિસો પણ હશે અને કપડા લટકાવવા હેંગર પણ હશે. શું સાવ નાના બાળકો જેવી જીદ કરો છો?”

દસેક મિનિટ પછી બહાર આવ્યા ત્યારે મીડલ સાઇઝ બરોબર છેની વાત સાથે બહાર આવ્યા.

“હવે આ ત્રણ પેંટ પણ પહેરી જુઓ અને આ ત્રણ જર્સી પણ…"

પેંટની લંબાઇ ૩૬ અને જર્સી પણ મીડલ એવું નક્કી કરી શશીકાંતે કપડાં નક્કી કરી લીધા.

હવે ચાલો જુતાના વિભાગમાં જોગર શુઝ અને ફ્લીપ ફ્લોપ (સ્લીપર) પણ તેમના માપની ખરીદાઇ ગઈ. સી સીકનેસની દવા લેવાઈ અને કલાકમાં પરભુબાપા બોલતા જ રહ્યાં અને શોપીંગ પુરુ કરી નાખ્યુ.

આ બાજુ સુશીલા અને બે માતાઓ માર્થા સાથે હજી શરુ પણ નહોતા થયા તેથી પરભુબાપાને લઈને સ્ટોરમાં આવી ગયા.

ધીરીબા અને જીવકોરબાને ફક્ત ગમતા રંગો નક્કી કરવાના હતા.. મેક્ષી કે મીડી, હાફ પેંટ એ બધુ નક્કી કરવાનો હક્ક ખાલી સુશીલા પાસે જ હતો બંને માટે સાત જોડી કપડા લેવાના હતા.

ડ્રેસીંગ રૂમમાંથી કપડા પહેરીને બહાર આવવામાં જ શરમ આવે તો તે સંઘ કાશી એ ક્યારે પહોંચે? વળી દરેક ડોલરને ૩૫ ગુણાય તો આટલા મોંઘા આપણાથી કેવી રીતે પહેરાયનો આલાપ તો ચાલું જ…સુશીલા પણ એ ગીત ગાતી તો ખરીજ.. પણ માર્થા એ સરસ રસ્તો સુઝાડ્યો.. હમણાતો તમને ગમે તે તો લઈ જ લો.. નહીં ગમે અને પહેર્યુ નહી હોય તો પાછા આવીને પરત કરીશું કહેતા સુશીલા સામે આંખ મારી…પછી તો ક્યાં કોઈ વિલંબ હતો

નવા કપડાં..નવા સ્લીપર, નવા જોગર બૂટ અને સ્વીમીંગ સ્યુટ સાથે માર્થા બધાને સ્ટોર ઉપર લાવી ત્યારે શશી ચમત્કાર થયો હોય તેટલી નવાઈ પામતો જણાયો..અને માર્થાએ રહ્સ્યોદઘાટન કર્યુ.. “નહી ગમે તો પાછાની શરતે લેવાયું છે હં કે!.. કોઈને અમેરિકન નથી થવું.“

બે દિવસ વચમાં હતા.. અને ધીરીબા નાસ્તા બનાવવા મંડી પડ્યા ત્યારે શશી ફરી ખીજવાયો…   ”આપણે આ બધી છુટ્ટી મળે એટલે તો જઈએ છે.” કોઈએ કશું જ નહીં કરવાનું ખાઈપીને મઝા જ કરવાની છે.”

“પણ ! જમાઈ બાબુ તમારા સસરાને તો અમેરિકન કશું ખાવાનું ભાવતું જ નથી.”

“ભલે તમને તમારું બધું જ ખાવાનું મળશે સાથે સાથે છપ્પન ભોગ જેવી કેટલીય મીઠાઈ ફળ ફળાદી અને આઇસક્રીમ મળશે.. અહીંથી કશું જ ખાવાનું કે પીવાનું લઈ જવાની મનાઈ છે પાણીની ખાલી બોટલ લેવાની છે.”

જીવકોરબા કહે “શશી કહે તે બધું જ સાચું.. આપણે તો આપણી બુધ્ધી મુંબઈ છોડ્યું ત્યારથી મુંબઈમાં મુકીને આવ્યા છીએ…"

જવાના દિવસે બધાની બેગમાં તેમના કપડા.. દવા અને જુતાં જ હતા. પેરલેંડથી ગેલ્વેસ્ટન ૨૫ મિનિટમાં પહોંચી ગયા.. માર્થા કૉફી પોટની કૉફી આપી અને રવાના થઈ… મોટું અગિયાર માળના જહાજ્માં દાખલ થતા બંને માજી બોલ્યા..સ્વર્ગ જેવો જહાજી મહેલ છે.

શશી કહે “હા અને આપણી સરભરા પણ સ્વર્ગ જેવી જ થવાની છે…”

બે ઓસન વ્યુ રુમ હતી જેમાં એકમાં સુશીલા અને શશી હતાં અને બીજા રૂમમાં વડીલો હતા તે રુમ મોટો હતો અને બંને રૂમો એક મેકથી ખાસી દુર હતી. એકમાં બારી પૂર્વ દિશામાં હતી અને બીજાની બારી પશ્ચિમે હતી.

બારામાંથી શીપ નીકળી ગયા પછી સુર્યાસ્ત જોઈને જીવકોરબા સ્વગત બોલ્યા ઢળતી સંધ્યા એટલે આપણી જિંદગી.. કાલે ઉઠીને અસ્ત આવશે તે નક્કી છે. જીંદગીની આ ક્ષણભંગુરતા આપણે ભુલી ના જઈએ એટલે જતો આ સંદેશ પ્રભુએ આપણને આપ્યો છે.

સુશીલા જીવકોરબાના ચહેરા ઉપર સુર્યાસ્તના રંગો રંગોળી કરતા હતા તે જોઈ રહી. તેમના રૂમ તરફ જતા તે બોલી "શશી મને કેમ એવું લાગે છે કે જાણે આપણે આપણા હનીમૂન માટે નીકળ્યા ના હોઈએ?”

“ગાંડી છે તું તો.. આપણ મિલનના પ્રતિકસમા સંતાન સાથે આપણે આ ક્રુઝમાં છીએ..ત્યારે હનીમૂન કેવું અને વાત કેવી?” રૂમનું બારણું ખોલતા તે બોલ્યો.

“ટબમાં થોડુંક હુંફાળુ સહસ્નાન કરીને આપણે તૈયાર થઈએ ૮.૦૦ વાગ્યે ખાવા જવા આપણે પાંચમે માળે જવાનું છે..અને કેસીનો પણ ત્યાંજ છે.”

“ કેસીનો? ના બાપા ના.. મારે પૈસા ખોવા નથી.”

“અરે ના ખોતી પહેલા ૨૦ ડોલર રમવા માટે તને ફ્રી આપ્યા છે કમાય તો આગળ રમજે નહીંતર લોકોને રમતા જોઈ મઝા કરીને આવશું.”

“ એ મારું બેટું જબરું તમને રમવા ફ્રી પૈસા આપે..” અમદાવાદી સુશીલાના મગજમાં એ વાત ઉતરતી નહોતી.

એટલે શશીએ અમદાવાદી ઢબમાં જ જવાબ આપ્યો.

"જો પૈસા આપે તો કોઈ રમવાની શરુઆત કરે.. ભલેને એક સેંટની રમત રમે.. પણ જીતે તો આગળ વધે અને હારે તો તીરે ઉભા રહીને બીજાનો તમાસો જોવાનો…”

ટબ ધીમે ધીમે ભરાતુ જતું હતું અને શશીની નજરો મદથી ભરાતી જતી હતી. સહસ્નાનનું જોખમ સમજતી સુશીલા પાણીમાં છબછબીયા કરીને કામદેવને રતી બાણથી ઘાયલ કરી રહી હતી. શશી ટબમાં દાખલ થયો ત્યારે ટબ છલકાયું..

પુરા અડધા કલાકે બંને પતિપત્ની બહાર નીકળ્યા ત્યારે માઇકમાં એનાઉન્સમેંટ થઈ રહ્યું હતું ડીનર માટે પાંચમો ફ્લોર પંદર મિનિટમાં ખુલશે. અને રીંગ વાગી.. જીવકોરબા ફોન ઉપર હતા. “અરે શશી જલ્દી આવ અમારો રૂમ પાણીથી છલકાય છે.”

“હા આવુ છું બા” કહીને શશી તરત ટુવાલ લપેટીને બહાર નીકળ્યો. ઝટપટ કપડા પહેરીને સુશીલાને કહ્યું તું તારી રીતે તૈયાર થઈને આવ. બાના રુમમાં નળ લીક થયો છે તેથી હું ત્યાં જઉ છુ. તું આવ…”

“ભલે મને તૈયાર થતા થોડી વાર લાગશે.”

બાથટબના સ્નાનની મઝા જ કંઇ ઓર છે.. અને મ્દમસ્ત મનપસંદ સાથીનો સહવાસ.. ખરેખર સ્વર્ગ અહીં જ છે…તે ગણ ગણી ઉઠી

ન જાઓ સંઇયા છુડા કે બંઈયા

કસમ તુમ્હારી મેં રો પડુંગી રો પડુંગી

બહાર નીકળીને જોયું તો ફોર્મલ કપડા પહેરીને શશી તો નીકળી ગયો. તેણે બરગંડી સ્કર્ટ ઉપર પીંક ફુલો વાળુ આછા પીળા રંગનું શર્ટ પહેર્યુ..ઝડપથી માથાના વાળ સુકવ્યા અને નાની એડી વાળા સેંડલ પહેરીને મેક અપ કરવા બેઠી. દસેક મિનિટ થઈ હશે અને શશી બબડતો આવી પહોંચ્યો… નળ ચાલુ કરતા આવડ્યો પણ બંધ કરતા નહોતુ આવડતું તેથી ટબ ઉભરાયું.. અને તેની નજર સુશીલાના ડ્રેસ ઉપર પડી…

“વાઉ! સુશી તું તો જામે છે ને?”

“તે તો જામું જ ને મારા પતિના વટમાં ચાર ચાંદ લગાડવાના છે ને?”

પુષ્પો કંઈ બાગમાં જ ઓછા ખીલે? નયનોમાં ખીલે. હોઠોમાં ખીલે અને ચહેરા ઉપર પણ ખીલે..

સુશીને વહાલથી ચુમતી શશીની નજરો ગર્વાન્વીત હતી.. હોઠ ઉપર વિજેતાનું હાસ્ય હતું.

રૂમ બંધ કરી પાંચમા માળ તરફ પ્રયાણ કર્યુ ત્યારે લીફ્ટ પાસે અમેરિકન વેશભૂષામાં તેમના માતા પિતા પણ હતા.

કહેવાની ભાગ્યેજ જરૂર પડે કે ભોજન સ્વાદીષ્ટ હતું નવતર હતું અને તૃપ્ત કરનારુ હતું મઝાની વાત એ પણ હતી કે ૩૦૦૦ માણસોને ખાવાનું પીરસવા ૩૦૦ વેઇટર અને વેઈટ્રેસ હતા. અને ભોજન બાદ તે સૌએ મનોરંજન પણ પિરસવા નૃત્ય પણ કર્યુ. પરભુબાપાને આ નૃત્ય એક નવું નઝરાણું હતું…

તે દિવસે ૩ થીયેટરમાં ફીલ્મ, નાટક અને સ્ટેંડીંગ કોમેડી શૉ હતા પણ વડીલોને કંઈ મઝા પડે તેવું નહોતુ તેથી પાંચમા માળ પરનો કેસીનો જવાનું નક્કી થયુ. ત્યાં જતા રસ્તામાં ઘણા ફોટોગ્રાફરો ફોટો પડાવવા આકર્ષતા હતા…એક મરાઠી ફોટોગ્રાફરે નમસ્તે કહીને જીવકોરબાનું ધ્યાન ખેંચ્યું…મુંબઈની હતી એ રીટા અને ભાગ્યું તુટ્યું ગુજરાતી જાણતી હતી તેથી પરભુબાપાના પ્રશ્નોના જવાબ આપ્યા જેમાંના એક જવાબે બધાનો સંકોચ છુટી ગયો. તસવીરો જેટલી પડાવવી હોય તેટલી પડાવો બીજે દિવસે ગમે તેટલા જ ફોટા ખરીદવાના બાકીના તમારી નજર સામે જ ફાડી નાખવાના…

જુદા જુદા બેકગ્રાઉંડમાં એક કલાક જેટલું શુટીંગ ચાલ્યું. સો એક ફોટા પડાવીને આખું ટોળું બહાર નીકળ્યુ ત્યારે કોઈકે શશી અને સુશીલાના વખાણ કરતા કહ્યું મેડ ફોર ઇચ અધર…ત્યારે સુશીલાને બહું જ સારું લાગ્યું..તેના અને સૌના ડ્રેસના પૈસા આજે વસુલ થઈ ગયા હતા.

કેમેરાની લોબીની બરાબર સામે જ વિશાળ કેસીનો હતો…શશી જાણતો હતો તેથી તેણે સૌને કહ્યું આપણે પેની અને નીકલમાં જ રમીશું અને તે પણ કેસીનો વાળા આપે તેટલા જ પૈસાનું… કેસીનોવાળા વીસ ડોલર આપે અને વહેલની જેમ રમવા જાઓ તો પાંચ જ મિનિટમાં ખેલ ખતમ…”

પરભુબાપા કહે “વહેલ એટલે?”

“વહેલ એટલે ટેબલ ઉપર બેસે ત્યારે જ ૫૦૦૦ ડોલર લઈને બેસે અને ઉઠે ત્યારે ૧૦૦૦૦ કાર્ડ ઉપર ચઢાવીને ઉઠે.”

“એવા લોકો હોય છે?” પરભુબાપાને આશ્ચર્ય થતું હતું.

“હા. તેવા લોકો પૈસાને નહીં ફનને મહત્વ આપે છે.”

“અને આપણે?” પરભુ બાપા હવે શશીને શબ્દ જાળમાં હોય તેમ બોલ્યા..

શશી કહે આપણે વેપારી માણસ.. બંનેને છુટા રાખવાનું જાણીયે. મઝા મફત થતી હોય તો માણવાની અને જાણવાની પણ આપણે પૈસે કેસીનો વાળાને માલદાર ના બનાવાય.”

પરભુબાપા કહે “એટલે આટલા બધા લોકો મુરખા?”

સુશીલાને હવે બોલવુ નહોંતુ તો પણ બોલાઇ ગયું “બાપા! આપણે અહીં વેપાર નથી કરવો કે કેસીનો વાળાને કમાવી નથી આપવું એટલે શશી કહે તેમ લક્ષ્મણ રેખાથી આગળ આપણા પૈસે જવાનું નહીં.”

શશી સુશીલાને જોઈ રહ્યો…પછી ધીમે રહીને બોલ્યો “હા પોતાના પૈસે રમવાની છૂટ બધાજ વડીલોને છે. મને અને સુશીલાને તો તમને ખુશ કરવા છે.”

“મારો જમાઈ તો પાકો છે..અમદાવાદી સાસરીયાઓ જે દરેક ડોલરને ગુણ્યા તેંત્રીસ કરે તેઓ તો શું રમવાના?”

“હા કેસીનો તમને વીસ ડોલર આપે છે ને તેથી તેટલું તો રમો.. અને મઝા કરો..”

જીવકોરબા અને ધીરીબા તો પ્રેક્ષક બનીને રહ્યા. બે ત્રણ મશીનોમાં પૈસા બગાડીને છેલ્લે ક્વાર્ટરનાં પુશર મશીન ઉપર સુશીલાનું મન ઠર્યુ.

સાતેક કોઈન જાય ત્યારે એકાદ બે વખતે ક્યારેક પાંચ તો ક્યારેક બે ક્વાર્ટર પડતા. હિસાબ સીધો હતો કેસીનો તેણે આપેલા પૈસા પાછું લેતું હતું. તે કંટાળીને ઉઠવા જતી હતી ત્યાં ખન ખન કરતા ૧૫ સિક્કા સાથે પડ્યા…

ચાલો બધા ગયેલા પૈસા આવી ગયા કહી ઉભી થવા જતી સુશીલાને ૨૫ ડોલરનું પડું પડું થતું એક ડોલરનું બંડલ બતાવતા શશીએ વધુ રમવા તેને પ્રેરી..જો કે તેને મઝા તો આવતી જ હતી અને વળી શશીએ દારુ પાયો…

દોઢેક કલાકમાં પૈસા ખાસા ગયા પણ બંડલ આવ્યું ત્યારે ચીચીયારીઓ સાથે બધા ઉભા થયા.

કોઇન ગણ્યા ત્યારે સમજાયુ કે ખાલી રુપાંતર થયું છે હજી મુકાયેલા પૈસા નથી આવ્યા.

શશી કહે આ ચીચીયરી તે આ રમતની મઝા. સુશીલા રડવા જેવી થઈ ગઈ “હવે?”

“હવે કંઈ નહીં ઘરના પૈસા ગયા નથી ત્યાં સુધી સબ સલામત છે..”

પરભુબાપા કહે “ઘરના પૈસા તો ગયા જ છે ને?”

“કેમ? કેવી રીતે?”

“તમે અહીં નહોતા ત્યારે કોઇન ખુટી ગયા હતા તેથી દસ ડોલરના લીધાં હતાં…”

ત્યાં અચાનક જ મશીનમાંથી કોઇન પડવા લાગ્યા અને પાંચ ડોલરના વીસ કોઇનનો રોલ પડ્યો..

સુશીલા ટપો ટપ ભરવા માંડી..કદાચ જહાજ હલ્યું હશે માનીને.

થોડીક ક્ષણો બાદ ખબર પડી ધક્કો બાજુનો ખેલાડી મારતો હતો અને પૈસા પડતા હતા તે બબડતો હતો “આ મશીને મારા પૈસા લઈ લીધા..” બાજુમાં મેક્ષીકન ગીત પુર બહારમાં ચાલતુ હતું અને મેક્ષીકન કપલ ઝુમતું હતું.

શશીએ તરત સુચના કરી કે ચાલો હવે અહીંથી નીકળી જાવ આમેય કેમેરો ચાલુ છે તેની સાથે તમે પણ સપડાશો.

સુશીલાને હજી બેસવું હતું પણ શશી પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે?

કોઇન લઈને તેમનું નીકળવું અને કેસીનો કોપ આવી ગયા.

સુશીલા સહેજ ધ્રુજી ગઈ પણ તે વાંકમાં નહોતી અને શશીના કહ્યે માનીને તે ઉઠી ગઈ તેના કારણે બચી ગઈ હતી.

પેલો મેક્ષીકન શાંતિથી એની પત્ની પાસે ઉભો રહ્યો.. જાણે કશું જ ના બન્યુ હોય તેમ.

પેલા કેસીનો પોલીસે કહ્યું. તમે મશીન સાથે છેડ છાડ કરી છે. એની પત્ની મેક્ષીકનમાં પોલીસને સમજાવતી રહી કે એવું કશું નથી અને કેસીનો કોપ જતા રહ્યા.

રાતના મોડું થઈ ગયું હતું તેથી વડીલોને તેમના રૂમમાં મુકીને શશી તેને સાડા દસે શરુ થતું મુવી જોવા લઈ ગયો.

જરુર કરતા વધુ નગ્ન દ્રશ્યો જોઇને સુશીલાને સુગ થતી હતી અને પેલા ગુલાંટ મારતા વાંદરાની જેમ વળી વળીને તેનું મન કેસીનો તરફ જતું હતું હજી તે કમાઈ નહોતી અને કમાવું તેને મન જરુરી હતું કારણ કે તે હવે સિક્કો ક્યાં અને કેવી રીતે નાખવાથી કામ થાય તે બાબતે પારંગત થઈ ગઈ હતી..વળી થીયેટર અને કેસીનો એક જ ફ્લોર પર હતા તેથી તે બહાર નીકળી દોઢેક કલાક હજી કેસીનો બંધ થાવાનો બાકી હતો તેથી શશીને જણાવ્યા વિના પાંચ ડોલરનો રોલ લઈને તે કેસીનો પહોંચી.

દસેક મિનિટ કરતા વધુ સમય થયો એટલે શશી નીકળ્યો. બાથરૂમમાં કોઈ અવાજ ના આવ્યો એટલે રૂમ ઉપર ગયો..ત્યાં પણ સુશીલાને ના ભાળી એટલે જરાક ચિંતા થઈ..પાછા થીયેટરમાં જતા તેણે વિચાર્યુ કે કેસીનોમાં તો નહીં ગઈ હોય? ભુતનો વાસો પીપળો એ અટકળે તે કેસીનોમાં પહોંચ્યો ત્યારે કેસીનો કોપે તેને પકડી હતી..પેલો મેક્ષીકન અને તેની વાઇફ પણ ત્યાં જ હતી. આ વખતે કેસીનો કોપ પાસે મોટી અને લાંબી વીડીઓની ક્લીપ હતી જેમાં ધક્કો મારતો અને બબડતો મેક્ષીકન હતો પૈસા ભેગી કરતી સુશીલા પણ હતી અને શશીનો સંવાદ પણ હતો. હા કે ના કર્યા સિવાય ભેગા થયેલા સિક્કાઓ સાથે કેસીનો મેનેજરની કેબીનમાં ચારે જણાને લઈ ગયા.

મેનેજર કેસેટ જોઇને મેક્ષીકન ભાષામાં બોલ્યો “તમને લાગે છે કે અમે કોઈ છેતરામણી કરી છે?”

મેક્ષીકન કહે “હા અને તેથી જ હું ગુસ્સે થયો હતો.”

શશી કહે “મારા વાઇફને પણ લાગતું હતું કે અહીં કંઈક છેતરામણી કે ચાલ છે. પૈસા ધાર ઉપર આવ્યા હોવા છતાં પડતા નથી એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમ વિરુધ્ધ કશુંક ચાલી રહ્યું છે.”

મેનેજરે કહ્યું "અત્યારે જહાજ કોઈ દેશની સીમામાં નથી તેથી કોઈ દેશનો નિયમ લાગુ ના પાડી શકાય પણ આપ સાબિત કરો કે અમે કોઈ છેતરામણી કરી છે.”

પેલો મેક્ષીકન બોલ્યો “જો હું તમારી ટ્રીક પકડી પાડું તો?”

પેલો મેનેજર તેટલા જ ઝનુનથી બોલ્યો..”અને ટ્રીક ન પકડી શક્યા તો?”

મેક્ષીકન સહેજ પણ ઢીલો પડ્યા વિના બોલ્યો “તો તમે જે કહેશો તે સજા મંજુર. અને હા હું સાચો પડું તો મશીનમાં જેટલી રકમ છે તે અમારી બરોબર?"

સુશીલા કહે “મેં તો મારા ખાનામાં પડેલા પૈસા જ લીધા છે મેં કશું જ નથી કર્યુ.”

મેનેજર કહે “ ના તમે કશું જ નથી કર્યુ તેમ ના કહેવાય કારણ કે આ ગુનામાં મૌન રહીને ઉત્તેજન આપ્યું છે આપ બંને ગુનાના ભાગીદાર તો છો જ.. હાલ તો તમે ચારેય ૧૨ વાગ્યા સુધી નજર કેદમાં છો અને કેસીનો બંધ થાય ત્યારે મશીન પાસે જઈને સાબિત કરજો કે અમે કોઈ ટ્રીક કરીએ છે." એટલું કહીને તે અન્ય કામે લાગ્યો.

શશી મેક્ષીકન સામે જોઈ રહ્યો..તેને સામે જોતા જોઈને મેક્ષીકન બોલ્યો.. "મેં આવા મશીનો સાથે બહું જ કામ કર્યુ છે મને ખબર છે અહીંયા છેતરામણી થાય છે.”

મેક્ષીકન સાથે મેક્ષીકનમાં જવાબ આપતા શશી બોલ્યો.. "બાઉંટી કેટલાની હશે ?"

“લગ્ભગ ૪૦૦ ડોલર હશે.”

“તુ ખોટો પડે તો મેનેજર શું સજા કરે?”

“બડી! ચિંતા ના કર હું ખોટો પડવાનો જ નથી.”

શશીએ વિચારી લીધું કે વધુમાં વધુ જોખમ અહીંથી કાઢી મુકે કે દંડ કરે.. જે બંને શક્ય નહોતા કારણ અકે આમેય કેસીનોમાં લોકો ફન કરવા આવે છે ત્યારે આવી માથાકુટમાં કોઈ ઉતરતુ હોતું નથી.

બરોબર રાત્રે બાર વાગે કેસીનો બંધ થયો અને મેનેજર કેસીનોના મશીન પાસે તેમને લઈને આવ્યો અને કહે સાબિત કરો કે અમારી કોઈક ટ્રીક છે.

“મશીનમાં રહેલું મેગ્નેટીક ફીલ્ડ વિવાદાસ્પદ છે તે જરુર કરતા વધુ કોઇન હોલ્ડ કરે છે.”

હવે ચમકવાનો વારો મેનેજરનો હતો.

પેલો મેક્ષીકન આગળ બોલતો હતો કે ૨૦ રાઉંડ પર મિનિટને બદલે તે ૨૨.૫ રાઉંડ પર મિનિટ ચાલે છે તેથી ગુરુત્વાકર્ષણની અસર ઓછી થાય છે કહીને યુ ચીટરની ગાળ દીધી.

મશીન ખોલાવી ૨૦ રાઉંડ પર મીનીટની સ્પીડે મશીન ચાલતુ કર્યુ તો મેગ્નેટીક ફીલ્ડ ઘટ્યું અને બધા ખાનામાંથી કોઇન પડવાના શરુ થઈ ગયા. અને અખતરો વધુ મજબુત કરવા તેની સ્પીડ વધારીને ૨૫ રાઉંડ પર મિનિટ કરી તો સિક્કા પડવાના બીલકુલ જ બંધ થઈ ગયા.

મેનેજરે મશીનનું મેન્યુઅલ મંગાવ્યુ અને તપાસ કરી તો મેક્ષીકન એકદમ સાચો હતો મશીન દ્વારા ચીટીંગ થઈ રહ્યું હતું.

રાતના દોઢ વાગે જ્યારે આ કસરતો પુરી થઈ ત્યારે મશીનના બધા સિક્કા બે ભાગે વહેંચીને મેનેજરે out of order નું પાટીયુ લગાવીને તાકીદ કરી કે આપ બંને હવે આ ક્રુઝના સમય કેસીનોમાં આવશો નહીં…

બાઉંટીના સિક્કા ગણીને અડધે ભાગે બેઉને અપાયા. થેંકયુ કહેવું કે આભાર વાળી વાત મેનેજરના મોંઢેથી ગુંચવણ ભરી રીતે નીકળી..

સુશીલા ખુશ હતી અને પેલા મેક્ષીકનની વાઇફ પણ ખુશ હતી.

પેલો મેક્ષીકન ફરીથી બોલ્યો “આ લુચ્ચાઓ રોલ અને ૨૫ ડોલરની થોકડી મુકીને લલચાવે પણ વાસ્તવિકતામાં તેઓ વજન મુકીને રમનારાને નુકસાન કરાવતા હોય છે.”

આ વાત જ્યારે શશીએ સુશીલાને ગુજરાતીમાં કહી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. સાચ્ચેજ લોભિયા હોય ત્યાં ઠગારાઓ જ ફાવે…

 

બીજે દિવસે સવાર થોડી મોડી પડી..લગભગ નવ વાગ્યા હશે.

સવારે ચાલવા જનારો શશી સુશીલા સાથે તેની જેમ જ પડ્યો રહ્યો.

પરભુ બાપા અને વડીલોનું ટોળું રૂમ ઉપર આવ્યું ત્યારે સુશીલા ઝટપટ ઉઠીને બાથરૂમમાં ઘુસી ગઈ. રૂમ ખોલીને શશીએ વડીલોને માનભેર રૂમમાં બેસાડ્યા.

જીવકોરબા કહે “અલ્યા છોકરાઓ તમે એકલા જ આ શીપમાં ઉંઘો છો.”

“હા બા અને આ શીપમાં અમે એકલાં જ હતા જે ગઈ કાલે રાતના ત્રણ વાગ્યા સુધી જાગતા હતા.” બાથરુમમાંથી સુશીલાએ ટહુકો કર્યો..

“કેમ શું થયુ હતું?” ધીરીબા એ થોડાક ગભરાતા પુછ્યું.

શશી જે વાતને દાબવા માંગતો હતો તેથી બોલ્યો “આ તમારી દીકરીને રાત્રે આઇસ્ક્રીમ ખાવો હતો તેથી દુધ ઠારતા હતા.” અને બધા હસી પડ્યા..

પરભુ બાપા બોલ્યા “આજે આપણી ફીલમ જોવા જવાનું છે.”

શશીને સમજ ના પડી એટલે સુશીલા કહે ગઈ કાલે જે ફોટા પડાવ્યા છે ને તે જોવા જવાનું છેને…ચોથા માળે.

“પણ હજી તો સાડાનવ થયા છે એ તો અગિયાર વાગે આવવાના છે.” ધીરીબા એ હળવેકથી કહ્યું.

“તો પછી ચાલો નવમે માળ તમે ચા પાણી પીધાં કે નહીં..” સુશીલાએ વિવેક કર્યો અને પાંચેય જણા લીફ્ટ તરફ વળ્યા..નવમો માળ એટલે ૨૪ કલાકની ખુલ્લી ખાવાની સવલતો.. જે ખાવું હોય તે ખાવ.. અમર્યાદ ખાવ.તો પણ કોઈ રો કે ટોકે નહીં.

પરભુબાપાને તો સવારે થેપલું કે ભાખરી જોઇએ જે અહીં ક્યાંથી મળે પણ ધીરીબાનો ડબ્બો અત્યારે જ ખુલે અને થેપલા સાથે અથાણુ સોઢાય. તે સોઢમને માણતા માણતા શશિ અને સુશીલાએ પણ કટકો કર્યો.

બધાને શશીએ તાકીદ કરી કે આપણે દસમે માળે મોટા ટબમાં બધા બેસવાના છીએ અમેરિકન બનવું હોય તો તે ડ્રેસમાં અને ના બનવું હોય તો તમે જે પહેરીને આવ્યા છો તેમાં બેસજો. પરભુબાપાની હાજરીમાં જીવકોરબા અને ધીરીબા તેમના સુશીલાએ લેવડાવેલા કપદા પહેરવાના નહોતા..જોકે પરભુબાપાને કોઈ વાંધો નહોતો…

દસમા અને અગિયારમા માળની વચ્ચે ત્રણ આવા મોટા બાથ ટબ હતા અને દસમા માળમાં મોટો હોજ હતો જેમાં ઘણા સૂર્ય અને સ્નાનનો આનંદ મેળવતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy