Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Romance Tragedy Inspirational

3  

Pravina Avinash

Romance Tragedy Inspirational

લાગણીનો સેતુ

લાગણીનો સેતુ

2 mins
14.4K


નીતા ખાટલામાં સૂતા વિચારી રહી હતી. છૂટાછેડા આપ્યા છે, કોઈ સંબંધ નથી છતાં નરેશ કેમ આટલો પ્રેમ જતાવે છે. નીતા અને નરેશ લગ્નના ૨૫ વર્ષ ઉજવવાને બદલે એકબીજાથી અલગ થયાં. એકનો એક દીકરો નીલ કોલેજમાં હતો તેથી ઘરમાં સર્વ પ્રકારે શાંતિ હતી તો પછી પરિણામ કેમ આવું આવ્યું? હવે કાયમ માટે એ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે.

નરેશને ખબર પડી ગઈ હતી. નીતા જે કારણોથી છૂટી થઈ હતી તે બધાં આધાર ખસી ગયાં હતાં. સ્વાર્થી દુનિયાને નરેશ ઓળખતો હતો. નીતા પ્રેમથી ભરપૂર અને સીધી હતી. દુનિયાના કાવાદાવાથી અજાણ નીતાને મતલબી દુનિયાએ પરચો બતાવ્યો. લગ્ન પછી એક દિવસ એવો ન હતો કે નરેશે નીતાને પ્યારથી નવાજી ન હોય. નીતા પોતાને ખૂબ ભાગ્યશાળી માનતી. એવું તો શું બની ગયું કે પરિણામ આવું વિપરીત આવ્યું.

‘નરેશ કેમ આજે આટલું બધું મોડું થયું?’ નીતા લાલપીળી થઈ હતી. ‘સપ્તપદી’ નવું ગુજરાતી પિક્ચર જોવા જવાની બે ટિકિટ આવી હતી. શૉનો સમય ૯ વાગે હતો અને લાટસાહેબ ૯ને પચ્ચીસે પધાર્યા.

‘શું કરું પ્રિયે છેલ્લી ઘડીએ એક ઘરાક આવીને બેઠો. બકરો બહુ મોટો હતો. એટલે તેને પતાવ્યા વગર મારે ન નીકળાય. તને ખબર છે, ધંધો આપણો છે. બહાનું કાઢીને ન છટકાય !’

‘કેમ બીજે દિવસે વાત ન થાય?’

‘અરે તું સમજતી કેમ નથી, બહારગામનો હતો. રાતની ફ્લાઈટમાં પાછો બેંગ્લોર જવાનો હતો. ચાલને મારે જમવું નથી, અડધો કલાકમાં શું બગડી જવાનું. આમ પણ ગુજરાતી સિનેમા છે. કેટલો દમ હશે?’

બસ થઈ રહ્યું, નીતાને ખબર હતી આ સિનેમા ખૂબ સરસ છે.

આમ નાની નાની વાતોમાં ખબર નહી કેમ નીતા ગરમા ગરમી પર ઉતરી આવતી. નીલને ખૂબ દુઃખ થયું. માતાપિતાની વચ્ચે તેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. જેમ નરેશ નરમ થતો ગયો તેમ નીતા વધારે ચિલ્લાતી. નીતાની એક બહેનપણી પરણી ન હતી. બીજીના તાજેતરમાં છૂટાછેડા થયા હતા. કારણ તેના ડૉ.પતિને નર્સ સાથે લફરું હતું. જે સહુથી વધારે પ્રિય હતી તેનો પતિ અકસ્માતમાં ગયો. નીતા પોતના સુખમાં રાજી રહેવાને બદલે બેહુદું વર્તન આચરી રહી હતી. અંતે પરિણામ સારું ન આવ્યું. નીતા અને નરેશ છૂટાં પડ્યાં.

નરેશે નીતાની બધી માગણી સંતોષી. તેને રોજનો કલહ ગમતો ન હતો. નીતાની બધી ખબર રાખતો. તે નીતાને દિલોજાનથી ચાહતો હતો. પણ અસહાય હતો. બે વર્ષ પછી ખબર પડી નીતાને ગર્ભાશયનું કેન્સર છે. નીતાના માતાપિતા હયાત ન હતાં.

મોડે મોડે નીતાની આંખ ખુલી. જ્યારે ઓપરેશન પછી હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે પ્રથમ નજર નરેશ પર પડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance