Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Children Inspirational Others

3  

Vijay Shah

Children Inspirational Others

થોડા થોડા થાવ વરણાગી.

થોડા થોડા થાવ વરણાગી.

5 mins
14.1K


મારું કોમ્પુટર બગડે એટલે દીકરીને ટેન્શન થાય. અને સાથે સાથે સુચનોનો વરસાદ વરસે.

“પપ્પા તમે જે તે સાઇટો ના ખોલો અને મુવી તો ખાસ જ નહીં તેમાંથી જ વાઇરસ લાગતા હોય છે. તમારા બીઝનેસનાં ડેસ્ક ટોપ પર તો ખાસ જ નહીં “

“બેટા નવી સદી છેને હવે તો અમારા બીઝનેસમાં પણ ઑડીયો વીડીયો મેસેજ્ અને સોસીયલ મીડીયા સાવ આમ બાબત છે.”

“જય ! દાદા બા ને નવી ટેકનોલોજી શીખવાડી દે તો !- બાનું ઇમેલ ખોલી આપ. ચેટ કરતા શીખવાડી દે અને વૉટ્સઅપ અને ફેસ ટાઇમ તો ખાસ.જ.

મેં કહ્યું બેટા “હું દાદો છું મારે તેને તે બધું શીખવવાનું હોય.”

મંદ મંદ હસતા તે બોલી “પપ્પા આ એકવીસમી સદી છે અને ટેક્નોલોજી જે ઝડપે બદલાય છે તે ઝડપ જોતા હવે તમારે જે શીખવવાનું છે તે તો શીખવાડજો પણ એ જે શીખ્યો છે તે તમારે શીખવુ પડશે.”

“એટલે ?”

“એટલે હવે પોષ્ટ, ટેલીફોન અને વાતો કરવાનાં માધ્યમો બદલાઇ ગયા. જો ત્રીજી પેઢી સાથે વાતો કરવી હશે તો ચેટીંગ અને ફેસટાઇમ જેવું જાણ્વું પડશે ઈ-મેલ ટપાલીનું કામ કરે છે “

હું તેને જોઇ રહ્યો અને મારો પૌત્ર મારા ગુરુની જગ્યા લઇ રહ્યો હતો. તેની નાની નાની આંગળીઓ કી બોર્ડ ઉપર પિયાનો વગાડવા જેટલી સ્ફુર્તિથી ફરી રહી હતી. મારે તેની પ્રેક્ટીસ કરવાની હતી. બીજે દિવસે હું અને રેણુ આઇ પેડ ઉપર પ્રેક્ટીસ કરતા હતા અને અમારો નાનો જય વીડીયો ગેમ રમતા રમતા સુચનો આપતો હતો. ” દાદાજી બહુ સહેલુ છે મેનુ વાંચો અને બધુ જ સમજાઇ જશે.”

“કશુંક ના સમજાય તો ગુગલ ગુરુને પુછો એટલે રસ્તો તરત જ બતાવશે.’

“દાદા્જી તમને આટલુંય નથી સમજાતુ તમારી વેબ પેજ હોય તો જેઓને તમારા લખાણો વાંચવા હોય તો તેઓ વાંચી શકેને ?”

અઠવાડીયા પછી અમારા ઘરમાંથી ચહલ પહલ જતી રહી. બધુ સ્મશાન વત શાંત થઇ ગયું. રેણું તેના લેપટોપ ઉપર હું મારા ડેસ્ક ટોપ ઉપર, જય તેના આઇ પેડ ઉપર અને ચીની તેના આઇ ફોન ઉપર ટક ટક કરતા હતા ઘરનાં ચાર રૂમોમાં અમે ચારેય જણા ગ્રુપ બનાવી ચેટ કરતા હતા.

એક દિવસ હું બોલ્યો “આ શું આપણે તો હસવાનું જ ભુલી ગયા છે. નો ચેટીંગ ફોર મોર ધેન વન અવર…” અને ત્રણેય જણા ચેટ બોર્ડ ઉપર હા હા હા કરીને હસ્યાં. મેં ઘાંટો પાડ્યો “એ રમક્ડૂં ઘરમાં શાંતિ લાવી દે અને એકલા ટક ટક અવાજોનું સામ્રાજ્ય છવાઇ જાય તે નહીં ચાલે.”

મારી પરી પહેલી વખત રણકી – “હા પપ્પા ! તમે સાચા છો એક્વીસમી સદીની શોધો આપણી સગવડ માટે છે આપણને મુંગા અને બહેરા બનાવવા માટે નહીં.

“જય ચાલ હવે વાર્તા કહેવાનો મારો પીરીયડ શરુ.”

આ તો હતી અમારી નોક ઝોક પણ એક દિવસ રેણું ખરેખર ચિંતા કરતી હતી, “બેટા તું પૈસા બહુ વેડફે છે.”

“કેમ મમ્મી કેવી રીતે ?”

'અમે તો હવે પીળું પાન. અમે જિંદગીનાં બધા જ મોજ શોખ કરી લીધા પણ આવા ટ્રાવેલ પ્લાન કરી મહેરબાની કરી પૈસા ના વેડફ. અમે તો ઇંડીયા જઇએ એટલે અમારો તો પ્લાન થઈ ગયો.”

“મમ્મી એક વાત તું સમજ આ બગાડ નથી સાચુ કહું તો આ રોકાણ છે. તને ખબર છે દાદીબા અને દાદા સાથે પપ્પાએ અમને ભારતભરનાં તીર્થોમાં ફેરવ્યા હતા ?’

“હા એટલે તો કહું છું કે અમે તો બધું જોયું છે.”

“તે વખતે અમને ભાઇ બેનને પપ્પા સાચી રીતે વધું મળતા હતા. ઉપરિયાળા તીર્થમાં સવારના પહોરમાં મોરનાં ટહુકા અને કોયલનો કુહુકાર તથા મંદિરનો ઘંટારવ હજી પણ મારા સ્મરણોમાં એવોજ તાજો અને જીવંત છે. પપ્પાને ખબર હતી કે બા દાદાને તિર્થાટન ગમતા હતા. તેથી તેઓ તેમને ત્યાં ફેરવતા હતા. અને સાથે સાથે અમે પણ નવી દુનિયા માણતા હતા. બા સાંજે ભાવનામાં પપ્પા મંજીરા વગાડતા અને તું સરસ સ્તવનો ગાતી તે વખતે બા દાદાનાં પ્રસન્ન ચહેરાઓને હું જોતી અને માણતી કે પપ્પા કેટલાં સંસ્કારી અને ધાર્મિક છે.

જોકે ભઈલો કંટાળતો અને કહેતો આ શું જ્યાં હોય ત્યાં મંદીરો અને મંદીરો જ. તેને જો કે પાવાગઢ અને સાપુતારા બહુ ગમાતા અને તેથી આપણી એમ્બેસેડરમાં ત્યાં પણ જતા. બસ એવુંજ કામ હું કરું છું કે જેથી જયનાં સ્મરણોમાં પણ તમે રહો. ચાલુ દિવસે તો ફોન અને ક્લાયંટોમાંથી તમે નવરા ના પડો પણ આવી નાની મોટી ટુર્સ અમને તમારી સાથે જીવ્યાનો આનંદથી ભરી દેતી હોય છે.”

“પણ બેટા હજી અમે કમાઇએ છીએ અને તું અમને બીલકુલ ખર્ચ કરવા જ ના દે તે ખોટી વાત છે.” રેણૂ એ પ્રત્યુત્તર આપતા કહ્યું.

“મમ્મી મને ખબર છે તું આવું કેમ કહે છે. હું છોકરી છું એટલે ને?”

“જો હું તો પપ્પાનાં રસ્તે જ ચાલુ છુ. તમારા સમયે તમે કરેલા રોકાણનું આ ફળ છે. તમે તે ફળ ખાવ અને હું મારા બીજો વાવી રહી છુ. મને પણ મારો દીકરો ફેરવશે ને?”

“બેટા અમારા તો અંતરનાં આશિષ છે. પણ કાલે ઉઠીને એવું ન પણ થાય. જયને મળનારું પાત્ર આવું ના પણ સમજે.”

“તો તેમાં મારા વાવેલા બીજોનો વાંક છે પપ્પા! તમે તો સારું બી વાવ્યું હતું ને તેથી તો આજે અમે ઉજળા છીયે. મને ખબર છે જ્યારે અમેરિકામાં તમે આવ્યા અને બંને ભાઇ બહેનોને પોતાના ક્રેડીટ કાર્ડ આપ્યા ત્યારે તમે કહેલું બેટા આ ક્રેડીટ કાર્ડ તમારા માટે યુનિવર્સીટી જવાની ભણવાની અને ખાવાની સગવડ માટે છે. મોજ શોખ અને ટાપ ટીપ માટે આખી જિંદગી પડી છે. તેથી યોગ્ય રીતે ખર્ચ કરજો. મને હજી પણ તમે સમજાવેલ જરુરિયાતનો તફાવત યાદ છે નીડ માટે ખચકાટ નહીં પણ વૉન્ટ માટે રેડ સીગ્નલ.

“તારો ભઇલો તેમાં તો ભટકાઇ ગયોને? કોલેજ્માં ભણવા જવાના સમયે લાઇફ અને શોખોનો ભોગ બની ગયો. કોલેજનાં વર્ષોમાં જિંદગી જીવવાનાં કૉડ થયા. જે વૉન્ટમાં હતુ તેને નીડ બનાવી દીધી.”

“તે વાતને ભુલી જાને મમ્મી. હું છું ને તારી સાથે..”

“પણ બેટા તુ છે તે તો છે જ પણ તું દીકરી છે ને?”

તો હું દીકરી થઇ તેથી શું? મને જણતા તારી જાંઘો દુઃખથી થરથરી નહોંતી? જયનાં જન્મ વખતે થયેલા તે દુઃખનો મને અહેસાસ છે મમ્મી. અને આ એકવીસમી સદી છે તું હવે વીસમી સદીની વાતો ભુલ અને સમય બદલાય તેમ બદલા. પપ્પા કહે છે ને તેમ થોડા થોડા થાવ વરણાગી. રેણુની આંખો ભીની હતી તેની શ્રવણ દીકરીને જોઇને…


Rate this content
Log in

Similar gujarati story from Children