Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

4  

Shailee Parikh

Others

ટેડીબેર

ટેડીબેર

2 mins
13.8K


મારુ નાનુ ટેડીબેર
એને માથે મોટી હેટ
મારી ગાડીમાં બેસે આગળ
મારા મિત્રો દોડે એની પાછળ

ગીત ગણગણતા ગણગણતા રાજુ સ્કુલેથી સાઇકલ ચલાવતા ચલાવતા ઘરે જઇ રહ્યો હતો. સાઇકલની આગળની બાસ્કેટમાં તેણે પોતાની વોટરબેગ અને ફેવરિટ ટેડીબેર મુક્યું હતું, અને પાછળ સ્ટેન્ડ પર પોતાની સ્કુલબેગ લટકાવી હતી. રાજુ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેનો સ્વભાવ મળતાવડો એટલે એના મિત્રો પણ ઘણા હતા. સવારે વહેલો ઊઠી તૈયાર થઇ રાજુ સ્કુલે જતો, બપોરે આવી જમી પોતાનુ લેશન પોતે કરી લેતો અને સાંજ પડે એટલે મિત્રો સાથે ક્રિકેટ ને દોડપક્ડ જેવી રમતો રમતો. રાજુના માતા-પિતા ખેત મજૂર હતા. તેથી રાજુ માટે મોંધા-મોંધા રમકડા લાવી શકતા નહી પણ રાજુ ભણવામાં હોશિયાર આથી શાળાની મોટા ભાગની સ્પર્ધાઓમાં ભાગ લેતો અને ઇનામમાં મળતા પુરસ્કારના પૈસા ભેગા કરી પોતાના માટે રમકડા લાવતો.

રાજુની લેખન શક્તિ પહેલેથી સારી એટલે ગુજરાતીના તાસમાં શિક્ષક જ્યારે નિબંધનો વિષય આપે ત્યારે તેનો નિબંધ સૌથી પહેલા લખાઇ જતો જે ટેડીબેરનું ગીત એ ગણગણતો હતો તે ગયે વર્ષે દેડકાકુદની સ્પર્ધામાં પ્રથમ આવ્યો તેના પુરસ્કારના પૈસા માંથી તે લાવ્યો હતો. તે જ્યાં જતો ત્યાં ટેડીબેર સાથે જ લઇને દતો અને સૌને રમવા પણ આપતો. સ્કુલથી ઘેર જતાં એ દિવસે અચાનક વરસાદ પડવા લાગ્યો. અને રાજુના કપડા, દફતર અને તેનું પ્રિય ટેડીબેર પણ પલળી ગયું રાજુ એ ઘેર જઇ કપડા બદલ્યા, દફતર માંથી પુસ્તકો કાંઢી પલંગ પર મુક્યા. અને સાઇકલ માંથી ટેડીબેર હાથમાં લીધું અને રડુ રડુ થઇ ગયો. ટેડીબેર ની ઉપર પાણી પડવાથી પોચુ-પોચુ રૂ તેનું કડક થઇ ગયું અને ટેડીબેરને પહેરાવેલા ટોપીનો રંગ તેના હાથ પગ પર ઉતર્યો આથી જોવુ ન ગમે તેવુ બની ગયું હતુ આટલુ પ્રિય અને પોતાની મહેનતથી લીધેલા ટેડીબેરની દશા જોઇ રાજુ જોર-જોર થી રડવા લાગ્યો.

રાજુ ને રડતો જોઇ તેના પિતા ઘરની અંદર આવ્યા અને તેના હાથમાં પકડેલા ટેડીબેરને જોઇ આખી વાત તે સમજી ગયા. તેને રાજુને પાસે બેસાડી કહ્યુ બેટા, અમે તો અભણ માણસો અમને તારા રમકડામાં બહુ ખબર ના પડે, પણ તારુ ગમતુ ટેડીબેર તું બધે લઇ જાય તો એની આવી જ દશા થાય ને? અને બીજી વાત કહુ બેટા, તુ આટલો હોશિયાર છે, તને આટલા બધા પુરસ્કાર મળે છે તેમાંથી રમકડા લેવાના બદલે તું સારા-સારા પુસ્તકો ખરીદીશ તો તને કેટલું ઉપયોગી થશે? તને કેટલુ વધુ શીખવા મળશે ખરુ કે નહીં? પાપાની વાત સાંભળીને રાજુ ને થયું હા, વાત તો સાચી છે, મારે રમકડાને બદલે પુસ્તકો જ લેવા જોઇએ. અને પોતાનું પ્રિય ટેડીબેર કચરા ટોપલીમાં નાખી રાજુ મિત્રોની સાથે રમવા દોડી ગયો.

 

 


Rate this content
Log in