Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chudasama Vishal S.

Drama Inspirational

4.9  

Chudasama Vishal S.

Drama Inspirational

મદદની ભાવના

મદદની ભાવના

2 mins
1.7K


એક વીજળી ના થાભલા ઉપર એક કાગળની ચિઠ્ઠી લગાવેલી હતી, હું નજીક ગયો અને તે વાંચવા લાગ્યો..!

એની ઉપર લખ્યું હતું ..

મહેરબાની કરી વાંચવું...

આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!

સરનામું..!

.......

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિને મળવુંજ જોઈએ...!

હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો, માજી સાથેની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી, મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયાની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠ્ઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જતી વખતે એ ચિઠ્ઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠ્ઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠ્ઠી ન ફાડી તો હું શા માટે ફાડું...!!

પછી હું એ માણસનો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજીની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!


Rate this content
Log in

Similar gujarati story from Drama