Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

ઘટમાળ

ઘટમાળ

1 min
1.6K


ક્યારેક એવું કેમ બને કે આપણી જ કોઈ વસ્તુ બીજા પાસે માંગતા મન અચકાય? આપણે આપણી પોતીકી કોઈ વસ્તુ બીજાંને આપીએ અને સમય થતાં એ પરત ન કરે તો પાછી માગવામાં કેમ આપણને ખચકાટ થાય !

કેમ સામી વ્યક્તિ ને ન સમજાય કે એને  એની પરિસ્થિતિમાં આપણે મદદરૂપ થવા કામચલાઉ રૂપે માલિકી આપી હતી તો સમય થતા કે કામ નીકળતા પરત કરવી જોઈએ.

શું આપણે પણ આવું જ કરીએ છીએ ને ઈશ સાથે! એણે તો આપ્યું છે એ જીવન તો એની સાર્થકતા સિદ્ધ કરવા મચ્યા રહીએ છીએ ને જ્યારે અંત સમય નિકટ આવે ત્યારે કેમ જીવ નીકળતા ખચકાય?

આ મન કેમ બહાવરુ બની બળવો પોકારે! આખરે નિયત સમય કરતાં કોણ જીવી શક્યું છે વધુ? ખેર આ તો કદાચિત ઉદાહરણની વાત થઈ પણ કદાચ ધ્યાનથી જોઈએ આજુબાજુમાં તો સમજાશે આ વાત. હા અલગારીપણું એ એક સિક્કાની બીજી બાજુ છે તો પહેલી બાજુ નું પણ મહત્વ છે જ. જીવનનો આખરે સાર શું નીકળશે એ વિચાર્યું છે ખરા ક્યારેય? જ્યારે એને જવાબ આપવાની ક્ષણ આવશે ત્યારે શું કહી શકાશે? કંઈક મનન ની પળે.....

કંઈક તર્કસંગત દલિલો સાથે એક ગહન વિચારના તારણની આશમાં......

 

 


Rate this content
Log in