Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

વાહ ભારતની ડૉક્ટર કન્યા

વાહ ભારતની ડૉક્ટર કન્યા

3 mins
7.5K


રીના, ‘મમ્મીજી, હું ડૉક્ટર છું. ઘરનું કામ કાજ નહી કરું.’

જેમિની એક પળ સ્તબ્ધ થઈ ગઈ. પછી બોલી, ‘સારું બેટા હું કરીશ.’ ફુલ ટાઈમ જોબ કરતી જેમિની મેનેજરની પોસ્ટ ધરાવતી  હતી. રાહુલ તેનો એકનો એક દીકરો હતો. જતીનને ડૉક્ટર થવું હતું પણ પિતાજીના અકાળ અવસાને જલ્દી ભણીને કમાવા લાગ્યો. રાહુલ બચપનથી કહેતો; ‘પપ્પા, તમારું સ્વપનું હું પુરું કરીશ.’

આજે તે ન્યુરોલોજીમાં ફેલોશિપ કરી સર્જન થવાની રાહ પર ચાલી રહ્યો હતો. ભણવામાં ગળાડૂબ રાહુલને પરણવાની કોઈ ઉતાવળ ન હતી. નસીબ અને સંજોગો આગળ સહુને નમ્યા વગર છૂટકો નથી.

રાહુલ અમેરિકામાં જન્મીને મોટો થયેલો. ખરી વાત તો એ છે કે અમુક ભારતિય માતા અને પિતા આ દેશમાં પોતાની આગવી પ્રતિભા, રિત, રસમ અને સાદગી જાળવી રાખી શક્યા છે. જેમિની અને જતીન બંને સારી નોકરી કરે છે. એક દીકરો હોવાને કારણે તેમણે રાહુલને ખૂબ પ્યારથી ઉછેર્યો. સતત તેની પ્રગતિના સાક્ષી બન્યા અને જ્યારે ‘જોન હોપકીન્સમાં’ ન્યુરોલોજીમાં ફેલોશીપ ચાલતી હતી ત્યારે સમયનો અભાવ હોવા છતાં બે દિવસ માટે મમ્મી અને પપ્પા પાસે રાહુલ પહોંચી ગયો. બારણામાં રાહુલને જોઈ જેમીની નવાઈ પામી.

‘બેટા, તું અત્યારે? ફોન કર્યો હોત તો તને એરપોર્ટ લેવા  આવત.’

રાહુલ, ‘મમ્મી તને સરપ્રાઈઝ કેવી લાગી.’

જેમીની, ‘બેટા ખૂબ ગમી. તેમાં પૂછવાનું  ન હોય.’ દીકરો ઘરે આવે તો સ્વાભાવિક છે માતા અને પિતા ખુશ થાય.

રાહુલ, ‘મમ્મી, પાપા આવે તે પહેલાં બીજી 'સરપ્રાઈઝ' તને આપી દઉં?’

મમ્મી, ‘આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. બોલ.’

રાહુલ, ‘મમ્મી, કાલે સવારે હું અને રીના પરણીએ છીએ.’

જેમીનીનાં હાથમાંથી કોફીનો મગ છુટી ગયો. દસેક દિવસ પહેલાંજ કોઈ મિત્રને આગ્રહને માન આપી ભારતથી ભણવા આવેલી રીનાને સહુએ જોઈ હતી. રીના અને રાહુલ એકવાર ડૉક્ટરના સેમિનારમાં ભટકાયા હતાં. હજુ કોઈ વાત આગળ વધી નહતી. ત્યાં આવો ધડાકો!

જેમિની કાંઈ ઉત્તર આપી ન શકી. એક મિનિટ પછી તે કહે, ‘બેટા, જરા જલ્દી નથી લાગતું?’

રાહુલ, ‘હા, મા ઉતાવળ તો કરીએ છીએ પણ રીનાને ભારત તેની માને મળવા જવું છે. તે પડી ગઈ છે અને કમપ્લીટ બેડ રેસ્ટ પર છે. રીના પાસે હજુ ગ્રીનકાર્ડ આવ્યું નથી. તેથી ઉતાવળ કરવી પડે છે.’

જેમિનીએ સમજાવવાનો પ્રયાસ કર્યો. જતીન પણ તેમાં નિષ્ફળ નિવડ્યો.

અંતે રીના અને રાહુલ પરણ્યાં. લગ્નની પ્રથમ રાતે રીના, ‘જ્યાં સુધી આપણે ‘મહુડી માતા’નાં દર્શન ન કરીએ ત્યાં સુધી સુભગ મિલન શક્ય નથી.’ રાહુલતો કાપો તો લોહી ન નિકળે એવો થઈ ગયો. કિંન્તુ અમેરિકાના અમુક છોકરાઓ ખોટી ઝંઝટ ઊભી ન થાય એટલે મૌન પાળવું મુનાસિબ સમઝે છે.

રીના ભારત ગઈ મહિના પછી રાહુલ માત્ર દર્શન કરવા ગયો. બંને પાછા આવ્યા.

મિલન તો મને કે કમને થયું. રાહુલ અવારનવાર ‘કૉલ’ ઉપર હોવાને કારણે ભાગ્યેજ રાતે ઘરે હોય. રીના ને પણ 'યુ.એસ. એમલી'ની ત્રણ પરિક્ષા પાસ કરવાની હતી તેથી વાંચવામાં મશગૂલ હોય. ઘરે આવે ત્યારે પોતે ડૉક્ટર છે તેનો ગર્વ જેમિની અને જતીન પાસે પ્રદર્શિત કરે.

આમ બે વર્ષ વહી ગયાં. વાંચવાને બહાને ઘરે આવે જેથી રાહુલની સાથે 'સુવામાં' છૂટકારો થાય. રાહુલ કોઈ વાતેની માને થોડી વાત કરે ત્યારે જેમિની સમજાવે ‘બેટા, નવા નવા લગ્ન થયા છે. છોકરી ભારતની છે. ધીરે ધીરે બધું સરખું થઈ જશે.’ રાહુલ માની વાત કાને ધરી કાંઈ બોલતો નહી. તેની પાસે આવા કારણો પાછળ વિચાર કરવાનો ફાલતુ સમય પણ ન હતો.

રીના, ત્રણે પરીક્ષામાં પાસ થઈ ગઈ. પહેલું વર્ષ ‘રેસિડન્સીનું’ પૂરું થવા આવ્યું. સવારે હાથમાં મેઈલમાં ગ્રીન કાર્ડ આવ્યું. ખૂબ ખુશ થઈ રીના !

તેનું મગજ કામે વળગ્યું. બેંકમાંથી એકના એક દીકરાની લાડલી વહુને ચડાવેલ ૧૦૦ તોલા સોનાનો દાગીનો ઘરે લઈ આવી. લગભગ બે વર્ષ પતિના પૈસે ચમન કર્યું. બેંકમા જોઈન્ટ એકાઉન્ટમાં હતાં તે સાત હજાર ડોલર કેશ કર્યા. વકિલ મારફતે ‘રજીસ્ટર્ડ  લેટર’ રાહુલને પાઠવી પલાયન થઈ ગઈ.

રોહિત ‘ડિવોર્સ’ પેપર જોઈને ચમક્યો. પહેલો ફોન બેંકમાં કર્યો. પૈસા સાફ. ઘરે માતા પિતાને જણાવ્યું. જેમિની અને જતીન હોશ ખોઈ બેઠાં. ૧૦૦ તોલા સોનાનો દાગીનો અને  સાત હજાર ડોલરનો ‘ચૂનો લગાવી ગઈ.’

જ્યાં સુધી ફાઈનલ ન થાય ત્યાં સુધી દર મહિને તેને ૧૫૦૦ ડોલર આપવાના અને વકિલનો ખર્ચો નફામાં. સ્પષ્ટ જણાય છે 'ગ્રીન કાર્ડ' માટે લગ્નનું નાટક કર્યું હતું. કોઈ વ્યક્તિ અને કુટુંબ સાથે આવો ખેલ ખેલવો કઈ સભ્યતા દાખવે છે. 'ડોક્ટરની' માન ભેર પદવી અમેરિકામાં અને ભારતમાં મેળવ્યા પછી?

વાહ ભારતની ડોક્ટર કન્યા—


Rate this content
Log in