Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Inspirational Others

3  

Mana Vyas

Inspirational Others

પ્રેમનો ભાર

પ્રેમનો ભાર

2 mins
14.5K


"મારીતે સાથે જ કેમ આવું થાય છે?"

અંગિરા સ્વગત જ બોલી...દુખ, પીડા અને અપરાધ ભાવથી એનું મન વિક્ષિપ્ત થઈ ગયું હતું. મહેનત તો કેટલી કરી હતી...હવે..

અંગિરા નવમા ધોરણની વિદ્યાર્થીની હતી. અંગિરા શુક્લ એટલે શાળાની તેજસ્વી તારલી. હંમેશા અવ્વલ નંબરે પાસ થાય. અંગિરાના પિતા શેખર શુક્લને ડૉક્ટર બનવું હતું પરંતુ ફક્ત બે માર્ક્સ માટે એડમિશન મળી શક્યું નહોતું. જ્યારે ઘણાં મિત્રોને અનામતના આધારે ઓછા ટકાએ મેડિકલમાં પ્રવેશ મળી ગયો. આજે તેઓ કોલેજમાં પ્રોફેસર છે. મમ્મી અદિતી ખુબ જ સામાન્ય સ્થિતિવાળા કુટુંબમાંથી આપબળે વિદ્યા મેળવી કોલેજમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે.

માતાપિતા એ નક્કી કર્યું હતું કે દિકરીને ખુબ ભણાવવી. ઘરમાં સતત ભણતરલક્ષી વાતાવરણ રહેતું. અંગિરાને માટે કયા સમયે શું વાંચવું એનું ટાઈમટેબલ નક્કી. નાની હતી ત્યારે ય અંગિરાને ફક્ત અડધો કલાક જ રમવા મળે. ટી.વી પણ એક જ પ્રોગ્રામ જોવાની છૂટ.

અંગિરા તેજસ્વી હતી પણ ક્યારેક ક્લાસમાં અન્ય વિદ્યાર્થીના માર્ક વધુ આવતા એ માતાપિતા સાંખી શકતા નહીં. એકવાર ચોથા ધોરણમાં અંગિરા કરતા શૈલીને ગણિતમાં વધુ ગુણ મળ્યા હતા તો મમ્મી એ આખો દિવસ ખાધું નહોતું. ઘરમાં સોગનું વાતાવરણ થઈ ગયું હતું.

અંગિરા ઉદાસ ચિત્તે યાદ કરી રહી. આજે ફરી શૈલી સાયન્સમાં વધારે માર્ક્સ લઇ ગઇ છે..મમ્મી ફરી નારાજ થઈ જશે..ફરી ભૂખી રહી પોતાને સજા આપશે અને મને પણ.

ફરી ટાઈમટેબલ દુષ્કર બની જશે.

કેટલી સખીઓના માતાપિતા તેમની યોગ્ય કાળજી લે પણ દબાણ ક્યારેય ન કરે. કેવી હસતી રમતી ઉલ્લાસથી ભરેલી છોકરીઓ છે.

કેમ મારી સાથે જ આવું થાય છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational