Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

પરમ – ઉજાસ

પરમ – ઉજાસ

4 mins
14.4K


આજે નેહા ઘણી નારાજ હતી. નિતીને જાણ્યું કે કારણ સામાન્ય નથી.

નિતીન અને નેહા એકબીજાને પામી ધન્ય થઈ ગયા હતા. ૪૦ વર્ષનો સાથ સરસ રીતે નિભાવ્યો હતો. નેહાએ લગ્ન કરીને આવ્યા પછી ફરિયાદ કરવાનો મોકો આપ્યો જ નહોતો. આમ તો બંનેના લગ્ન સહુના થાય છે એમ જ થયાં હતાં. એ જમાનામાં માબાપ સારા કુટુંબના દીકરાનું માગું આવે કે છોકરો અને છોકરી મળે એકાદ બે વાર ફરવા જાય અને પસંદ આવે તો ગોળધાણા ખવાય.

આજે પરમ તેની મિત્ર ઉજાસ સાથે ઘરે આવ્યો હતો. બંને વર્ગમાં સાથે ભણતા હતા. ઉજાસ હતી જ એવી કે ઘરમાં પ્રવેશતાં ઉજાસ ફેલાઈ જાય.

નવી નવી દોસ્તી હતી તેથી શરમાય એ સ્વાભાવિક છે. શાળા તો અલગ હતી પણ કોલેજમાં મળ્યા. તેને પરમ જે પણ કરે તેમાં રસ દાખવવો અને પોત્સાહન આપવું ખૂબ ગમતું. પરમ પણ તેની વાત સાંભળતો જો યોગ્ય ન લાગે તો તેને સમજાવી, દલીલ કરી વાત ગળે ઉતારતો. ઉજાસની દરેક પ્રવૃત્તિમાં પરમ સાથ પૂરાવતો. ઉજાસની સાથે પ્રવેશેલો પરમ જોઈ એક સેકન્ડ નેહાને થયું, ભાઈ હવે હાથમાંથી ગયા. શાંત અને ગંભિર નેહાએ ઉમળકાભેર ઉજાસને આવકારી.

પરમ પોતાના રુમમાં ગયો. નેહા, ઉજાસ સાથે વાતમાં ગુંથાઈ. ઉજાસ તેના માબાપની એકની એક દીકરી હતી. બેંગ્લોરથી મુંબઈ ભણવા માટે આવી હતી. મુંબઈમા મરીન લાઈન્સની લેડીઝ હોસ્ટેલમાં રહેતી હતી. પરમ સાથે પીંગપોંગ રમતાં ઓળખાણ થઈ. બંનેને એ મનગમતી રમત હતી.

હજુ તો કોલેજના ચાર વર્ષ પણ પુરા થયા ન હતા. કદાચ પરમ ડોકટરનું ભણે યા તો વકીલ થાય. ઉજાસને ફાઇનાન્સમાં ભણવું હતું. નેહાને વાંધો જરાય ન હતો. પણ પરમનું દિલ્હી બહુ દૂર હતું. હસી ખુશીથી, નાસ્તા પાણી કરીને પરમ ઉજાસને હોસ્ટેલ પર છોડવા ગાડી લઈને નીકળી ગયો.

નેહા વિચારમાં બેઠી હતી. નિતીને આવી અને હલો કર્યું પણ નેહાનું ધ્યાન બીજે રોકાયેલું હતું તે સમજતાં તેને વાર ન લાગી. જો કે ઉજાસ પરાણે વહાલી લાગે તેવી હતી તેથી તેને જરાય વંધો ન હતો. તો પછી તે નારાજ કેમ હતી?

ઉજાસ અને પરમ આમ જોવા જઈએ તો બંને પરણવા માટે નાના હતા. હવે ઉજાસ પાછળ પગલ થયેલો તેનો પાટવી કુંવર જો ભણવામા ન ઉકાળે તો તે બંનેનું ભવિષ્ય જોખમાય તે નેહાને કેમે કરીને કબૂલ ન હતું. જુવાન લોહીને આ વાત સમજતા

ખૂબ વાર લાગે. પ્રેમ એવી અનુભૂતી છે કે તેનાથી વેગળા રહેવાનું તો ઋષિમુનીઓથી પણ નહોતું બની શક્યું.

નેહા વિચારોમા ગરકાવ હતી. હા, બીજા પંચેક વર્ષ તેઓ ખેંચી કાઢે તો તેને જરાય વાંધો ન હતો. જો કે ઉજાસ આજે પ્રથમ વાર જ ઘરે આવી હતી. પણ ચાલાક નેહાને સમજતાં વાર ન લાગી કે બંને જણા છેલ્લા ત્રણ વર્ષથી હળે મળે છે.

નિતીન આવ્યો તેની તો નેહા ને ખબર ન પડી પણ ખોંખારો ખાધો તે પણ નેહાને ન સંભળાયો. નિતીને, નેહાને જોરથી પકડી પોતાની હાજરીની જા્ણ કરી. નેહાને ગમ્યું તો ખરું પણ પોતાની ચોરી પકડાઈ ગઈ તેનો ભય પેઠો. નિતીને વહાલથી પુછ્યું શું વાત છે? તારું વદન ચાડી ખાય છે કે તું કોઈ ગંભીર મામલા વિશે વિચાર કરી રહી છે.

નેહાને ખબર હતી કે નિતીન તેને સારી રીતે જા્ણતો હતો. જો તે ખોટી વાર્તા જોડી કાઢશે તો નિતીનને ગળે વાત નહીં ઉતરે.

નિતીનને કહે પહેલાં ચા, નાસ્તો કરીએ પછી તને હું વાત કરું છું. આ તેમનો રોજનો વણ ટૂટ્યો નિયમ હતો. નેહાને ભલેને ચાની તલપ લાગી હોય, નિતીન વગર કદી એકલી પીતી નહીં.

આજે શનીવાર હતો રાતના ‘ક્રીમ સેન્ટરમાં’ જવાનું નક્કી હતું તેથી બંનેને નિરાંત હતી. નેહાએ પરમ છેલ્લા ત્રણેક વર્ષથી ફરતા હતા તેવી તેને ખબર પડી હતી. હજુ તો ૨૧ વર્ષના પણ ન હતા. આગળ બીજા કમસે કમ ચાર વર્ષ ભણવાનું બાકી હતું.

નિતીન અટ્ટાહાસ્ય કરતાં બોલ્યો, "બસ આટલી અમથી વાતમાં નેહા તું આટલી બધી ગંભીર કેમ છે? વાજતું ગાજતું આવવા દે. સહુથી પહેલાં તેમનાં વિચાર જાણીએ. પરમને અમેરિકામા એમ.બી.એ. કરવા જવાનું પાકું થઈ ગયું છે. ઉજાસના માતાપિતાને મળી બધી વાતનો ખુલાસો કરીશું."

રાતના બહારથી આવ્યા પછી, પરમ, નિતીન અને નેહા વાતે વળગ્યાં. નિતીને જાણી જોઈને વાત છેડી. પરમે સાચું જણાવ્યું. "પાપા એવી કોઈ ઉતાવળ નથી. ઉજાસને ખબર છે મારું અમેરિકા જવાનું. તેને પણ પોતાના માતાપિતા સાથે રહી બેંગ્લોરમાં માસ્ટર્સ કરવું છે. પાપા તમે અને મમ્મી ભણેલા છો. ઉજાસના પપ્પા અને મમ્મી બંને ડોક્ટર છે. મહેરબાની કરી એવી ખોટી ચિંતા છોડી દો. અમે પણ નક્કી કર્યું છે ૨૫ વર્ષે હું જ્યારે પગભર થઈશ પછી જ પરણવાની વાત. પાપા, હવે તમે સમજ્યા કેમ ત્રણ વર્ષ પછી હું ઉજાસને ઘરે લાવ્યો? હું ઓળખું ને મારી મમ્મીને!"

નેહાને પોતાની જાત ઉપર ગર્વ થયો આવા સુંદર પુત્ર ઉપર.

કોલેજનું ભણવાનું પુરું કરી પરમ અમેરિકા ગયો. ઉજાસ બેંગ્લોર માતા પિતાની છત્રછાયામા રહી આગળ અભ્યાસ કરી રહી હતી. અચાનક તેની માતા નાની માંદગી ભોગવી ઉજાસને રડતી મૂકી ચાલી ગઈ. માંદગી દરમ્યાન ડો. દિપક સારવાર માટે અવાર નવાર ઘરે આવતો હતો. ઉજાસને સાંત્વના આપતા ક્યારે એક્બીજાના પ્યારમાં પડી ગયા તેની ખબર ન પડી. એક દિવસ પરમને ટપાલ મલી કે તેની ઉજાસ, દિપકમાં સમાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational