Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Inspirational Drama

4  

Pravina Avinash

Classics Inspirational Drama

તાત્કાલિક

તાત્કાલિક

2 mins
13.7K


સૂરજ દેવતા આજે ખૂબ ગુસ્સે થયા હતા. આમ પણ ઉનાળાના દિવસોમાં તેમનો પારો સદા સાતમે આસમાને રહેતો. વિષુવવૃત્ત પર તો જાણે કોપ પ્રકટ થયો હોય તેમ જણાય. ચંદીગઢ પણ તેમના પ્રકોપનો ભોગ બની ચૂક્યું હતું. મારા સારા યા બૂરા નસિબે તે સમયે હું ચંદીગઢમાં હતી.

તેમના ગુસ્સાનો ભોગ આજે ‘મંગળ’ બન્યો હતો. આમે મંગળ ગ્રહ અણમાનિતો છે. ‘રાહુ’ અને ‘કેતુ’ હરખાતાં હતા. આજે તેમણે સૂરજને ગરમ થવા માટે કોઈ બહાનું આપ્યું ન હતું. ‘શનિ’ તો આજે નિરાંતની નિદ્રા લેવામાં સફળતાને વર્યો. ‘રવિ’એ સૂરજને શિતળતા પ્રાપ્ત કરવા માટે આજીજી કરી પણ ધાર્યું પરિણામ ન આવ્યું ‘નેપચ્યુન’ અને ‘પ્લુટો’ દૂર ઊભા રહી તાલ જોતા હતાં. જ્યારે સૂરજનો પુણ્ય પ્રકોપ પ્રવર્તતો હોય ત્યારે સહુ તેનાથી સંતાકૂકડી ખેલે.

કોની માએ સવાશેર સુંઠ ખાધી હોય તે સૂરજને જઈને છંછેડે? ‘શુક્ર’નો તારો શાંત ચિત્તે પ્રાર્થના કરી રહ્યો. ‘ધ્રુવ’ પોતાની જગ્યા પર અવિચળ ઊભો રહી મનોમન વિચારતો હતો આજે સૂરજને કોણે છંછેડ્યો?

‘સૂરજ’ની પ્રતિભાની શું વાત કરવી. તેના કામમાં મીનીમેખ ન હોય. તેના અસ્ત અને ઉદય સદાય સમય અનુસાર નિયમિત. કોની તાકાત છે તેમા વિક્ષેપ કરવાની? તેના આગમને ધરતીમાનું કણકણ ખીલી ઉઠે. હરિયાળી લાંબા હાથ હલાવી સ્વાગત કરે. નદી ખળખળ વહે. સમુદ્ર હરખભેર તેને ભેટવા ઉધામા કરે. પેલો કૂકડો એવી બાંગ પુકારે જાણે સૂરજ બહેરો ન હોય? ગર્વથી ફુલાય કે તેને કારણે સૂરજ સાત ઘોડાના રથમાં બેસી ફરવા નિકળે છે. આજે તેના હાથ પણ હેઠા પડ્યા !

હવે શુ? કઠીન સમસ્યાનો હલ કેવી રીતે લાવવો. બધા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. શિતળ ‘ચંદ્રમા’એ ‘મંગળ’ની વહારે ધાવાનું બીડું ઝડપ્યું.જન્મ ધર્યો ત્યારથી બદનામ ‘મંગળ’ આજે ખૂબ દયામણો લાગતો હતો. તેણે વિચાર્યું શામાટે માનવ મને ધિક્કારે છે? ‘રવિ’એ તાત્કાલિક સભા બોલાવી. સૂરજને તેની ગંધ ન આવવી જોઈએ. નહિતર ન થવાનું થશે એ નક્કી હતું. બધાએ નિર્ણય લીધો.

સૂરજની ગરમીનો પારો નીચે ઉતારવાનું સામર્થ્ય માત્ર ‘વાદળી’માં છે. કહેવાય છે નાનો તોયે રાઈનો દાણો! વાદળી હરખાતી આવી. તેની ચાલની નજાકતતા જોઈ સહુને થયું તે આ કાર્ય આસાનીથી પુરું કરશે.

જ્યારે સૂર્યનો પુણ્યપ્રકોપ વર્તાતો હોય ત્યારે તેનું અસ્તિત્વ સહુને ઉડીને આંખે વળગે. તેનું રૂદ્ર સ્વરૂપ ચેન પામવા ન દે! વાદળીએ હિમાલયને પ્રાર્થના કરી રિઝવ્યો. ધ્યાનમાં મગ્ન હિમાલયે મદદ આપવાની બાંહેધરી લીધી. ‘વાદળીની’ વાત સુણી એવો પીગળી ગયો કે સૂરજની ગરમીનો પારો સડસડાટ નીચે ઉતર્યો. વાદળી મન મૂકીને વરસી રહી.

‘મંગળે’ પ્રતિજ્ઞા કરી,’આજથી હું કોઈને નડીશ નહીં!’ શા માટે કરોડો માઈલ દૂર માનવી મારાથી ગભરાય છે. મારે જગમાં ઘણા સારા કાર્ય કરવા છે. જુઓને આ અમેરિકાવાળા મને પજવે છે તોય હું ઉફ કરતો નથી !


Rate this content
Log in

Similar gujarati story from Classics