Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

ઝબકારો

ઝબકારો

2 mins
14K


દરરોજ સવારે, પૂજા કરતાં ઝોયાના સાસુ, વાર તહેવારે, વ્રત ઉપવાસ કરીને, પછી બીમાર પડતાં...

'ઝોયા, સમજાવવાનો પ્રયાસ કરે કે ખરી આધ્યાત્મિકતા, વ્રત કે બટેટાની ખીચડી કે આ રાજગરાના શીરામાં નથી. પણ, સાસુ કુમુદ બેનને હમેંશા, મોર્ડન ઝોયા, નાસ્તિક જ લાગતી.'

જો કે ઝોયા ઊઠતા વેંત, કુદરતનો આભાર માનતી કે સલોણી સવાર થતાં, કોઈ મારો ગઇકાલનો થાક ઉતારી નવી તાજગી બક્ષે છે. એ જમતાં પહેલા, અન્ન ને દેવતા માનતી, કેમકે, એ પ્રસાદી રૂપે એને શરીરમાં જીવનશક્તિ આપે છે અને દિવસ દરમિયાન, તે પોતાનાથી બને એટલી કોઈને મદદરૂપ બની, પોતાનાથી કોઈને કશી તકલીફ ન થાય એની પૂરતી કાળજી લેતી.પણ, છતાં ય એ તો વડીલોની નજરમાં, ખાસ કરીને સાસુ કુમુદ્દબેનની દ્રષ્ટિએ, એ નાસ્તિક જ ગણાતી !

કુમુદબેન, આખો શ્રાવણ મહિનો એકટાણા કરતાં.એમને થોડી તબિયત બગડી. રોજ સાંજે ભૂખ્યા રહી ન શકે અને જમાય પણ નહિ એટલે બિચારા ? આચરકૂચર ખાઈ લેતાં. એમને પણ, હવે, તબિયત સારી ન રહેતાં, કંટાળો આવવા લાગ્યો પણ, આજે તો વદ પક્ષ ચાલુ થતાં, ઝાઝા ગયા ને થોડા રહ્યા ! પણ, એ વાત,ગેસ થોડો સમજે ?? એ તો ગોટો થઈ પેટમાં ઉપડ્યો !! અને કુમુદબેન ને દવાખાને દાખલ કરવા પડ્યા !

દવા ચાલુ ! અને, એકટાણા ? ઓફકોર્સ ચાલુ જ !

દવાખાનેથી, ઘરે આવ્યા, ઝોયા, એક અમેરિકન કંપનીમાં નોકરી કરતી હતી. એણે, એના હસબન્ડ, ઝિયાન્સ ને કંમ્પ્લેઇન કરી..

"એય ડિયર, આપણે, રોજ સાંજે ઇન્ડિયન ફૂડ ખાઈએ છીએ, એટલે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એ મને નોકરીમાંથી કાઢી મુકવા કહ્યું છે!"

એમ કહીને રડમસ મોં કરી જોઈ રહી.

ઝિયાન્સ, કઈ બોલે, ઇ પેલા જ કુમુદબેન બોલ્યા, "અરે, તું રાત કે દિવસ જોયા વગર, કામ કેવું સરસ કરે છે ! એનું કાંઈ નહિ ? તું શું ખાય કે ન ખાય એનાથી અમેરિકાના પ્રમુખ ને શુ ફેર પડે છે ? સાવ મૂર્ખ ન કહેવાય ?"

ઝિયાન્સ, હસવા લાગ્યો.. ઝોયાએ, એના સામે ડોળા કાઢ્યા !!

કુમુદ બેન આ બન્નેને જોઈ રહ્યા, એમના પતિ, કમલભાઈ હસીને, પત્નીને કાઈ સમજાવે, એ પહેલાં જ કુમુદબેનને ઝબકારો થયો ! તે બોલ્યા, "ઝોયા, મહારાજ ને કહી દે, સાંજની રસોઈમાં, જે તમારા માટે બનાવે એ જ હું ખાઈ લઈશ. મારા માટે સાબુદાણાની ખીચડી ન બનાવે !

મારો ભગવાન, કાંઈ મૂર્ખ નથી, હું હતી."

અને એ હસી પડ્યા અને સાથે ઝોયા, ઝિયાન્સ અને કમલભાઈ પણ મલકી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational