Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Inspirational Crime

4  

Alpesh Barot

Inspirational Crime

મારે છૂટું થવું છે

મારે છૂટું થવું છે

5 mins
15.2K


"મમ્મી હવે મારે એ માણસ સાથે એક ક્ષણ પણ નથી રહેવું."

"પણ બેટા આ કઈ, ઢીંગલી ઢીંગલાની રમત છે ?"

"હું ત્રાસી ગઈ છું. એ લોકોથી, તેઓના મહેણાં-ટોણાંથી"

"એવું નાનું મોટું તો ચાલ્યા રાખે, મારા લગન થયા ત્યારે મારી સાસુ પણ તેનું સાસુધર્મ તો પાળ્યું જ તું !"

"નાનું મોટું હોય તો હું મમ્મી તને કહું પણ નહીં.

હવે મારે ત્યાં નથી રહેવું, મારે છૂટું થવું છે. હું આટલી ભણેલ ગણેલ થઈને પણ બસ તેઓના ત્રાસને સહન કર્યા કરૂ ?

તો મારુ આ બધું ભણવાનું વ્યર્થ છે."

"ધીમે બોલ, તારા પપ્પાને ખબર પડશે તો બન્ને નું આવી બનશે."

મેઘાએ પોતાનું એમ.બી.એ ખતમ કર્યું. રીઝલ્ટ સાથે સાથે જ તેનું મેરેજ સર્ટીફીકેટ પણ હાથમાં આવી ગયું.

મેઘાના લગ્ન કેતન સાથે થયા હતા. બહુ ભણેલો નહિ, કોલેજ અડધું મૂકીને જ પોતાના પિતાની સાથે બિઝનેસમાં જોડ્યો હતો. કે માત્ર ઢોંગ કરતો હતો ?

આમ પણ આટલા પૈસાદાર માણસના છોકરાઓને ક્યાં કોઈ ડીગ્રીની જરૂર હોય છે.

બસ દુનિયાના દેખાવે,ઓફિસ આવે અને કોમ્યુટરમાં ગેમ રમે, ફેસબુક ઉપર ચેટિંગ કરે, શબાબ અને શરાબનો શોખીન,

કેતનના પિતાનું તેના આસપાસ ગામડાઓમાં અને અમદાવાદમાં સારું નામ હતું. એક બિઝનેસમેન અને સામાજિક કર્યકર તરીકે તેઓ જાણીયા હતા. કેતન તેના પિતાના કહેવાથી જાહેરમાં બહુ સારો થઈને ફરતો. પણ છુપી રીતે, તે કેતનને આવું કરવા માટે પોસ્તા.

"તમે ભણવાનું અડધુ કેમ મૂક્યું ?"મેઘાએ પૂછ્યું.

"મારે ક્યાં કોઈ જોબ લેવી છે ?

મારે તો આપવી છે." કેતન બોલ્યો.

"વિચારો કે કાલે કઈ એવું થાય કે આપણે રોડ પર આવી જઈએ, અને તમને જોબ કરવી પડે તો ?"

"તો મારા પિતાની ઓળખાણ તો છે. આમ ચપટી વગાડતા નોકરી મળશે..

અને જે થવાનું નથી તે અંગે વિચારીને પણ શું ફાયદો ?"

"ઓકેય ઓકેય..

પણ મારે હોટેલ મેનેજમેન્ટમાં આગળ વધવું છે ?"

"બધા કહેશે, આટલી પૈસાદાર પેઢી, અને તેના દીકરાની વહુ એક હોટેલમાં વેઈટરગીરી કરે છે ?"

"બાધા એને વેઈટર ના કહેવાય..."

હોઠ સુધી આવેલા શબ્દને તેને મહામેહનતે રોક્યા.

આક્રમકતા તેના સ્વભાવમાં હતી.

કોલેજમાં એક વખત તેની ફ્રેન્ડ મિતાલીનો એક છોકરાએ હાથ પકડ્યો , ત્યારે તેણેે એ છોકરાને પટકી પટકીને માર્યો હતો. કોલેજમાં ખૂંબ ચર્ચાઓ થઈ, કોલેજે તેને વિરાગનાં રાણી લક્ષ્મીબાઈનો એવોર્ડ પણ આપેલો. સેલ્ફ ડિફેન્ડ વિશે તેને સ્પીચ આપી હતી.

અને કહ્યું તું આજના સમયમાં "છોકરીઓે બ્યુટી પાલર જાય કે ન જાય કરાટે કલાસીસમાં ચોક્કસ જવું જ જોઈએ."

******

"મમ્મી મને એ માણસ જરા પણ નથી ગમતો"

"દેખાવળો તો છે."

"માત્ર દેખાવળો છે, એટલે હું તેની સાથે લગ્ન કરી લઉં ?"

"પણ દીકરા સારૂ ખાનદાન છે, પૈસે ટકે પણ બરોબર છે."

"મમ્મી લાઈફમાં માત્ર પૈસો અગત્યનો નથી હોતો."

"પૈસા વગર જીવનનું કોઈ મૂલ્ય જ નથી !"

"મમ્મી આ તું કે છે ?"

" તારા લગન થઈ જાય એટલે અમારા ઉપર ભાર હળવો."

"મમ્મી હું ભાર ? ખેર" મેઘાની આંખના ખૂણા ભીના થઈ ગયા.

"તારા પપ્પાની એવી ઈચ્છા છે. કે તું કેતન માટે હા કર.."

"પણ..."

"મારી પસંદ નાપસંદ જોયા વગર, તમે કેમ હા કરી શકો?"

"તને ક્યારે કોઈ દિવસ ના કરી છે ? તને એમ.બી.એ કરાવી. બીજુ શુ જોઈએ ?"

"મમ્મી માત્ર એમ.બી.એ કરાવાથી જવાબદારીઓ પૂરી ? મને મારી પસંદની જોબ, મારી પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર નથી ?"

"લગ્ન પછી, કોણ જોબ કરે, અને હા તે લોકો જો તને જોબ કરવા દેવા માટે રાજી હોય તો તું કરજે."

" હવે મારે શું કરવું છે. એ પણ તે લોકોની મરજી પ્રમાણે ચાલશે ?

"લગન પછી બધું પતિ કે એમ જ કરવાનું"

*****

"મોઢું કાળુ કરીને આવી, સમાજમાં મારી આબરૂનો તો ખ્યાલ કરવો હતો."

"પપ્પા, મારી વાત તો સાંભળો."

"શુ વાત સાંભળું?

જમાઈનો ફોન આવ્યો હતો.

મેઘા ઘરેથી કહ્યા વગર અહીં આવી ગઈ છે."

"પણ પપ્પા કેતન...મને મારી..."

"મારી, મરી કેમ ના ગઈ તું....

એક લાફો તારો પતિ નહિ મારે તો કોણ મારશે ? સવિતા તારી ફરને સમજાવ, કઈ સમજાવ સમાજમાં મારી રહી સહી ઈજ્જત ના આ ધજાગરા ઉડાડી રહી છે."

યાર આ માણસ, રોજ રાતના દારૂ પીને આવે, મારા સામે પ્રેમથી વાત પણ ન કરે, ક્યારેક ઘરે આવે, ક્યારે તો બે-બે ચાર-ચાર દિવસ સુધી ઘરે પણ ન આવે. સસરાને પૂછું તો, એ માણસ તો મીઠી છુરી છે. કહે વહુ દીકરા, આ વિશે તમારી સાસુમાં ને કહો. અને મારી સાસુનો તો એ ચાગલો...

"આ તો સારું છે. તારા જેવીને અમારા ખાનદાનની વહુ બનાવી.

તારા જેવી એમ.બી.એ કરેલી અમારી પાસે જોબ માટે હાથ ફેલાવા આવે છે. તને તારી ડિગ્રીનો ઘમંડ હોય તો કાઢી રાખજે, હું પણ બી.એ.એલ.એલ.બી છું."

"મમ્મી, સાંભળને.. મારે ત્યાં નથી જવું..."

"અહીં તું હરીફરી છો. આઝાદીથી જીવી છો. પણ લગન પછી તો પતિ કે એમજ કરવાનું. થોડો ટાઈમ લાગશે, પછી આ તારી ફ્રેન્ડ, તમારું હરવું ફરવું બધું ભુલાઈ જશે. એક વખત તું ઝંઝાળમાં પડી જા પછી."

"મમ્મી મારો પતિ ? થું...એવો માણસ મારો પતિ હોઈ જ ન શકે...

લગ્નનો મતલબ, માત્ર ચાર દિવાલોમાં કેદ થઈને રહેવાનું ?

કૂતરા જેવા પતિને પરમેશ્વર માનીને પૂજવાનો ?

તેની હવસ પૂરી કરવાની મશીન બની ને રહી જવાનું ? કે તેના મહેમાનો માટે ચા પીરસતી વેઇટર !જેની કોઈ સેલેરી નથી. બધા દુઃખ દર્દ છુપાવીને હસતા રહેવાનું..."

"આ તો નિયમ છે. કુદરતનો....."

"જો આ કુદરતનો નિયમ છે, તો હું કુદરતની વિરુદ્ધ પણ જઈશ.."

****

"પ્રિય પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમને દુઃખી કરવા નથી માંગતી,પણ મારી સાસુ, મને રોજ મહેણાં મારે છે. તારા બાપ ના ઘરેથી શુ લાવી? પપ્પા હું માર પણ સહન કરી લઉં છું. પણ જ્યારે એ તમારા વિશે કઈ કે છે તો મારાથી સહન નથી થતું.... હું કમજોર નથી. હું અહીંથી દૂર જતી રહેવા માગું છું. મારી બીજી અલગ દુનિયા બનાવા માગું છું. પૈસો નહિ હોય તો ચાલશે, બસ આઝાદ હવામાં જીવવા માગું છું. પણ હું ઘર છોડીને જતી રહીશ તો સમાજ સાત વાતો કરશે. પપ્પા હું નાની હતી તો યાદ છે, હું તમે ઓફિસથી ન આવો ત્યાં સુધી જમતી નહિ. તમને મેં મારા બેસ્ટ ફ્રેન્ટ્સ માન્યા હતા. હું કોલેજ માં હતી, ત્યાં સુધી બધી વાતો શેર કરી હતી. મને એમજ લાગતું કે તમે જે કરો એ સારા માટે કરો... કદાચ કેતન સાથે લગ્ન પણ મારું હિત જોઈને કર્યા હશે. કાશ હું ત્યાંથી પાછી આવી ત્યારે મારી વાત સાંભળી હોત..

મને કેમ આવી પાછી ઘરે, તે જગ્યાએ એમ પૂછ્યું હોત, તને શું દુઃખ છે.

તો પણ મારા માટે બહુ હતું. પણ પપ્પા મારી પાસે આ પગલુ લેવા સિવાય કોઈ ઉપાય નથી. તમે તમારી જાતને મારી મોતના જવાબદાર ન સમજતા. કાશ તમેં મને સમજી હોત. આટલું લખી ને તે ઊંઘની તમામ ગોળીઓ એક સાથે ગળી જાય છે.

મોઢા માંથી સફેદ પ્રવાહી નીકળવા લાગે છે અને ત્યાં જ ઢળી પળે છે.

***

ઝળઝળિયાં પાછળ આછા દ્રશ્ય દેખાય છે. પોતે કોઈ અજાણ્યા ઓરડામાં છે. પ્રયત્ન કરવા છતાં પણ દ્રશ્ય ચોખ્ખું નથી દેખાતું. શરીરમાં કમજોરી લાગે છે. માથું ભારે-ભારે લાગે છે.

બસ મોઢા માંથી એક શબ્દ વારંવાર નીકળે છે.

"હું ક્યાં છું?"

"બેટા તું આપણા ઘરે છો."

આપણા શબ્દ કેટલો પોતીકો લાગતો હતો. થોડા દિવસો પહેલા મને પારકી થાપણ કહ્યું હતું. તેની સરખામણીમાં આપણા શબ્દ સાંભળવાની મેં અપેક્ષા પણ કરી નોહતી. "દીકરી મને માફ કર.... તને જે ગમે તે જ તું કરજે." કહેતા પપ્પાનું રડમસ ચહેરો.. કાશ આ શબ્દો મારા ગ્રેજ્યુએશન સમય આવ્યા હોત...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational