Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

મિલિન્દ વકીલ

મિલિન્દ વકીલ

3 mins
7.6K


હોસ્પિટલામાં લોકો સમાતા ન હતાં. ૪૫ વર્ષના મિલિન્દને અચાનક હ્રદય રોગનો હુમલો થવાથી આઈ.સી.યુ. માં દાખલ કર્યો હતો.એક તો મિલિન્દ વકીલ ને તેમાં પાછો મળતાવડો. દરેકની સાથે હસી ખુશીને બોલે. માનસી ખૂબ પરેશાન હતી. નાના માનવ અને મનનને દાદીમા પાસે મૂકી હર સમય મિલિન્દની પાસે રહેતી.

મિલિન્દને તો ખબર પણ ન હતી કે તેની હાલત કેવી છે. નિરાંતે ‘સેંટલ્યુક હોસ્પિટલમાં’ હતો કાર્ડિયોલોજીસ્ટ રાજ, તેનો ખાસ મિત્ર હતો તેથી માનસીને થોડી રાહત હતી. શની અને રવિ ડૉ. મિત્રે એક પણ કોલ લીધો ન હતો જેથી માનસી બાળકો પાસે જઈ શકે અને તેમને તથા મિલિન્દના મમ્મીને ફિકર ન કરવા માટે સમજાવી શકે. શરૂઆતના ચાર દિવસ ખૂબ કટોકટી ભર્યા હતા. મમ્મી તો પ્રભુનું નામ લે અને આજીજી કરે. બાળકોને પ્રેમથી સંભાળે.

આજે સોમવારે બાળકોને નિશાળે મોકલી માનસી હોસ્પિટલ આવી. મિલિન્દ આજે કદાચ આંખો ખોલે એમ લાગતું હતું. માનસી વિચારી રહી હતી, મિલિન્દ ખાવાપીવામાં નિયમિત છે. સિગરેટ્યા દારૂ પીતો નથી, મમ્માને હિસાબે ઘરમાં કોઈ માંસ કે એવું ખાવાનું આવતું પણ નથી અને ખાતું પણ નથી. શા કારણે તે આવી પરિસ્થિતિમાં મૂકાયો.

હા, તેનો ધંધો વકિલાતનો છે તેથી કદાચ તનાવ થયો હશે ? માનસી તથા મમ્માને પણ એકબીજા વગર ચાલતું નહી. તેથી મિલિન્દને ઘરની બાબતમાં ખૂબ શાંતિ હતાં.

મિલિન્દ ‘છૂટાછેડા’નો વકીલ. લોકોના જીવનમાં આવતાં કૌટુંબીક ઝઘડા વીશે સારો એવો માહિતગાર હતો. તેથી તો તેનો સંસાર શાંતિથી ચાલતો. બને ત્યાં સુધી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં તે સફળ થતો. હા, તેથી  તેની આવકમાં માર પડતો. તેનાં  મમ્મા, કહેતાં બેટા તું ધરમનું કામ કરે છે. તને કેટલાંય બાળકોના આશીર્વાદ મળે છે. ઘરભંગ થવાને બદલે તેમનાં ઘર મંડાય છે.

મિલિન્દને મમ્માની વાત ગમતી. માનસી પણ એવું જ ચાહતી કે સમાજ કાજે મિલિન્દ પોતાના ભણતરનો અને વાકચાતુર્યનો સદુપયોગ કરે.

આ વખતનો કેસ જરા જુદો હતો. હેમા અને હરી બંને છૂટાછેડાનો કેસ લઈને આવ્યા હતાં.

તેમના લગ્નને પાંચ વર્ષ થયા છતાં હરી પોતાની બૂરી આદતો છોડી શકતો નહી. અંતે બંને જણા એવા મકામ પર આવ્યા કે તેનો અંજામ આ જ હતો.

હેમાની સાથે મિલિન્દને કોલેજકાળની ઓળખાણ નીકળી. જ્યારે ન્યુયોર્કમાં હતો ત્યારે બને સાથે ક્લાસમાં હતાં. હેમાને મિલિન્દ ત્યારે ગમતો હતો. બંને વચ્ચે પ્રેમ અંકુરિત થયો. પહેલા પ્રેમની લિજ્જત માણી. પણ પછી મિલિન્દે હ્યુસ્ટનમાં ‘રાઈસ’ યુનિવર્સિટિમાં એડમિશન લીધું. આ એ જ મિલિન્દ છે તે તેને મળી ત્યારે જાણ્યું.

કેસ માટે સલાહ લેવા, હેમા કોઈક વાર એકલી પણ આવતી. એક વાર ભૂતકાળની વાત કરતાં હેમાએ કબૂલ્યું કે તેને મિલિન્દ સાથે જ લગ્ન કરવા હતાં. મિલિન્દે જુનું ભૂલી જવા કહ્યું. તેના મનમાં તે વખતે પ્રેમ હતો પણ હ્યુસ્ટન આવીને વ્યવસાય તથા અંતરને કારણે ભુલાઈ ગયો. હેમા મિલિન્દને ભૂલી શકી ન હતી. વખાની મારી હેમા, હરી સાથે સુખી ન થઈ શકી.

હેમાને મિલિન્દે કહ્યું તો ખરું પણ તેના હ્રદયના ખૂણામાંથી ટીસ ઊઠી.

મિલિન્દને ખબર હતી. હેમા તેને ચાહે છે. ઉમર પરણવાની ન હતી. ભવિષ્ય ઘડવાનું હતું.

હ્યુસ્ટન આવ્યા પછી માનસી સાથે પ્રેમ થયો, પરણ્યો અને બે સુંદર બાળકોનો પિતા થયો.

તે પોતાની જાતને હેમાનો ગુનેગાર માનવા લાગ્યો. હેમાની સ્થિતિ માટે પોતાને જવાબદાર માની આજે ‘સેંટ લ્યુકમાં’ આઈ.સી.યુ.માં.


Rate this content
Log in