Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

2  

Shailee Parikh

Others

નિવૃત્તિ

નિવૃત્તિ

3 mins
7.0K


‘દર્શના પંડિતને કારણે આજે આપણી કૉલેજ ગૌરવ અનુભવે છે. બે દસકાઓ સુધી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી તેમણે આપણી કૉલેજની વિદ્યાર્થીનીઓને સાચી દિશા બતાવી છે. તેમની નિવૃત્તિનાં પ્રસંગે આજે આપણે સૌ ભેગાં થયાં છીએ…’ ખીચોખીચ ભરેલા કૉલેજ ઓડિટોરિયમમાં કૉલેજના પ્રાધ્યાપક કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતાં.

દર્શનાબેન માટે આજનો દિવસ ખાસ હતો. અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે જોડાયાં ત્યારથી લઈને આજસુધી ત્રણ દસકા વીતી ગયા હતા. વિદ્યાર્થીઓના પ્રિય અને સંપૂર્ણરીતે શિક્ષણની કારકિર્દીને સમર્પિત દર્શનાબેન ગુજરાતી પરિવારનાં દીકરી હતાં. શાળાનું શિક્ષણ પૂરું કરીને અંગ્રેજી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરીને લગ્ન કર્યા. લગ્ન બાદ ભણવાની ખૂબ ઈચ્છાને પતિ પંકિતભાઈએ સમર્થન આપ્યું. બી.એ. પછી એમ.એ અને એમ.ફિલનો અભ્યાસ તેમણે પૂરો કર્યો. લગ્નનાં ત્રીજાં વર્ષે દીકરાનો જન્મ થયો અને છ મહિનામાં તેઓને કૉલેજમાં નોકરી મળી. દર્શનાબેનના કારકિર્દીના એ વર્ષો દરમિયાન બીજી દીકરીનો જન્મ થયો. બંને બાળકોને પિતાએ ઉછેર્યાં. પ્રિન્સિપાલ તરીકેનું પદ મળ્યું પછી નોકરીનો સમય વધતો ગયો.

સમય જોતજોતામાં વીતતો ગયો અને બંને બાળકોનાં લગ્ન પણ આટોપાઈ ગયાં. દર્શનાબેન વિદ્યાર્થીનીઓનાં એટલાં પ્રિય અધ્યાપક હતાં કે તેમનાં હાથ નીચે ભણી ગયેલી વિદ્યાર્થીનીઓ તેમને વર્ષે બે-ત્રણવાર મળવા આવતી. બાળપણથી શિક્ષણક્ષેત્રમાં કાર્યરત દર્શનાબેને નિવૃત્ત થવાને આડે ત્રણ વર્ષ બાકી હતા ત્યારથી નક્કી કર્યું હતું કે નિવૃત્ત થઈને હું દેશભરમાં ફરવા જઈશ અને મારા કુટુંબને, ઘરને અને રસોડાને સમય આપીશ.

નિવૃત્ત થઈને ઘરે આવ્યાં ને દીવસો અને મહિનાઓ વીત્યા. હવે તો સવારે ઊઠીને કૉલેજ જવાનું નથી અને ઘડિયાળને કાંટે ચાલવાનું નથી. એવી જિંદગીથી ટેવાવાનું દર્શનાબેને શરૂ કર્યું. જે ચાનો કપ કૉલેજ જતાં પહેલાં સવારે એક ઘૂંટડે પી જતાં હતાં એ ચાનો કપ હવે છાપા સાથે પૂરો થતા સવારનો અડધો સમય નીકળી જતો. સાથે સાથે ઘરનાં કામ, ઘરની વહુ કૃપા સંભાળતી તે વાત દર્શનાબેનને ખૂંચતી. ક્યારેક પોતાનું ધાર્યું ન થાય તે વાતને સહજતાથી લેનાર દર્શનાબેનનો સ્વભાવ બદલાવા લાગ્યો. કૃપાની કામ કરવાની રીતથી તેમને અસંતોષ લાગવાની શરૂઆત થઈ. જે વ્યક્તિ કૉલેજનાં અધ્યાપક તરીકે અતિશય સરળ અને લાગણીશીલ સ્વભાવની હતી, તેના સ્વભાવમાં અચાનક ખૂબ મોટું પરિવર્તન આવ્યું. નાની-નાની વાતે ગુસ્સો કરવો અને કૃપાને બધાની વચ્ચે ઉતારી પાડવાની ઘટના રોજબરોજ બનવા લાગી.

કૃપા શિક્ષિત કુટુંબની દીકરી હતી. પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતી કૃપા ઘર, કુટુંબના સામાજિક વ્યવહારોની સાથે તાલ-મેલ સારી રીતે નિભાવી રહી હતી. દર્શનાબેનનો સ્વભાવ ચીડિયો થતાં સૌથી વધુ ગુસ્સો કૃપા પર ઉતરતો. હંમેશા ચૂપ રહેતી કૃપાથી દર્શનાબેન દ્વારા કરાતા અપમાનના ઘૂંટડા ગળી જવાની આદત પણ હવે બદલાઈ ગઈ. એક તરફ કૃપાની રહેવા જમવાની રીતોથી દર્શનાબેનને અકળામણ થતી અને બીજી તરફ દર્શનાબેનનું વર્તન કૃપાની સહનશક્તિની કસોટી કર્યા કરતું. ઘર હોય ત્યાં વાસણ ખખડ્યા કરે એમ વિચારી ઘરનાં બીજાં સભ્યોએ કૃપા અને દર્શનાબેન વચ્ચેનું અંતર વધતું જોયું હતું પણ સ્ત્રીઓની વાતથી પોતાની જાતને દૂર રાખી હતી.

એક દિવસ જમવાનાં સમયે કૃપાએ બધાંને બોલાવી થાળી પીરસી. થાળીઓ પિરસાયા પછી સહુ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં જ્યારે દર્શનાબેન પોતાની થાળી લઈ રસોડાનાં ખૂણામાં જતાં રહ્યાં. આ જોઈ કૃપાથી રહેવાયું નહિ અને દર્શનાબેન તરફ જોતાં ગુસ્સામાં કૃપાથી બોલાઈ ગયું, ‘નોકરીમાંથી નિવૃત્તિની વય સરકાર નક્કી કરે છે તેમ ખરાબ વર્તન કરવાની આદતમાંથી નિવૃત્તિ લેવાની જવાબદારી કોની હશે ?’


Rate this content
Log in