Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Drama Inspirational Thriller

3  

Mahebub Sonaliya

Drama Inspirational Thriller

ધ એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૧૮

ધ એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૧૮

11 mins
14.7K


રાવ સાહેબની સાંકડી ચેમ્બરમાં આજે ઘણા બધા માણસો એક સાથે ભેગા થયા હતા. કારણકે પ્રમોશન માટે ઍપ્લાય કરવાનો આ શ્રેષ્ઠ દિવસ હતો. આજનો દિવસ શુભ છે પછી કાલથી માંડીને એપ્લિકેશન ની છેલ્લી તારીખ સુધી મહુરત સારું નથી એવું કોઈ બોલ્યું. એટલે જે લોકોને પ્રોમોશન જોઈતું હતું તેઓ એક સાથે ઉમેદવારી નોંધાવવા રાવ સાહેબની ચેમ્બરમાં પહોંચી ગયા. આ ભીડનું એક કારણ એ હતું કે આખી બ્રાંચમાં એકમાત્ર લેઝર પ્રિન્ટર રાવસાહેબ પાસે હતું બાકી બધા પાસે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હતાં.

રાવસાહેબ બધાને એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરીને આપી રહ્યા હતા. આ ટોળાને જોઈને રાવ સાહેબને હું તરત સાંભર્યો એટલે તેમણે મને પણ ચેમ્બરમાં બોલાવ્યો. ફોર્મ હાથમાં આવતા જ ઉમેદવાર એક પછી એક બધી જ વિગત વાંચી લેતો અને અંતે અગાઉ કોઈએ ઇન્ટરવ્યૂ આપેલું હોય તેની પાસે જઇને વિગતો ફિલ કરાવતો. જે માણસને ફોર્મ ભરતા નથી આવડતું તેને પ્રમોશન જોઇએ છે. આનું એક મુખ્ય કારણ છે જનરેશન ગેપ. વર્ષો પહેલા સંસ્થાએ મોટા પાયે ભરતી કરેલી ત્યારબાદ કોમ્પ્યુટરાઈઝેશન થતા આ લોકો ફાજલ થઈ ગયા. તે વખતે માત્ર મેરીટ બેઝ પર ભરતી કરાતી હતી એટલે ટકા સારા તો ઉમેદવાર સારો. લાયકાત ચકાસવાનું એક માત્ર સ્ટાન્ડર્ડ મેરીટ. એ સમયે ના કડવા અનુભવો બાદ અમારી રિકરૂટમેન્ટ વખતે સ્ટાન્ડર્ડ ખૂબ જ ઊંચું રાખવામાં આવ્યું હતું

"તારા માટે ફોર્મ પ્રિન્ટ કરું કે તું આ બધાથી કંઈક જુદું જ કરીશ?"

"ના મને ફાઇલ ઈ મેઈલ કરી દો" મેં કહ્યું.

રાવસાહેબે ફાઇલ ઈમેલ કરી. મેં ફોર્મ ડાઉનલોડ કરી તેની બધી જ વિગતો ભરી અને રાવ સાહેબનું એચ પી પ્રિન્ટર મારા મોબાઇલ સાથે કનેક્ટ કરી. મારી સંપૂર્ણ ભરેલી અરજીનું પ્રિન્ટ આઉટ લીધું.

"સારું છે ડિજિટલ સિગ્નેચર માન્ય નથી નહીંતર તું એ પણ કરી નાખત. તું કશું જ મેનુઅલ નથી કરતો." ગાંધી સાહેબ બોલ્યા.

"સાહેબ હું એકાઉન્ટ નો માણસ છું અને એકાઉન્ટ નો માણસ મજૂરી તો ક્યારેય ન કરે." અમે હસ્યા અનાયાસે મેં ફોર્મ પર સહી કરી ત્યારે મહુવાથી ગાંધી સાહેબનો ફોન કોલ આવ્યો.

"હા માનવ પ્રમોશન માટે ઍપ્લાય કર્યું?" તે બોલ્યા.

"હજી એપ્લિકેશન પર સહી જ કરું છું ત્યાં તમારો ફોન આવ્યો."

"તો કૉંગ્રેચ્યુલેશન્સ તને." તે હસતા હસતા બોલ્યા.

"લે અહીં તો ઘણા બધા કેન્ડીડેટ્સ છે. તો પણ તમે ઓલ ધ બેસ્ટ કહેવાને બદલે કૉંગ્રેચ્યુલેશન્સ શું કામ કરો છો?"

"તે બધાને ગણવાના જ નથી. તને લાગે છે તેમાંથી કોઈ લાયક ઉમેદવાર છે?"

"રાઘવભાઇએ એપ્લિકેશન ફોર્મ ભર્યું?"

"હા પરંતુ એમાં શું ફરક પડે. એમ તો પાઠકે પણ ફોર્મ ભર્યું છે. પણ એ લોકોથી સંસ્થાનું ભલું થોડું થશે."

"એવું ના કહો સર."મેં કહ્યું.

"હું મારા અનુભવથી કહું છું. તે વેકેન્સી જોઈ આખા દિવસમાં માત્ર ૪ પોસ્ટ છે. તું તારી જાતે જ આજુબાજુ જોઈને જવાબ આપ. તને કોઈ લાયક ઉમેદવાર લાગે છે?"

·હું મૌન રહ્યો.

"તું માત્ર ફોર્મ ભરીશને એટલે વેકેન્સી ચાર માંથી ત્રણ થઇ જશે. તને બાય લો રિઝર્વેશન મળે છે એટલે નહીં. પરંતુ તારી આવડત, તારી નિષ્ઠા અને તારી વર્તણુકના કારણે, તારા પાછલા સારા રેકોર્ડ ના કારણે. તું ઇનસુરન્સ માં ફેલોશીપ ની ડીગ્રી ધરાવે છો, તે એકાઉન્ટ માં એમ. કોમ કરેલું છે. અને તે મહુવા જેવું ભયંકર મેસી એકાઉન્ટ ટેલી કરેલું છે. માનવ છતાંય જો સંસ્થા તારા બદલે બીજા કોઈને પ્રમોશન આપે ને તો હું તો તેને ડી વેસ્ટીન્ગ એક્સિડન્ટ જ કહીશ."

"હોપ ઇટ વુડ બી વેલ સર." મેં કહ્યું.

"લે તારી સાથે રાઘવને વાત કરવી છે." ગાંધી સાહેબે 'સોરી રાઘવ તને ખરાબ લાગ્યું હશે. પરંતુ તમારા બધામાં માનવને વધારે પ્રેફરન્સ મળશે.' એવું કહેતા રીસીવર આપ્યું.

"હેલો રાઘવ ભાઈ, ગાંધી સાહેબની વાતનું ખોટું ન લગાડશો. કોને ખબર કોના ભાગ્યમાં શું લખ્યું હોય? આમ પણ મારી તો આ પ્રથમ ટ્રાયલ છે." મેં તેને કહ્યું.

"તારે ભલે પ્રથમ પ્રયાસ હોય પરંતુ તારે ને મારે ફર્ક માત્ર એટલો જ છે કે મારે કવોલીફાય થવા માટે મહેનત કરવી પડશે અને તારે ડિસકવોલીફાય થવા માટે." રાઘવ ભાઈ મને હસવા લાગ્યા.

"હવે રહેવા દો ને, પ્રમોશન મળે તો સારું અને ના મળે તો શું ફરક પડે? આપણે ક્યાં બેરોજગાર હતા." મેં કહ્યું.

"તમે નવા છો. બ્રિલીએન્ટ છો. એટલે તમને ફરક ના પડે "રાઘવ ભાઈ બોલ્યા

"એમાં પણ રેશનલ થવાનું."

"ભાઈ હું પ્રમોશન લઇને તમારી બ્રાંચમાં આવ્યો હતો મારે ચેનથી નોકરી કરવી હતી. પરંતુ ચેન તો આપણા નસીબમાં લખાયેલો જ ક્યાં હતો. હું ભાવનગર આવ્યો અને મારી પોસ્ટ નો પ્રોબેશન ગાળો પૂર્ણ થયો અને હું મારી પોસ્ટ પર કન્ફર્મ થયો તેના ચોથા જ દિવસે મારા મમ્મી અને પત્નીનું એક્સિડન્ટ થયું.

"ઓહ સો સેડ." મેં કહ્યું.

"હવે મારી હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ હતી. ન તો હું નોકરી કરી શકતો હતો કે ન તો પરિવારની સારસંભાળ રાખી શકતો હતો. એટલે મજબૂરીના કારણે મે મહુવાની કેશિયર ની પોસ્ટ માટે હા પાડી. આમ પણ ગરજવાનને અકલ નથી હોતી. એટલે જ તો છેલ્લા પાંચ વર્ષથી કેશ કાઉન્ટર પર સબડું છું. તને નહીં ખબર હોય રોજ પાંજરામાં પુરાયેલું રહેવું કેટલું ખરાબ હોય છે. રોજ સવારે આવીને પાંજરામાં પુરાઈ જવાનું તો આખો દિવસ ક્યાંય પણ જવાનું નહીં. ઉપરથી લાઈનમાં ઉભેલા લોકોના મુખે "ટાઢો... ટાઢો... ટાઢો..." સાંભળવાનું. રોજ ખોટી નોટ, ફાટેલી નોટ, 500 ના બંડલમાં 100ની નોટ. યાર માણસ કેટલું ધ્યાન રાખે. સાંજ પડે ને જો હિસાબની પાઇ પાઇ મળેને ત્યારે હાશકારો થાય. પૈસા ઘટે તો ઘરના નાખવાના અને વધે તો જમા કરાવી દેવાના. ભાઈ મને આ ફરક પડે છે. મારે હવે નથી રહેવું કેશિયર તરીકે. મારા માટે પ્રમોશન એ મુક્તિ છે." રાઘવભાઇ જાણે મારી સામે ફેસ ટુ ફેસ વાત કરી રહ્યા હોય અને હું તેમના નહી રડી શકાયેલા આંસુઓ જોઈ રહ્યો તેમ મહેસુસ કરી રહ્યો હતો.

"રાઘવભાઈ હિંમત શું કામ હારો છો? બધું જ સારું થશે. એમ સમજો કે આ તમારું તપ છે. તમે તપ કર્યું છે તો તેનું ફળ પણ પાકશે જ ને" મેં કહ્યું

" હોપ સો." રાઘવભાઈએ નિશ્વાસ સાથે આશાવાદી વાત કહી

***

"તું ક્યાં છો?" ફોન કોલ ના સામા છેડે કોઈ બહુ સુંદર લહેકાથી ગુજરાતી બોલી રહ્યું હતું.

"કોણ?" મોબાઈલ નંબર અજાણ્યો હતો. એટલે કોણ બોલે છે તેની પહેલા પુષ્ટિ કરી.

"અરે મને ના ઓળખી હું સિમ્પલ બોલું છું.

"ઓ હો સિમ્પલ તું કેટલું સુંદર રીતે ગુજરાતી બોલે છો. પ્લીઝ હવે ગુજરાતીમાં જ વાત કરજે." મેં કહ્યું. આમ પણ આદમી જ્યારે બીજી ભાષાને અપનાવે છે ને ત્યારે તેને બહુ સુંદર રીતે બોલી શકે છે.

" તું ક્યાં છો?" તેણે પૂછ્યું.

"ઓફિસમાં બીજે ક્યાં હોવાનો."

"ઓફિસ છોડ અને તારી ગર્લફ્રેન્ડ ને લઈને આવી જા મારા લગ્ન માટે શોપિંગ કરવાની છે."

"ગર્લફ્રેંડ?"

"માધવી, તારી ગર્લફ્રેંડ નથી?"

"એ ગર્લફ્રેંડ નથી યાર." મેં કહ્યું.

"તો શું બોયફ્રેન્ડ છે?"તે ખડખડાટ હસી.

"માત્ર ફ્રેન્ડ છે."

"બચુ અગર ગર્લ ભી હો ઔર ફ્રેન્ડ ભી હો તો ઉસે ગર્લફ્રેંડ હી કહેગે ના.."

"પાછી હિન્દીમાં બોલી, તું ગુજરાતીમાં જ બોલ. તારા મુખેથી ગુજરાતી મધની વહેતી નદી સમાન લાગે છે."

" ઓકે, તને નથી લાગતું તમે માત્ર ફ્રેન્ડ નથી. તમે ફ્રેન્ડ થી ઘણા આગળ નીકળી આગળ છો. લકી સાચો હતો માનવ. તારે હિંમત કરીને માધવીને કહેવું જોઈએ. એકવાર તો પ્રપોઝ કરી જો. માનવ તમે એકબીજા માટે જ બનેલા છો. મને લાગે છે તમને બંન્નેને એ વાતનો અહેસાસ જ નહીં હોય."

સિમ્પલના કોલ આવવાથી માંડીને ભાવનગરની બજારમાં પહોંચી ગયા ત્યાં સુધી મારા મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો. મારા અને માધવી ના સબંધ માં શું સ્પેશ્યલ છે? જે આખા જગતને દેખાય છે પણ અમને નથી દેખાતું કે પછી અમે ક્યારેય તે જોવાની કોશિશ જ નથી કરી. કદાચ શ્વાસ લીધા વગર પણ થોડા સમય ચાલે પરંતુ માધવી વગર નથી ચાલતું. આ શું છે? આ કેવો અહેસાસ છે? આ બધા સવાલ થી પણ અઘરો સવાલ એ છે બોસ કે શું મારે માધવીને પ્રપોઝ કરવી જોઈએ અને જો 'હા' તો કેવી રીતે? પછી માધવીનું શું રીએક્શન હશે? શું તે હસીને 'યસ આઇ ડુ.' કહેશે કે પછી લાસ્ટ ટાઈમ કેફે ની માફક ચુપચાપ ચાલી જશે.

સ્ટોપ... સ્ટોપ... અહીં તો જો માધવી, કેટલી સુંદર સાડી છે. ચાલો આપણે ત્યાં જઈએ.' સિમ્પલ એ અમારી ગાડી રોકાવી. તે અને માધવી બંને ગાડીની બહાર ઉતરી ગયા. લકી તેની શાનદાર જીપ્સી અમદાવાદથી ભાવનગર લઈ આવ્યો હતો. પરંતુ અમને અત્યારે તેની રાઈડ નો મોકો મળ્યો હતો.

"તમે પણ ઉતરો." માધવી બોલી.

"તમે જઈ આવો. ત્યાં અમારું શું કામ છે?" અમને બધા ને ગુજરાતી બોલતા જોઈ અને લકી પણ ગુજરાતી બોલવા લાગ્યો.

"લકી તારું તો મેઈન કામ છે." સિમ્પલ બોલી.

"પ્લીઝ મને સિલેકશન કરવાનું નહીં કહેતી. અને આમ પણ અમે અહીં સારા છીએ તમે જાઓ અને મોજ કરો." લકી બોલ્યો

"ચાલને માનવ. લકી ન આવે તો ચાલશે." માધવી અને સિમ્પલ એક સાથે બોલ્યા. લકી એ મારી સામે જોયું અને ઈશારા વડે ના પાડી દેવા કહ્યું. પરંતુ મેં કોઈપણ પ્રતિક્રિયા ન આપી. એટલે તેને અકળાઈને મભમમાં બોલવાને બદલે મગનુ નામ મરી પાડ્યું.

"અરે યાર, આ લોકો એક મેરેજ સૂટ શોધવામાં ચાર કલાક લગાડશે અને બૉમ્બ સવૉડ જે રીતે એરિયા ને સર્ચ કરે તેમ આખી બજારની દરેક દુકાન ફિંદી નાખશે. એથી બહેતર છે આપણે અહીં બેઠા બેઠા ગેમ રમીએ."

"જવા દેને ન આવે તો કંઈ નહીં. આપણે શું તેમના વગર શોપિંગ નથી કરી શકતા. ભલે બંને અહીં બેસી રહે." સિમ્પલ ગુસ્સામાં બોલી

"ઓકે બાય બાય." લકીએ બંન્નેને પજવતા કહ્યું.

"નહી યાર, આપણે પણ સાથે જઈએ" મેં કહ્યું.

"સ્વીટ માનવ." માધવી બોલી.

"જોરું કા ગુલામ." લકી બોલ્યો .

***

અમે શહેરની પ્રખ્યાત બ્રાઈડલ કલેકશન માટે જાણીતી દુકાન "શુભ- મિલાપ" માં ગયા. દરવાજામાં પ્રવેશ કરતા જ એક માણસ અંદરથી અમને સત્કારવા માટે આવ્યો. તેમણે આતિથ્ય સત્કાર પણ ખુબ જ સરસ કર્યો. કદાચ તેઓ અંદર પ્રવેશતા માણસને નહીં પરંતુ કડકડતી નોટોને નિહાળતા હશે. એટલે જ તો તેમના મુખ પર આટલું મનોહર સ્મીત હશે .

થોડીક ફોરમાલિટી કર્યા બાદ બંને લેડીઝ જાણે યુદ્ધ ક્ષેત્રમાં ગુગલ વાગ્યુ હોય એ રીતે દુકાનની દરેક આઈટમ પર તૂટી પડી. લગભગ બે કલાક જેટલા અલ્પ સમય બાદ સિમ્પલે તેના માટે ૨ મેરેજસુટ સિલેક્ટ કર્યા.

"બોલ આ બે માંથી શું રાખું?" સિમ્પલે લકીને કહ્યું. તેના એક ખભા પર પંજાબી લહેંગા ચોલી હતા. જે એકદમ સુંદર હતા. ગોલ્ડન કલરનો પંજાબી લહેંગો સાથે ટ્રેડિશનલ ચોલી. ગુલાબી તારથી એમ્બ્રોઇડરી કરી હતી. ઝરીબુટા, આરી કામ લહેંગાની શોભા વધારી રહ્યા હતા. તેના બીજા ખભા પર લાલ રંગની સુંદર મજાની સાડી હતી. પ્લેઈન લાલ રંગની સાડી પર બહુ જ બારીક ઝરીકામ કરેલું હતું. જે સાડી ને સુંદરમાંથી અતી સુંદર બનાવી રહી હતી.

લકીએ સિમ્પલના બંને હાથ પર નજર ફેરવી અને જરા વિચાર મુદ્રામાં ગુમ થઈ ગયો. સિમ્પલ લકી ના જવાબ ની રાહ જોઈ રહી હતી.

"હવે બોલ તો ખરા કે પછી કાલે જવાબ આપીશ " સિમ્પલ ગુસ્સામાં બોલી.

"અરે યાર તારા લગ્ન છે. તને પસંદ આવે તે લઈ લે." લકી આખો મીંચતો બોલ્યો.

"લગ્ન તારા પણ છે. તું એક કામ કરજે તું મંડપમાં શૉર્ટ્સ પહેરીને આવજે, હવે બોલને."

"બંને સારા છે. તને જે ગમે તે લઈ લે. "

સિમ્પલ એ પોતાના લમણે હાથ મુકતા બોલી." હું ક્યાં ફસાઈ ગઈ."

"તું ગુલાબી સાડી લઈ લે, તારા દેહ પર આવૃત થઈને સાડીની કિસ્મત ચમકી જશે." મેં કહ્યું.

લકી અને સિમ્પલ એકબીજા સામે જોવા લાગ્યા. સિમ્પલે સાડીનો કલર બીજી વાર ચેક કર્યો. તે તો લાલ જ હતો. શું માનવ કલર બ્લાઇન્ડ છે કે પછી તેને લાલ અને ગુલાબી વચ્ચેનો તફાવતની નથી ખબર પડતી." લકીએ સિમ્પલને ઈશારો કર્યો કે માનવ તો પીઠ ફરીને ઉભો છે. એટલે તેને સાડીનો રંગ કેમ દેખાય?"

"સ્ટુપિડ તે મને નથી કહી રહ્યો. જરાક દુરદૃષ્ટા થા." સિમ્પલે દૂર ઉભેલી માધવી તરફ આંગળી ચીંધી.

માધવીએ ઘણા બધા કપડા શોર્ટલીસ્ટ કર્યા હતા. તેના શોર્ટલીસ્ટ કરેલા કપડા નું લીસ્ટ કરીએ ને તો તે પણ લોન્ગ લીસ્ટ થાય. એના ફળ સ્વરૂપે તે સ્વયં મૂંઝાઈ ગઈ હતી. તે ખુદ નિર્ણય નહોતી લઈ શકતી કે શું ખરીદવું? તે એક પછી એક એમ સાડી, લહેંગો, ચણીયા ચોળી વગેરે વગેરે ઉપાડતી ખંભે રાખતી, ફરી પાછા મૂકી દેતી અને રોટેશન ચાલ્યા જ કરતું. મૂંઝાયેલી માધવી કોઈને શોધી રહી હતી જે કહે કે આ બરાબર છે. આ બરાબર નથી. પરંતુ સિમ્પલે તો પોતાના કપડાં સિલેક્ટ કરી લીધા હતા. એટલે તે ટ્રાયલ રૂમ માં ચાલી ગઈ હતી. તો માધવીની અકળામણ સમજી જતા માનવે માધવી માટે બેસ્ટ ઓઉટફિટ સજેસ્ટ કર્યુ.

માધવીએ તરત જ ગુલાબી સાડી પકડી લીધી અને ટ્રાયલ રૂમમાં ચાલી ગઈ. તેના ચહેરા પર અત્યંત મનોહર સ્મીત હતું. સુંદર હોવું પલ્સ પોઈન્ટ છે. પરંતુ સુંદર સ્મીત તો વરદાન છે. અને આ આ મનોહર સ્મીતની સ્વામીની સુંદર સાડીમાં કેટલી સુંદર લાગશે. એની કલ્પના સુદ્ધા પણ આનંદનો અતિરેક સર્જે છે.

"મને આ સાડી પહેલી નજરે જ ગમી ગઈ હતી." ટ્રાયલ રૂમમાંથી બહાર આવી અને અમારા ત્રણેય પાસે આવતા માધવી બોલી.

" ખોટી આ તો માનવે સિલેક્ટ કરી છે. બાકી તું ખુદ કન્ફ્યુઝ હતી. રાઈટ માનવ?" સિમ્પલે મને તેની હળવેથી કોણી મારતા કહ્યું.

"હા માનવ જે પસંદ કરે ને તે શ્રેષ્ઠ જ હોય છે. મારે તો તેની દુલ્હન જોવી છે. સાચું કહું તો મને માનવની દુલ્હન થી જલન થાય છે." માધવી સાડી ને બંને હાથથી પોતાની છાતી સરસી ચાંપતા બોલી.

"સાવ સાચું કહ્યું તે. માનવની વાઈફ જગતની સૌથી સુખી વાઈફ હશે. ખબર નહીં કેમ આ શહેરની છોકરીઓને અંધાપો આવ્યો છે કે શું? તેમની નજર સામે આટલો સુંદર મૂરતીયો છે. છતાં આ લિમિટેડ ઓફર નો લાભ લઈ શકતી નથી.'

"હા, તો શું વળી. લાખોમાં એક છે મારો માનવ." માધવી પોરસાતી બોલી.

સિમ્પલે સાવચેતી રાખીને લકીને મૌન રહેવાનો ઈશારો કરી દીધો. તે નહોતી ચાહતી કે આજે કોઈ સીન ક્રિએટ થાય.

"અને એક આ લકી જો. હું ક્યારની ઢગલાબંધ ડ્રેસીસમાંથી ૨ ડ્રેસ સિલેક્ટ કરીને ઊભી છું. પરંતુ આ લકી તે બે માંથી એક સિલેક્ટ નથી કરી શકતો. સાચું કહું છું જો હું આની સાથે ન ફસાયી હોત ને તો ચોક્કસ માનવ સાથે પરણી જાત." સિમ્પલ લકીને ચીડવતા બોલી.

"તું એક કામ કર લહેંગો લઈ લે. સાડી તો પછી મન પડે ત્યારે પહેરશું. નૈ?" માધવી હસતા બોલી.

"લે હું ચેક કરી આવું." સિમ્પલ ટ્રાયલ રૂમ તરફ જતા બોલી. "થેન્કયું." માધવી મારી તરફ વધારે નજીક આવતા બોલી.

"મેન્શન નોટ એમાં શું વળી?" મેં કહ્યું.

"થેન્કયું મારે નહીં, તારે મને કહેવાનું છે." તેણે મારા હાથમાં પાર્સલ મુકતા કહ્યું.

મેં તેને ખોલ્યું તો તેમાંથી એક સુંદર મજાનું વેડીંગસૂટ નીકળ્યું. સુંદર આછા ગુલાબી રંગનું શેરવાની, તેના પર બહુ જ નકશીદાર ફૂલોની ભાત.

" આ તારા માટે સિમ્પલના મેરેજ પર ગિફ્ટ."

"થેન્કયું માધુ, ધીસ ઇસ વૉન્ડરફુલ, થેન્કયું વેરી મચ." આ મારા માટે ખૂબ જ ખાસ ગિફ્ટ છે." મેં કાપડ સાથે માધવીની લાગણીને પણ મહેસૂસ કરતા કહ્યું. આઈ લવ યુ માનવ." માધવી અદમ્ય સ્વરે બોલી .અમે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. સમય, સ્થાન અને સ્વયંનું પણ ભાન ન રહ્યું. અમે એકબીજા ને જોતા જ રહી ગયા.

"હવે જો મને બ્લેમ કરતી નહી. તું મને કન્ફ્યુઝ કરી રહી છો અને હું કંઈ બોલીશ તો પછી રિસાયને ચાલી જઈશ." લકી બોલ્યો.

"તારે જે સમજવું હોય તે સમજ. આઇ ડોન્ટ કેર." માધવી બોલી.

"શું ઝઘડો છો બંને?" સિમ્પલ ચેન્જ કરીને આવી.

" વાઉ, યું લુક બિયુટીફૂલ. ." લકી બોલ્યો.

"જાને તને તો કંઈ ફેર જ નહીં પડે. આ તો થેંક્સ ટુ માધવી. તેણે મને સારું સઝેશન આપ્યું."

"તોય પણ એટલી સુંદર નથી લાગતી. માધવી કેન યું પ્રેસન્ટ ધેટ?" લકી બોલ્યો

"શ્યોર." માધવીએ રેર્પ કરેલુ ગિફ્ટ સિમ્પલના હવાલે કર્યું.

"તારા લગ્ન માટે સ્પેશિયલ ગિફ્ટ ફોર સિમ્પલ ગર્લ." લકી અદાથી ઝુકી અને બોલ્યો.

"હું અને લકી અગાઉથી જ તારા માટે પાનેતર ખરીદી લાવ્યા હતા." માધવી હરખાતી બોલી.

"ઓય.." લકી પોતાના હોઠ પર આંગળી મૂકતાં બોલ્યો અને અમે બધા હસી પડ્યા.

***


Rate this content
Log in

Similar gujarati story from Drama