Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Drama Thriller Tragedy

2  

Vishwadeep Barad

Drama Thriller Tragedy

કરોળીયાની જાળ

કરોળીયાની જાળ

2 mins
7.5K


“રસ્તે રઝળતી વાર્તા”ના શબ્દો વાંચતા વાંચતા હૈયું ભરાય આવ્યું.” મેં મારી જાતેજ મારા યાર્ડમાં વીડ ઉગાડીને મારી જાત સાથે અન્યાય કર્યો છે. પ્રેમની વ્યાખ્યા શું? કહેવાય છે કે કરોળીયો ખુદ પોતાની જાળ માં ફસાય છે..

વિકાસ સાથે ઘણી જ સુખી હતી. અમારે બે કન્વીનયન્ટ સ્ટોર હતાં એમ્પ્લોઈયી સ્ટોર ચલાવતા હતાં. હું માત્ર અવાર નવાર સુપર-વીઝન, હિસાબ-કિતાબ અને કેશ પીક-અપ કરવા જતી. પૈસે ટકે ઘણાં સુખી હતા. રીના અને અંકુર અમારા બે બાળકો સાથે અમારું નાનું કુટુંબ ઘણુંજ સુખી હતું. ડલાસ વિસ્તારના અપ-સ્કેલ એરિયામાં અમારું પાંચ બેડરુમનું મકાન હતું..

શિકાગોથી વિકાસના મિત્ર દિનેશનો ફૉન આવ્યોઃ ‘મારા એક મિત્ર જીતુંને જોબ નથી તો તારા કન્વિનયન્ટ સ્ટોરમાં જોબ આપી શકે તો સારું’

‘હા, અમારે તો કાયમ માણસોની જરુર પડે છે. ૨૪ કલાક ચાલતા સ્ટૉરમાં કોઈ પણ પાળીમાં એ જોબ કરી શકે.’

‘જીતું એકાઉન્ટીગનું કામ કરી શકે તેમ છે’.

વિકાસે હા પાડી. જીતુ ફલાય કરી ડલાસ આવ્યો દિનેશનો મિત્ર હતો એટલે થોડા સમય માટે અમારે ત્યાં રહેવાનું રહ્યું.

જીતુ ૨૫ વર્ષનો યુવાન, હેન્ડસમ પર્સનાલીટી વાળો હતો, બોલવામાં એકદમ સ્વીટ..વિકાસને તેનો ફ્રેન્ડ્લી સ્વભાવ ગમ્યો. તે પણ મેરીડ હતો. ઈન્ડિયાથી હમાણાં આવેલ એટલે જોબ મળતા વાર લાગે તે સ્વભાવિક છે. તેની પત્નિ મીના શિકાગો રહી.

જીતુ એમ.બી.એ.કરીને આવ્યો હતો. જીતુ અમારા બીઝનેસનું એકાઉન્ટીગ કામ કરતો. મને બીઝનેસમાં, સ્ટોરમાં સાથે જવા-આવવા, અને કેશ ડીપૉઝીટ કરવા બેંકમાં વિગેરે કાર્યમાં ઘણોજ મદદરુપ થતો.

જીતુનો મધ જેવો મીઠો સ્વભાવ મને ગમતો. સાથો સાથ હેન્ડસમ જીતુ કોઈને પણ પહેલી ઘડીએ ગમી જાય એવો હતો. બે-ત્રણ મહિનાના રોકાણમાં મારા પર એમના રુપ-દેખાવની ભભુતીએ એવી અસર કરી ગઈ કે હું બે બાળકોની માઁ હોવા છતાં પ્રેમમાં અંધ બની ગઈ તેનો ખ્યાલ પણ ના રહ્યો..પ્રેગનન્ટ થઈ, બે મહિના થઈ ગયાં. વિકાસ ને શું કહું? જીતુએ કહ્યું.

"વિકાસ ને ખબર થાય પહેલાં આનો આપણે સાથે મળી કોઈ રસ્તો કાઢીશું.”

એનો રસ્તો સ્વાર્થી નિકળ્યો. મને કહ્યાં વગરજ બીજે દિવસે પોતાની બેગ પેક કરી છાનો માનો શિકાગો પાછો જતો રહ્યો. રસ્તે રઝળતી હું રહી ગઈ. ભયંકર અંધકારના ઓળામાં હું જ ફસાઈ ગઈ!

બે-બાળકો બાદ વિકાસે વધારે બાળકો ના થાય તે માટે તેમણે તો ગયા વર્ષે ઓપરેશન કરાવી નાંખેલ!!!!!


Rate this content
Log in

Similar gujarati story from Drama